Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૪૭

દોહા – વળી અમારે જે આશરે, બાયું આવિયું બહુ બહુ । તેને કહ્યા ધર્મ તેહના, તેણે પામી પરા ગતિ સહુ ।।૧।। સતીગીતામાં જે સૂચવ્યા, સધવા વિધવાના ધર્મ । તેમજ રહી ત્રિયા સહુ, પામિછે ધામ જે પર્મ ।।૨।। જે ધર્મ નો’તા ધરા ઊપરે, નરનારીના નિરધાર । તે અમે પ્રગટ કરી, બહુ તારિયાં નર નાર ।।૩।। એમ અનેક રીતશું, અતિ કર્યો છે ઊપકાર । જીવ આખા જકતના જેહ, તેહ કરવા ભવપાર ।।૪।। ચોપાઈ – અતિ અતિ કર્યા મ ઊપાયરે, તેતો કે’તાં કે’તાં ન કે’વાયરે । જેજે કર્યું અમે આ જગમાંરે, તેતો ચલાવા મોક્ષ મગમાંરે ।।૫।। જેજે અમે કરાવિયા ગ્રંથરે, નર નારીને તારવા અર્થરે । વળી પદ છંદ કીરતનરે, અષ્ટકને સ્તુતિ જે પાવનરે ।।૬।। તેને શીખે સુણે ભણે ગાયરે, તેતો અક્ષરધામમાં જાયરે । કાંજે અંકિત અમારે નામેરે, માટે પો’ચાડે એ પરમ ધામેરે ।।૭।। જેમાં સ્વામિનારાયણ નામરે, એવી કથા સુણે નર વામરે । એવી ર્કીિત સાંભળતાં જનરે, થાય અતિ પરમ પાવનરે ।।૮।। વળી પદ જે નામે અંકિતરે, તેને ગાયે સુણે કરી પ્રીતરે । જેમાં સહજાનંદ સ્વામી નામરે, આવે જે કાવ્યમાં ઠામો ઠામરે ।।૯।। એવી કાવ્ય કે’તાં ને સાંભળતાંરે, વાર ન લાગે મહાસુખ મળતાંરે । મહામંત્રરૂપ એહ કા’વેરે, તેને તુલ્ય બીજું કેમ આવેરે ।।૧૦।। નામ પ્રભુનાં અનંત અપારરે, સહુ ભાવે ભજે નર નારરે । પણ […] read more
0 Views : 185

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૪૮

દોહા – પછી જોયું વિચારી જીવને, કરી રહ્યા સર્વે કામ । સહુ જનને સુગમ થયું, સે’જે પામશે સ્વધામ ।।૧।। જે અરથે અમે આવિયા, તે અરથ સરિયો આજ । ધારી આવ્યા’તા જે ધામથી, તે કરી લીધું છે કાજ ।।૨।। બાંધી બળવંત પીઠિકા, કેડે તારવા કોટાન કોટ । કર્યું હિત અતિ આ સમે, અમે રાખી નથી કાંઈ ખોટ ।।૩।। ફેરો અમારો સુફળ થયો, ગયા સહુ જનના સંતાપ । અનેક જીવ ઊદ્ધર્યા, આજ અમારે પરતાપ ।।૪।। ચોપાઈ – કરી લીધું છે સર્વે જો કામરે, એમ વિચારિયું ઘનશ્યામરે । કે’વા રાખ્યું નથી કેડે કાંઈરે, જાવા મોક્ષના મારગ માંઈરે ।।૫।। બહુવિધ ઊઘાડિયાં બારરે, કરવા કલ્યાણને આ વારરે । હવે પધારૂં હું મારે ધામરે, જે સારૂં આવ્યા’તા તે થયું કામરે ।।૬।। પછી જે જે પાસે હતા જનરે, તેને કે’છે એમ ભગવનરે । સહુ ધારજો અંતરે ધીરરે, હવે નહિ રહે આ શરીરરે ।।૭।। થોડે ઘણે દિને ધામે જાશુંરે, અમ કેડ્યે ભરસોમાં આંસુંરે । જો રાજી કરવા હોય અમનેરે, રે’જો એમ જેમ કહ્યું તમનેરે ।।૮।। ત્યાગી ગૃહી વળી નર નારીરે, રે’જો સહુ સહુના ધર્મ ધારીરે । ધર્મવાળાં જન મને વા’લાંરે, બિજાં જાણું છું નરસાં નમાલાંરે ।।૯।। છેલી વાત એ છે માની લેજોરે, શિક્ષાપત્રી પ્રમાણે સહુ રે’જયોરે । શિક્ષાપત્રી માંહિ અમે રે’શુંરે, રહી એમાં સહુને સુખ દેશુંરે ।।૧૦।। રે’શું […] read more
0 Views : 1332

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૪૯

દોહા – એહ રીતે અલબેલડે, કર્યાં કંઈ કંઈક કામ । આપી આનંદ આશ્રિતને, વળી પુરી હૈયાની હામ ।।૧।। અમાયિક સુખ આપિયાં, માયિક દેહની માંય । તે પ્રસિદ્ધ જાણે છે પૃથવી, નથી છાનિ છપાડી કાંય ।।૨।। દેશદેશમાં ડંકો દઈ, વળી બેહદ ચલાવી વાત । જે નાવે બુદ્ધિની બાથમાં, તે સાઘી કરી સાક્ષાત ।।૩।। અભર તે સભર ભર્યા, અતર તાર્યા કાંઈ જન । અગમ તે સુગમ કર્યાં, પ્રભુ થઈ પોતે પરસન ।।૪।। ચોપાઈ – આવી કર્યાં અલૌકિક કામરે, પછી પધારિયા નિજ ધામરે । કર્યાં કારજ આશ્ચર્યકારીરે, જેવા આવ્યા’તા ધામેથી ધારીરે ।।૫।। એવો માંડયો’તો આવી અખાડોરે, જીવ તારવાને રાત્ય દા’ડોરે । બહુ આખેપ આગ્રહ કરીરે, ભવે જીવ તાર્યા ભાવ ભરીરે ।।૬।। કરી ગયા મોટાં મોટાં કાજરે, આવી આ ફેરે આપે મહારાજરે । ખુબ ખેલિ ગયા એક ખ્યાલરે, જોઇ અનંત જન થયા ન્યા’લરે ।।૭।। ખરાખરો મચાવીને ખેલરે, રૂડી રમત રમ્યા અલબેલરે । એવા ખોળે ન મળે ખેલારૂરે, જેને જુવે હજારે હજારૂંરે ।।૮।। બીજા બહુ વેષ બનાવ્યારે, તેતો સહુને અર્થ ન આવ્યારે । કોઈ રિઝયા ને કોઈ ન રિઝયારે, એહ વેષે અરથ ન સિઝયારે ।।૯।। આતો સર્વે વેષના વેશીરે, જાણે નરા કૃતિની દેશીરે । ખોટ્ય ન રાખી ખેલની માંયરે, ભલો ભજાવ્યો આપ ઈચ્છાયરે ।।૧૦।। રૂડી રમત્ય રમી રૂપાળીરે, લીધાં જનને નિજધામ વાળીરે । એવા રમ્યા […] read more
0 Views : 1287

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- પ૦

દોહા – પુરૂષોત્તમ પધારિયા, કરી કામ અલૌકિક આપ । અનેક જીવ ઊદ્ધારિયા, પ્રગટાવી પ્રબળ પ્રતાપ ।।૧।। થોડાક દનમાં સ્થાવર જંગમ, તારિયા જીવ તતકાળ । કળ ન પડી કોઈને, એવું કરિયું દીન દયાળ ।।૨।। અનેક જીવને ઊપરે, અઢળ ઢળ્યા અવિનાશ । જગ જાળ કાપી આપી પદવી, બ્રહ્મમો’લે કરાવ્યો નિવાસ ।।૩।। અણ ચતવે આવી ગયા, અતિ અચાનક અલબેલ । ખબર ન પડી ખટ મતને, એવો ખેલી ગયા એક ખેલ ।।૪।। ચોપાઈ – સૌ શાણા રહ્યાછે વિચારીરે, આતો વાત થઈ વણ ધારીરે । એણે ઠીક કર્યુંતું ઠરાવીરે, એતો સમઝણ અર્થ ન આવીરે ।।૫।। જોઈ રહ્યા’તા જુજવી વાટરે, તેતો વાત ન બેઠી કોઈ ઘાટરે । કોઈ કે’તા હરિ થઈ ગયારે, થાશે હવે કે’છે બિજા રહ્યારે ।।૬।। કોઈ કે’તા છે કળિનું રાજરે, પ્રભુ ન હોય પ્રગટ આજરે । જોગી કે’તા જોગકળા પખિરે, નથી કલ્યાણ રાખ્યું છે લખિરે ।।૭।। જૈન કે’તા પાંચમો છે આરોરે, આજ નોય કલ્યાણનો વારોરે । કે’તા તપી તપ્યા વિના તનરે, કયાંથી કલ્યાણ જાણજો જનરે ।।૮।। કે’તા સંન્યાસી સર્વે નાશ થાયરે, તારે જનમ મરણ તાપ જાયરે । કે’તા પંડિત એમ પુરાણીરે, પ્રભુ પ્રગટ હશે તો લેશું જાણીરે ।।૯।। જંગમ કે’તા છે અગમ વાતરે, આજ નોયે પ્રભુ સાક્ષાતરે । શેખ કે’તા છે તેરમી સિદ્ધિરે, આજ પામે મુકામ કોણ વિદ્ધિરે ।।૧૦।। ભકત કે’તા ભકિત કર્યા […] read more
0 Views : 1302

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- પ૧

દોહા – અવતારી અકળ અમાપને, વંદુ હું વારમવાર । અજર અમર અવિનાશીનેરે, જાઉં વારણે વાર હજાર ।।૧।। અગોચર અતોલ અમાયિક, અખંડ અક્ષરાતીત । અગમ અપાર અખિલાધાર, અછેદ્ય અભેદ્ય અજીત ।।૨।। પુરૂષોત્તમ પરબ્રહ્મ પૂરણ, પરાત્પર પરમ આનંદ । પરમેશ્વર પરમાત્મા, પૂરણ પૂરણાનંદ ।।૩।। સુખદ સરવેશ્વર સ્વામી, સરવાધાર સદા સુખકંદ । સત ચિત આનંદમય, શ્રીહરિ સહજાનંદ ।।૪।। ચોપાઈ – એવા અનેક નામના નામીરે, વળી અનંત ધામના ધામીરે । એવા સ્વામી જે સહજાનંદરે, જગજીવન જે જગવંદરે ।।૫।। તેતો આવ્યા હતા આપે આંહિરે, અતિ મે’ર આણી મન માંહિરે । આવી કરિયાં અલૌકિક કાજરે, ધન્ય ધન્ય હો શ્રીમહારાજરે ।।૬।। ધન્ય ધન્ય પરમ કૃપાળુરે, ધન્ય દીનના બંધુ દયાળુરે । ધન્ય પ્રભુ પતિતપાવનરે, ધન્ય ભવતારણ ભગવનરે ।।૭।। ધન્ય દાસના દોષ નિવારણરે, ધન્ય ભૂધર ભવ તારણરે । ધન્ય આશ્રિતના અભય કરતારે, ધન્ય સર્વેના સંતાપ હરતારે ।।૮।। ધન્ય અખિલ બ્રહ્માંડના ઈશરે, ધન્ય કર્યા ગુના બકશિશરે । ધન્ય નોધારાંના આધારરે, આવી ઊદ્ધાર્યા જન અપારરે ।।૯।। ધન્ય ભકતવત્સલ ભગવાનરે, આવ્યા હતા દેવા અભય દાનરે । ધન્ય દુર્બળના દુઃખ હારીરે, ધન્ય સંતતણા સુખકારીરે ।।૧૦।। શરણાગત જે સર્વે જનનારે, મોટા મે’રવાન જો મનનારે । સર્વે જીવની લેવા સંભાળરે, આવ્યા હતા જો આપે દયાળરે ।।૧૧।। કરી બહુ જીવનાં જો કાજરે, પછી પધારિયા મહારાજરે । એવા પૂરણ પરમારથીરે, ધર્મ એકાંતિક સ્થાપ્યો અતિરે ।।૧૨।। તેતો જેને […] read more
0 Views : 1270

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- પ૨

દોહા – જય જય જગ જીવનને, જય જય જગપતિરાય । જય જય જગદીશને, જય જય કહી જન ગાય ।।૧।। જય કૃપાળુ જય દયાળુ, જય દીનબંધુ દુઃખહર । જય જય સમર્થ શ્રીહરિ, જય સુખદ શ્યામ સુંદર ।।૨।। જય પ્રતાપ પ્રગટ પ્રબળ, જય પરાત્પર પરબ્રહ્મ । જય જય જગકારણ, જય જય કહે નિગમ ।।૩।। જયકારી પ્રગટ્યા પૃથવી પર, જયકારી કિધાં કૈક કામ । જયકારી ધારી મૂરતિ, પુરી સહુના હૈયાની હામ ।।૪।। ચોપાઈ – જયજય જગના જીવનરે, જયજય પ્રભુજી પાવનરે । જયજય જનહિતકારીરે, જય જન્મ મરણ દુઃખહારીરે ।।૫।। જયજય જનક જીવનારે, સુખદાયક છો સદૈવનારે । જય જનના જનની જેવારે, જય સદા ઈચ્છોછો સુખ દેવારે ।।૬।। જયજય જીવન જગવંદરે, જયજય સ્વામી સહજાનંદરે । જયજય સુખદ ઘનશ્યામરે, જયજય કર્યાં બહુ કામરે ।।૭।। જય જે કર્યાં આવી કારજરે, જોઈ જન પામ્યા છે આચરજરે । અતિ અલૌકિક કામ કિધાંરે, આશ્રિતને અભયદાન દિધાંરે ।।૮।। બહુ ઊપાય કલ્યાણ કેરારે, કર્યા આવી આ જગે ઘણેરારે । તેતો લખ્યા જેટલા લખાણારે, કૈક રહ્યા ને કૈક કે’વાણારે ।।૯।। બહુ પ્રકારે ઊદ્ધાર્યા પ્રાણીરે, તેની લેશ લખી છે એધાણીરે । સાંગોપાંગ અથ ઈતિ કે’વારે, નથી વાલમિક વ્યાસ જેવારે ।।૧૦।। જેજે દીઠી આવી જાણ્યા માંઈરે, તેતે લખી થોડી ઘણી કાંઈરે । એક દિવસની વાત વળીરે, લખતાં ન લખાય સઘળીરે ।।૧૧।। તેવાં વરષ ઓગણપંચાસરે, તેપર એક […] read more
0 Views : 1272

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- પ૩

દોહા – ધન્ય ધન્ય આ અવતારને, ઊદ્ધાર્યા જીવ અપાર । દયા આણી દીનબંધુએ, સર્વેની લીધી સાર ।।૧।। અક્ષરધામથી આવિયા, કાવિયા ધર્મના લાલ । પ્રીતે કરીને પધારિયા, કૈકને કર્યા નિયાલ ।।૨।। અક્ષરાતીત અગમ જે, સુગમ થયા ઘનશ્યામ । અનંત અચ્યુત અવિનાશી, જે ધર્યું સહજાનંદ નામ ।।૩।। અખંડ અકળ અપાર જે, તે થયા મનુષ્યાકાર । અજર અમર અમાપ જે, તેણે લીધી સૌની સાર ।।૪।। રાગ સામેરી – અછેદ્ય અભેદ્ય અક્ષરાત્મા, અગોચર થયા ગોચર । અરૂપ અનુપમ અતિ ઘણા, તે થયા શ્યામ સુંદર ।।૫।। અતોલ અમોલ આગમે કહ્યા, તે થયા ધર્મના બાળ । નેતિ નેતિ નિગમ કહે, તેણે લીધી છે સંભાળ ।।૬।। બાલા ભકિત જે પ્રેમવતી, તેના થયા છે તન । ધર્મવૃષના ધામમાં, રમ્યા જમ્યા જીવન ।।૭।। અલૌકિક આપે આવી કરી, આપ્યાં અલૌકિક સુખ । માત તાતના મનનાં, દૂર કર્યા ં છે દુઃખ ।।૮।। સુખી કરી જન સહુને, પછી પધારિયા ભગવન । સઘન વન વસમાં વળી, તે જોયાં સર્વે જીવન ।।૯।। કૈકૈ કારજ કરિયાં, વાલે વળી વનમાંય । ત્યાગી ગૃહી તેમાં મળ્યા, તેની કરી પોતે સા’ય ।।૧૦।। અનેક જીવ ઊદ્ધારવા, ફરિયા દેશ વિદેશ । નિર્ભય કર્યા નારી નરને, આપી ઊત્તમ ઊપદેશ ।।૧૧।। ધામ તીરથ ધરા ઊપરે, જોયા જે જીવન પ્રાણ । દૈવી આસુરી જીવનાં, કર્યાં છે કોટ કલ્યાણ ।।૧૨।। કલિયુગનું રાજય કાઢિયું, સતયુગ […] read more
0 Views : 1275

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- પ૪

દોહા – આજ લે’રી આવ્યા છે લે’રમાં, મે’ર કરીછે મહારાજ ।અઢળ ઢળયા અલબેલડો, કર્યાં કઈકનાં કાજ ।।૧।। દુઃખ કાપ્યાં દુઃખી દાસનાં, સુખી કર્યા સહુ જન ।બ્રહ્મમો’લે તેને મોકલ્યા, પોતે થઈ પરસન ।।૨।। પૂરણ બ્રહ્મ પધારીને, ભાંગી છે સર્વેની ભૂખ ।આ સમામાં જે આવિયા, ટાળિયાં તેહનાં દુઃખ ।।૩।। ધન્ય ધન્ય પાવન પૃથવી, જેપર વિચર્યા નાથ ।ચરણ અંકિત જે અવની, સદા માને છે સનાથ ।।૪।। રાગ સામેરી – ધન્ય દેશ સોઇ શે’રને, જિયાં રહ્યા અવિનાશ ।ધન્ય ધન્ય ગામ નગરને, જિયાં કર્યો વાલે વાસ ।।૫।। ધન્ય ધન્ય વારિ વહનિ, ના’યા તાપ્યા પ્રભુ પંડ । ધન્ય ધન્ય શૂન્ય સમીરને, ભાગ્યશાળી આ બ્રહ્માંડ ।।૬।। ધન્ય ધન્ય બ્રહ્મા ભવને, જેણે જોયા જીવન । ધન્ય ધન્ય મઘવા મેઘને, ભજયા ભાળ્યા ભગવન ।।૭।। ધન્ય ધન્ય શશિ સૂરને, ઊડુ પામિયા આનંદ । દેવ દાનવ મુનિ માનવી, સુખી કર્યા સહુ વૃંદ ।।૮।। સ્થાવર જંગમ ચરાચર, સહુની લીધી છે સાર । સ્થૂળ સૂક્ષ્મ જીવ જગમાં, ઊતારિયા ભવપાર ।।૯।। ભોગી કર્યા બ્રહ્મમો’લના, આપિયું અક્ષરધામ । આપ પ્રતાપે ઊદ્ધારિયા, કરિયા પૂરણકામ ।।૧૦।। વેરો ન કર્યો વર્ષતાં, ઘન પઠ્યે ઘનશ્યામ । શુદ્ધ કરી સહુ જીવને, આપિયું ધામ ઈનામ ।।૧૧।। કોટ ઊઘાડ્યા કલ્યાણના, ભાગ્યના ખોલ્યા ભંડાર । ભૂખ ભાંગી ભૂખ્યા જનની, જગે કર્યો જેજેકાર ।।૧૨।। ડંકા દિધા જગે જીતના, શ્યામે સહુને ઊપર । પ્રબળ પ્રતાપ […] read more
0 Views : 1329
Powered By Indic IME