Last Updated:
May 5, 2025

Click here to submit your article
વચનામૃતમ્
Per Page :

ગઢડા અંત્ય ૧૨ : કરામતનું

સંવત્ ૧૮૮૪ના અષાઢ વદિ ૮ અષ્‍ટમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેડીના ગોખને વિષે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હવા જે, ”જેને પોતાનું કલ્‍યાણ ઇચ્‍છવું તેને કોઇ પ્રકારનું માન રાખવું નહિ જે, હું ઉચ્‍ચકુળમાં જન્‍મ પામ્‍યો છું, કે હું ધનાઢય છું, કે હું રૂપવાન છું, કે હું પંડિત છું.” એવું કોઇ પ્રકારનું મનમાં માન રાખવું નહિ અને ગરીબ સત્‍સંગી હોય તેના પણ દાસાનુદાસ થઇ રહેવું. અને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્‍યો હોય ને તે સત્‍સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો, જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડે તેને પણ હડકવા હાલે તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્‍યો હોય તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. અને વળી જેમ ક્ષયરોગ થયો હોય તે કોઇ ઔષધે કરીને મટે જ નહિ. તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્‍યો હોય તેના હૃદયમાંથી કયારેય આસુરી મતિ ટળે નહિ. અને અનંત બ્રહ્મહત્‍યા કરી હોય ને અનંત બાળહત્‍યા કરી હોય ને અનંત સ્‍ત્રી હત્‍યા […] read more
0 Views : 212

ગઢડા અંત્ય ૧૩ : દેશકાળે એકાંતિક ધર્મ રહ્યાનું

સંવત્ ૧૮૮૪ના અષાઢ વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, ને પાઘને વિષે તોરા વિરાજમાન હતા. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને આગળ મુનિમંડળ દુકડ સરોદા લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “કીર્તન રાખો, હવે ભગવદ્ વાર્તા કરીએ.” એમ કહીને શ્રીજી મહારાજે મુનિમંડળ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, “જીવનો દેહ છે તે તો પૂર્વકર્મને આધિન છે તેનો એક નિર્ધાર રહેતો નથી. તે કયારેક સાજો રહે ને કયારેક કર્માધિનપણે કરીને માંદો થઈ જાય, ને કયારેક સ્‍વતન્‍ત્ર વર્તતો હોય ને કયારેક પરાધિનપણે થઈ જાય અને ધાર્યું હોય તે ઠેકાણે રહેવાય કે ન જ રહેવાય. અને કયારેક હરિભક્તના મંડળમાં રહેતા હોઈએ ને કર્મ કે કાળને યોગે કરીને નોખા પડી ગયા ને એકલા જ રહી જવાય, ત્‍યારે જે જે નિયમ રાખવાની દ્રઢતા હોય તેનો કાંઈ મેળ રહેજ નહિ. અથવા ઈંગ્રેજ જેવો કોઈક રાજા હોય ને તેણે કયાંઈક પરવશ રાખ્‍યા અથવા પોતાનાં મન ને ઈન્‍દ્રિયો તે ઈંગ્રેજ જેવાં જ છે તેણે જ પરવશ રાખ્‍યા, ત્‍યારે જે સંતના મંડળમાં રહેવું ને સત્‍સંગની મર્યાદા પાળવી તેનો કાંઈ મેળ રહે નહિ. અને શાસ્ત્રમાં તો […] read more
0 Views : 226

ગઢડા અંત્ય ૧૪ : કાયસ્થના અવિવેકનું – લંબકરણનું

સંવત્ ૧૮૮૪ના અષાઢ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર એારડાની ઓસરીએ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. ને મસ્‍તક ઉપર પાઘમાં પુષ્પના તોરા ઝુકી રહ્યા હતા, ને કંઠને વિષે પુષ્પના હાર પહેર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને મુનિમંડળ કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું જે, “કીર્તન ભકિતની સમાપ્‍તિ કરો ને પ્રશ્ર્ન ઉત્તર કરીએ.” પછી મુકતાનંદ સ્વામીએ હાથ જોડીને પુછયું જે, “હે મહારાજ! પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્‍તુ નથી, તો પણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દ્રઢ પ્રીતિ થતી નથી ? એ પ્રશ્ર્ન છે,” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “એને વિવેક નથી, જો વિવેક હોય તો એમ વિચાર થાય જે, “મારે તો બ્રહ્મચર્ય વ્રત છે તો પણ સ્‍ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી. તે એ બહુ ખોટું છે. અને તે સ્‍ત્રીનું સુખ તો ચોરાશી લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્‍મ ધર્યા ત્‍યાં ત્‍યાં સર્વત્ર પ્રાપ્‍ત થયું છે, તે પણ મનુષ્ય દેહથી અધિક પ્રાપ્‍ત થયું છે. કેમ જે એ જીવ બકરો થયો હશે ત્‍યારે હજાર બકરીયોને પોતે એકલો ભોગવતો હશે. અને જ્યારે ધોડો કે પાડો કે સાંઢ કે બુઢિયો વાનરો ઈત્‍યાદિક પશુના દેહને પામ્‍યો હશે ત્‍યારે તેને વિષે પોતપોતાની જાતિની […] read more
0 Views : 222

ગઢડા અંત્ય ૧૫ : પાટો ગોઠયાનું

સંવત્ ૧૮૮૪ના અષાઢ વદિ ૧૩ તેરસને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેડીના ગોખ ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે  મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુકતાનંદસ્વામીને શ્રીજીમહારાજે કહ્યું જે, “આજ તો અમે અમારા રસોયા હરિભક્તની આગળ બહુ વાત કરી,” ત્‍યારે મુકતાનંદ સ્વામી બોલ્‍યા જે, “હે મહારાજ ! કેવી રીતે વાત કરી ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “વાત તો એમ કરી જે, ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાનની માનસી પૂજા કરવા બેસે તથા ભગવાનનું ઘ્‍યાન કરવા બેસે તે સમે એનો જીવ પ્રથમ જે જે ભૂંડા દેશ કાળાદિકને યોગે કરીને પંચવિષય થકી પરાભવ પામ્‍યો હોય અથવા કામ, ક્રોધ, લોભાદિકને યોગે કરીને પરાભવ પામ્‍યો હોય, તે સર્વની એને સ્‍મૃતિ થઈ આવે છે.  જેમ કોઈ શૂરવીર પુરુષ હોય ને સંગ્રામમાં જઈને ધાયે આવ્‍યો હોય, ને તે ધાયલ થઈને પાછો ખાટલામાં આવીને સુવે, પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહિ ત્‍યાં સુધી ધાની વેદના ટળે નહિ ને નિદ્રા પણ આવે નહિ. અને જ્યારે પાટો ગોઠે ત્‍યારે ધાની પીડા ટળી જાય ને નિદ્રા પણ આવે; તેમ ભૂંડા દેશ, કાળ, સંગ અને ક્રિયા, તેને યોગે કરીને જીવને પંચ વિષયના જે ધા લાગ્‍યા છે […] read more
0 Views : 194

ગઢડા અંત્ય ૧૬ : પતિવ્રતાની ટેકનું

સંવત્ ૧૮૮૪ના અષાઢ વદિ અમાવાસ્‍યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, તથા પાઘમાં તોરા અતિશય શોભાયમાન ઝુકી રહ્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “મુનિમંડળ સમસ્‍ત તથા ગૃહસ્‍થ હરિભક્ત સમસ્‍ત પ્રત્‍યે અમે પ્રશ્ર્ન પુછીએ છીએ, તે જેથી ઉત્તર થાય તે કરજો, તે પ્રશ્ર્ન એ છે જે, ‘ભગવાનનો ભક્ત હોય તેને અવગુણ-વાળાનો ત્‍યાગ કરતાં કાંઈ વાર લાગે નહિ; પણ જેમાં અતિશય રૂડા ગુણ હોય તેનો કેવી રીતે ત્‍યાગ થાય, અને જેમાં રૂડા ગુણ હોય તે તો પોતાના સંબંધી હોય અથવા બીજા કોઈક હોય પણ ગુણવાન સંધાથે સહજે જ પ્રીતિ થાય, ને તે ગુણને યોગે કરીને જે પ્રીતિ થઈ હોય તે ટાળી ટળે જ નહિ; માટે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે ગમે તેવો ગુણવાન હોય તેને સંધાથે પ્રીતિ જ ન થાય એવો શો ઉપાય છે? એ પ્રશ્ર્ન છે.”પછી મોટા મોટા સંત તેમણે જેવો ભાસ્‍યો તેવો ઉત્તર કર્યો પણ શ્રીજી મહારાજના પ્રશ્ર્નનું સમાધાન થયું નહિ, પછી શ્રીજી મહારાજે કહ્યું જે, લ્‍યો અમે ઉત્તર કરીએ. એનો ઉતર એ છે જે જેમ પતિવ્રતા સ્‍ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ […] read more
0 Views : 219

ગઢડા અંત્ય ૧૭ : ભરતજીના આખ્યાનનું

સંવત્ ૧૮૮૪ના શ્રાવણ શુદિ ૬ છઠને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે પુષ્પનો હાર પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “શ્રીમદ્ભાગવતમાં જેવું ભરતજીનું આખ્‍યાન ચમત્‍કારી છે તેવી તો કોઈ કથા ચમત્‍કારી નથી. કેમ જે, ભરતજીતો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, ને ભગવાનને અર્થે સમગ્ર પૃથ્‍વીનું રાજ્ય ત્‍યાગ કરીને વનમાં ગયા હતા. અને ત્‍યાં ભગવાનનું ભજન કરતાં થકાં મૃગલીના બચ્‍ચાને વિષે પોતાને હેત થયું ત્‍યારે તે મૃગને આકારે પોતાના મનની વૃત્તિ થઈ ગઈ. પછી એવા મોટા હતા તો પણ તે પાપે કરીને મૃગનો અવતાર આવ્‍યો. માટે અનંત પ્રકારનાં પાપ છે પણ તે સર્વે પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. માટે જે સમજું  હોય ને તે જો એ ભરતજીની વાત વિચારે તો અંતરમાં અતિ બીક લાગે જે, ‘રખે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય.’ એવી રીતની અતિશય બીક લાગે. અને ભરતજી જ્યારે મૃગના દેહનો ત્‍યાગ કરીને બ્રાહ્મણને ઘેર અવતર્યા, ત્‍યારે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય તેની બીકે કરીને સંસારના વ્‍યવહારમાં ચિત્ત દીધું જ નહિ, ને જાણીને ગાંડાની પેઠે વર્ત્યા અને જે પ્રકારે […] read more
0 Views : 247

ગઢડા અંત્ય ૧૮ : વાસના જીર્ણ થયાનું

સંવત્ ૧૮૮૪ના શ્રાવણ વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે પુષ્પના હાર પહેર્યા હતા, ને પાઘને વિષે પુષ્પના તોરા લટકી રહ્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજના ભત્રીજા જે રધુવીરજી તેમણે પ્રશ્ર્ન પુછયો જે, “જેવી જાગ્રત અવસ્‍થાને વિષે જીવની સ્‍થ્‍િાતિ છે તેવી સ્‍વપ્ન અવસ્‍થાને વિષે કેમ રહેતી નથી ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જીવ જેવો જાગ્રત અવસ્‍થામાં રહે છે તેવો જ સ્‍વપ્ન અવસ્‍થાને વિષે રહે છે. કેમજે, જાગ્રત અવસ્‍થામાં જેવી વાસના હોય તેવી જ સ્‍વપ્ન અવસ્‍થામાં સ્‍ફુરે છે. ” પછી નિર્લોભાનંદસ્વામીએ પુછયું જે, “હે મહારાજ ! જાગ્રત અવસ્‍થામાં તો કોઈ દિવસ દીઠાંય ન હોય ને સાંભળ્‍યાં પણ ન હોય તેવાં તેવાં પદાર્થ સ્‍વપ્નમાં સ્‍ફુરી આવે છે તેનું શું કારણ હશે ? પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “ન દીઠાં હોય ને ન સાંભળ્‍યાં હોય એવાં જે પદાર્થ સ્‍ફુરે છે. તે તો પૂર્વ જન્‍મનાં જે કર્મ તેની વાસનાએ કરીને સ્‍ફુરે છે.” વળી અખંડાનંદ સ્વામીએ પુછયું જે, “હે મહારાજ ! આ જીવને પૂર્વજન્‍મનાં જે કર્મ તે કર્મનું જોર ભગવાનનો ભક્ત થાય તો પણ કયાં સુધી રહે છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એ જીવને […] read more
0 Views : 276

ગઢડા અંત્ય ૧૯ : ત્યાગીનાં બે કુલક્ષણનું

સંવત્ ૧૮૮૪ના શ્રાવણ વદિ ૧૩ તેરસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે  દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદીતકીયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે મોગરાના ને કણર્િકારના પુષ્પના હાર વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જ, “જેણે સંસારનો ત્‍યાગ કર્યો હોય એવા જે હરિભક્ત તેને બે કુલક્ષણ છે, તે આ સત્‍સંગને વિષે શોભવા દેતાં નથી. તેમાં એક તો કામના અને બીજી પોતાના કુંટુંબીને વિષે પ્રીતિ, અને એ બે કુલક્ષણ જેમાં હોય તે તો અમને પશુ જેવો જણાય છે. તેમાં પણ જેને પોતાના સંબંધીમાં વધુ હેત હોય તેનો તો અમારે અતિશય અવગુણ આવે છે. માટે જેણે સંસાર ત્‍યાગ કર્યો હોય તેને તો લેશમાત્ર પણ પોતાના સંબંધી સાથે હેત ન રાખવું જોઈએ. શા માટે જે પંચમહાપાપ છે તે થકી પણ દેહના સંબંધીમાં હેત રાખવું તે વધુ પાપ છે. માટે જે ભગવાનનો ત્‍યાગી ભક્ત હોય તેને તો આ દેહ થકી ને દેહના સંબંધી થકી પોતાનો ચૈતન્‍ય જુદો જાણ્‍યો જોઈએ જે, ‘હું તો આત્‍મા છું, અને મારે કોઈ સાથે લેશમાત્ર સંબંધ નથી.’ અને દેહનાં સંબંધી છે તે તો ચોરાસી લાખ જાતની હારે ગણ્‍યાં જોઈએ, અને તે સંબંધીને સત્‍સંગી જાણીને તેનું માહાત્‍મ્‍ય સમજવા […] read more
0 Views : 219
Powered By Indic IME