Last Updated:
May 5, 2025

Click here to submit your article
7 વરતાલ પ્રકરણ
Per Page :

વરતાલ ૧૭ : જ્ઞાની જિતેન્દ્રિય છે

સંવત્ ૧૮૮૨ના પોષ વદિ અમાસને  દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણને સન્‍મુખ હવેલી ઉપર ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, “પંચ જ્ઞાન ઈન્‍દ્રિયો ને પંચ કર્મ ઈન્‍દ્રિયો છે તે પોતપોતાના વિષયને યથાર્થ જાણે છે. તે જ્ઞાની તથા અજ્ઞાનીને ઈન્‍દ્રિયો દ્વારા એક સરખો વ્‍યવહાર છે, પણ જ્ઞાની હોય તેનાં ઈન્‍દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતાં, માટે જ્ઞાનીને જીતેન્‍દ્રિય કહ્યા છે તે કેવી રીતે જાણવા ?” એ પ્રશ્ર્ન છે. પછી મુકતાનંદ સ્વામીએ કહ્યું જે, “નિર્વિકલ્‍પ સમાધિ થાય ત્‍યારે જીતેન્‍દ્રિય થાય એમ જણાય છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “નિર્વિકલ્પ સમાધિવાળાને પણ પંચવિષય ગ્રહણ કરવા તે તો સૌની પેઠે ઈન્‍દ્રિયો દ્વારા જ ગ્રહણ થાય છે, માટે જીતેન્‍દ્રિયપણું કેમ છે ?” પછી બહુ રીતે કરીને મુકતાનંદ સ્વામીએ ઉત્તર કર્યો પણ સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, એનો ઉત્તર તો એમ છે જે, શબ્‍દાદિક જે પંચવિષય છે તેમાં જે દોષ રહ્યા છે તેને જાણે અને ભગવાનની જે મૂર્તિ છે તેમાં જે કલ્‍યાણકારી ગુણ છે તેને પણ જાણે અને માયિક જે પંચ વિષય તેને ભોગવવે કરીને જીવને નરકના કુંડની પ્રાપ્‍તિ થાય છે ને મહાદુ:ખ ભોગવવાં પડે છે. તેને પણ જાણે; […] read more
0 Views : 203

વરતાલ ૧૮ : અવશ્યપણે વાર્તા જાણવાનું

સંવત્ ૧૮૮૨ના મહા શુદિ ૧ પડવાને દિવસ શ્રીજીમહારાજ શ્રીવરતાલ મઘ્‍યે સંઘ્‍યાઆરતી થયા કેડે શ્રીલક્ષ્મીનારાયણના મંડપમાં ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્રનું ધારણ કર્યું હતું, ને પોતાની ચારે કોરે મંડપની ઉપર તથા હેઠે પરમહંસ સર્વે તથા દેશદેશના હરિભક્ત સર્વે બેઠા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “આ તમે સર્વે મોટા મોટા પરમહંસ છો તે તમને અમે પ્રશ્ર્ન પુછીએ  છીએ જે, ‘સત્‍સંગી હોય તેને અવશ્‍યપણે શી શી વાત જાણી જોઈએ ? કેમજે, તેને કોઈક પુછે અથવા પોતાના મનમાં કોઇક તર્ક થઈ આવે ત્‍યારે જો તે વાર્તા જાણી ન હોયતો તેનું સમાધાન કેમ થાય ?” એમ પ્રશ્ર્ન પુછીને પછી પોતેજ બોલ્‍યા જે, “લ્‍યો એનો ઉત્તર અમે જ કરીએ છીએ જે, એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે તેની રીત જાણી જોઈએ તથા ગુરૂ પરંપરા જાણી જોઈએ, તે કેવી રીતે તો ઉદ્ધવ તે રામાનંદસ્વામીરૂપે હતા, ને તે રામાનંદસ્વામી શ્રીરંગક્ષેત્રને વિષે સ્‍વપ્નમાં સાક્ષાત્ રામાનુજાચાર્ય થકી વૈષ્ણવીદીક્ષાને પામ્‍યા. માટે રામાનંદ સ્વામીના ગુરૂ તે રામાનુજાચાર્ય છે ને તે રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ એવી રીતે ૨ગુરૂપરંપરા જાણવી. અને અમે અમારા ધર્મકુળનું સ્‍થાપન કર્યું છે તેની રીત જાણવી. અને ત્રીજાં અમારા સંપ્રદાયમાં અતિપ્રમાણરૂપ જે શાસ્ત્ર છે તેને જાણવાં તે શાસ્ત્રનાં નામ-૧ વેદ, ૨ વ્‍યાસસૂત્ર, ૩ શ્રીમદ્ભાગવત પુરાણ, મહાભારતને વિષે ૪ વિષ્ણુસહસ્રનામ, ૫ ભગવદ્ગીતા, ૬ વિદુરનીતિ, સ્‍કંદપુરાણના વિષ્ણુખંડ માંહિલું […] read more
0 Views : 198

વરતાલ ૧૯ : ભકત થાવાનું – અવિવેકનું

સંવત્ ૧૮૮૨ના મહા શુદિ ૨ બીજને દિવસ શ્રીજીમહારાજ સાંજને સમે શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરમાં ઉગમણી કોરની રૂપચોકી ઉપર ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ઠાકોરજીની સંઘ્‍યા આરતી થઈ રહી ત્‍યારે શ્રીજી-મહારાજ બોલ્‍યા જે, સાંભળો ભગવાનની વાર્તા કરીએ છીએ જે, આ જીવને જ્યારે ભરતખંડને વિષે મનુષ્ય દેહ આવે છે ત્‍યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્‍વી ઉપર વિચરતા હોય. તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિષે પ્રીતિ રાખવી ધટે નહિ. શા માટે જે, ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માયિક પંચવિષયનું સુખ છે તે તો નરક જેવું છે. અને જે નરકના કીડા છે તે તો નરકને વિષે પરમસુખ માને છે, પણ જે મનુષ્ય હોય તે તો તે નરકને પરમ દુ:ખદાયી જાણે છે. તેમ જેને ભગવાનની ઓળખાણ થઈ તે તો ભગવાનનો પાર્ષદ થયો ને તેને ભગવાનના પાર્ષદ મટીને વિષ્‍ટાના કીડાની પેઠે માયિક પંચવિષયનાં સુખને ઈચ્‍છવું નહિ. અને જે ભગવાનનો ભક્ત હોય તે તો જે જે મનોરથને કરે તે સર્વે સત્‍ય થાય છે. માટે ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કરીને જે ઈચ્‍છે છે […] read more
0 Views : 171

વરતાલ ૨૦ : જનકની સમજણનું

સંવત્ ૧૮૮૨ના મહાશુદિ ૩ ત્રીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષની હેઠે વેદી ઉપર ગાદીતકિયા  નંખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે ચમેલીના પુષ્પનો હાર વિરાજમાન હતો, અને મસ્‍તક ઉપર રાતા અતલસનું છત્ર વિરાજમાન હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પરમહંસને પ્રશ્ર્ન પુછયો જે, “રજોગુણમાંથી કામની ઉત્‍પત્તિ થાય છે, અને તમોગુણમાંથી ક્રોધ ને લોભની ઉત્‍પત્તિ થાય છે. માટે એ કામાદિકનું બીજ ન રહે એવું એક સાધન કયું છે. ?” પછી શુકમુનિએ કહ્યું જે, “જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ને જ્યારે આત્‍મદર્શન થાય ત્‍યારે જ એના હૃદયમાંથી કામાદિકનું બીજ બળી જાય.” પછી શ્રીજીમહારાજે આશંકા કરી જે, “શિવ, બ્રહ્મા, શ્રૃંગિઋષિ, પરાશર, નારદ એમને શું નિર્વિકલ્પ સમાધિ નહોતી ? જે કામે કરીને એ સર્વે વિક્ષેપને પામ્‍યા. માટે એ સર્વે નિર્વિકલ્પ સમાધિવાળા જ હતા, તોપણ ઈન્‍દ્રિયોની વૃત્તિ અનુલોમ થઈ ત્‍યારે કામાદિકે કરીને વિક્ષેપને પામ્‍યા. માટે તમે કહ્યું એવી રીતે એ પ્રશ્ર્નનો ઉત્તર ન થયો, અને જેમ જ્ઞાની નિર્વિકલ્પ સમાધિને વિષે જાય ત્‍યારે નિર્વિકાર રહે છે. તેમજ અજ્ઞાની સુષુપ્‍તિનેવિષે નિર્વિકાર રહે છે. અને જ્યારે ઈન્‍દ્રિયોની વૃત્તિ અનુલોમ થાય છે. ત્‍યારે તો જ્ઞાની ને અજ્ઞાની બેય કામાદિકે કરીને વિક્ષેપને પામે છે, એમાં તો જ્ઞાની-અજ્ઞાનીનો કાંઈ વિશેષ જણાતો […] read more
0 Views : 206
Powered By Indic IME