ભગવાન તો એક જીવ ભજે તે સારુ બ્રહ્માંડ બોળી નાખે.તેની એક વાત છે જે, એક ચકલી હતી તે ઊંચી પર્વત ઉપર બેસીને ભજન કરતી હતી. તે કહે જે, ‘મને આંહીં બેઠે બેઠે પાણી પાય તો પીઉં.’ પછી બ્રહ્માંડ બોળીને ત્યાં લગી પાણી ભરી દીધું એટલે પીધું. ।।૨૬૯।। read more
જુઓ ને ! આ બીજા મતવાદીઓએ વાડા કરીને જીવને ચડાવી દીધા છે તેવા થયા છે. ને કોઇ જાણે બીજા મત આગળ સારા હશે, તે એ તો એમ વિચાર્યું જે, આ પાછલો દરવાજો બાળપણામાં સારો હશે ? એ તો મૂળથી જ બગડેલો છે. એમ એ ધરથી જ બગડેલા છે માટે ઉદ્ધવમત વિના કોઇમાં માલ નથી. ।।૨૭૧।। read more
એકવાર વરસાદ બહુ ભારે થયો, તે હરણિયાં આકળાં થઇને દોડ્યાં, તે બાંટવામાં પેસી ગયાં. હવે એ ત્યાંથી નીકળનારા છે ? એમ જીવ માત્ર બાંટવાના હરણિયાં જેવા છે,તે વિષયમાં ભરાઇ ગયા છે. ।।૨૭૨।। read more
આ જીવને પંચવિષય છઠ્ઠું દેહાભિમાન ને સાતમો પક્ષએ કલ્યાણનાં માર્ગમાં વિઘ્નરૂપ છે. ને એનો અભિનિવેશ થયો છે તે જીવનું ભૂંડું કરે છે; માટે તે ન રાખવાં. ।।૨૭૩।। read more
આ તો કરોડ મણ સૂતરની આંટીઓ ઘુંચાઇ ગઇ છે તે કેમ ઊખળે ? કોઇ દાખડો કરે તો પણ ન ઊખળે, પણ જો આ બ્રહ્માંડ જેવડો ફાળકો કરે તો સહેજ ઊખળે. એમ જીવ ઘુંચાઇ ગયો છે, પણ ભગવાન ભજે તો ઊખળે. ।।૨૭૪।। read more
જેમ ગુજરાતમાં પાછલી પહોર રાતથી મહુડાં ટપ ટપ ખરવા માંડે છે, તે પહોર દી સુધી ખરે છે, તેમ જીવને પહોર રાત પાછલીથી તે પાછી પહોર રાત જાય ત્યાં સુધી સંકલ્પ થયા જ કરે છે, પણ ભગવાનનો એકે નથી થાતો. ।।૨૭૫।। read more