Last Updated:
May 5, 2025

Click here to submit your article
1 પ્રથમ પ્રકરણ
Per Page :

ગઢડા પ્રથમ – ૬૫ : જ્ઞાનશકિત, ક્રિયાશકિત ને ઈચ્છાશકિતનું

ગઢડા પ્રથમ – ૬૫ : જ્ઞાનશકિત, ક્રિયાશકિત ને ઈચ્‍છાશકિતનું સંવત્ ૧૮૭૬ ના ફાગણ વદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને પોઢવાના ઓરડાની ઓસરીએ ગાદીતકીયા નંખાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને શ્રીજીમહારાજ કથા કરાવતા હતા તે સમે મોટા મોટા પરમહંસને પોતાને સમીપ બોલાવ્‍યા, પછી કથાનો અઘ્‍યાય પુરો થયો ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, હવે જેટલા મોટા મોટા સાધુ છો તે પરસ્‍પર પ્રશ્ર્ન ઉત્તર કરો, કેમ જે પ્રશ્ર્ન ઉત્તર કરો ત્‍યારે જેની જેવી બુદ્ધિ હોય તે જાણ્‍યામાં આવે, પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્‍વામીએ પરમાનંદ સ્‍વામીને પ્રશ્ર્ન પુછયો જે, ”આકાશની ઉત્‍પત્તિ અને લય તે કયે પ્રકારે છે ?” ત્‍યારે પરમાનંદ સ્‍વામી એ પ્રશ્ર્નનો ઉત્તર કરવા લાગ્‍યા પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેમ બાળક હોય ને તે જ્યારે પ્રથમ માતાના ઉદરમાં હોય ત્‍યારે તથા તેના જન્‍મ સમયમાં તેને હૃદયાદિક જે ઇન્‍દ્રિયોનાં છિદ્ર તે સૂક્ષ્મ હોય ને પછી જેમ જેમ તે બાળક વૃદ્ધિને પામતો જાય, તેમ તેમ તે છિદ્રની વૃદ્ધિ થતી જાય ને તેમાં આકાશ પણ ઉત્‍પન્ન થતો જણાય અને જ્યારે એ વૃદ્ધ અવસ્‍થાને પામે ત્‍યારે એનાં ઇન્‍દ્રિયોનાં છિદ્ર તે સંકોચને પામતાં જાય ને તેમાં આકાશ પણ લય થતો જણાય, તેમ જ્યારે વિરાટ દેહ ઉપજે ત્‍યારે […] read more
0 Views : 169

ગઢડા પ્રથમ – ૬૬ : શાસ્ત્રના શબ્દછલનું, ચતુર્વ્યૂહની વાતનું

ગઢડા પ્રથમ – ૬૬ : શાસ્ત્રના શબ્‍દછલનું, ચતુર્વ્યૂહની વાતનું સંવત્ ૧૮૭૬ ના ફાગણ વદિ અમાસને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શ્રીમદ્ભાગવતને વિષે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્‍ન અને અનિરુદ્ધ એ ચતુવ્‍ર્યૂહનીજ વાર્તા છે તે કોઇ ઠેકાણે એને સગુણ કરીને કહે છે અને કોઇ ઠેકાણે એને નિર્ગુણ કરીને કહે છે, તે જ્યારે નિર્ગુણ કરીને કહે છે ત્‍યારે વાસુદેવ ભગવાનને કહે છે. અને જ્યારે સગુણ કરીને કહે છે ત્‍યારે સંકર્ષણ, અનિરૂદ્ધ, પ્રદ્યુમ્‍નને કહેછે, માટે જ્યારે નિર્ગુણપણે કહ્યા હોય ત્‍યારે સાંભળનારાની ને વાંચનારાની મતિ ભ્રમિ જાય છે અને એમ જાણે છે જે ‘ભગવાનનો તો આકાર નથી’ તે સમજનારાની અવળી સમજણ છે. અને શાસ્ત્રમાં જે શબ્‍દછળ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી, તે કયા શબ્‍દછળ તો જે ‘ભગવાન અરૂપ છે, જ્યોતિ સ્‍વરૂપ છે, નિર્ગુણ છે ને સર્વત્ર વ્‍યાપક છે.’ એવાં વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે જે, ‘શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ જ કહ્યા છે.’ અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે ‘શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપ […] read more
0 Views : 270

ગઢડા પ્રથમ – ૬૭ : સત્પુરુષના ગુણ આવ્યાનું

ગઢડા પ્રથમ – ૬૭ : સત્‍પુરુષના ગુણ આવ્‍યાનું સંવત્ ૧૮૭૬ ના ચૈત્ર શુદિ ૭ સાતમને દિવસ સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં મુનિને ઉતારે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, “કોઇ પુરૂષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિષે વાસના છે, અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે જે, ‘આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તુટી જાય ને ભગવાનને વિષે પ્રીતિ થાય તો ઘણું સારૂં છે.’ અને જેટલું કાંઇ જતન કરે તે સર્વે દેહને મુકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઇ ક્રિયા કરે જ નહિ, એવા જે પુરૂષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિષે કેમ સમજે તો આવે, ને કેમ સમજે તો ન આવે ?” એ પ્રશ્ર્ન છે. પછી મુકતાનંદ સ્‍વામીએ કહ્યું જે, જેને આલોકના સુખમાં ઇચ્‍છા નથી એવા સત્‍પુરૂષ છે, તેને વિષે દેવની બુદ્ધિ રાખે, અને જે વચન કહે તે સત્‍ય માને, અને તે પ્રમાણે વર્તે તો એ સત્‍પુરૂષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે, અને […] read more
0 Views : 242

ગઢડા પ્રથમ – ૬૮ : અષ્ટ પ્રકારની પ્રતિમામાં અને સંતમાં અખંડ રહ્યાનું

ગઢડા પ્રથમ – ૬૮ : અષ્‍ટ પ્રકારની પ્રતિમામાં અને સંતમાં અખંડ રહ્યાનું સંવત્ ૧૮૭૬ ના ચૈત્ર શુદિ ૯ નવમીને દિવસ સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળું હીરકોરનું ધોતિયું બાંઘ્‍યું હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, અમે એક પ્રશ્ર્ન પુછીએ છીએ. ત્‍યારે મુનિએ કહ્યું જે પુછો, પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “ઓગણતેરા કાળમાં અમને એક મહિના સુધી જ્યારે નિદ્રા આવે ત્‍યારે એમ ભાસતું જે, અમે પુરૂષોત્તમપુરીને વિષે જઇને શ્રીજગન્નાથજીની મૂર્તિને વિષે પ્રવેશ કરીને રહ્યા છીએ, અને તે મૂર્તિ તો કાષ્‍ઠની જણાય પણ તેને નેત્રે કરીને અમે સર્વને દેખતા, અને પૂજારીનો ભકિતભાવ તથા છળકપટ સર્વ દેખતા, અને એવી રીતે આપણા સત્‍સંગમાં જે સમાધિનિષ્‍ઠ પુરૂષ હોય તે પણ સમાધિએ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને, સર્વેને દેખે છે, અને સર્વ શબ્‍દને સાંભળે છે. અને શાસ્ત્રમાં પણ એવાં વચન છે જે ‘શુકજી વૃક્ષમાં રહીને બોલ્‍યા હતા,’ માટે મોટા જે સત્‍પુરૂષ હોય અથવા જે પરમેશ્વર હોય તે જ્યાં ઇચ્‍છા આવે ત્‍યાં પ્રવેશ કરે છે, માટે તે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ અષ્‍ટ પ્રકારની કહી છે, તેમાં […] read more
0 Views : 227

ગઢડા પ્રથમ – ૬૯ : દુષ્ટના અને સાધુના ધર્મનું

ગઢડા પ્રથમ – ૬૯ : દુષ્‍ટના અને સાધુના ધર્મનું સંવત્ ૧૮૭૬ ના ચૈત્ર શુદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીવાસુદેવનારાયણની સંઘ્‍યા આરતી થઇ રહી તે પછી નારાયણ ધુન્‍ય કરીને શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “ધર્મ તે કેનું નામ છે, એનો શાસ્ત્રની રીતે ઉત્તર કરો ? અને જે હિંસક રાજા હતા તે પણ શરણે આવ્‍યો હોય તેને મારતા નહિ, અને મારવા પણ દેતા નહિ, માટે શરણે આવ્‍યો જે જીવ તેને માર્યાનું જેમ પાપ છે તેમ બીજાને માર્યાનું પાપ છે કે નથી ?” પછી એનો ઉત્તર જેમ જેને ભાસ્‍યો તેમ તેણે કરવા માંડયો, પણ શ્રીજી મહારાજે આશંકા કરી એટલે કોઇથી ઉત્તર થયો નહિ, પછી મુનિ સર્વે બોલ્‍યા જે. હે મહારાજ! અમે એ જ તમને પ્રશ્ર્ન પુછીએ છીએ જે, યજ્ઞાદિકને વિષે પશુહિંસા સહિત ધર્મ કહ્યો છે અને અહિંસારૂપ પણ ધર્મ કહ્યો છે, માટે એ જેમ યથાર્થ હોય તેમ કહો ! પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, હિંસા યુક્ત જે ધર્મ તે તો ધર્મ, અર્થ અને કામ પર છે; તે પણ હિંસાના સંકોચને અર્થે કહ્યો છે. અને અહિંસામય જે […] read more
0 Views : 224

ગઢડા પ્રથમ – ૭૦ : કાકાભાઈનું, ચોરને કાંટો વાગ્યાનું

ગઢડા પ્રથમ – ૭૦ : કાકાભાઈનું, ચોરને કાંટો વાગ્યાનું સંવત્ ૧૮૭૬ ના ચૈત્ર શુદિ ૧૫ પૂર્ણિમાને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે હીરકોરનું ધોળું ધોતિયું બાંઘ્‍યું હતું ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને હસ્‍તકમળમાં તુલસીની માળા લઇને ફેરવતા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, મોટા મોટા પરમહંસ માંહોમાંહિ પ્રશ્ર્ન ઉત્તર કરો, તથા કોઇ હરિભક્તને પુછવું હોય તો પરમહંસને પુછો. ત્‍યારે ગામ રોજકાના હરિભક્ત કાકાભાઇએ નિત્‍યાનંદ સ્‍વામીને પ્રશ્ર્ન પુછયો જે “અંતરની માંહીલી કોરે એક કહે છે જે વિષયને ભોગવીએ અને એક તેની ના પાડે છે. તે ના પાડે છે તે કોણ છે, ને હા પાડે છે તે કોણ છે ?” ત્‍યારે નિત્‍યાનંદ સ્‍વામીએ કહ્યું જે ‘ ના પાડે છે તે જીવ છે ને હા પાડે છે તે મન છે, ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે લ્‍યો એ પ્રશ્ર્નનો ઉત્તર અમે કરીએ જે, આ આપણ છીએ તે જે દિવસથી સમજણા થયા અને મા બાપની ઓળખાણ પડી, તે દિવસથી મા બાપે નિશ્વય કરાવ્‍યો જે ‘ આ તારી મા ને આ તારો બાપ ને આ  તારો કાકો ને આ તારો ભાઇ, ને આ તારો મામો ને આ તારી બોન […] read more
0 Views : 287

ગઢડા પ્રથમ – ૭૧ : ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે

ગઢડા પ્રથમ – ૭૧ : ભગવાનનું સ્‍વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે સંવત્ ૧૮૭૬ ના ચૈત્ર વદિ ૪ ચતુર્થીને દિવસ સાંજને સમે શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર મેડીની આગફ્ર ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી ને મુકતાનંદ સ્‍વામી આદિક સાધુ વાજિંત્ર વજાડીને કીર્તન ગાતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “હવે કીર્તન ભકિતની સમાપ્‍તિ કરીને માંહોમાંહી પ્રશ્ર્ન ઉત્તર કરો” પછી સોમલાખાચરે પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાન પોતાના ભક્તના સર્વે અપરાધ માફ કરે છે, પણ એવો કયો અપરાધ છે જે ભગવાન માફ ન કરે ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, બીજા સર્વે અપરાધ ભગવાન માફ કરે છે, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે, એ અપરાધને ભગવાન માફ નાી કરતા. માટે ભગવાનના ભક્તનો કોઇ પ્રકારે દ્રોહ કરવો નહિ. અને વળી ભગવાન!ા સર્વે અપરાધ થકી ભગવાના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે. તે માટે એ અપરાધ તો કયારેય પણ કરવો નહિ. અને એ અપરાધ કરે તો એને પંચ મહાપાપ કરતાં પણ અધિક પાપ લાગે છે. અને ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે તેને જે નિરાકાર સમજવા, એજ ભગવાના આકારનું ખંડન કર્યું કહેવાય છે. અને પુરૂષોત્તમ એવા […] read more
0 Views : 181

ગઢડા પ્રથમ – ૭૨ : મહાત્મ્યે સહિત નિશ્વયનું

ગઢડા પ્રથમ – ૭૨ : મહાત્મ્યે સહિત નિશ્વયનું સંવત્ ૧૮૭૬ ના ચૈત્ર વદિ ૧૧ એકાદશીને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની સમીપે ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ ! કાલને દિવસ તમે દાદાખાચર આગળ બહુ રૂડી વાર્તા કરી હતી, તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઇચ્‍છા છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ‘જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્વય માહાત્‍મ્‍યે સહિત હોય, ને સંતનું ને સત્‍સંગીનું માહાત્‍મ્‍ય ઘણું જાણતો હોય ને તે ભક્તનું કર્મ જો કઠણ હોય, ને કાળ પણ કઠણ હોય, તો પણ તે ભક્તને એવી ભકિતનું અતિશે બળ છે તે કાળ ને કર્મ એ બેય મળીને તેનું ભૂંડું કરી શકતા નથી. અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિષે જો નિષ્‍ઠામાં કાંઇક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાને ઇચ્‍છે તોય પણ રૂડું થતું નથી. અને જે ગરીબને કલપાવે તેનું તો કોઇ રીતે રૂડું થાય જ નહિ. અને મહાભારતમાં ભીષ્મપિતાએ રાજા યુધિષ્‍ઠિરને એમ કહ્યું છે જે, “જો તું ગરીબને કલપાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્‍મ થઇ જઇશ.” માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઇ બીજો હોય. […] read more
0 Views : 257
Powered By Indic IME