સંવત્ ૧૮૭૮ ના આસો વદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરને સમીપે ઓરડાની ઓસરીએ સિંહાસન ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને પોતાની આગળ મશાલ બે બળતી હતી. અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, અને કીર્તન ગવાતાં હતાં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન ગાવવાં રહેવા દ્યો, પ્રશ્ર્ન ઉત્તર કરીએ.” પછી સર્વે મુનિ બોલ્યા જે, “ઘણું સારૂં મહારાજ.” પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનનું સ્વરૂપ છે તેને કોઇક ભક્ત તો માયાનાં ચોવીશ તત્ત્વે સહિત સમજે છે અને કોઇક ભક્ત તો માયાના તત્ત્વે રહિત કેવળ ચૈતન્યમય ભગવાનનું સ્વરૂપ સમજે છે, એ બે પ્રકારના ભક્ત છે તેમાં કેની સમજણ ઠીક છે ને કેની સમજણ ઠીક નથી ?” પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે, “જે ભગવાનને વિષે માયિક ચોવીશ તત્ત્વ સમજે એની સમજણ ઠીક નથી, અને ભગવાનનું સ્વરૂપ માયાના તત્ત્વે રહિત કેવળ ચૈતન્યમય સમજે તેની સમજણ ઠીક છે.” પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, “સાંખ્યવાળે ચોવીશ તત્ત્વ કહ્યાં છે તે સાંખ્યને મતે ત્રેવીશ તત્ત્વ ને ચોવીશમો ક્ષેત્રજ્ઞ જે જીવ ઇશ્વરરૂપ ચૈતન્ય છે, તે એ રીતે ચોવીશ તત્ત્વ કહ્યાં છે. કેમ જે, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞને તો અન્યોન્ય આશ્રયપણું છે, તે ક્ષેત્રજ્ઞ વિના ક્ષેત્ર કહેવાય નહિ ને ક્ષેત્ર વિના ક્ષેત્રજ્ઞ કહેવાય નહિ. […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)