Last Updated:
May 5, 2025

Click here to submit your article
Posts tagged "premanand swami"
Per Page :

પ્રાતઃ સમે શ્રીસહજાનંદની… પદ:- ૧-૪

રાગ : ભૈરવી પ્રભાતી  પદ – ૧ પ્રાતઃ સમે શ્રીસહજાનંદની, મૂરતિ મનમાં ધારું રે. પ્રાત૦ ટેક૦ નખશિખ નિરખી રૂપ અનુપમ, અંતરમાં ઉતારું રે. પ્રાત૦ ૧ રૂપાળા બહુ રાજીવ લોચન, આવી વસ્‍યા મન મોરે રે; પુષ્ટ તરુણ તન ભીને વાને, હંસગતિ ચિત્ત ચોરેરે. પ્રાત૦ ૨ અંગોઅંગ અનુપમ ઝીણાં, શ્વેત વસ્ર બહુ શોભે રે; પુષ્‍પતણાં આભૂષણ જોઇ જોઇ, ભક્‍તતણાં મન લોભેરે. પ્રાત૦ ૩ મેઘ સરીખેરે ઘેરે સાદે, બોલતા બહુનામી રે; ભક્‍ત મનોરથ પૂરણ કરતા, પ્રેમાનંદના સ્‍વામીરે. પ્રાત૦ ૪ પદ – ૨ પ્રાતઃ સમે શ્રી સ્‍વામીજીનાં, ચરણ ચિહ્ન ચિંતવિયે રે. પ્રાત૦ ટેક૦ સ્‍વસ્‍તિ જવ જાંબુ ધ્‍વજ રેખા, અંતરમાં ગોઠવીયેરે. પ્રાત૦ ૧ કુલિશ કમળ અંકુશ અષ્ટકોણ, જમણે ચરણે સંભારું રે; વામ પદે મત્‍સ્‍ય ત્રિકોણ કલશ ખરી, વ્‍યોમ ધનુષ શશી ધારું રે. પ્રાત૦૨ જમણે ચરણે અંગુઠા ઉપરે, નખમાંહી ચિહ્ન જોઇરે; પેલીને છેલી આંગળીએ તિલ, તેમાં મન રાખું ઠોઇ રે. પ્રાત૦ ૩ રાતા ને ચડીયાતા નખ દશે, આંગળીયોના જોવું રે; પ્રેમાનંદ જોઇ પાની ઘુંટી, પિંડીમાં મન પ્રોવું રે. પ્રાત૦ ૪ પદ – ૩ પ્રાતઃ સમે ઉઠી પુરુષોત્તમની, મૂરતિમાં મન ધરીયે રે. પ્રાત૦ ટેક૦ એ અવસરે જે આડ કરે તે, પાપ જાણી પરહરીયે રે. પ્રાત૦ ૧ જાનું જુગલ જોઇને સુંદર, સાથળ શોભા સારી રે; વામ સાથળમાં ચિહ્ન એક નિરખું, શ્‍યામ કટિ લાગે પ્‍યારી રે. પ્રાત૦ ૨ કમળ […] read more
1 Views : 1636

મેં તો ગુનેગાર તેરા રે… પદ:- ૧-૪

રાગ : ભૈરવી પદ-૧ મેં તો ગુનેગાર તેરા રે, હો સ્વાહમિન્‌ મેરા; મેં તો. ટેક હું ગુનેગાર તેરા કિરતાર, દે શરન ચરન કેરા રે. મેં તો ૧ અધમ ઓધારન પતિતજન પાવન, મેટત ભવ ફેરા રે. મેં તો ૨ યેહી બિરુદ ઘનશ્યાપમ સુની તેરા, કીનો ચરન ડેરો રે. મેં તો ૩ પ્રેમાનંદ કે પ્રભુ ભવસાગર તે, પાર કરો બેરા રે. મેં તો ૪ પદ-૨ મેરી તકસીર કરીયો માફ્‍, હો હરિ જગવ્યાેપ… મેરી ટેક બહુત બની તકસીર મેરેસેં, સબવિધિ જાનત આપ… મેરી ૧ હમ અપરાધી જીવ જનમકે, કહા બરનું કહી પાપ… મેરી ૨ સ્થાપપન ધર્મ ધર્મકુળ પ્રગટે, અધમ કરન ઉથાપ… મેરી ૩ પ્રેમાનંદ તર્યો ભવસાગર, તેરે ચરન પ્રતાપ… મેરી ૪ પદ-૩ તોહે મોરી બાંહ ગ્રહેકી લાજ, હો મેરે મહારાજ… તોહે. ટેક હમ હૈ પતિત તુમ પતિત કે પાવન, ગિરિધર ગરાબ નિવાજ… તોહે૦ ૧ ચહુજુગ કે નરનારી પાતકી, સબહી ઓધારે આજ… તોહે૦ ૨ અધમઓધારન ત્રિભુવન તારન, શ્રીહરિકૃપાકે જહા… તોહે૦ ૩ પ્રેમાનંદકે પ્રભુ પ્રગટે ધર્મકુળ, અધમ ઓધારન કાજ… તોહે૦ ૪ પદ-૪ મેં તો છીન છીન તેરા ગુન્હેરગાર, હો ધરમકુમાર…મેં તો મેં ગુલામ તેરે ચરનકમળકા, તું મેરા શીરદાર… મેં તો૦ ૧ જો કરની સુની હો પ્રભુ મેરી, નાહિ કબહુ નિસ્તામર… મેં તો૦ ૨ અપનો બિરુદ બિચારી કે કેશવ, લીજે મોહન મેરી સાર… મેં તો૦ ૩ […] read more
0 Views : 2256

સ્‍વામિનારાયણ સ્‍વામિનારાયણ સ્‍વામિનારાયણ ભજરે… પદ:- ૧-૪

રાગ : ભૈરવ   પદ-૧ સ્‍વામિનારાયણ સ્‍વામિનારાયણ સ્‍વામિનારાયણ ભજરે; કર રે મન ચરણ વાસ; જકત આશ તજરે…સ્‍વામિ૦ ટેક. નારદ સનકાદિ સિદ્ધ, ભજત જાહી અજરે; શારદ શેષાદિ નિગમ, ગાવત ઊઠી ફ્‍જરે…સ્‍વામિ૦ ૧ પુરુષોત્તમ પ્રગટ આજ, નટવર તનુ સજરે; કાળ જાળ નાશ હોત, ધરત ચરણ ધ્‍વજરે…સ્‍વામિ૦ ૨ અજામેલ ગુનિકાદિક, તાર્યો જીન ગજરે; અનંત આજ મુક્‍ત હોત, દેખત ભરી નજરે…સ્‍વામિ૦ ૩ પ્રેમાનંદ સરવસ ફ્‍ળ, સહજાનંદ જજરે; સર્વોપરી જાત જીતી, ત્રંબ કઠોર બજ રે…સ્‍વામિ૦ ૪ પદ-૨ હમતો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્‍વામિનારાયણ, દુસરા ન ભાવે…હમ૦ ટેક. તપ તીરથ સાધનમેં સ્‍વપ્‍ને નહિ જાવે, જેસે કોઈ ઘૃત છાંડ, છાસકો ન ખાવે…હમ૦ ૧ અણિમાદિક અષ્ટ સિદ્ધિ મુક્‍તિકું ન ચાવે, સબકો ફ્‍લ સહજાનંદ ચરન ચિત્ત લાવે…હમ૦ ૨ સહજાનંદ જાપસેં ત્રિય તાપકો બુજાવે, ઈનહિકે પ્રતાપસેં અપાર ગતિ પાવે…હમ૦ ૩ આગમ નિગમ કઠિન રહસ્‍ય હમે ન સમઝાવે, પ્રેમાનંદ સાર સુગમ સહજાનંદ આવે…હમ૦ ૪ પદ-૩ હમતો એક સહજાનંદ ચરનકે ઉપાસી, લગન મગન મતવારે છોડી સબ આસી…હમ૦ ટેક. અડસઠ અબ કોન કરે કોન ફ્‍ીરે કાસી, અષ્ટ સિદ્ધિ આદિ ચહુ મુક્‍તિસેં ઉદાસી…હમ૦ ૧ ચૌદલોક ભોગકે સુખ જાને સબ ફંસી, સહજાનંદ પદપંકજ મકરંદકે પ્‍યાસી…હમ૦ ૨ ચરનકમલ રસ લોભી મતિકે ઉજાસી, નારદ સનકાદિ મધુપ ગુંજત બનવાસી…હમ૦ ૩ પુરુષોત્તમ સહજાનંદ જાને સુખરાશિ, પ્રેમાનંદ આયો શરન ચરનકો નિવાસી…હમ૦ ૪ પદ-૪ હમ તો હરિ સહજાનંદ રૂપસે […] read more
0 Views : 2533

જય શ્રીનારાયણ સર્વકારણ સદા… પદ:- ૧-૪

રાગ : બિલાવલ પદ – ૧ જય શ્રીનારાયણ સર્વકારણ સદા, જય શ્રી અક્ષરપતિ અંતરજામી; જય૦ ટેક૦ જય શ્રીધર્માત્‍મજ પ્રગટ પુરૂષોત્તમ, જય શ્રી સહજાનંદ સુખદ સ્‍વામી.   જય૦ ૧ રટત દશશતવદન નિગમ આગમ સદા,  જયસિ ત્‍વં નમત સુર શીશ નામી; જયસિ ત્‍વં ભજત મુનિ ભક્‍ત નિષ્‍કામ જન, જય શ્રી દાતાર કૈવલ્‍યધામી.   જય૦ ૨ કાળ માયા પુરુષ રચત બ્રહ્માંડ બહુ,  પરમ પુરુષ તવ દૃષ્ટિ પામી; હોત પાલન પ્રલય તવ ભૃકુટિ ભંગ કરી, જય શ્રીસર્વેશ્વર અહં નમામિ.   જય૦ ૩ જય શ્રીકમલાપતિ જય શ્રીનૈષ્ઠિક જતી, જ્‍યસિ ત્‍વં ભજત પુરુષ અકામી; જ્‍ય શ્રી પરમેશ્વર તવ ચરણશરણમેં, આયો  પ્રેમાનંદ  ગરૂડગામી.   જય૦ ૪ પદ – ૨ જય શ્રીમહારાજ શ્રીહરિ ધર્માત્‍મજ, જય શ્રીકૃષ્‍ણ લીલાવિહારિ જય૦ ટેક જયસિ જુગજુગ પ્રતિ ધર્માવનાય, ધરત લીલાવપુ જય તુમારી. જય૦  ૧ જય શ્રી ધૃત મીન વરાહ કમઠાકૃતિ, જય શ્રીનરસિંહ વામન મોરારી; જય શ્રીભૃગુકુલતિલક જયશ્રી રઘુનંદન, જયસિ શ્રીકૃષ્‍ણ બુધ કલકી હતારી. જય૦ ૨ જય શ્રીનારદ વ્‍યાસ પૃથુ હરિહંસ દત્ત, ધનવંતરી મનુ હયરૂપ ધારી, જય શ્રી બદ્રીપતિ કપિલ સનકાદિક, જયસિ શ્રીવૈરાજ ધ્રુવ અચલ કારી. જય૦  ૩ જય શ્રી ચોવીશ ધૃતાકૃતિ માધવ, જય શ્રી હરન ભવદુઃખ ભારી; જય શ્રી અવતારી ઘનશ્‍યામ તવ નામપર, જાત પ્રેમાનંદ પ્રાનવારી. જય૦  ૪ પદ – ૩ જયસિ ત્‍વં ઘનશ્‍યામ અભિરામ આનંદઘન, જયસિ કૃષ્‍ણ હરિ કૃષ્‍ણ પ્‍યારે; જય૦ જયસિ અક્ષરપતિ દિવ્‍યવિગ્રહ સદા, જયસિ […] read more
0 Views : 3196

મેરે તો એક તુમહી આધારા… પદ:- ૧

રાગ : ભૈરવી પદ-૧ મેરે તો એક તુમહી આધારા, મેરે તો એક તુમહી આધારા. નાવ કે કાગકી ગતિ ભઈ મેરી, જહાં દેખું તહાં જલનિધિ ખારા.-૧ રસિક શિરોમણિ તુમ બિન મોકું, લગત હે જગસુખ જરત અંગારા.-ર તુમ મીલિયો તો આનંદ અતિશે, બિસરત સબ દુઃખ વારમવારા.-૩ મુક્તાનંદ કહે અંતરજામી, કહા સમજાવું મેરે પ્રીતમ પ્‍યારા.-૪ read more
0 Views : 1554

કીજીયે ધ્‍યાન શ્રીધર્મના કુંવરનું… પદ:- ૧-૮

રાગ : પ્રભાતી પદ-૧ કીજીયે ધ્‍યાન શ્રીધર્મના કુંવરનું, સર્વ પહેલાં ઊઠી પ્રાતઃકાળે; નીરખીયે રૂપ નખશીખ મહારાજનું, વાસના અશુભતત્‍કાળટાળે. ૧ સંત હરિભક્‍ત સૌ ઊંઘ આળસ તજી. ચિંતવીએ ચરણ અતિ પ્રીત આણી; નીરખીએ નખમણી સીમા શોભાતણી, દુર્લભ દેવને એમ જાણી. ૨ જમણા તે ચરણના અંગૂઠા ઉપરે, નખમાંહી ચિહ્ન તે જોઈ રહેવું; ચિહ્ન રક્‍ત રેખા અતિ શોભતી, મન તેમાં લઈ પ્રોઈ દેવું.  ૩ અંગૂઠા આંગળીની ઉપર કેશ છે, સૂક્ષ્મ ચિહ્ન છે ચાખડીનાં; અંગૂઠા પાસેની આંગળીએ તીલ છે, પ્રેમાનંદની જોએલ આંખડીના.  ૪ પદ-૨ મંગળમૂળ મહારાજના ચરણ છે, ચિંતવતાં ચિત્તમાં શાંતિ થાએ; કામને ક્રોધ મદલોભ વ્‍યાપે નહિ, ઉરથકી સર્વ અજ્ઞાન જાએ.  ૧ જુગલ પદતળ વિષે ષોડશ ચિહ્ન છે, નામ તેનાં હવે કહું વિચારી; સ્‍વસ્‍તિક જવ જાંબુ ધ્‍વજ અંકુશ અંબુજ, અષ્ટકોણ વજ્ર ઊર્ધ્‍વરેખા પ્‍યારી. ૨ નવચિહ્ન ધારવા જમણા તે ચરણમાં, વામ પદમાં બીજાં સાત શોભે; મીન ત્રિકોણને વ્‍યોમગોપદકળશ, અર્ધચંદ્ર ધનુષ્‍ય ચિત્ત લોભે.  ૩ જમણા તે ચરણની આંગળી છેલીયે, તિલ એક અનુપમ આનંદકારી; પાનિયું સુંદર ઘુંટીપિંડી પર, પ્રેમાનંદ તન મન જાય વારી.  ૪ પદ-૩ નીરખતાં નાથની જાનું છબી જીવમાં, સુખ થાએ દુઃખસૌ દૂર વામે; જમણા સાથળ વિષે ચિહ્ન એક અનુપમ, નીરખતાં ભક્‍ત મનમોદ પામે. ૧ કેળના સ્‍થંભ જેવા સાથળ સુંદર ગરુડની પીઠ પાવનકારી. કટિતટ પીતપટ કસ્‍યો કરુણાનિધિ, શ્‍યામ શોભા કટિ લાગે પ્‍યારી. ૨ નલિનસમ નાભિ પર ત્રિવલીછબી […] read more
0 Views : 2254

શોભાસાગર શ્‍યામ તમારી… પદ:- ૧-૪

રાગ : પ્રભાતી પદ-૧ શોભાસાગર શ્‍યામ તમારી મૂરતિ પ્‍યારી રે; મૂરતિ પ્‍યારી રે નાખું મારા પ્રાણ વારી રે ટેક૦ સુંદરતા જોઈ મુખની શશી સુર લજાઈ રે, મુખ દેખાડી નવ શક્‍યા, વસ્‍યા ગગન જાઈ રે… શોભા૦ ૧ માન હર્યું મણિધરનું શિખા-કેશ કાળે રે, અવની ઉપર રહી ન શક્‍યા, ગયા પાતાળે રે… શોભા૦ ૨ ચંચળ લોચન જોઈને, લજ્‍જા પામ્‍યાં તીન રે, ખંજન કુરંગ વન વસ્‍યાં, જળે બૂડયાં મીન રે… શોભા૦ ૩ ચાલ ચતુરાઈ જોઈને ગજ કરે ધિક્કાર રે, પ્રેમાનંદ કહે શિર નાખે ધૂળ વારંવાર રે… શોભા૦ ૪ પદ-૨ વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે, મુખની વાણી શ્રવણે સુણી હું લોભાણી રે ટેક૦ મુખની વાણી સાંભળી તજી ચંચળતાઈ રે, સ્‍થિર થઈને નિત્‍ય સેવે ચરણ રમા ડાહી રે… વાલી૦ ૧ મુખની વાણી સાંભળી રાચ્‍યા સુંદર રૂપે રે, જગતસુખને પરહરી લીધો ભેખ ભૂપે રે… વાલી૦ ૨ વાણી સાંભળી સનકાદિકે લીધી હૈયે ધારી રે, ઘરથી ઘર ન માંડિયું રહ્યા બ્રહ્મચારી રે… વાલી૦ ૩ મુખની વાણી સાંભળી મારે પ્રીત બંધાણી રે, પ્રેમાનંદ કહે તન મન કરું કુરબાની રે… વાલી૦ ૪ પદ-૩ ઓરા આવો છેલ તમારું છોગલું જોઉં રે, છોગલું જોઉં રે છેલા મારા મનમાં પ્રોઉં  રે… ટેક૦ છોગલું તારું અટક્‍યું મારા ઉરમાં આવી રે, મોહન તારી મૂરતિ મારા મનમાં ભાવી રે… ઓરા૦ ૧ મુખતણે મરકલડે મુને […] read more
0 Views : 1511
Powered By Indic IME