Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

ગઢડા મઘ્ય ૬૦ : વિક્ષેપ ટાળ્યાનું – પક્ષ રાખ્યા્નું

સંવત્ ૧૮૮૧ના શ્રાવણ વદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને શ્વેત પાઘ મસ્‍તક ઉપર બાંધી હતી, અને શ્વેત પછેડી ઓઢી હતી, અને શ્વેત ખેસ પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્‍યારે મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! આ સંસારને વિષે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ કહીએ જે, પોતાના દેહથી નોખો જે પોતાનો આત્‍મા તેનું જે નિરંતર અનુસંધાન, તથા માયિક એવાં જે પદાર્થ માત્ર તેના નાશવંતપણાનું જે અનુસંધાન, તથા ભગવાનના માહાત્‍મ્‍યજ્ઞાનનું જે અનુસંધાન, એ ત્રણે કરીને કોઇ વિક્ષેપ આડો આવતો નથી. અને જ્યારે કોઇક જાતના વિક્ષેપનો યોગ આવે, ત્‍યારે ઉપરથીતો ચિત્તનો ધર્મ છે તે વિક્ષેપ જેવું જણાય, પણ તે વિક્ષેપનો પોતાના ચૈતન્‍યમાં તો ડંસ બેસતો નથી. તે કેમ જણાય જે, જ્યારે સુઇએ છીએ ત્‍યારે બહારલ્‍યો જે વિક્ષેપ તે કોઇ દિવસ સ્‍વપ્નમાં દેખાતો જ નથી. અને જે ચૈતન્‍યમાં વિક્ષેપ પેઠો હોય તે તો ત્રણે અવસ્‍થામાં જણાય છે. માટે સ્‍વપ્નમાં કોઇ રીતે વિક્ષેપ જણાતો નથી. તે થકી એમ જાણીએ […] read more
0 Views : 194

ગઢડા મઘ્ય ૬૧ : નિયમ, નિશ્વય અને પક્ષનું

સંવત્ ૧૮૮૧ના શ્રાવણ વદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને મસ્‍તક ઉપર શ્વેત શેલું સોનેરી છેડાનું બાંઘ્‍યું હતું, અને એક બીજું શ્વેત શેલું ઓઢયું હતું, અને શ્વેત ખેસ પહેર્યો હતો, અને મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જેમાં ત્રણ વાનાં હોય તે પાકો સત્‍સંગી કહેવાય. તે ત્રણ વાનાં તે કયાં ?તો એક તો પોતાને ઇષ્‍ટદેવે જે નિયમ ધરાવ્‍યાં હોય તે પોતાના શિર સાટે દૃઢ કરીને પાળે, પણ એ ધર્મનો કોઇ દિવસ ત્‍યાગ ન કરે. અને બીજો ભગવાનના સ્‍વરૂપનો જે નિશ્વય તે અતિશે દ્રઢપણે હોય પણ તેમાં કોઇ સંશય નાખે તો સંશય પડે નહિ, ને પોતાનું મન સંશય નાખે તોય પણ સંશય પડે નહિ, એવો ભગવાનનો અડગ નિશ્વય હોય, અને ત્રીજો પોતાના ઇષ્‍ટદેવને ભજતા હોય એવા જે સત્‍સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો. તે જેમ મા, બાપ, દીકરા, દિકરી તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે. અને જેમ સ્‍ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે. તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. એ ત્રણ વાનાં જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્‍સંગી કહેવાય. અને હરિભક્તની સભામાં […] read more
0 Views : 178

ગઢડા મઘ્ય ૬૨ : આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું ને દાસપણાનું

સંવત્ ૧૮૮૧ના માગસર શુદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને શ્વેત પાઘ મસ્‍તક ઉપર બાંધી હતી, અને શ્વેત ચોફાળ ઓઢયો હતો, તથા શ્વેત ખેસ પહેર્યો હતો, અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પોતાના ભત્રીજા જે અયોઘ્‍યાપ્રસાદજી ને રધુવીરજી તેમને બોલાવીને કહ્યું જે, ‘તમે અમને પ્રશ્ર્ન પુછો.’ પછી અયોઘ્‍યાપ્રસાદજીએ પ્રશ્ર્ન પુછયો જે “આ સંસારને વિષે એવો પુરૂષ હોય જે આઠે પહોર તો સંસારની વિટંબનામાં રહ્યો હોય અને ગમે એવું યોગ્‍ય અયોગ્‍ય કર્મ પણ થઇ જતું હોય અને તે એક ઘડી કે બે ઘડી ભગવાનનું ભજન કરતો હોય, ત્‍યારે તે ભજને કરીને તેણે દિવસ બધામાં પાપ કર્યું તે બળે કે ન બળે ?” એ પ્રશ્ર્ન છે. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “સારો દિવસ પ્રવૃત્તિમાર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરી હોય ને ભગવાનનું ભજન કરવા બેસે, તે સમે એ ભજનના કરનારાનાં ઇન્‍દ્રિયો, અંત:કરણ અને જીવ એ સર્વે એકાગ્ર થઇને જો ભજનમાં જોડાય, તે એવી રીતે એક ઘડી કે અધર્ી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય, તો સમગ્ર પાપબળીને ભસ્‍મ થઇ જાય છે. અને ઇન્‍દ્રિયો, અંત:કરણ ને જીવ તે એકાગ્ર થઇને જો ભગવાનના ભજનમાં ન જોડાય, તો તેના ભજન થકી તો ઘડી કે […] read more
0 Views : 201

ગઢડા મઘ્ય ૬૩ : બળ પામવાનું

સંવત્ ૧૮૮૧ના માગશર વદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ ભજનાનંદ સ્વામી શ્રીમદ્ભાગવતનો પાઠ કરતા હતા, ને પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! દષ્‍ટા ને દશ્‍યના મઘ્‍યમાં જે વિચાર રહે છે, તે દૃષ્ટા ને દશ્‍યને જુદાં જુદાં રાખે છે. એમાં જીવનું જાણપણું કયું જાણવું ને ઇંદ્રિયો અંત:કરણનું જાણપણું કયું જાણવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, અમને તો એમ જણાય છે જે, જેનો જીવ અતિશે બળને પામ્‍યો હોય તેને તો અંત:કરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે અને તેના ચાર ક્રિયાએ કરીને ચાર વિભાગ જણાય છે. અને તે અંત:કરણમાં ને ઇંદ્રિયોમાં જાણપણું છે તે જીવનું જ છે. તે ઇન્‍દ્રિયો અંત:કરણને જ્યાં ધટિત હોય ત્‍યાં ચાલવા દે, ને જ્યાં ધટિત ન હોય ત્‍યાં ન ચાલવા દે અને જેનો જીવ અતિશે બળને પામ્‍યો હોય, તેને તો ભૂંડું સ્‍વપ્ન પણ  આવે નહિ. અને જેનો જીવ નિર્બળ હોય, તેને તો સાંખ્‍યના મતને અનુસરીને એક દૃષ્ટા એવો જે પોતાનો આત્‍મા તે આત્‍માપણે રહેવું, પણ ઇંદ્રિયો અંત:કરણ ભેળું ભળવું નહિ. એવી રીતે સત્તારૂપ રહેતાં થકાં એનો જીવ બળને પામે છે. અને એથી પણ બળ પામવાનો એક […] read more
0 Views : 182

ગઢડા મઘ્ય ૬૪ : પુરુષોત્તમ ભટ્ટના પ્રશ્ર્નનું

સંવત્ ૧૮૮૧ના પોષ શુદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદીતકિયા નંખાવીને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખાર-વિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! ભગવાનના જે અવતાર છે તે સર્વે સરખા જ છે કે તેમાં અધિક ન્‍યૂન ભાવ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “અમે વ્‍યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સાંભળ્‍યા ને પછી પૂર્વાપર વિચારીને જોયું, ત્‍યારે તેમાંથી અમને એમ સમજાયું છે જે, મત્‍સ્‍ય, કચ્‍છ, વારાહ, નૃસિંહાદિક જે ભગવાનના અવતાર છે, તે સર્વે અવતારના અવતારી તે શ્રીકૃષ્ણ ભગવાન છે, પણ બીજા અવતારની પેઠે શ્રીકૃષ્ણ ભગવાન તે અવતાર નથી, તે તો અવતારી જ છે. એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે આપણા ઇષ્‍ટદેવ છે અને તે શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર શ્રીમદ્ભાગવત પુરાણના દશમસ્‍કંધને વિષે સંપૂર્ણ કહ્યાં છે, માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિષે અમે દશમસ્‍કંધને અતિશે પ્રમાણ કર્યો છે અને બીજા જે સર્વે અવતાર તે પણ શ્રીકૃષ્ણ ભગવાનના જ છે, માટે એ અવતાર ને એ અવતારના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તે સર્વેને આપણે માનવા, પણ વિશેષે કરીને તો શ્રીકૃષ્ણ ભગવાન ને તેના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તેને જ માનવા.” પછી પુરૂષોત્તમ ભટ્ટે પ્રશ્ર્ન પુછયો જે, […] read more
0 Views : 176

ગઢડા મઘ્ય ૬૫ : અખતરડાહ્યાનું

સંવત્ ૧૮૮૧ના પોષ શુદિ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની સમીપે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, સાંભળો, ભગવાનની વાર્તા કરીએ. ત્‍યારે તાલ પખાજ લઇને સંત કીર્તન ગાવતા હતા તે છાના રહ્યા અને સર્વે હાથ જોડીને સાંભળવા બેઠા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જીવના કલ્‍યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણાદિક જે અવતાર થાય છે તેને તો માયાનું કાર્ય એવું જે આ જગત તેમાં કોઇ ઠેકાણે મોહ થતો નથી, અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિ:શંક વર્તે છે અને પોતાના ભક્તજનની ભકિતને અંગીકાર કરવાને અર્થે પંચવિષયને પણ સારી પેઠે ભોગવે છે. તેને જોઇને આ સંસારને વિષે જે અખતરડાહ્યા મનુષ્ય છે તે પરમેશ્વરને વિષે દોષ પરઠે છે અને એમ જાણે જે, આ તો પરમેશ્વર કહેવાય છે તો પણ એને આપણા કરતાં પણ વધુ સંસારને વિષે આસકિત છે. એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે છે. પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી, એ જ ભગવાનની માયા છે. અને બ્રહ્મસ્‍થ્‍િાતિને પામ્‍યા એવા જે આત્‍મદશર્ી સાધુ તેને પણ આ સંસારને વિષે કોઇ પદાર્થ દેખીને મોહ થતો નથી, તો બ્રહ્મથી પર પરબ્રહ્મ એવા જે શ્રીકૃષ્ણભગવાન તેને માયા ને માયાનાં કાર્ય થકી […] read more
0 Views : 169

ગઢડા મઘ્ય ૬૬ : સદ્ગુરુના પ્રશ્નોનું – ગોળો ઝાલ્યાનું

સંવત્ ૧૮૮૧ના પોષ વદિ ૧ પ્રતિપદાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પીળા પુષ્પના ને રાતી ગુલદાવદીના પુષ્પના હાર કંઠને વિષે વિરાજમાન હતા, ને પીળા પુષ્પનો તોરો પાઘને વિષે વિરાજમાન હતો,અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ  તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને પોતાની આગળ સરોદા ને દુકડ લઇને સંતમંડળ વિષ્ણુપદ ગાવતા હતા. તે કીર્તનભકિત થઇ રહ્યા પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ” આજ તો અમારે મોટા મોટા સંતને પ્રશ્ર્ન પુછવા છે.” એમ કહીને પ્રથમ આનંદસ્વામીને પુછતા હવા જે, “કોઇક એવો પુરૂષ હોય જે તેને બુદ્ધિ થોડી હોય તો પણ પોતામાં જે દોષ હોય તેને દેખે અને બીજા હરિભક્તમાં દોષ હોય તેને ન દેખે અને ગુણ હોય તેનેજ દેખે અને બીજો જે પુરૂષ છે તેને તો બુદ્ધિ ઘણી છે, તોપણ પોતાના અવગુણને દેખતો જ નથી અને બીજા હરિભક્તને વિષે ગુણનો ત્‍યાગ કરીને કેવળ દોષ જ દેખે છે, એનું શું કારણ હશે ? જે, થોડી બુદ્ધિવાળોહોય તે પણ પોતાના દોષને દેખે છે અને ઝાઝી બુદ્ધિવાળો છે તેને પોતાના દોષ સુઝતા નથી ?” એ પ્રશ્ર્ન છે. પછી આનંદસ્વામીને જેવો સુઝયો તેવો ઉત્તર કર્યો પણ પ્રશ્ર્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, […] read more
0 Views : 204

ગઢડા મઘ્ય ૬૭ : ગંગાજળિયા કૂવાનું

સંવત્ ૧૮૮૧ના મહા વદિ તૃતીયાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ગંગાજળિયા કુવા પાસે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને પોતાની આગળ સાધુ દૂકડ સરોદા લઇને વિષ્ણુપદ ગાવતા હતા. તે કીર્તન ભકિત  થઇ રહ્યા પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “અમે સર્વે સંત પ્રત્‍યે પ્રશ્ર્ન કરીએે છીએે જે, ભગવાનનો ભક્ત હોય તે દેહ મુકીને બ્રહ્મરૂપ થઇને ભગવાનના ધામમાં જાય છે, પછી એમાં ને ભગવાનમાં શો અંતરાય રહે છે, જેણે કરીને સ્વામી સેવકપણાનો નાતો રહે છે ? કેમ જે એ ભગવાનનો ભક્ત છે તે પણ જેવા ભગવાન સ્‍વતંત્ર છે ને કાળ, કર્મ ને માયા તેને આવરણે કરીને રહિત છે તેવો જ થાય છે. માટે એમાં શો ભેદ રહે છે, જેણે કરીને સ્વામીસેવકપણું રહે છે ? એ પ્રશ્ર્ન છે.” પછી પરમહંસે જેને જેવું સમજાયું તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્ર્નનું સમાધાન થયું નહિ. પછી સર્વે સંતે કહ્યું જે, “હે મહારાજ ! તમારા પ્રશ્ર્નનો ઉત્તર તો તમે જ કરશો ત્‍યારે થશે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એનો ઉત્તર એમ છે જે, ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્‍યા હોય જે, ભગવાન આટલી સામર્થિએ યુક્ત છે અને આટલી શોભાએ […] read more
0 Views : 220
Powered By Indic IME