Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

ગઢડા મઘ્ય ૨૬ : ભકિતમાં અંતરાય કરતાં આત્મજ્ઞાનાદિકને પાછાં પાડવાનું

સંવત્ ૧૮૭૯ ના ભાદરવા શુદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જે ભગવાનના ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું અને પરમેશ્વરને ભજ્યામાં અંતરાય કરતા હોય ને તે પોતાનાં સગાંવહાલાં હોય તેનો પણ ત્‍યાગ કરવો. અને ભગવાનને ન ગમે એેવો કોઇક પોતામાં સ્‍વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્‍યાગ કરવો. પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહિ. જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો, અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષ પોતામાં જ અવગુણ ભાસે. અને જે બીજામાં અવગુણ જુવે અને પોતામાં ગુણ પરઠે તે તો સત્‍સંગી છે, તોપણ અર્ધો વિમુખ છે. અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભકિત કરતાં આત્‍મજ્ઞાન તથા વૈરાગ્‍ય તથા ધર્મ તે જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભકિતનુંજ મુખ્‍યપણું રાખવું. અને જો ભકિતને વિષે સહાયરૂપ થતા હોય તો તો એ ઠીક છે, એમ સમજે તેજ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. અને જેને બીજાનો અવગુણ આવે ને પોતામાં ગુણ પરઠે તે તો ગમે તેવો મોટો હોય, તો પણ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 191

ગઢડા મઘ્ય ૨૭ : મલિન વાસના ન રહે ત્યારે મોટા રાજી થાય તેનું

સંવત્ ૧૮૭૯ ના કાર્તિક શુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં દક્ષિણાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને કંઠને વિષે ગુલદાવદિના ધોળા ને પીળા પુષ્પના હાર વિરાજમાન હતા, અને પાઘમાં બે કોરે તોરા લટકતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે મુકતાનંદ સ્વામીને પ્રશ્ર્ન પુછયો જે, “તમારે ક્રોધ થાય છે, ત્‍યારે શે નિમિત્તે થાય છે ? અને કેટલું નિમિત્ત હોય ત્‍યારે ક્રોધ થાય છે ? અને અમારે તો એકથી લાખ રૂપિયા સુધી બગાડ કરે તો પણ પોતા સારૂં તો ક્રોધ આવે નહિ, અને જ્યારે ધર્મલોપ કરે અથવા બળીઓ હોય તે ગરીબને પીડે અથવા અન્યાયનો પક્ષ લે. ત્‍યારે તેની ઉપર અમારે કોઇકને અર્થે લગારેક ક્રોધની ચટકી આવે છે, ‘પણ પોતા સારૂં તો લેશમાત્ર ક્રોધ આવતો નથી.’ અને કોઇક સારૂં આવે છે તે પણ ક્ષણમાત્ર પણ નથી રહેતો, ને આંટી પણ બંધાતી નથી. તેમ તમારે કેવી રીતે આવે છે ને કેવી રીતે ટળે છે ? પછી મુકતાનંદસ્વામીએે કહ્યું જે, “કોઇક પદાર્થને યોગે તથા કોઇક અવળાઇ દેખાય તેને યોગે તે ઉપર ક્રોધ થાય પણ તત્‍કાળ શમી જાય છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા  જે, “એવું તમારે વિચારનું બળ રહે છે તે શાને યોગે રહે છે ?” […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 185

ગઢડા મઘ્ય ૨૮ : જીવનદોરીનું દયાળુ-પ્રકૃતિનું

સંવત્ ૧૮૭૯ ના ફાગણ શુદિ ૨ દ્વિતીયાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદી ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા,  ને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળી ચાદર ઓઢી હતી,અને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી દવે પ્રાગજીએ કહ્યું જે, “શ્રીમદ્ભાગવત જેવો કોઇ ગ્રંથ નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શ્રીમદ્ભાગવત તો સારૂં જ છે, પણ સ્‍કંદ પુરાણને વિષે શ્રીવાસુદેવમાહાત્‍મ્‍ય છે, તે જેવો કોઇ ગ્રંથ જ નથી. કાંજે એ ગ્રંથને વિષે ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય અને ભકિત તથા અહિંસાપણું એમનું અતિશે પ્રતિપાદન કર્યું છે.” એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “વાલ્‍મીકી રામાયણને વિષે અને હરિવંશને વિષે અતિશે હિંસાનું પ્રતિપાદન કર્યું છે, અને રધુનાથજી પણ ક્ષત્રિયની પ્રકૃતિએ વર્ત્યા છે અને રધુનાથજીને વિષે શરણાગતવત્‍સલપણું તો ખરૂં. પણ જે શરણાગત હોય ને તે જો જરાય વાંકમાં આવ્‍યો હોય તો તેનો તત્‍કાળ ત્‍યાગ કરી દે-; જો સીતાજીને માથે લગારેક લોકાપવાદ આવ્‍યો તો અતિ વહાલાં હતાં પણ તત્‍કાળ ત્‍યાગ કરી દીધો” પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે, “એવી તો રામાનંદસ્વામીની પ્રકૃતિ હતી.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “અમારી પ્રકૃતિ તો એવી નથી. અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશે દયા વર્તે છે. અને પાંડવોને વિષે પણ અર્જુનની પ્રકૃતિ બહુ દયાળુ હતી. અને પુરૂષ માત્રને વિષે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 190

ગઢડા મઘ્ય ૨૯ : ભગવાનમાં આસકિતવાળાનાં લક્ષણોનું

સંવત્ ૧૮૭૯ ના ફાગણ સુદિ ૮ અષ્‍ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉત્તરાદા બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શ્રીકૃષ્ણ ભગવાનના સ્‍વરૂપને વિષે જે ભક્તનું ચિત્ત અતિ આસક્ત થયું હોય” તેનાં આવાં લક્ષણ હોય જે “પોતે માર્ગે ચાલીને અતિશે થાકી રહ્યો હોય, ને બેઠું થાવાની પણ શરીરમાં શકિત ન રહી હોય, અને તેવા સમામાં કાંઇક ભગવાનની વાર્તાનો પ્રસંગ નિસરે તો જાણીએ એકે ગાઉ પણ ચાલ્‍યો નથી, એવો સાવધાન થઇને તે વાર્તાને કરવા સાંભળવામાં અતિશે તત્‍પર થઇ જાય, અથવા ગમે તેવા રોગાદિકે કરીને પીડાને પામ્‍યો હોય અથવા ગમે તેવું અપમાન થયું હોય, ને તેવામાં જો એ ભગવાનની વાર્તા સાંભળે, તો તત્‍કાળ સર્વ દુ:ખ થકી રહિત થઇ જાય. અને વળી ગમે તેવી રાજ્ય સમૃદ્ધિને પામીને અવરાઇ ગયો એવો જણાતો હોય, અને જે ઘડીએ એ ભગવાનની વાર્તા સાંભળે, તો તે ઘડીએ જાણીએ એને કોઇનો સંગ જ નથી થયો, એવો થકો તે ભગવાનની વાર્તા સાંભળવામાં સાવધાન થઇ જાય,’ એવી જાતનાં જેને વિષે લક્ષણ હોય, તેને એ ભગવાનને વિષે દૃઢ આસકિત થઇ જાણવી. પછી મુકતાનંદ સ્વામીએ પુછયું જે, “એ ભગવાનને વિષે એવી દૃઢ આસકિત શા થકી થાય […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 183

ગઢડા મઘ્ય ૩૦ : સોનું ને સ્ત્રી બંધન ન કર્યાનું

સંવત્ ૧૮૭૯ ના દ્વિતીય ચૈત્ર શુદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ગાદીતકિયા ઉપર વિરાજમાન હતા, ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને શ્વેત ચાદર ઓઢી હતી, ને કાળા છેડાની ધોતલી મસ્‍તકે બાંધીહતી, ને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો ને ધોળા પુષ્પનો તોરો પાઘમાં લટકતો હતો, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શ્રીમદ્ભાગવત આદિક જે સત્‍શાસ્ત્ર તે સત્‍ય છે, અને એ શાસ્ત્રમાં જે કહ્યું હોય તે તેવીજરીતે થાય છે પણ બીજી રીતે થતું નથી. જુઓને, શ્રીમદ્ભાગવતમાં સુવર્ણને વિષે કળીનો નિવાસ કહ્યો છે, તો તે સુવર્ણ અમને દીઠું પણ ગમતું નથી. અને જેવું બંધનકારી સુવર્ણ છે, તેવું જ બંધનકારી રૂપ પણ છે. કેમ જે, જ્યારે રૂપવાન સ્‍ત્રી હોય ને તે સભામાં આવે, ત્‍યારે ગમે તેવો ધીરજવાન હોય તેની પણ દૃષ્ટિ તેના રૂપને વિષે તણાયા વિના રહે નહિ. માટે સોનું અને સ્‍ત્રી એ બે અતિ બંધનકારી છે. અને એ બે પદાર્થનું બંધન તો ત્‍યારે ન થાય, જ્યારે પ્રકૃતિપુરૂષ થકી પર એવું જે શુઘ્‍ધ ચૈતન્‍ય બ્રહ્મ તેને જ એક સત્‍ય જાણે ને તે બ્રહ્મને જ પોતાનું સ્‍વરૂપ માને,ને તે બ્રહ્મરૂપ થઇને પરબ્રહ્મ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ભજન કરે, અને એ બ્રહ્મ થકી ઓરૂં જે પ્રકૃતિ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 208

ગઢડા મઘ્ય ૩૧ : મનન દ્વારા બ્રહ્મનો સંગ કર્યાનું

સંવત્ ૧૮૮૦ ના શ્રાવણ શુદિ ૪ ચોથને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદિકા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કાળા છેડાની ધોતલી મસ્‍તકે બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને  પ્રાગજી દવે પાસે શ્રીમદ્ભાગવતમાં કપિલગીતાની કથા વંચાવતા હતા. પછી કથાની સમાપ્‍તિ થઇ, ત્‍યારે શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્‍યે બોલ્‍યાજે, ” સર્વ કારણના પણ કારણ ને અક્ષરાતીત ને પુરૂષોત્તમ એવા જે વાસુદેવભગવાન, તે મહાપુરૂષરૂપે કરીને મહામાયાને વિષે વીર્યને ધરે છે, તે પુરૂષ અક્ષરાત્‍મક છે, મુક્ત છે, અને એને બ્રહ્મ કહે છે. અને એ પુરૂષે માયામાં વીર્ય ધર્યું ત્‍યારે તે માયા થકી પ્રધાનપુરૂષ દ્વારાએ વૈરાજપુરૂષ ઉત્‍પન્ન થયા, ત્‍યારે એ વૈરાજપુરૂષ તે પુરૂષના પુત્ર કહેવાય. જેમ આ જગતમાં કોઇ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્‍યાદિક જે પ્રાકૃત માણસ હોય ને તેની સ્‍ત્રીમાંથી તેનો દીકરો થાય, તેમ એ વૈરાજપુરૂષ થાય છે. એવા જે વૈરાજપુરૂષ તે આ જીવ જેવા જ છે. અને એની ક્રિયા પણ આ જીવના જેવી જ છે, ને તે વૈરાજપુરૂષની દ્વીપરાર્ધકાળની આવરદા છે, અને જગતની ઉત્‍પત્તિ, સ્‍થ્‍િાતિ, પ્રલયરૂપ એની ત્રણ અવસ્‍થા છે. જેમ જીવની જાગ્રત, સ્‍વપ્ન, સુષુપ્‍તિ એ ત્રણ અવસ્‍થા છે તેમ. અને એ વૈરાજપુરૂષના  વિરાટ્, સૂત્રાત્‍મા, અવ્‍યાકૃત એ ત્રણ દેહ છે, ને તે દેહ અષ્‍ટાવરણે યુક્ત છે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 157

ગઢડા મઘ્ય ૩૨ : થોરના ઝાડનું-નિર્વિઘ્ન ભકિતનું

સંવત્ ૧૮૮૦ ના શ્રાવણ શુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વિરાજમાન હતા,  અને અંગને વિષે સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યાં હતાં, અને મસ્‍તકને ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી, ને કંઠને વિષે પુષ્પના હાર વિરાજમાન હતા, તથા કર્ણને ઉપર પુષ્પના ગુચ્‍છ વિરાજમાન હતા તથા મસ્‍તક ઉપર પુષ્પના તોરા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત પ્રત્‍યે બોલતા હવા જે, “આ સંસારને વિષે પોતાના કુટુંબીનો સંબંધ છે, તે તો જેમ થોરનું ઝાડ હોય અથવા વડનું કે પિપળનું ડાળ હોય, તે એક ઠેકાણેથી કાપીને બીજે ઠેકાણે રોપીએ તો ઉગીને ઝાડ થાય, અને આંબો તથા લીંબડો હોય ને તેને એકવાર કાપયો એટલે ફરીને ચોટે નહિ, તેમ કુટુંબી વિના બીજાનો જે સંબંધ છે તે તો આંબાના ઝાડના જેવો છે, તે એકવાર કાપયો એટલે ફરીને ચોટે નહિ. અને કુટુંબીનો સંબંધ છે તે તો થોરના ને વડના ઝાડ જેવો છે, તે કાપી નાખ્‍યો હોય તો પણ ધરતીમાં પડયો પડયો પણ પાલવ્‍યા વિના રહે નહિ, માટે એ કુટુંબીનો સંબંધ તો, તો ટળે જો સ્‍થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ થકી નોખો એવો જે આ દેહને વિષે જીવાત્‍મા તેને પોતાનું રૂપ જાણીને તેને વિષે ભગવાનની મૂર્તિને ધારીને ને જાતિ, […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 154

ગઢડા મઘ્ય ૩૩ : નિષ્કામી વર્તમાનનું

સંવત્ ૧૮૮૦ ના શ્રાવણ વદિ ૧૩ તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ સર્વે સંત તથા સર્વે હરિભક્ત પ્રત્‍યે એમ બોલતા હવા જે, “પ્રથમ અમે અમારા અંગની વાત કહીએ. પછી તમે સર્વે પોતપોતાનો જે રીતે મોક્ષ માન્‍યો હોય તથા અમે આવી રીતે વર્તશું તો આ લોકમાં ને પરલોકમાં ભગવાન અમારી ઉપર રાજી રહેશે એમ જે માન્‍યું હોય તે કહેજ્યો.” એમ સર્વેને કહીને પછી શ્રીજીમહારાજે પોતાના અંગની વાત કહેવા માંડી જે, અમને તો જે પદાર્થમાં હેત જણાય તો તેનો ત્‍યાગ કરીએ ત્‍યારે સુખ થાય, અને ભગવાનના ભક્ત વિના જે મનુષ્યમાત્ર અથવા પદાર્થમાત્ર તેની જો મનમાં સ્‍મૃતિ થઇ હોય તો તેથી અતિશે છેટું કરીએ ત્‍યારે સુખ થાય અને જો ભગવાનના ભક્ત હોય તો  તેનો કોઇ રીતે કરીને હૈયામાં અભાવ આવે જ નહિ અને અમારે વગર ઇચ્‍છે પણ પંચવિષય છે તે જોરાવરીએ આવીને પ્રાપ્‍ત થાય છે તો પણ તેને અમે ઇચ્‍છતા નથી અને પગે કરીને ઠેલી નાખીએ છીએ. અને જે દિવસ થકી અમે જન્‍મ્‍યા છીએ તે દિવસથી કરીને આજ દિવસ પર્યંત કોઇ દિવસ જાગ્રતમાં અથવા સ્‍વપનમાં દ્રવ્‍યનો કે સ્‍ત્રીનો ભૂંડો […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 196
Powered By Indic IME