Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૬૧

અને જયાં સુધી પોતાને પુરુષ મનાશે ત્યાં સુધી તેને સ્ત્રી જોઇશે ને જયાં સુધી પોતાને સ્ત્રી મનાશે ત્યાં સુધી તેને પુરુષ જોઇશે, ને ગમે ત્યાં જાશે પણ એમ રહેશે. માટે કહ્યું છે જે, ‘બ્રહ્મરૂપ થઇને ભકિત કરવી.’ ।।૧૬૧।। read more
0 Views : 100

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૬ર

અને અક્ષરધામ, શ્વેતદ્વીપ, બદરિકાશ્રમ ને આ લોકમાં એકાંતિક પાસે, એ ચાર ઠેકાણે માયા નથી ને કજિયો નથી, બાકી સર્વ ઠેકાણે માયા ને કજિયો છે. ।।૧૬૨।। read more
0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૬૩

અને સુખમાં દુઃખ દેખવું એ ઝાઝાને સૂઝે નહિ, એ તો સૂક્ષ્મ વાત છે; તે શું જે, રસોઇઓ તથા બહુ સન્માન આદિક તેમાં તો વૃત્તિઓ ફાટી જાય એવાં છે ને તેમાં સખુ દેખાય છે, પણ સખુ તો મોટાનો સમાગમ થાય એટલું જ; બાકી નહિ. ।।૧૬૩।। read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૬૪

અને ‘જ્ઞાન વિના તો સુખ ન થાય. ને ભકિત કરે તેને  મોટા હોય તે હાર આપે કે થાળ આપે, પણ તેણે કરીને સંકલ્પ ઓછા ન થાય, માટે સમજણ તો જોઇએ ખરી.’ એમ વાત કરી. ।।૧૬૪।। read more
0 Views : 111

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૬પ

વળી, એટલું તો એમ સમજવું જે, જો વિષયમાં સુખ હોય તો તેની આપણને મહારાજ બંધી શા સારુ કરે ? માટે એમાં તો સુખ જ નથી ને એમાં સુખ મનાય છે એ અજ્ઞાન છે ને મોટા મોટા એ માર્ગે ચાલતા નથી. ।।૧૬૫।। read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૬૬

સત્સંગમાં અનેક વાતો સમજવાની છે; તેમાં મુખ્ય ઉપાસના, બાકી ધર્મ રાખવો ને વચનામૃત આદિક શાસ્ત્રનો અભ્યાસ રાખવો. ।।૧૬૬।। read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૬૭

અને મૂંઝવણ ટાળ્યાનો ઉપાય જે, કાળની ગતિ જાણવી, જન્મ-મૃત્યુનું દુઃખ વિચારવું, ભગવાનનો મહિમા વિચારવો. વળી આપણું કોઇ નથી ને આપણે કોઇના નથી. વળી, આત્મા તો ત્રણ દેહથી વિલક્ષણ છે, એમ જ્ઞાનીને તો અનંત લોચન  છે ને મૂંઝવણ ટાળ્યાના પણ અનેક ઉપાય છે; ને મૂંઝવણ પણ અનેક પ્રકારની છે. ।।૧૬૭।। read more
0 Views : 112

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૬૮

પ્રથમ કાંઇ નહોતું ને આટલાં કારખાના થયાં ને હજી થાય છે ને વળી થાશે, એ તો વધતું જ જાશે; પણ મુખ્ય તો કથાવાર્તા, ધ્યાન ને મોટા સંતનો સમાગમ, એ જ કરવાનું છે. ૧૬૮।। read more
0 Views : 96
Powered By Indic IME