Last Updated:
May 5, 2025

Click here to submit your article
7 વરતાલ પ્રકરણ
Per Page :

વરતાલ ૯ : ભગવાનનું નિર્ગુણ સુખ કેમ જણાય ? તેનું

સંવત્ ૧૮૮૨ના પોષ શુદિ ૮ અષ્‍ટમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર ગાદીતકિયા બિછાવીને  વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે મુનિમંડળ સમસ્‍ત પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, “રાજસી, તામસી ને સાત્ત્વિકી. એ ત્રણ પ્રકારનું જે માયિક સુખ તે જેમ ત્રણ અવસ્‍થાને વિષે જણાય છે તેમ નિર્ગુણ એવું જે ભગવાન સંબંધી સુખ તે કેમ જણાય છે ?” પછી એ પ્રશ્ર્નનો ઉત્તર મુનિમંડળ સમસ્‍ત મળીને કરવા માંડયો પણ એનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “પૃથ્‍વી આદિક ચાર ભૂત વિના એકલો જ આકાશ હોય અને જેટલા આકાશને વિષે તારા છે તેટલા ચંદ્રમા હોય ને તેનો જેવો પ્રકાશ થાય તેવો ચિદાકાશનો પ્રકાશ છે. અને તે ચિદાકાશને મઘ્‍યે સદાય ભગવાનની મૂર્તિ વિરાજમાન છે . તે મૂર્તિને વિષે જ્યારે સમાધિ થાય ત્‍યારે એક ક્ષણ માત્ર ભગવાનના સ્‍વરૂપમાં સ્‍થ્‍િાતિ થઈ હોય તે ભજનના કરનારાને એમ જણાય જે,’હજારો વર્ષ પર્યંત મેં સમાધિને વિષે સુખ ભોગવ્‍યું’ એવી રીતે ભગવાનના સ્‍વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ તે જણાય છે અને જે માયિક સુખ છે તે બહુકાળ ભોગવ્‍યું હોય તો પણ અંતે ક્ષણ જેવું જણાય છે. માટે ભગવાનના સ્‍વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે તે અખંડ અવિનાશી છે […] read more
0 Views : 249

વરતાલ ૧૦ : જીવનું કલ્યાણ થાય, તેનું

સંવત્ ૧૮૮૨ના પોષ શુદિ ૧૧એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા, અને અંગને વિષે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ આવ્‍યા. તેણે શ્રીજી મહારાજ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! જીવનું કલ્‍યાણ કેમ થાય ?” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “આ પૃથ્‍વીને વિષે રાજારૂપ ને સાધુરૂપ એ બે પ્રકારે ભગવાનના અવતાર થાય છે તેમાં રાજારૂપે જ્યારે પૃથ્‍વી ઉપર પ્રગટ થાય ત્‍યારે તો તે ઓગણચાળીસ લક્ષણે યુક્ત હોય અને જ્યારે સાધુરૂપે પૃથ્‍વી ઉપર પ્રકટ થાય ત્‍યારે તો ત્રીસ પ્રકારને લક્ષણે યુક્ત હોય. અને જે રાજારૂપે ભગવાન હોય તે તો ચોસઠ પ્રકારની કળાએ યુક્ત હોય, તથા સામ, દામ, ભેદ, દંડ એ ચાર પ્રકારના જે ઉપાય તેણે યુક્ત હોય, તથા શૃંગાર આદિક જે નવ રસ તેણે યુક્ત હોય; અને તે ભગવાન જ્યારે સાધુરૂપે હોય ત્‍યારે તેમાં એ લક્ષણ હોય નહિ. અને જે રાજારૂપે ભગવાન હોય તેને જો આપત્‍કાળ આવ્‍યો હોય તો મૃગયા કરીને પણ જીવે, અને ચોર હોય તેને ગર્દન પણ મારે અને ઘરમાં સ્ત્રીઓ પણ રાખે; અને સાધુરૂપે ભગવાન હોયે ૨તો અતિશે અહિંસા પર વર્તે તે લીલાતૃણને પણ તોડે નહિ, અને કાષ્‍ઠની […] read more
0 Views : 277

વરતાલ ૧૧ : જીવના નાશનું – સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન – તેનું

સંવત્ ૧૮૮૨ના પોષ શુદિ ૧૫ પુનમને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા, અને અંગને વિષે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા, ને કર્ણની ઉપર પુષ્પના ગુચ્‍છ ખોસ્‍યા હતા, ને પાઘને વિષે પુષ્પના તોરા લટકતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્‍ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “અમારો તો એવો સ્‍વભાવ છે જે એક તો ભગવાન ને બીજા ભગવાનના ભક્ત ને ત્રીજા બ્રાહ્મણ ને ચોથો કોઈક ગરીબ મુનષ્ય, એ ચારથી તો અમે અતિશે બીયે છીએ જે, ‘રખે એમનો દ્રોહ થઈ જાય નહિ.’ અને એવા તો બીજા કોઈથી અમે બીતા નથી. કેમ જે એ ચાર વિના બીજાનો કોઈક દ્રોહ કરે તો તેના દેહનો નાશ થાય પણ જીવ નાશ પામે નહિ. અને એ ચારમાંથી એકનો જો દ્રોહ કરે તો તેનો જીવ પણ નાશ પામી જાય છે.” એ વાતને સાંભળીને મુકતાનંદસ્વામીને પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! જીવ તો અવિનાશી કહ્યો છે તેનો નાશ તે કેમ જાણવો ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “પર્વતનું કે બીજું એવું જ જે કોઈક જડ દેહ આવે તેમાં કોઈ કાળે જીવનું કલ્‍યાણ થાય નહિ, એટલે એના જીવનો નાશ થઈ ગયો એમ જાણવું. માટે […] read more
0 Views : 272

વરતાલ ૧૨ : મહિમા સહિત નિશ્વયનું

સંવત્ ૧૮૮૨ના પોષ વદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ તળે પાટ ઉપર ગાદીતકિયે યુક્ત ઢોલિયો હતો તે ઉપર  વિરાજમાન હતા, અને  શ્વેત ખેસ પહેર્યો હતો ને માંહિલી કોરે શ્વેત પછેડીએ યુક્ત ગુલાબી રંગની શાલ ઓઢી હતી, અને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, અને કંઠને વિષે ગુલાબના  પુષ્પનો હાર પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ  તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને તે સમે શ્રીજીમહારાજ અંતર્દ્ષ્‍ટિ કરીને બહુવાર સુધી વિરાજમાન થયા હતા. પછી નેત્રકમળને ઉધાડીને સર્વે હરિભક્તની સભા સામું કરૂણાકટાક્ષે કરી જોઈને શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “આજ તો સર્વેને નિશ્વયની વાત કરવી છે તે સર્વે સાવધાન થઈને સાંભળો જે અનંત કોટિ સૂર્ય,ચંદ્રમા ને અગ્‍નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ તેને વિષે શ્રી પુરૂષોત્તમ ભગવાન સદા દિવ્‍ય મૂર્તિ થકા વિરાજમાન છે. અને તે જ ભગવાન જીવોના કલ્‍યાણને અર્થે પૃથ્‍વીને વિષે રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે, ત્‍યારે તે ભગવાનના સ્‍વરૂપનો જેને સત્‍સમાગમે કરીને દ્રઢ નિશ્વય થાયછે તેનો જીવ બીજના  ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે, અને જેમ ચંદ્રમાને વિષે જેમ જેમ સૂર્યની કળા આવતી જાય તેમ તેમ તે ચંદ્રમા વૃદ્ધિને પામતો જાય છે, તે જ્યારે પૂર્ણમાસી આવે ત્‍યારે ચંદ્રમા સંપૂર્ણ થાય છે. તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્વય થયા મોર તો જીવ […] read more
0 Views : 273

વરતાલ ૧૩ : બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય ?

સંવત્ ૧૮૮૨ના પોષ વદિ ૭ સપ્‍તમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષની તળે પાટ ઉપર ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા, અને અંગને વિષે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા, અને  હસ્‍તકમળે કરીને  એક દાડમનું ફળ ઉછાળતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજીમહારાજને ઉપર સોનાને ઈંડાએ સહિત છત્ર વિરાજમાન હતું. એવી શોભાને ધરતા થકા શ્રીજીમહારાજ વિરાજમાન હતા. તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ શ્રીજી મહારાજ પાસે આવ્‍યા હતા. તેણે પુછયું જે, “હે મહારાજ ! આ સમાધિ તે કેમ થતી હશે?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જીવોના કલ્‍યાણને અર્થે આ ભરતખંડમાં ભગવાન અવતાર ધરે છે. અને તે ભગવાન જ્યારે રાજારૂપે હોય ત્‍યારે તો ઓગણચાળીશ લક્ષણે  યુક્ત હોય, અને દત્ત કપિલ જેવા સાધુરૂપે હોય ત્‍યારે તો ત્રીશ લક્ષણે યુક્ત હોય. તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી આવતી હોય પણ એ અતિશે અલૌકિક મૂર્તિ છે. જેમ પૃથ્‍વીને વિષે સર્વે પથરા છે તેમ ચમકપાણ પણ પથરો છે, પણ ચમકપાણમાં સહેજે એવો ચમત્‍કાર રહ્યો છે જે, ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્‍યારે તેના ખીલા ચમકના પાણા પાસે તણાઈ જાય છે. તેમ ભગવાનની જે મૂર્તિ રાજારૂપે છે ને સાધુરૂપે છે તે મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ […] read more
0 Views : 180

વરતાલ ૧૪ : વિમુખ જીવ ધર્મી જાણે તે ધર્મી નથી ને પાપી જાણે તે પાપી નથી

સંવત્ ૧૮૮૨ના પોષ વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના  મંદિર આગળ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી વડોદરાના વાધમોડિયા રામચંદ્રે શ્રીજીમહારાજને પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! જે કુપાત્ર જીવ જણાતો હોય ને તેને પણ સમાધિ થઈ જાય છે તેનું શું કારણ હશે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ધર્મશાસ્ત્રને વિષે જે વર્ણાશ્રમના ધર્મ કહ્યા છે તે થકી જે બાહ્ય વર્તતો હોય તેને સર્વે લોક એમ જાણે જે, આ કુપાત્ર માણસ છે.’ અને તે કુપાત્રને ભગવાન કે ભગવાનના સંતનો જો હૈયામાં ગુણ આવે તો એને એ મોટું પુણ્‍ય થાય છે. અને વર્ણાશ્રમના ધર્મ લોપયા હતા તેનું જે પાપ લાગ્‍યું હતું તે સર્વે નાશ થઈ જાય છે, અને તે જીવ અતિશે પવિત્ર થઈ જાય છે. માટે એને ભગવાનના સ્‍વરૂપમાં ચિત્ત ચોટે છે ત્‍યારે સમાધિ થઈ જાય છે. અને જે પુરૂષ ધર્મશાસ્‍ત્રે કહ્યા એવા જે વર્ણાશ્રમના ધર્મ તેને પાળતો હોય ત્‍યારે તેને સર્વે લોક ધર્મવાળો જાણે પણ ભગવાન ને ભગવાનના સાધુ તેનો જો દ્રોહ કરતો હોય તો તે સત્‍પુરૂષના દ્રોહનું એવું પાપ લાગે છે જે, વર્ણાશ્રમના ધર્મ પાળ્‍યાનું જે પુન્‍ય તેને બાળીને ભસ્‍મ કરી નાખે છે. માટે સત્‍પુરૂષના દ્રોહનો કરનારો તે તો […] read more
0 Views : 194

વરતાલ ૧૫ : દૈવી આસુરી થયાના હેતુનું

સંવત્ ૧૮૮૨ના પોષ વદિ ૧૧ એકાદશીને  દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદીતકિયા  બિછાવીને વિરાજમાન હતા, અને કીનખાપનો સુરવાલ ને ડગલી પહેર્યાં હતાં અને મસ્‍તક ઉપર મોટા સોનેરી છેડાનું ભારે કસુંબલ શેલું બાંઘ્‍યું હતું અને મોટા મોટા સોનેરી છેડાનું કસુંબલ શેલું ખભા ઉપર  વિરાજમાન હતું, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ  સમસ્‍ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમામાં શોભારામ શાસ્‍ત્રીએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે, તે અનાદિ કાળના છે કે કોઈકને યોગે કરીને થયા છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે, તે પ્રથમ તો પ્રલય કાળે માયાને વિષે લીન થયા હતા, પછી જ્યારે જગતનો સર્ગ થાય છે ત્‍યારે તે બે પ્રકારના જીવ પોતપોતાના ભાવે યુક્ત થકા ઉપજે છે. અને કેટલાક સાધારણ જીવ છે તે તો દૈવી ને આસુરીને સંગે કરીને દૈવી ને આસુરી થાય છે અને કેટલાક દૈવી ને આસુરી જીવ છે, તે તો જેવાં જેવાં કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય છે, તેમાં આસુરભાવને વિષે ને દૈવીભાવને વિષે મુખ્‍ય હેતુ તો સત્‍પુરૂષનો કોપ ને અનુગ્રહ છે, જેમ જયવિજય ભગવાનના પાર્ષદ હતા, તેણે સત્‍પુરૂષ એવા જે સનકાદિક તેનો દ્રોહ કર્યો […] read more
0 Views : 223

વરતાલ ૧૬ : મોટા માણસ સાથે બને નહિ તેનું

સંવત્ ૧૮૮૨ના પોષ વદિ ૧૩ તેરશને  દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદીતકિયા બિછાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્‍ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં વડોદરાના શાસ્‍ત્રી બેઠા હતા તેણે એમ કહ્યું જે, “હે મહારાજ ! તમે જો કોઈક મોટા માણસને ચમત્‍કાર જણાવો તો તેમાંથી ધણો સમાસ થાય.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “મોટા માણસ સાથે અમારે ઝાઝું બને નહિ. શા માટે જે એને રાજ્યનો ને ધનનો મદ હોય, અને અમારે ત્‍યાગનો અને ભકિતનો મદ હોય, માટે કોઈ કેને નમી દે એવું કામ નથી. અને કોઈ મોટા માણસને જો સમાધિ કરાવીએ તો કાંઈક ગામગરાસ આપે તેની અમારા હૃદયમાં લાલચ નથી, કેમ જે ગામગરાસ તો સુખને અર્થે ઈચ્‍છીએ, તે અમારે તો નેત્ર મીંચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ તેમાં જેવું સુખ છે તેવું ચૌદ લોકના રાજ્યને વિષે પણ નથી. અને જો ભગવાનના ભજન જેવું રાજ્યને વિષે સુખ હોય તો સ્વાયંભુવ મનુ આદિક જે મોટા મોટા રાજા તે સર્વે રાજ્ય મુકીને વનમાં  તપ કરવા શા સારૂં જાય ? અને ભગવાનના ભજન જેવું સ્‍ત્રીને વિષે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્‍ત્રીઓને શા સારૂં મુકે અને ભગવાનના ભજનના સુખ આગળ તો ચૌદ લોકનું જે   […] read more
0 Views : 170
Powered By Indic IME