Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૭૪

અને ક્રિયાનું પ્રધાનપણું થઇ ગયું છે તેથી જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, મહિમા અને ઉપાસના તેની વાત કરે છે કોણ ? ને સાંભળે છે કોણ ? પણ કથાવાર્તા કરતાં કરતાં થાય તે કરવું ને તે કરતાં થયું તે થયું ને બાકી ન થાય તે રહ્યું; પણ મુખ્ય તો એ જ કરવું ને બાકી તો ફેર ચડી જાય છે ને આ તો ગમે એટલું કરો પણ રાત્રિપ્રલયમાં સર્વનાશ પામી જાશે. ।।૧૭૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 720

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૭પ

અને સભાની વાત બહુધા લાગે નહિ, એ તો એકાંતમાં પૂછવું-સાંભળવું ત્યારે સમાસ થાય છે. ને સમાગમ કરે તેનો સંગ લાગે ત્યારે તે સમાગમ કર્યો કહેવાય, તે જેમ પાણી લાગે છે  એમ જયારે સંગ લાગે ત્યારે તેના તો અવયવ ફરી જાય. ને સંગ તો કેવો છે ? તો એને લોભાદિક દોષ ન મૂકવા હોય તોપણ મુકાઇ જાય. ને જો દોષ મૂકવા હોય તોપણ જો ઊતરતો સંગ થઇ જાય તો મૂળગા દોષ વધી જાય, એમ સંગમાં રહ્યું છે. ।।૧૭૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૭૬

અને આંહીંથી તે પ્રકૃતિપુરુષ સુધી પણ વિષય સુખ, એમાં તે શું અધિક છે ? સર્વેનું આવું ને આવું છે અને બ્રહ્મચર્ય તો કયાંય નથી; તે આ લોકમાં, દેવતામાં, ઋષિના લોકમાં કે બીજા લોકમાં પણ નથી. એ તો અક્ષર, શ્વેતદ્વીપ, બદરિકાશ્રમ ને આંહીં સંતમાં, એ ચાર ઠેકાણે બ્રહ્મચર્ય છે. ।।૧૭૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 125

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૭૭

અને ભકિતમાં સ્વભાવ વધે ને ધ્યાનમાં દેહાભિમાન વધે, એ બે ગુણમાં બે દોષ જાણવા ને તે ટાળવા. ।।૧૭૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૭૮

મોટાનો રાજીપો હોય તેના અંતરમાં સુખ વર્ત્યા કરે ને દેહમાં તો સુખ-દુઃખ આવે, તેનો તો નિર્ધાર નહિ, બાકી તેને દિન-દિન પ્રત્યે શ્રદ્ધા વૃદ્ધિ પામતી જાય, ને દહાડે દહાડે વધતો જાય એમ વર્તે ત્યારે એમ જાણવું જે મોટા રાજી છે. ને જેણે સ્વભાવ મૂકયા હોય ને મૂકતો હોય ને મૂકવાનો આદર હોય, તે સર્વે ઉપર મોટાની દષ્ટિ રહ્યાં કરે. ને એક તો સો જન્મે એકાંતિક થાવાનો હોય તે આ જન્મે થાય, ને આ જન્મે એકાંતિક થવાનો હોય તેને ઊતરતાનો સંગ થાય તો સો જન્મ ધરવા પડે. તેમાં દષ્ટાંત જે, જેમ દસ મણ પાણા સાથે એક મણ લાકડું બાંધે તે લાકડાંને બુડાડે, ને દસ મણ લાકડાં સાથે એક મણ પાણો બાંધે તે પાણાને તારે, એમ સંગમાં ભેદ રહ્યો છે. ।।૧૭૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 139

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૭૯

આ તો નિયમે કેટલુંય વર્તાય છે, પણ સર્વ વાતની છૂટી મૂકે જે, ‘જેમ જેને ફાવે એમ વર્તવું’ એવી આજ્ઞા થાય, ત્યારે કેટલું વર્તાય ? એમ પોતાનો તપાસ કરવો. ।।૧૭૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮૦

નાના ખાતરાનું પાણી મોટી નદીમાં ભળે ને તે નદી સમદ્રુ માં ભળે. તેનો સિદ્ધાતં જે, અલ્પ જેવો જીવ હોય તે પણ મોટામાં જોડાય તો તે પણ ભગવાનને પામે એવો મોટાનો પ્રતાપ છે. ।।૧૮૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 87

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮૧

અને ત્યાગીએ એક વખત ખાવું પછી બીજું જે મળે તે ત્યાગ કરવું તે તો સ્ત્રી ભેળું નિષ્કામી રહેવું એવું કઠણ છે.।।૧૮૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 93
Powered By Indic IME