Last Updated:
May 5, 2025

Click here to submit your article
વચનામૃતમ્
Per Page :

ગઢડા પ્રથમ – ૨૫ : વીસ કોશના પ્રવાહનું

ગઢડા પ્રથમ – ૨૫ : વીસ કોશના પ્રવાહનું સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૭ સપ્‍તમીને દિવસ પ્રભાત સમે શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિષે પધાર્યા હતા ને ધોળો ખેશ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢયો હતો ને ધોળો ફેંટો બાંઘ્‍યો હતો ને આથમણે પરથારે ઉગમણું મુખારવિંદ કરીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્‍યા જે. “સ્‍વધર્મે યુકત એવો જે ભગવાનનો ભકત તેના અંતરને વિષે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી અને તે પૂર્ણકામપણું તો આત્‍મનિષ્‍ઠા ને ભગવાનના માહાત્‍મ્‍યનું જ્ઞાન તેણે કરીનેજ થાય છે અને એ બેમાં જેટલી ન્‍યૂનતા રહે છે તેટલી પૂર્ણકામ-પણામાં ન્‍યૂનતા રહે છે. માટે એ બે વાનાં તો ભગવાનના ભકતને દઢપણે સાધવાં. અને એ બેમાં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે, અને હમણાં અમે એક હરિભકતને સમાધિ કરાવી હતી, તે તેને તેજ અતિશે દેખાણું તે તેજને જોઇને ચીસ પાડવા માંડી ને કહ્યું જે “હું બળુ છું” માટે સમાધિવાળાને પણ આત્‍મજ્ઞાનનું જરૂર કામ પડે છે, અને પોતાનું સ્‍વરૂપ આત્‍મા ન જાણે ને દેહને માને તો તેને ઘણી કાચ્‍યપ રહી જાય છે, અને અમે તે હરિભકતને સમજાવ્‍યું જે ‘તારૂં સ્‍વરૂપ તો આત્‍મા છે, દેહ નથી ને આ લાડકીબાઇ નામ અને ભાટનો દેહ તે […] read more
0 Views : 190

ગઢડા પ્રથમ – ૨૬ : સાચા રસિક ભકતનું – નિર્ગુણભાવનું

ગઢડા પ્રથમ – ૨૬ : સાચા રસિક ભકતનું – નિર્ગુણભાવનું સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૧૧ એકાદશીને દિવસ બપોરને સમે શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો. તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળો ચોફાળ ઓઢયો હતો તથા બે  કાનને ઉપર ગુલદાવદીનાં મોટાં મોટાં બે પુષ્પ ખોશ્‍યાં હતાં તથા પુષ્પનો તોરો પાધને વિષે ખોશ્‍યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના સત્‍સંગીની સભા ભરાઇને બેઠી હતી ને પરમહંસ તાલ પખાજ લઇને કીર્તન ગાતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “હવે કીર્તન બોલવાં રાખો ને અમે આ એક વાતરૂપ કીર્તન બોલીએ તે સાંભળો.” પછી પરમહંસે કહ્યું જે હે મહારાજ ! બહુ સારૂં તમે વાત કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ભગવાનનાં રસિક કીર્તન ગાતાં ગાતાં જો એક ભગવાનના સ્‍વરૂપમાંજ રસ જણાય તો ઠીક છે અને જો ભગવાનના સ્‍વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો તો એમાં મોટી ખોટ છે, કેમ જે એ ભકતને જેમ ભગવાનના શબ્‍દમાં હેત થાય છે ને તે શબ્‍દમાં રસ જણાય છે તેમજ ગીત વાજિંત્રના શબ્‍દમાં અથવા સ્‍ત્રી આદિકના શબ્‍દમાં રસ જણાય છે ને હેત થાય છે. માટે એ ભકતને અવિવેકી જાણવો. અને ભગવાન અથવા ભગવાનના સંત તેનાં જે વચન તેને વિષે જેવો રસ જણાય છે તેવો […] read more
0 Views : 298

ગઢડા પ્રથમ – ૨૭ : ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું

ગઢડા પ્રથમ – ૨૭ : ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજીમહારાજ દિવસ ઉગ્‍યા પહેલાં શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિષે પધાર્યા હતા ને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો તથા ધોળો ચોફાળ ઓઢયો હતો તથા ખેશ પહેર્યો હતો ને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ અર્ધધડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામું જોઇ રહ્યા અને પછી બોલ્‍યા જે, “પરમેશ્વરને ભજવાની તો સર્વેને ઇચ્‍છા છે પણ સમજણમાં ફેર રહે છે, માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વે પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે, જે એમ સમજતો હોય જે ‘આ પૃથ્‍વી જેની રાખી સ્‍થ્‍િાર રહી છે ને ડોલાવી ડોલે છે તથા આ તારામંડળ જેનું રાખ્‍યું અધર રહ્યું છે તથા જેના વરસાવ્‍યા મેધ વષર્ે છે તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્‍તપણાને પામે છે તથા ચંદ્રમાની કળા વધે ધટે છે તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્‍પન્ન થાય છે અને તેને હાથ, પગ, નાક, કાન, એ આદિક દશ ઇન્‍દ્રિયો થઇ આવે છે તથા આકાશને વિષે અધર જળ રાખી મૂકયું છે અને તેમાં ગાજવીજ થાય છે એવાં અનંત આશ્વર્ય છે, તે સર્વે […] read more
0 Views : 219

ગઢડા પ્રથમ – ૨૮ : અર્ધબળ્યા કાષ્ટનું – વધવા ઘટવાનું

ગઢડા પ્રથમ – ૨૮ : અર્ધબળ્‍યા કાષ્‍ટનું – વધવા ઘટવાનું સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુને જમવાની પંકિત થઇ હતી. તે સમે શ્રીજી મહારાજ બોલ્‍યા જે ” જે સત્‍સંગી સત્‍સંગમાંથી પાછો પડવાનો હોય, તેને અસદ્વાસનાની વૃદ્ધિ થાય છે ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્‍સંગી માત્રનો અવગુણ આવે છે ને પોતાના હૈયામાં એમ જાણે જે ‘સર્વે સત્‍સંગી અણસમજુ છે ને હું સમજુ છું ‘ એમ સર્વેથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મુંઝાયા કરે અને દિવસમાં કોઇ ઠેકાણે સુખે કરીને બેસે નહિ, અને રાત્રિમાં સુવે તો નિદ્રા પણ આવે નહિ અને ક્રોધ તો કયારેય મટેજ નહિ અને અર્ધબળેલા કાષ્‍ટની પેઠે ધુંધવાયા કરે. એવું જેને વર્તે ત્‍યારે તેને એમ જાણીએ જે ‘એ સત્‍સંગમાંથી પડવાનો થયો છે.’ અને એવો હોય અને તે જેટલા દિવસ સત્‍સંગમાં રહે પણ તેને હૈયામાં કોઇ દિવસ સુખ આવે નહિ અને અંતે પાછો પડી જાય છે. અને સત્‍સંગમાં જેને વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે ત્‍યારે તેને દિવસે દિવસે સત્‍સંગી માત્રનો હૈયામાં ગુણજ આવે અને સર્વે હરિભકતને મોટા સમજે અને પોતાને ન્‍યૂન […] read more
0 Views : 252

ગઢડા પ્રથમ – ૨૯ : ધર્માદિકનું બળ વૃદ્ધિ પામ્યાનું – પ્રારબ્ધ, કૃપા અને પુરુષપ્રયત્નનું

ગઢડા પ્રથમ – ૨૯ : ધર્માદિકનું બળ વૃદ્ધિ પામ્‍યાનું – પ્રારબ્‍ધ, કૃપા અને પુરુષપ્રયત્‍નનું સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૧૫ પુનમને દિવસ સાંજને સમે શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેશ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો. ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને પાધને વિષે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો અને પોતાના  મુખારવિંદની આગળ સાધુ  તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “પ્રશ્ર્ન પુછો,” ત્‍યારે ગોપાળાનંદ સ્‍વામીએ પુછયું જે “ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય સહિત જે ભકિત તેનું બળ વૃદ્ધિને કેમ પામે ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એના ઉપાય ચાર છે, એક તો પવિત્ર દેશ, બીજો રુડો કાળ, ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સત્‍પુરૂષનો સંગ, તેમાં ક્રિયાનું સમર્થપણું તો થોડું છે, ને દેશકાળ ને સંગનું કારણ વિશેષ છે, કેમજે, જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય અને તમ જેવા સંતનો સંગ હોય ત્‍યાં ક્રિયા રૂડી જ થાય અને જો સિંધ જેવો ભૂંડો દેશ હોય તથા ભૂંડો કાળ હોય તથા પાતર્યું ને ભડવા અથવા દારૂ માંસના ભક્ષણ કરનારા તેનો સંગ થાય તો ક્રિયા પણ ભૂંડીજ થાય. માટે પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડો કાળ વર્તતો હોય ત્‍યાંથી આધું પાછું ખસી નીસરવું અને સંગ […] read more
0 Views : 217

ગઢડા પ્રથમ – ૩૦ : ઘાટના ડંસ બેઠાનું

ગઢડા પ્રથમ – ૩૦ : ઘાટના ડંસ બેઠાનું સંવત્ ૧૮૭૬ ના પોષ વદિ ૧ પડવાને દિવસ સાંજને સમે શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની હારે ઉત્તરાદે બાર ઓરડો છે તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનને વિષે ધોળા પુષ્પના ગુચ્‍છ ખોશ્‍યા હતા ને પાઘને વિષે ધોળા પુષ્પના તોરા લટકતા હતા ને ધોળા પુષ્પના બેરખા પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી અને મુનિમંડળ કીર્તન ગાતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “હવે તો પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્‍યારે શ્રીજીમહારાજ પ્રત્‍યે દીનાનાથ ભટ્ટે પુછયું જે, “હે મહારાજ ! કોઇ સમેતો હજારો ઘાટ થાય પણ તેનો મનને વિષે ડંસ બેસે નહિ અને કોઇક સમે તો અલ્‍પ ઘાટ થાય તેનો પણ મનને વિષે ડંસ બેસે છે તેનું કારણ શું છે ? અને ભગવાનના ભકતને એ મનના ઘાટની નિવૃત્તિ થયાનો ઉપાય શો છે ? ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એનું  કારણ તો ગુણ છે, તે જ્યારે તમોગુણ પ્રધાન હોય ને તેમાં ઘાટ થાય ત્‍યારે સુષુપ્‍તિ સરખી અવસ્‍થા રહેતી હોય માટે તેમાં ઘાટનો ડંસ બેસે નહિ અને જ્યારે સત્ત્વગુણ વર્તતો હોય ત્‍યારે પ્રકાશ જેવું […] read more
0 Views : 199

ગઢડા પ્રથમ – ૩૧ : નિશ્વય વડે મોટયપનું

ગઢડા પ્રથમ – ૩૧ : નિશ્વય વડે મોટયપનું સંવત્ ૧૮૭૬ ના પોષ વદિ ૨ બીજને દિવસ સાંજને સમે શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદીતકીયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં. તે સમે યોગાનંદમુનિએ પ્રશ્ર્ન પુછયો જે “હે મહારાજ ! ભગવાનના ભકત બે હોય, તેમાં એક તો નિવૃતિ પકડીને બેસી રહે ને કોઇને વચને કરી દુ:ખવે નહિ અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન વસ્ત્ર પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે પણ વચને કરીને કોઇને દુ:ખવાય ખરૂં, એવી રીતના બે ભકત તેમાં કયો શ્રેષ્‍ઠ છે ?” પછી શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો નહિ અને મુકતાનંદ સ્‍વામી તથા બ્રહ્માનંદ સ્‍વામીને તેડાવીને એ પ્રશ્ર્ન સંભળાવ્‍યો ને પછી કહ્યું જે, “એનો ઉત્તર તમે કરો” ત્‍યારે એ બે જણે ઉત્તર કર્યો જે, “વચને કરીને કોઇને દુ:ખવે છે પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્‍ઠ છે, અને નિવૃત્તિને વિષે રહે છે ને કોઇને દુ:ખવતો નથી ને તેથી ભગવાનની તથા સંતની કાંઇ સેવા થતી નથી તેને અસમર્થ સરખો જાણવો અને જે સેવા ચાકરી કરે તેને તો ભકિતવાળો કહીએ, તે ભકિતવાળો શ્રેષ્‍ઠ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એ ઉત્તર ઠીક કર્યો. અને એવી ભકિતવાળો હોય ને ભગવાનના વચનમાં દૃઢપણે રહ્યો હોય ને તેને વિષે કાંઇક […] read more
0 Views : 222

ગઢડા પ્રથમ – ૩૨ : માળા અને ખીલાનું

ગઢડા પ્રથમ – ૩૨ : માળા અને ખીલાનું સંવત્ ૧૮૭૬ના પોષ વદિ ૩ ત્રીજને દિવસ પ્રભાત સમે શ્રીગઢડા મઘ્‍યે શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને લલાટને વિષે કેસરની આડય કરી હતી ને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો ને પાઘને વિષે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, ને મુનિ કીર્તન ગાવતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “સાંભળો એક પ્રશ્ર્ન કરીએ” ત્‍યારે મુનિ તથા હરિભકતે કહ્યું જે “હે મહારાજ ! પુછો.” પછી શ્રીજીમહારાજ ઘણિક વાર સુધી વિચારીને બોલ્‍યા જે, “આ સંસારમાં જે વિષયી જીવ હોય તે પંચ વિષય વિના રહી શકે નહિ, તે જેમ એ વિમુખ જીવને પંચ વિષય છે તેમ હરિજનને પણ પંચ વિષય છે પણ તેમાં ભેદ છે. તે ભેદ કેમ છે ? તો વિષયી જીવ તો ભગવાન વિના અન્‍ય જે ગ્રામ્‍ય વિષય તેને ભોગવે છે અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તેજ શ્રોત્રનો વિષય છે અને ભગવાનના ચરણારવિંદનો સ્‍પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્‍પર્શ કરવો તે ત્‍વચાનો વિષય છે અને ભગવાનનાં અથવા સંત તેનાં દર્શન કરવાં તે નેત્રનો વિષય છે અને ભગવાનનો […] read more
0 Views : 210
Powered By Indic IME