Last Updated:
May 5, 2025

Click here to submit your article
Posts tagged "muktanand swami"
Per Page :

ધીર ધુરંધરા શૂર સાચા ખરા… પદ:- ૧-૧૦

રાગ : પ્રભાતી સિંધુડો પદ-૧ ધીર ધુરંધરા શૂર સાચા ખરા, મરણનો ભય મનમાં ન આણે; અર્વ ખર્વ દળ એક સામા ફરે, તૃણને તુલ્‍ય તેનેય જાણે. ૧ મોહનું સૈન્‍ય મહા વિકટ લડવા સમે, મરે પણ મોરચો નવ ત્‍યાગે; કવિ ગુણી પંડિત બુદ્ધે બહુ આગળા, એ દળ દેખતા સર્વ ભાગે. ર કામ ને ક્રોધ મદ લોભ દળમાં મુખી, લડવા તણો નવ લાગ લાગે; જોગિયા જંગમ તપસ્‍વી ત્‍યાગી ઘણા, મોરચે ગયે ધર્મદ્વાર માગે. ૩ એવા અરિ સૈન્‍ય શું અડીખમ આથડે, ગુરુમુખી જોગિયા જુક્‍તિત જાણે; મુક્તાનંદ મોહ ફોજ માર્યા પછી, અખંડ સુખ અટળ પદરાજ માણે. ૪ પદ-ર જ્યાં લગી જગત જંજાળ ઉરમાં ખરી, ત્‍યાં લગી સુરતા ચિત્ત નાવે; જે જે વિચારીને જુક્‍તિત કરવા જશે, તે જ કાયરપણું નામ કાભવે. ૧ પરચો ઈચ્‍છે તેને પામર જાણવો, જન ન ઈચ્‍છવું જોગ્‍ય જાણે; નિષ્‍કામ તે નારાયણ રૂપ છે, આશા ને તૃષ્‍ણા ઉરમાં ન આણે. ર અક્ષર પર પુરુષોત્તમ શ્રીહરિ, તેહને સૂઝશે તે જ કરશે; જન મતિમંદ અણ છતાં યભા થઈ, તાણતાં તાણતાં તૂટી મરશે. ૩ કેસરી બાળને ભય નહિ કોઈનો, મત્ત મેંગળતણાં જુથ ભાગે; મુક્તાનંદ તે શિષ્‍ય સદ્ગુરુ તણા, જગતથી ઉલટી રીત જાગે. ૪ પદ-૩ મતવાલા તણી રીત મહા વિકટ છે, પ્રેમરસ પીએ તે જન જાણે; મૂંડા તે શું જાણે મજીઠના પાડને, ભીખતાં જન્‍મનો અંત આણે. ૧ […] read more
0 Views : 2554

મુરતિ તમારી મારા શ્‍યામ… પદ:- ૧-૪

રાગ : ભૈરવી  પદ – ૧ મુરતિ તમારી મારા શ્‍યામ શોભા ધામ છે; છબી પર વારું કોટિ કામ કે મન અભિરામ છે. મુરતિ૦ ૧ પ્રેમી જનના પ્રાણ છોજી તમે શ્રીહરિ; દર્શન કાજ દયાળ આવી સર્વ સુંદરી. મુરતિ૦ ૨ તલખે છે સૌ વ્રજસાથ દર્શન કારણે; જાગો મારા જીવનપ્રાણ કે જાઉં તારે વારણે. મુરતિ૦ ૩ મનમોહન ચિત્તચોર દર્શન આપીયે; મુક્‍તાનંદ કહે નાથ દુઃસહદુઃખ કાપીયે. મુરતિ૦ ૪ પદ – ૨ તમે મારા પ્રાણ આધાર છેલવર શ્રીહરિ; જાગો મારા જગના જીવન જોઉં નેણાં ભરી. તમે૦ ૧ કોની સંગે જાગ્‍યા મારા શ્‍યામ રસીક શીરોમણી; તમથકી તો વ્રજનાર રસીક અતિ ઘણી. તમે૦ ૨ રસમાં કર્યા ચકચુર તમને તો શ્રીહરિ; મળી કોઇ ચતુર સુજાણ અલૌકિક સુંદરી. તમે૦ ૩ આવડી શું નિદ્રા મારાનાથ હસે છે સૌ ભામીની; મુક્‍તાનંદ કહે માવ જાગો તો જુવે કામિની. તમે૦ ૪ પદ – ૩ જાગો મારા જીવનપ્રાણ રજની વીતી ગઇ; દર્શન કારણ દયાળ ગોપી ઘેલી થઇ. જાગો૦ ૧ મન માન્‍યું તમ સાથ રહે કેમ ધારણે; તજી કુળ લોકની લાજ દર્શ કેરે કારણે. જાગો૦ ૨ ચાતક સરખી ટેક ધરીને વ્રજ સુંદરી; મન કર્મ વચને નાથ સર્વે તમને વરી. જાગો૦ ૩ જેશું મન માન્‍યું મારા શ્‍યામ તે તો પ્‍યારી ઘણી; મુક્‍તાનંદ કહે નાથ પેરયસી અમતણી. જાગો૦ ૪ પદ – ૪ વ્રજવનિતાની સુણી વાત શ્રીહરિ જાગીયા; […] read more
0 Views : 2191

છાંડીકે શ્રીકૃષ્‍ણ દેવ… પદ:- ૧-૪

રાગ : બિભાસ-પ્રભાતી પદ-૧ છાંડીકે શ્રીકૃષ્‍ણ દેવ, ઓર કી જો કરું સેવ; કાટી ડારો કર મેરો તીખી તરવારસે. છાંડીકે૦ ૧ ત્‍યાગી કે રસીક કહાન, ઔરકો જો ધરું ધ્‍યાન; ચીર ડારો છાતી મેરી, કઠીન કુઠારસે. છાંડીકે૦ ૨ કૃષ્‍ણબિના અન્‍ય જેહી, ઇષ્ટ જાની નમું તેહી; ફેર ડારો શીર મેરો, મુસળ પ્રહારસે. છાંડીકે૦ ૩ મુક્‍તાનંદ કહે મોયે, ઔર જો પ્રતીત હોય; જાનીયો અધિક નીચ, શ્વપચ લબારસે. છાંડીકે૦ ૪ પદ – ૨ છાંડીકે શ્રી ઘનશ્‍યામ, ઓરકો જો જપું નામ; કરલે કટારી મેરી, જીહ્વા કાટી ડારીયો. છાંડીકે૦ ૧ લોકનકી લાજ ડરું, જો ન ભક્‍તચિહ્ન ધરું; પાવકકે મધ્‍ય મેરે, તનકું પ્રજારીયો. છાંડીકે૦ ૨ જીવીકા કો લોભ જાની, ભક્‍તિ કરું મેં છાની; તેહી છીન તન મેરો, શૈલસેં પછારીયો. છાંડીકે૦ ૩ મુક્‍તાનંદ કહે તેરી, દૃઢતા જો ડગે મેરી; શુળીયેં ચઢાઇ તીખે, તીરનસેં મારીયો. છાંડીકે૦ ૪ પદ – ૩ હોય મેં શ્રીકૃષ્‍ણ દાસ, ઓરકી જો કરું આશ; જાનીયો લબાર લુચ્‍ચો, નીચ ઠગ જારસેં. હોય૦ ૧ જંત્ર મંત્ર સત્‍ય જાનું, તાકી જો પ્રતીત આનું; જાનીયો અધિક મૂઢ, કુમતિ ગમારસેં. હોય૦ ૨ ધર્મહીન ભક્‍તિ કરું, પ્રભુસેં જો નહિ ડરું; જાનીયો પ્રબળ પાપી, ભૂમીહું કે ભારસે. હોય૦ ૩ મુક્‍તાનંદ કહે ઇષ્ટ એક, તાકી જો ન રાખું ટેક; જાનીયો અધિક બુરો, ગંડક બીડારસે. હોય૦ ૪ પદ – ૪ પાય કે શ્રીકૃષ્‍ણ પિયા ઓરસેં […] read more
1 Views : 2444

મનરે માન્‍યું નંદલાલ શું… પદ:- ૧-૪

રાગ : રામગ્રી-પ્રભાતી પદ-૧ મનરે માન્‍યું નંદલાલ શું, જોઈ પાઘ પેચાળી; રીઝી રહી એના રૂપમાં, ભૂધરજીને ભાળી… મન૦ ૧ ભાલ તિલક કોઈ ભાતનું, કેસરનું વિરાજે; નયણુની શોભા જોઈને, કોટિ રતિપતિ લાજે… મન૦ ૨ ફ્‍ૂલડાના તોરા ઝુકી રહ્યા, ઝળકે કુંડલ કાને; મુખડાની શોભા જોઈને, મોહી ભીનલે વાને… મન૦ ૩ હીરલતા શુભ હારને, જોતાં રહી છું લોભાઈ; મુક્‍તાનંદના નાથ શું, કીધી અચળ સગાઈ… મન૦ ૪ પદ-૨ જનમ સફ્‍ળ કર્યો માહરો, નટવર નંદલાલે; સુખડું અલૌકિક શામળે, આપ્‍યું અતિ ઘણું વા’લે … જન૦ ૧ મનના મનોરથ પૂરિયા, ગુણવંત ગિરધારી; માવ ઉપર મેં માહરું, નાખ્‍યું સરવસ વારી… જન૦ ૨ પરવશ થઈ હું તો પ્રેમમાં, શામળિયાને સંગે; રસિક સલુણા વ્રજરાજને, રાચી હું તો રંગે… જન૦ ૩ જીતનો ડંકો વાગિયો, રીઝયા કુંજવિહારી; મુક્‍તાનંદના નાથને, વરી થઈ જગ ન્‍યારી… જન૦ ૪ પદ-૩ સગપણ કીધું મેં શ્‍યામશું, મનમાં સમજી વિચારી; આશ તજી સંસારની, ધર્યા ઉરમાં મોરારી… સગ૦ ૧ નિમખ ન મેલું નાથને, નેણુંથી ન્‍યારા; પરમ સ્‍નેહી શામળો, મને પ્રાણથી પ્‍યારા… સગ૦ ૨ ભવબ્રહ્માદિક મહા મુનિ, તેને દુર્લભ વા’લો; તે રસિયો મુજને મળ્‍યા, નટવર નંદલાલો… સગ૦ ૩ થઈ છું અધિક અલબેલડી, લજ્‍જા લોકની મેલી; મુક્‍તાનંદના નાથ શું, બાંધી દૃઢ કરી બેલી… સગ૦ ૪ પદ-૪ આજ મારું ભાગ્‍ય ઉદે થયું, નીરખ્‍યા વ્રજપતિ વાલો; છેલ છબીલો શામળો, લે’રી નંદજીનો લાલો… આજ૦ ૧ […] read more
0 Views : 1567

પ્રાતઃ ભયો પ્રાણ પ્‍યારે… પદ:- ૧-૪

રાગ : બિભાસ  પદ – ૧ પ્રાતઃ ભયો પ્રાણ પ્‍યારે, જાગો ગિરધારી .. પ્રાતઃ સખા સબ આયે દ્વાર, લે લે કર પુષ્‍પહાર; કૃષ્‍ણ કહી ટેરનહે, મંડળી તુમારી .. પ્રાતઃ૦ ૧ સંગ લે પૂજાકો સાજ, ગ્‍વાલની આઇ મહારાજ; સબહીકે હાથ સોહે, કંચનકી થારી .. પ્રાતઃ૦ ૨ સંગ લે સખી સમાજ, આઇ હે દરશન કાજ; દ્વારપે ખડી હે, વૃષભાનકી દુલારી .. પ્રાતઃ૦ ૩ દરશકો દાન દીજે, નયનાં સુફ્‍લ કીજે; મુક્‍તાનંદ વારવાર, જાત બલિહારી .. પ્રાતઃ૦ ૪ પદ – ૨ બંસરી બજૈયા કાન, મેરે ઘેર આવો. બંસરી૦ ટેક૦ ભુષન વસન ધારી, વેગે આવો ગીરધારી; મોરલીમેં મીઠી મીઠી, રાગની સુનાયો. બંસરી૦ ૧ લગ્‍યો હે તુમારો ધ્‍યાન, ભઇ મેં તો એક તાન; રસીક મોહન મોયે, કંઠસું લગાયો. બંસરી૦ ૨ તન કર્યો તુમ કાજ, છોડી સબ લોકલાજ; અધર સુધારસ પ્‍યારે, પ્રેમ કરી પાયો. બંસરી૦ ૩ તુમહીસે પ્રીત જોડી, ઓર સબહીસે તોરી; મુક્‍તાનંદ એહી માગે, નેહકું નીભાયો. બંસરી૦ ૪ પદ – ૩ છોડો મેરો ચીર શ્‍યામ, પ્રાત ભયો પ્‍યારે. છોડો૦ ટેક૦ ચીડીયા કરત સોર, હોત હે ઘંટા ઘોર; નથનીકો મોતી ઠર્યો, હાર હું તુમારે. છોડો૦ ૧ મુખકો તંબોલ ગયો, દીપક સો ખીત્ર ભયો; માનની મથન મઇ, પીયા મતવારે. છોડો૦ ૨ કુમુદની સંકુચાની, કમલીની બીકસાની; તુમતો નીસંક સદા, નંદ કે દુલારી. છોડો૦ ૩ તુમહો જીવન પ્રાન, નિમખ ન […] read more
0 Views : 1504

સ્‍વામિનારાયણનું સ્‍મરણ કરતાં… પદ:- ૧

રાગ : ભૈરવી-પ્રભાતી – પદ-૧ સ્‍વામિનારાયણનું સ્‍મરણ કરતાં, અગમ વાત ઓળખાણી રે; નિગમ નિરંતર નેતિ કહી ગાવે, પ્રગટને પ્રમાણી રે. ટેક૦ મંગળરૂપ પ્રગટને મેલી, પરોક્ષને ભજે જે પ્રાણી રે; તપ તીર્થ કરે દેવ દેરાં, મન ન ટળે મસાણી રે… સ્‍વામિ૦ કથા ને કીર્તન કહેતા ફ્‍રે છે, કર્મતણી જેમ કહાણી રે; શ્રોતાને વક્‍તા બેઉ સમજ્‍યા વિનાના, પેટને અર્થે પુરાણી રે… સ્‍વામિ કાશી કેદાર કે દ્વારકા દોડે, જોગની જુક્‍તિ ન જાણી રે; ફેરા ફ્‍રીને પાછો ઘરનો ઘરમાં, ગોધો જોડાણો જેમ ઘાણી રે… સ્‍વામિ પીધા વિના પ્‍યાસ ન ભાંગે, મર પંડ ઉપર ઢોળે રે પાણી રે.; મુક્‍તાનંદ મોહન સંગ મળતાં, મોજ અમૂલખ માણી રે… સ્‍વામિ read more
1 Views : 1502

ધ્‍યાન ધર ધ્‍યાન ધર…પદ:- ૧-૪

રાગ : કેદારો પ્રભાતી પદ-૧ ધ્‍યાન ધર ધ્‍યાન ધર ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપ નાસે; કોટિ રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિષે નાથ ભાસે… ધ્‍યાન૦ ૧ શિર પર પુષ્‍પનો મુગટ સોહામણો, શ્રવણ પર પુષ્‍પના ગુચ્‍છ શોભે, પુષ્‍પના હારની પંક્‍તિ શોભે ગળે, નીરખતાં ભક્‍તનાં મન લોભે… ધ્‍યાન૦ ૨ પચરંગી પુષ્‍પના કંકણ કર વિષે, બાંયે બાજુબંધ પુષ્‍પ કેરા, ચરણમાં શ્‍યામને નેપુર પુષ્‍પના, લલિત ત્રિભંગી શોભે ઘણેરા… ધ્‍યાન૦ ૩ અંગોઅંગ પુષ્‍પનાં આભરણ પહેરીને, દાસ પર મહેરની દૃષ્ટિ કરતાં , કહે છે મુક્‍તાનંદ ભજ દૃઢ ભાવશું, સુખ તણા સિંધુ સર્વે કષ્ટ હરતા..ધ્‍યાન૦ પદ-૨ પ્રીત કર પ્રીત કર પ્રગટ પરબ્રહ્મ શું, પર હર અવર પંપાળ પ્રાણી, પરોક્ષથી ભવ તણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્‍ય વાણી..પ્રીત૦ ૧ કલ્‍પતરુ સર્વના સંકલ્‍પ સત્‍ય કરે, પાસે જઈ પ્રીત શું સેવે જ્‍યારે, તેમ જે પ્રગટ પુરુષોત્તમ પ્રીછશે, થાશે હરિજન તત્‍કાળ ત્‍યારે… પ્રીત૦ ૨ પ્રગટને ભજી ભજી પાર પામ્‍યા ઘણા, ગીધ ગુનિકા કપિવૃંદ કોટી, વ્રજતણી નાર વ્‍યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી…પ્રીત૦ ૩ શ્રી નારાયણ સ્‍વામીને પરહરી, જાર ભજનાર સર્વે ખ્‍વાર થાશે, કહે છે મુક્‍તાનંદ પ્રગટ ભજ પ્રાણીયા, અઘતણા ઓઘ તત્‍કાળ જાશે…પ્રીત૦ ૪ પદ-૩ રાત રહે પાછલી ચાર ઘટિકા તૈયેં, સંતને શયન તજી ભજન કરવું, સ્‍વામિનારાયણ નામ ઉચ્‍ચારવું, પ્રગટ પરબ્રહ્મનું ધ્‍યાન ધરવું… રાત૦ ૧ […] read more
0 Views : 2235
Powered By Indic IME