Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૭૬

આ વાતો સાંભળીને ગાંડું કયાં થવાય છે ? અરે ! ગાંડાં તો આ બધાયને કરી મૂકીએ પણ દોરનારા જોઇએ ને ? ।।૨૭૬।। read more
0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૭૭

ઉદ્ધવમત વિના નિષ્કામી વર્તમાન કયાં છે ? કયાયં ન મળે, ને ઉદ્ધવમતનું પણ જયાં સુધી મોટા સાધુ છે ત્યાં સુધી પાધરું રહેશે, પછી ભગવાનની આજ્ઞા રાખશે તો રહેશે. ।।૨૭૭।। read more
0 Views : 100

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૭૮

શ્રાવણ સુદી પાંચમને દિવસ વાત કરી જે, ‘આટલા દિવસ મંદિર કરતા ને હવે હમણાં વિચાર્યું જે, સર્વે દોષમાત્ર એક ન હોય તો ટળે. તે શું ? જે એક દેહાભિમાન ટળે તો બધા દોષમાત્ર એની વાંસે ટળે. ને એક ગુણ આવે તો બધા ગુણ આવે એ કયો ગુણ ? તો આત્મનિષ્ઠા હોય તો ગુણ માત્ર આવે. જો થોડું જ જ્ઞાન હોય પણ સારધાર દેહ પર્યંત રહે તો સારું.’ ।।૨૭૮।। read more
0 Views : 126

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૭૯

ભગવાન છેટા છે તો છેટા જ; નીકર તો આ ઘરમાં આવીને બેઠા, એવું કયાં સમજાય છે ? આ ભેટ ભેટા થયા છઈએ. ।।૨૭૯।। read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૮૦

કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનારાં ઘણાં, તેને ઓળખી રાખવાં. ।।૨૮૦।। read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૮૧

અને દશોંદ-વિશોંદ કહી છે, તે જો ભગવાન રૂપિયા આપે તો કાઢવી; એ તો ઠીક છે, પણ ભેળી આ સાધુની વાતું ભેળા રહીને સાંભળવી, એ પણ દશોંદ-વિશોંદ કાઢવી. તે વિના તો જ્ઞાન થાય નહિ. ।।૨૮૧।। read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૮ર

સ્ત્રી વાળો મહિનો; બે મહિના; ને જેને ન હોય તેને તો ઘરમાં રહેવાય જ નહિ; કાં જે ? એમાંથી તો જરૂર કફાત થાય. માટે ગાંઠના રોટલા ખાઇને, નીકર મંદિરના રોટલા ખાઇને પણ આ વાતો સાંભળવી. ને અજ્ઞાન ટાળવું ને મંદિરનાં રોટલા ખાય તેમાં શું ? ઘેર કરતો હોય તે આંહીં સેવા કરે. અરે ! એમ તો સેવા પણ જે પૈસા લઇને કરતો હશે તેની પાસે કરાવીશું, પણ જો કોઇ ભગવાન ભજતા હોય તો મંદિરના રોટલા આપીએ. ને કોઇ હજાર રૂપિયા ખર્ચે તેણે કાઇં અજ્ઞાન જાય ? તેને પાછા એકથી સો ગણા આપે. તે એક જણે પાંચસે રૂપિયા નરનારાયણ આગળ મૂકયાં, તેને સો લાખ આપશું. પણ કાંઇ વાતું સાંભળ્યાં વિના અજ્ઞાન ગયું ? ।।૨૮૨।। read more
0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૮૩

સ્વામીએ વાત કરી જે, ‘જેને માથે મોટાં શત્રુ હોય તેણે ઊંઘવું નહિ ને જેણે આતતાઇ કર્મ કર્યુ હોય તેને પણ ઊંઘ આવે નહિ. ને તેમ કામ, ક્રોધ ને લોભાદિક શત્રુ માથે છે ત્યાં સુધી ઊંઘવું નહિ. ને જે જે વચન કહ્યાં છે તેને વિસારી દેવાં નહિ. તે જો એકાંતે બેસીને વિચારે તો સાંભર્યા કરે.’ ।।૨૮૩।। read more
0 Views : 100
Powered By Indic IME