દોહા – અવતારી અકળ અમાપને, વંદુ હું વારમવાર । અજર અમર અવિનાશીનેરે, જાઉં વારણે વાર હજાર ।।૧।। અગોચર અતોલ અમાયિક, અખંડ અક્ષરાતીત । અગમ અપાર અખિલાધાર, અછેદ્ય અભેદ્ય અજીત ।।૨।। પુરૂષોત્તમ પરબ્રહ્મ પૂરણ, પરાત્પર પરમ આનંદ । પરમેશ્વર પરમાત્મા, પૂરણ પૂરણાનંદ ।।૩।। સુખદ સરવેશ્વર સ્વામી, સરવાધાર સદા સુખકંદ । સત ચિત આનંદમય, શ્રીહરિ સહજાનંદ ।।૪।। ચોપાઈ – એવા અનેક નામના નામીરે, વળી અનંત ધામના ધામીરે । એવા સ્વામી જે સહજાનંદરે, જગજીવન જે જગવંદરે ।।૫।। તેતો આવ્યા હતા આપે આંહિરે, અતિ મે’ર આણી મન માંહિરે । આવી કરિયાં અલૌકિક કાજરે, ધન્ય ધન્ય હો શ્રીમહારાજરે ।।૬।। ધન્ય ધન્ય પરમ કૃપાળુરે, ધન્ય દીનના બંધુ દયાળુરે । ધન્ય પ્રભુ પતિતપાવનરે, ધન્ય ભવતારણ ભગવનરે ।।૭।। ધન્ય દાસના દોષ નિવારણરે, ધન્ય ભૂધર ભવ તારણરે । ધન્ય આશ્રિતના અભય કરતારે, ધન્ય સર્વેના સંતાપ હરતારે ।।૮।। ધન્ય અખિલ બ્રહ્માંડના ઈશરે, ધન્ય કર્યા ગુના બકશિશરે । ધન્ય નોધારાંના આધારરે, આવી ઊદ્ધાર્યા જન અપારરે ।।૯।। ધન્ય ભકતવત્સલ ભગવાનરે, આવ્યા હતા દેવા અભય દાનરે । ધન્ય દુર્બળના દુઃખ હારીરે, ધન્ય સંતતણા સુખકારીરે ।।૧૦।। શરણાગત જે સર્વે જનનારે, મોટા મે’રવાન જો મનનારે । સર્વે જીવની લેવા સંભાળરે, આવ્યા હતા જો આપે દયાળરે ।।૧૧।। કરી બહુ જીવનાં જો કાજરે, પછી પધારિયા મહારાજરે । એવા પૂરણ પરમારથીરે, ધર્મ એકાંતિક સ્થાપ્યો અતિરે ।।૧૨।। તેતો જેને […]
read more