Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

વરતાલ ૧૭ : જ્ઞાની જિતેન્દ્રિય છે

સંવત્ ૧૮૮૨ના પોષ વદિ અમાસને  દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણને સન્‍મુખ હવેલી ઉપર ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, “પંચ જ્ઞાન ઈન્‍દ્રિયો ને પંચ કર્મ ઈન્‍દ્રિયો છે તે પોતપોતાના વિષયને યથાર્થ જાણે છે. તે જ્ઞાની તથા અજ્ઞાનીને ઈન્‍દ્રિયો દ્વારા એક સરખો વ્‍યવહાર છે, પણ જ્ઞાની હોય તેનાં ઈન્‍દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતાં, માટે જ્ઞાનીને જીતેન્‍દ્રિય કહ્યા છે તે કેવી રીતે જાણવા ?” એ પ્રશ્ર્ન છે. પછી મુકતાનંદ સ્વામીએ કહ્યું જે, “નિર્વિકલ્‍પ સમાધિ થાય ત્‍યારે જીતેન્‍દ્રિય થાય એમ જણાય છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “નિર્વિકલ્પ સમાધિવાળાને પણ પંચવિષય ગ્રહણ કરવા તે તો સૌની પેઠે ઈન્‍દ્રિયો દ્વારા જ ગ્રહણ થાય છે, માટે જીતેન્‍દ્રિયપણું કેમ છે ?” પછી બહુ રીતે કરીને મુકતાનંદ સ્વામીએ ઉત્તર કર્યો પણ સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, એનો ઉત્તર તો એમ છે જે, શબ્‍દાદિક જે પંચવિષય છે તેમાં જે દોષ રહ્યા છે તેને જાણે અને ભગવાનની જે મૂર્તિ છે તેમાં જે કલ્‍યાણકારી ગુણ છે તેને પણ જાણે અને માયિક જે પંચ વિષય તેને ભોગવવે કરીને જીવને નરકના કુંડની પ્રાપ્‍તિ થાય છે ને મહાદુ:ખ ભોગવવાં પડે છે. તેને પણ જાણે; […] read more
0 Views : 212

વરતાલ ૧૮ : અવશ્યપણે વાર્તા જાણવાનું

સંવત્ ૧૮૮૨ના મહા શુદિ ૧ પડવાને દિવસ શ્રીજીમહારાજ શ્રીવરતાલ મઘ્‍યે સંઘ્‍યાઆરતી થયા કેડે શ્રીલક્ષ્મીનારાયણના મંડપમાં ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્રનું ધારણ કર્યું હતું, ને પોતાની ચારે કોરે મંડપની ઉપર તથા હેઠે પરમહંસ સર્વે તથા દેશદેશના હરિભક્ત સર્વે બેઠા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “આ તમે સર્વે મોટા મોટા પરમહંસ છો તે તમને અમે પ્રશ્ર્ન પુછીએ  છીએ જે, ‘સત્‍સંગી હોય તેને અવશ્‍યપણે શી શી વાત જાણી જોઈએ ? કેમજે, તેને કોઈક પુછે અથવા પોતાના મનમાં કોઇક તર્ક થઈ આવે ત્‍યારે જો તે વાર્તા જાણી ન હોયતો તેનું સમાધાન કેમ થાય ?” એમ પ્રશ્ર્ન પુછીને પછી પોતેજ બોલ્‍યા જે, “લ્‍યો એનો ઉત્તર અમે જ કરીએ છીએ જે, એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે તેની રીત જાણી જોઈએ તથા ગુરૂ પરંપરા જાણી જોઈએ, તે કેવી રીતે તો ઉદ્ધવ તે રામાનંદસ્વામીરૂપે હતા, ને તે રામાનંદસ્વામી શ્રીરંગક્ષેત્રને વિષે સ્‍વપ્નમાં સાક્ષાત્ રામાનુજાચાર્ય થકી વૈષ્ણવીદીક્ષાને પામ્‍યા. માટે રામાનંદ સ્વામીના ગુરૂ તે રામાનુજાચાર્ય છે ને તે રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ એવી રીતે ૨ગુરૂપરંપરા જાણવી. અને અમે અમારા ધર્મકુળનું સ્‍થાપન કર્યું છે તેની રીત જાણવી. અને ત્રીજાં અમારા સંપ્રદાયમાં અતિપ્રમાણરૂપ જે શાસ્ત્ર છે તેને જાણવાં તે શાસ્ત્રનાં નામ-૧ વેદ, ૨ વ્‍યાસસૂત્ર, ૩ શ્રીમદ્ભાગવત પુરાણ, મહાભારતને વિષે ૪ વિષ્ણુસહસ્રનામ, ૫ ભગવદ્ગીતા, ૬ વિદુરનીતિ, સ્‍કંદપુરાણના વિષ્ણુખંડ માંહિલું […] read more
0 Views : 206

વરતાલ ૧૯ : ભકત થાવાનું – અવિવેકનું

સંવત્ ૧૮૮૨ના મહા શુદિ ૨ બીજને દિવસ શ્રીજીમહારાજ સાંજને સમે શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરમાં ઉગમણી કોરની રૂપચોકી ઉપર ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ઠાકોરજીની સંઘ્‍યા આરતી થઈ રહી ત્‍યારે શ્રીજી-મહારાજ બોલ્‍યા જે, સાંભળો ભગવાનની વાર્તા કરીએ છીએ જે, આ જીવને જ્યારે ભરતખંડને વિષે મનુષ્ય દેહ આવે છે ત્‍યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્‍વી ઉપર વિચરતા હોય. તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિષે પ્રીતિ રાખવી ધટે નહિ. શા માટે જે, ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માયિક પંચવિષયનું સુખ છે તે તો નરક જેવું છે. અને જે નરકના કીડા છે તે તો નરકને વિષે પરમસુખ માને છે, પણ જે મનુષ્ય હોય તે તો તે નરકને પરમ દુ:ખદાયી જાણે છે. તેમ જેને ભગવાનની ઓળખાણ થઈ તે તો ભગવાનનો પાર્ષદ થયો ને તેને ભગવાનના પાર્ષદ મટીને વિષ્‍ટાના કીડાની પેઠે માયિક પંચવિષયનાં સુખને ઈચ્‍છવું નહિ. અને જે ભગવાનનો ભક્ત હોય તે તો જે જે મનોરથને કરે તે સર્વે સત્‍ય થાય છે. માટે ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કરીને જે ઈચ્‍છે છે […] read more
0 Views : 185

વરતાલ ૨૦ : જનકની સમજણનું

સંવત્ ૧૮૮૨ના મહાશુદિ ૩ ત્રીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષની હેઠે વેદી ઉપર ગાદીતકિયા  નંખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે ચમેલીના પુષ્પનો હાર વિરાજમાન હતો, અને મસ્‍તક ઉપર રાતા અતલસનું છત્ર વિરાજમાન હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પરમહંસને પ્રશ્ર્ન પુછયો જે, “રજોગુણમાંથી કામની ઉત્‍પત્તિ થાય છે, અને તમોગુણમાંથી ક્રોધ ને લોભની ઉત્‍પત્તિ થાય છે. માટે એ કામાદિકનું બીજ ન રહે એવું એક સાધન કયું છે. ?” પછી શુકમુનિએ કહ્યું જે, “જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ને જ્યારે આત્‍મદર્શન થાય ત્‍યારે જ એના હૃદયમાંથી કામાદિકનું બીજ બળી જાય.” પછી શ્રીજીમહારાજે આશંકા કરી જે, “શિવ, બ્રહ્મા, શ્રૃંગિઋષિ, પરાશર, નારદ એમને શું નિર્વિકલ્પ સમાધિ નહોતી ? જે કામે કરીને એ સર્વે વિક્ષેપને પામ્‍યા. માટે એ સર્વે નિર્વિકલ્પ સમાધિવાળા જ હતા, તોપણ ઈન્‍દ્રિયોની વૃત્તિ અનુલોમ થઈ ત્‍યારે કામાદિકે કરીને વિક્ષેપને પામ્‍યા. માટે તમે કહ્યું એવી રીતે એ પ્રશ્ર્નનો ઉત્તર ન થયો, અને જેમ જ્ઞાની નિર્વિકલ્પ સમાધિને વિષે જાય ત્‍યારે નિર્વિકાર રહે છે. તેમજ અજ્ઞાની સુષુપ્‍તિનેવિષે નિર્વિકાર રહે છે. અને જ્યારે ઈન્‍દ્રિયોની વૃત્તિ અનુલોમ થાય છે. ત્‍યારે તો જ્ઞાની ને અજ્ઞાની બેય કામાદિકે કરીને વિક્ષેપને પામે છે, એમાં તો જ્ઞાની-અજ્ઞાનીનો કાંઈ વિશેષ જણાતો […] read more
0 Views : 214

અમદાવાદ ૧ : ચમત્કારી ઘ્યાનનું

સંવત્ ૧૮૮૨ના મહાવદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીઅમદાવાદ મઘ્‍યે શ્રીનરનારાયણના મંદિરમાં આથમણી કોરે મુખારવિંદ કરીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર વિરાજમાન હતા, ને કાનની ઉપર ગુલાબના પુષ્પના ગુચ્‍છ વિરાજમાન હતા, ને પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. તે સભામાં શ્રીજીમહારાજ અંતર સામી દષ્‍ટિ કરીને વિરાજમાન હતા. પછી નેત્રકમળને ઉધાડીને સર્વે સામું જોયું પછી એમ બોલ્‍યા જે, “અમારે એક ઘ્‍યાનના અંગની વાર્તા કરવી છે, તે વાર્તા મોક્ષધર્મને વિષે કહી છે, અને જે મોટામોટા એ ઘ્‍યાને કરીને સિદ્ધદશાને પામ્‍યા છે તે પણ અમે ઘણાક દીઠા છે ને અમારા પણ અનુભવમાં એમ વર્તે છે જે, અનંત પ્રકારનાં ઘ્‍યાન છે, પણ જે આ વાત કહેવી છે તેની બરોબર બીજું કોઇ ઘ્‍યાન થાય નહિ, જેમ કોઇ ચમત્‍કારી મંત્ર હોય અથવા ચમત્‍કારી ઔષધી હોય તેમાં સ્વાભાવિક જ ચમત્‍કાર રહ્યો છે, તેમ જે આ ઘ્‍યાન અમારે કહેવું છે તે ઘ્‍યાનમાં પણ એવો સ્વાભાવિક ચમત્‍કાર છે જે તત્‍કાળ સિદ્ધદશાને પામીજાય. હવે તે વાર્તા કરીએ છીએ, એ જે ઘ્‍યાનનો કરનારો છે તેને જમણા નેત્રમાં સૂર્યનું ઘ્‍યાન કરવું ને ડાબા નેત્રમાં ચંદ્રનું ઘ્‍યાન કરવું, એવી રીતે ઘ્‍યાન કરતાં કરતાં સૂર્ય ને ચંદ્રમા જેવા આકાશમાં છે […] read more
1 Views : 304

અમદાવાદ ૨ : નાહીધોઈ પૂજા કર્યાનું

સંવત્ ૧૮૮૨ ના ફાગણ શુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મઘ્‍યે શ્રીનરનારાયણના મંદિર આગળ વેદિને વિષે પાટ ઉપર ગાદી તકીયા નંખાવીને વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને મસ્‍તકને વિષે ગુલાબી રંગનો ફેંટો બાંઘ્‍યો હતો, ને તે પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા ઝુકી રહ્યા હતા, ને કાનને ઉપર ગુલાબના બે ગુચ્‍છ ખોસ્‍યા હતા, ને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર પહેર્યા હતા, ને બે ભુજને વિષે ગુલાબના બાજુબંધ બાંઘ્‍યા હતા, ને બે હાથને વિષે ગુલાબના પુષ્પના ગજરા પહેર્યા હતા, એવી રીતે સર્વે અંગમાં ગુલાબના પુષ્પે ગરકાવ થયા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ સર્વે પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા જે, એક પ્રશ્ર્ન પુછું છું જે, “એક પરમેશ્વરનો ભક્ત છે તે તો જાગ્રત, સ્‍વપ્ન ને સુષુપ્‍તિ તે થકી પર વર્તે છે ને મલિન રજ, તમ ને મલિન સત્ત્વ તેનો ત્‍યાગ કરીને શુદ્ધ સત્ત્વમય વર્તે છે ને એવો થકો પરમેશ્વરને ભજે છે. અને બીજો જે ભક્ત છે તે તો ત્રિગુણાત્‍મક વર્તે છે ને પરમેશ્વરને વિષે તો અતિશે પ્રીતિએ યુક્ત વર્તે છે, એ બે ભક્તમાં કયો ભક્ત શ્રેષ્‍ઠ છે ? એટલે સંતમંડળે તો એમ કહ્યું જે, “ભગવાનને વિષે પ્રીતિવાળો શ્રેષ્‍ઠ છે.” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, એક તો નાહીધોઇને […] read more
0 Views : 432

અમદાવાદ ૩ : વડવાઈનું – ઉપશમનું

સંવત્ ૧૮૮૨ના ફાગણ વદિ ૨ દ્વિતીયાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીઅમદાવાદ મઘ્‍યે શ્રીનરનારાયણના મંદિરને સન્‍મુખ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન હતા, ને મસ્‍તક ઉપર ગુલાબી રંગની પાઘ વિરાજમાન હતી, ને તે પાઘને વિષે ગુલાબના ને ચમેલીના હાર વિરાજમાન હતા. તથા પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇ ને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે સમગ્ર મુનિમંડળ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, ‘જીવ માત્ર છે તે પંચવિષયને આધારે જીવે છે. તે કાં તો બાહ્ય પંચવિષયને ભોગવતો હોય અને જ્યારે બાહ્ય પંચવિષયનો યોગ ન હોય ત્‍યારે અંત:કરણમાં પંચવિષયનું ચિંતવન કર્યા કરે, પણ એ જીવ વિષયના ચિંતવન વિના ને વિષયને ભોગવ્‍યા વિના ક્ષણ માત્ર પણ રહી શકતો નથી. અને જેમ વડનું વૃક્ષ છે, તેનાં જે મૂળ તે જ વડને લીલો રાખે છે. અને બીજાં સર્વે મૂળ ઉખડી ગયાં હોય ને જો એક વડવાઇ પૃથ્‍વીમાં ચોટી રહી હોય તો પણ એ વડનું વૃક્ષ લીલું રહે છે. તેમ ઉપર થકી કદાચિત્ પંચવિષયનો ત્‍યાગ કર્યો છે પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે એ જ એને જન્‍મમરણનો હેતુ છે. એવા જે પંચવિષય તે પરમેશ્વરના ભક્તને કેવી રીતે જન્‍મમરણના હેતુ નથી ?” એ પ્રશ્ર્ન છે. પછી એનો ઉત્તર જેમ સમજાયો તેમ મુકતાનંદસ્વામીએ કર્યો પણ યથાર્થ સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “લ્‍યો એ પ્રશ્ર્નનો ઉત્તર અમે […] read more
0 Views : 348

ગઢડા અંત્ય ૧ : જ્ઞાન તથા હેતના અંગનું

સંવત્ ૧૮૮૨ના વૈશાખ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના ફળિયાની માંહિલી કોરે આથમણે બાર ઓરડાની ઉચી ઓસરીએ ગાદીતકીયે યુક્ત જે સુંદર રંગીત ઢોલિયો તે ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને મસ્‍તકને વિષે જે મોટી શ્વેત પાઘ તેમાં સુંદર મોગરાનો તોરો વિરાજમાન હતો, અને કંઠને વિષે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો, અને બે હાથને વિષે તે પુષ્પના ગજરા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસને પુછયું જે, પરમેશ્વરના ભક્તને ભુંડા દેશકાળાદિકનો યોગ થાય તોય પણ ભગવાનની ભકિતમાં વિઘ્‍ન થાય નહિ એવી શી સમજણ છે. ? પછી પરમહંસને જેવું સમજાયું તેવું કહ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જે ભગવાનને ભજે તેને એક તો દ્રઢ વૈરાગ્‍ય જોઈએ, અને બીજી આત્‍મનિષ્ઠા જોઈએ. તેમાં જો વૈરાગ્‍ય ન હોય તો જ્યારે મનગમતું પદાર્થ મળે ત્‍યારે જેમ ભગવાનમાં પ્રીતિ કરે છે તેમ બીજા પદાર્થમાં પણ ભગવાનના જેવી પ્રીતિ થઈ જાય. અને જો આત્‍મનિષ્‍ઠા ન હોય તો જ્યારે દેહમાં સુખદુ:ખ આવે ત્‍યારે એ ભક્તની વૃત્તિયો ચુંથાઈ જાય,પછી જેને સુખદાયી જાણે તેમાં પ્રીતિ કરે અને જેને દુ:ખદાયી જાણે તે સાથે દ્વેષ કરે, એવી રીતે એની બુદ્ધિ ભ્રષ્‍ટ થઈ જાય માટે ભગવાનના […] read more
0 Views : 371
Powered By Indic IME