Last Updated:
May 5, 2025

Click here to submit your article
વચનામૃતમ્
Per Page :

ગઢડા પ્રથમ – ૭૩ : કામ જીત્યાનું, નિર્વાસનિક થયાનું

ગઢડા પ્રથમ – ૭૩ : કામ જીત્‍યાનું, નિર્વાસનિક થયાનું સંવત્ ૧૮૭૬ ના ચૈત્ર વદિ ૩૦ અમાસને દિવસ રાત્રિને સમે સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએે વિરાજમાન હતા ને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી તથા શ્વેત ફેંટો મસ્‍તક ઉપર બાંઘ્‍યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુકતાનંદ સ્‍વામી આદિક મોટેરા સાધુ ચાર તથા પચાસને આશરે હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી ગોપાળાનંદસ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”કામનું શું રૂપ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ‘વીર્ય એજ કામનું રૂપ છે’ પછી આશંકા કરી જે, “વીર્ય તો સાત ધાતુ માંહિલો એક ધાતુ છે, માટે એ જ કામનું રૂપ કેમ કહેવાય ? અને તે વીર્યની ઉત્‍પત્તિ શાણે કરીને છે. ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, મનોવહા નામે નાડીને વિષે મન રહ્યું છે, તે મનને વિષે જ્યારે સ્‍ત્રી સંબંધી સંકલ્‍પ થાય છે ત્‍યારે, જેમ દહીં હોય તે રવાઇએ કરીને મથાય ત્‍યારે ધી હોય તે સર્વ ઉપર તરી આવે છે, તેમ સ્‍ત્રી સંબંધી સંકલ્‍પે કરીને વીર્ય જે તે શરીરમાંથી મથાઇને મનોવહા નાડીને વિષે ભેળું થઇને શિશ્ર્ન દ્વારે આવે છે અને જેને વીર્ય શિશ્ર્ન દ્વારે ન આવે તે ઉઘ્‍ર્વરેતા પુરૂષ કહેવાય અને તે નૈષ્‍ઠિક બ્રહ્મચારી કહેવાય અને શ્રીકૃષ્ણભગવાને રાસક્રીડાને વિષે સ્‍ત્રીઓનો સંગ કરીને પણ વીર્યપાત થવા દીધો નહિ, […] read more
0 Views : 320

ગઢડા પ્રથમ – ૭૪ : સમજણ આપત્કાળે કળાય છે

ગઢડા પ્રથમ – ૭૪ : સમજણ આપત્‍કાળે કળાય છે સંવત્ ૧૮૭૬ ના વૈશાખ સુદિ ૧૧ એકાદશીને દિવસ સવારમાં સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો બિછાવ્‍યો હતો તે ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ”જેને જેટલો વૈરાગ્‍ય હોય અને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઇક વિષય ભોગની પ્રાપ્‍તિ થાય અથવા જ્યારે કોઇક આપત્‍કાળ આવી પડે ત્‍યારે કળાય પણ તે વિના કળાય નહિ. અને ઝાઝી સંપત કે આપત આવે એની વાત શી કહેવી ? પણ આ દાદાખાચરને થોડું જ આપત્‍કાળ જેવું આવ્‍યું હતું તેમાં પણ જેનું અંત:કરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે.” પછી મુકતાનંદ સ્‍વામી બોલ્‍યા જે, ભગવાનના ભક્તનો પક્ષ તો હૈયામાં રહે છે ખરો, તે પણ સમજીને રહે છે જે, જો સત્‍સંગનું ઉત્‍કૃષ્‍ટપણું હોય તો ઘણા જીવોને સમાસ થાય, અને જ્યારે કાંઇ સત્‍સંગનું અપમાન જેવું હોય ત્‍યારે કોઇ જીવને સમાસ થાય નહિ, એટલા માટે હર્ષ શોક જેવું થઇ આવે છે. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, આપણે તો શ્રીકૃષ્ણ નારાયણના દાસ છીએ, તે શ્રીકૃષ્ણ નારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું, અને એ શ્રીકૃષ્ણભગવાનની ઇચ્‍છા હશે તો સત્‍સંગની વૃદ્ધિ થશે, […] read more
0 Views : 193

ગઢડા પ્રથમ – ૭૫ : એકોતેર પરિયાં તર્યાનું

ગઢડા પ્રથમ – ૭૫ : એકોતેર પરિયાં તર્યાનું સંવત્ ૧૮૭૬ ના  વૈશાખ વદિ એકાદશીને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પીળા પુષ્પના હાર કંઠને વિષે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી સુરાખાચરે પ્રશ્ર્ન પુછયો જે, “જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તો તેનાં ઇકોતેર પરિયાનો ઉદ્ધાર થાય છે” એમ કહ્યું છે. અને તેના ગોત્રમાં કેટલાક તો સંતના ને ભગવાનના દ્વેષી પણ હોય, ત્‍યારે તેનો કેવી રીતે ઉદ્ધાર થાય છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જેમ કર્દમ ઋષિનો દેવહૂતિએ પતિબુદ્ધિએ કરીને પ્રસંગ કર્યો હતો, તો પણ કર્દમ ઋષિને વિષે સ્‍નેહ હતો તો એનો ઉદ્ધાર થયો, અને માંધાતા રાજાની દીકરીઓ પચાસ તે સૌભરી ઋષિનું રૂપ જોઇને વરીયો, તેને કામનાએ કરીને સૌભરીને વિષે હેત હતું, તો તે સર્વેનું કલ્‍યાણ ઋષિના જેવું થયું, માટે જેના કુળમાં ભક્ત થયો હોય અને તેના કુટુંબી સર્વે એમ માને જે ‘આપણું મોટું ભાગ્‍ય છે, જે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે.’ એવી રીતે ભક્તનું માહાત્‍મ્‍ય સમજીને હેત રાખે તો તે સર્વે કુટુંબીનું કલ્‍યાણ થાય, અને મરીને પિત્રિ જે સ્‍વર્ગમાં ગયા હોય તે પણ જો એમ જાણે […] read more
0 Views : 243

ગઢડા પ્રથમ – ૭૬ : ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટીને માનીનું

ગઢડા પ્રથમ – ૭૬ : ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટીને માનીનું સંવત્ ૧૮૭૬ના  પ્રથમ જ્યેષ્‍ઠ સુદિ ૧૧ એકાદશીને દિવસ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા. તેમની આગળ શ્રીજી મહારાજે વાર્તા કરી જે, ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની એ ચાર પ્રકારનાં જે મનુષ્ય તે હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહિ અને ક્રોધ ને ઈર્ષ્યા એ બેય માનને આસરે રહે છે, અને કામીનો તો અમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી જે ‘એ સત્‍સંગી છે’ અને કામી તો સત્‍સંગમાં હોય તોય વિમુખ જેવો છે અને જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ, તોપણ કોઈ રીતે દેહ પયર્ંત મુઝાય નહિ, એવો હોય તે પાકો સત્‍સંગી છે, અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે, અને એવા ગુણ ન હોય તો હેત કરવા જાઈએ તોય પણ હેત થાય નહિ. અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે, જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભકિત હોય તે ઉપર જ હેત થાય છે. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૭૬|| read more
0 Views : 204

ગઢડા પ્રથમ – ૭૭ : જ્ઞાનને ઓથ્યે ધર્મ ખોટા ન કરવાનું

ગઢડા પ્રથમ – ૭૭ : જ્ઞાનને ઓથ્‍યે ધર્મ ખોટા ન કરવાનું સંવત્ ૧૮૭૬ના  દ્વિતીય જ્યેષ્‍ઠ વદિ ૩૦ અમાવાસ્‍યાને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલીયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને મુનિ માંહોમાંહી પ્રશ્ર્ન ઉત્તર કરતા હતા, પછી એક મુનિએ અણસમજણે કરીને ભગવાનના નિશ્વયનું બળ લઈને ધર્મને ખોટા જેવા કરવા માંડયા, પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ભગવાનના જ્ઞાનનો ઓથ લઈને જે ધર્મને ખોટા કરી નાખે તેને અસુર જાણવો, અને ભગવાનના સ્‍વરૂપમાં તો એવા કલ્‍યાણકારી અનંત ગુણ રહ્યા છે તે શ્રીમદ્ભાગવતને વિષે પ્રથમ સ્‍કંધમાં પૃથ્‍વીએ ધર્મ પ્રત્‍યે કહ્યા છે, માટે જેને ભગવાનનો આશરો હોય તેમાં તો ભગવાનના કલ્‍યાણકારી ગુણ આવે છે અને જેને ભગવાનના સ્‍વરૂપનો નિશ્વય હોય, તેમાં એકાદશ સ્‍કંધમાં કહ્યાં એવાં જે સાધુનાં ત્રીસ લક્ષણ તે આવે છે, માટે જેમાં ત્રીસ લક્ષણ સંતનાં ન હોય, તેને પુરો સાધુ ન જાણવો અને જેને ભગવાનનો નિશ્વય હોય તેના હૈયામાં તો પ્રભુના કલ્‍યાણકારી ગુણ જરૂર આવે અને જ્યારે પ્રભુના ગુણ સંતમાં આવે, ત્‍યારે તે સાધુ ત્રીશ લક્ષણે યુક્ત હોય, માટે આજથી જે કોઈ પંચ વર્તમાનરૂપ જે ધર્મ, તેને મુકીને જ્ઞાનનું કે ભકિતનું બળ લેશે, તે […] read more
0 Views : 185

ગઢડા પ્રથમ – ૭૮. દેશકાળાદિકના પ્રધાનપણાનું

૭૮. દેશકાળાદિકના પ્રધાનપણાનું સંવત્ ૧૮૭૭ના અષાઢ સુદિ ૩ ત્રીજને દિવસ સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ આથમણે બારણે ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને  શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બિરાજમાન હતી ને કંઠને વિષે શ્વેત પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, સર્વે સંત સાંભળો. એક પ્રશ્ર્ન પુછીએ છીએ, પછી સંતે કહ્યું જે, પુછો મહારાજ ! પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે ”દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દેવતાનું ઘ્‍યાન, દીક્ષા અને શાસ્ત્ર એ આઠ સારાં હોય, તો પુરૂષની બુદ્ધિ નિર્મળ થાય છે અને એ આઠ ભૂંડાં હોય તો પુરૂષની બુદ્ધિ ભ્રષ્‍ટ થાય છે. માટે એ આઠેમાં પૂર્વ સંસ્‍કાર કર્મનું કાંઈ જોર છે કે નથી ?” પછી મુનિ બોલ્‍યા જે પૂર્વ કર્મનું જોર જણાય છે તો ખરૂં, જો સારાં પૂર્વ કર્મ હોય તો પવિત્ર દેશને વિષે જન્‍મ આવે અને ભૂંડાં પૂર્વ કર્મ હોય તો ભૂંડા દેશને વિષે જન્‍મ આવે. તેમજ દેશ કાળાદિક સાત છે તેમાંથી પણ જેવાં પૂર્વ કર્મ હોય તેવાનો યોગ બને છે, માટે સર્વેમાં પૂર્વ કર્મનું પ્રધાનપણું જણાય છે અને દેશકાળાદિક જે આઠ તેનું તો કોઈક ઠેકાણે પ્રધાનપણું હોય ને પૂર્વ કર્મનું તો સર્વે […] read more
0 Views : 238

સારંગપુર ૧ : મન જીત્યાનું

સંવત્ ૧૮૭૭ ના શ્રાવણ વદિ ૫ પંચમીને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે ‘જિતં જગત્ કેન મનો હિ યેન’ એ શ્લોકમાં એમ કહ્યું છે જે, ” જેણે પોતાનું મન જીત્‍યું તેણે સર્વ જગત જીત્‍યું, તે મન જીત્‍યું કેમ જણાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેમાંથી જ્યારે ઇન્‍દ્રિયો પાછાં હઠે અને કોઇ વિષય પામવાની ઇચ્‍છા રહે નહિ, ત્‍યારે સર્વે ઇન્‍દ્રિયો વશ થાય છે અને જ્યારે ઇન્‍દ્રિયો વિષયનો સ્‍પર્શ જ ન કરે ત્‍યારે મન પણ ઇન્‍દ્રિયો લગણ આવે નહિ અને હૈયામાં ને હૈયામાં રહે એવી રીતે જેને પંચવિષયનો ત્‍યાગ અતિ દૃઢ પણે કરીને થયો ત્‍યારે તેનું મન જીત્‍યું જાણવું. અને જો વિષય ઉપર કાંઇ પ્રીતિ હોય તો મન જીત્‍યું હોય તો પણ જીત્‍યું ન જાણવું. પછી વળી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “વિષયની નિવૃતિ થયાનું કારણ તે વૈરાગ્‍ય છે કે પરમેશ્વરને વિષે પ્રીતિ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્‍મનિષ્‍ઠા છે અને બીજું માહાત્‍મ્‍યે સહિત જે ભગવાનનું જ્ઞાન તે છે, તેમાં આત્‍મનિષ્ઠા તો એવી […] read more
0 Views : 375

સારંગપુર ૨ : ભગવાનની મૂર્તિમાં હેત થયાનું

સંવત્ ૧૮૭૭ ના શ્રાવણ વદિ ૬ છઠ્ઠને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરી ઉપર ઢોલિયો બિછાવ્‍યો હતો તે ઉપર ઉત્તરાદે મુખારવિંદે  વિરાજમાન હતા અને શ્વેત પાઘ મસ્‍તક ઉપર બાંધી હતી તથા શ્વેત પછેડી ઓઢી હતી તથા શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ મુનિ પ્રત્‍યે બોલ્‍યા જે ”માંહોમાંહી પ્રશ્ર્ન ઉતર કરો” પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”ભગવાનના ભક્તને ૧ભગવાનની મૂર્તિમાં અતિશય હેત કયે પ્રકારે થાય ?” પછી  તે પ્રશ્ર્નનો ઉત્તર મુનિએ માંહોમાંહી કરવા માંડયો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજે તેનો ઉત્તર  કરવા માંડયો જે, સ્‍નેહ તો  રૂપે કરીને પણ થાય છે તથા સ્‍વાર્થે કરીને પણ થાય છે તથા ગુણે કરીને પણ થાય છે. તેમાં રૂપે કરીને જે સ્‍નેહ થાય છે તેતો જ્યારે તેના દેહમાં પિત્ત નીસરે અથવા કોઢ નીસરે ત્‍યારે સ્‍નેહ થયો હોય તે નાશ પામે છે. તેમજ લોભ, કામ અને સ્‍વાર્થે કરીને જે હેત થયું હોય તે પણ અંતે નાશ પામે છે અને જે ગુણે કરીને સ્‍નેહ થયો હોય તેતો અંતે રહે છે. ત્‍યારે શ્રીજી મહારાજ પ્રત્‍યે સોમલો ખાચર બોલ્‍યા જે ”એ તે ગુણ કયા ઉપરલા કે માંહિલા ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ઉપરલે ગુણે શું થાય ? એતો વચને […] read more
0 Views : 356
Powered By Indic IME