Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૬૯

અને અંતરદષ્ટિ કરીને હૈયામાં જોવું ને તે વિના તો ગુણદોષ યથાર્થ ન સૂઝે. ને અંતરદષ્ટિ કરવી એજ નિર્ગુણપણું છે ને બાહ્યદષ્ટિમાં સગુણપણું છે. વળી બાહ્યદષ્ટિ દૈત્યની કહી છે ને અંતરદષ્ટિ રાખવાનો અભ્યાસ કરતાં સુખ પણ થાય ને જેમ ચકમક ખરે તે ખેરતાં દેવતા કળીમાં લાગી જાય છે, એમ કોઇક દિવસ પ્રકાશ થઇ જાય, એ સિદ્ધાંત વાત છે. ।।૧૬૯।। read more
0 Views : 111

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૭૦

વરતાલમાં કથા થઇ તે ફેરે ઘણા દિવસ સુધી પ્રતિલોમ  કરવાની વાતો કરી ને કરાવી. એવી રીતનો અભ્યાસ કરવા સાંભળવાનો નિરંતર રાખે ત્યારે તે વાત સમજાય ને તે માર્ગે ચલાય, પણ તે વિના થાય નહિ. ।।૧૭૦।। read more
0 Views : 112

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૭૧

અને ઉપાસના સમજવી જે, કોટાનકોટિ ભગવાનના અવતાર જે શ્રીકૃષ્ણ, રામચંદ્ર, વાસુદેવ, નરનારાયણ ઇત્યાદિક સર્વેના કારણ મહારાજ છે. ને પૂર્વે અવતાર થઇ ગયા એવા તો આજ સત્સંગી ને સાધુ છે પણ આપણને મહિમા પૂરો સમજાતો નથી ને શ્રીકૃષ્ણે કેટલું જ્ઞાન કર્યું ત્યારે એક ઉદ્ધવે ત્યાગ કર્યો ને આજ તો વીસ વીસ વરસના સંસાર મૂકીને ચાલ્યા આવે છે, ને પૂર્વે શાસ્ત્રમાં સ્ત્રી તો કોઇ ત્યાગી થઈ સાંભળી નથી ને આજ તો હજારો બાઇયો ત્યાગી થાય છે.ને પૂર્વે ભગવાન બે-ત્રણને તેડવા આવ્યા તે શાસ્ત્રમાં લખ્યું છે ને આજ તો ઘરોઘર ભગવાન તેડવા આવે છે, ને બીજા અવતાર મોટા મોટા તે પારસમણિ જેવા છે ને પુરુષોત્તમ તો ચિંતામણિ છે.।।૧૭૧।। read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૭ર

અને ભગવાનનું સ્વરૂ૫ નિર્દોષ સમજવું ને મોટા મોટા એકાંતિક સાધુને પણ એમ સમજવા, તે બરોબર કોઇ સાધન નથી. તે વચનામૃતમાં કહ્યું છે એમ ચાર શાસ્ત્રે કરીને સમજવું. તથા સ્વરૂપનિર્ણયમાં  કહ્યું છે એમ સર્વ પ્રકારે નિર્બંધપણે ને નિર્દોષણે સમજવું. તે આત્યંતિકપ્રલય જે જ્ઞાનપ્રલય કરવાનો છે ત્યાં સુધી સમજવાનું છે. તે જેને આત્યંતિકપ્રલય  થયો હોય તે સાથે જોડાય ત્યારે તેથી થાય. ।।૧૭૨।। read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૭૩

અને ગમે એવા હોય તેને પણ સેવાએ કરીને કે પદાર્થે કરીને રાજી કરીએ. ને પદાર્થે કરીને રાજી ન થાય એવા તો કૃપાનંદસ્વામી, મુકતાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી એ કોઇ રીતે ન જીતાય, કેમ જે, એને તો સેવા કે કોઇ પદાર્થ જોઇએ નહિ. પણ તે એક ઉપાયે જીતાય જે, એના આગળ દીન થાવું ને હાથ જોડવા; એવો બીજો ઉપાય નથી. ।।૧૭૩।। read more
0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૭૪

અને ક્રિયાનું પ્રધાનપણું થઇ ગયું છે તેથી જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, મહિમા અને ઉપાસના તેની વાત કરે છે કોણ ? ને સાંભળે છે કોણ ? પણ કથાવાર્તા કરતાં કરતાં થાય તે કરવું ને તે કરતાં થયું તે થયું ને બાકી ન થાય તે રહ્યું; પણ મુખ્ય તો એ જ કરવું ને બાકી તો ફેર ચડી જાય છે ને આ તો ગમે એટલું કરો પણ રાત્રિપ્રલયમાં સર્વનાશ પામી જાશે. ।।૧૭૪।। read more
0 Views : 720

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૭પ

અને સભાની વાત બહુધા લાગે નહિ, એ તો એકાંતમાં પૂછવું-સાંભળવું ત્યારે સમાસ થાય છે. ને સમાગમ કરે તેનો સંગ લાગે ત્યારે તે સમાગમ કર્યો કહેવાય, તે જેમ પાણી લાગે છે  એમ જયારે સંગ લાગે ત્યારે તેના તો અવયવ ફરી જાય. ને સંગ તો કેવો છે ? તો એને લોભાદિક દોષ ન મૂકવા હોય તોપણ મુકાઇ જાય. ને જો દોષ મૂકવા હોય તોપણ જો ઊતરતો સંગ થઇ જાય તો મૂળગા દોષ વધી જાય, એમ સંગમાં રહ્યું છે. ।।૧૭૫।। read more
0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૭૬

અને આંહીંથી તે પ્રકૃતિપુરુષ સુધી પણ વિષય સુખ, એમાં તે શું અધિક છે ? સર્વેનું આવું ને આવું છે અને બ્રહ્મચર્ય તો કયાંય નથી; તે આ લોકમાં, દેવતામાં, ઋષિના લોકમાં કે બીજા લોકમાં પણ નથી. એ તો અક્ષર, શ્વેતદ્વીપ, બદરિકાશ્રમ ને આંહીં સંતમાં, એ ચાર ઠેકાણે બ્રહ્મચર્ય છે. ।।૧૭૬।। read more
0 Views : 125
Powered By Indic IME