Last Updated:
May 5, 2025

Click here to submit your article
9 અંત્ય પ્રકરણ
Per Page :

ગઢડા અંત્ય ૨૫ : શ્રીજીની પ્રસન્નતાનું -ખરા ભકતનું

સંવત્ ૧૮૮૫ના કાર્તિક શુદિ ૧૦ દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, ભગવાન સંબંધી ભકિત, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્‍ઠા એ આદિક જે જે કરવું તેમાં બીજા ફળની ઈચ્‍છા ન રાખવી. એમ સચ્‍છાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું પણ એટલી તો ઈચ્‍છા રાખવી જે, એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય. એટલી ઈચ્‍છા રાખવી. અને એવી ઈચ્‍છા રાખ્‍યા વિના અમથું કરે તો તેને તમોગુણી કહેવાય. માટે ભગવાનની ભકિત આદિક જે ગુણ તેણે કરીને ભગવત્‍પ્રસન્નતારૂપ ફળને ઈચ્‍છવું. અને જો એ વિના બીજી ઈચ્‍છા રાખે તો ચતુર્ધા મુકિત આદિક ફળની પ્રાપ્‍તિ થાય. અને ભગવાનની જે પ્રસન્નતા તે ઘણા ઉપચારે કરીને જે ભકિત કરે તેની ઉપર થાય ને ગરીબ ઉપર ન થાય એમ નથી, ગરીબ હોય ને શ્રદ્ધા સહિત જળ, પત્ર, ફળ, ફુલ ભગવાનને અર્પણ કરે તો એટલામાં પણ રાજી થાય. કેમકે, ભગવાન તો અતિ મોટા છે, તે જેમ કોઈક રાજા હોય તેના નામનો એક શ્લોક જ કોઈક કરી લાવે તો તેને ગામ આપે, તેમ ભગવાન તુરત રાજી થાય છે. અને વળી, ભગવાનનો ખરો ભક્ત તે […] read more
0 Views : 324

ગઢડા અંત્ય ૨૬ : મન-ઈન્દ્રિયોને દાબીને વર્તે તેવા સંતનું

સંવત્ ૧૮૮૫ના કાર્તિક શુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનની પેઠે સેવા કરવા યોગ્‍ય એવા જે સંત તે કેવા હોય તો ઈન્‍દ્રિયો, અંત:કરણ આદિક જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહિ, ને ભગવાન સંબંધી ક્રિયાનેજ કરે. ને પંચવર્તમાનમાં દ્રઢ રહેતા હોય ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે એવા જે સંત, તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા. કેમ જે, એવી ક્રિયા દેવ મનુષ્યને વિષે હોય નહિ. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્‍ય છે. માટે જેને કલ્‍યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી.  અને એવા સાધુગુણે યુક્ત જે બાઈ તેની સેવા બાઈને કરવી.” પછી શ્રીજી મહારાજને આત્‍માનંદસ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “આ સત્‍સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતા હોય ત્‍યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચવિષયે કરીને બંધન થાય નહિ. પણ કોઈક દેશકાળને યોગે કરીને સત્‍સંગથી બહાર નીસરી જવાય તો પણ જેને પંચવિષય બંધન […] read more
0 Views : 220

ગઢડા અંત્ય ૨૭ : કોઈ જાતની આંટી ન પાડયાનું

સંવત્ ૧૮૮૫ના કાર્તિક શુદિ પુનમને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે વાર્તા કરી જે, “શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ અને ગંધ, એ પંચવિષય સંબંધી જે સુખ તે દિવ્‍ય મૂર્તિ એવા જે ભગવાન પુરુષોત્તમ તેની જે સુખમય મૂર્તિ તે રૂપ જે એક સ્‍થળ તેને વિષે રહ્યું છે. તે જો ભગવાનની મૂર્તિનાં દર્શન કરતા હોઈએ તો રૂપનું સુખ પ્રાપ્‍ત થાય ને બીજા સ્‍પર્શ આદિક ચાર વિષય તેનું સુખ પણ પ્રાપ્‍ત થાય, તે એક જ સમયને વિષે થાય છે. અને બીજા માયિક જે પંચવિષય છે તેમાં તો એક વિષયનો સંબંધ થાય ત્‍યારે એક વિષયનું જ સુખ પ્રાપ્‍ત થાય પણ બીજાનું ન થાય. માટે માયિક વિષયમાં ભિન્ન ભિન્નપણે સુખ રહ્યું છે, અને તે સુખ તો તુચ્‍છ છે ને નાશવંત ને અંતે અપાર દુ:ખનું કારણ છે. અને ભગવાનમાં તો સર્વ વિષયનું સુખ એક કાળે પ્રાપ્‍ત થાય છે ને તે સુખ મહાઅલૌકિક છે, ને અખંડ અવિનાશી છે, તે સારૂં જે મુમુક્ષુ હોય તેને માયિક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ્‍ય પામીને અલૌકિક સુખમય એવી જે ભગવાનની દિવ્‍ય મૂર્તિ તેને વિષે સર્વ પ્રકારે જોડાવું.” અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “જે […] read more
0 Views : 229

ગઢડા અંત્ય ૨૮ : ભગવાનના માર્ગમાંથી પડયાનું

સંવત્ ૧૮૮૫ના કાર્તિક વદિ પડવાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ભગવાનની ભકિતમાંથી બે પ્રકારે જીવ પડે છે. એક તો શુષ્કવેદાંતના ગ્રન્‍થને સાંભળીને બીજા આકારને ખોટા કરે તેમ શ્રીકૃષ્ણાદિક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે એ શુષ્કવેદાંતિને અતિ અજ્ઞાની જાણવા અને બીજો જે એમ સમજતો હોય જે, ભગવાનને ભજીએ તો ગોલોક ને વૈકુંઠલોકમાં સ્ત્રીભોગ, ખાન પાન આદિક જે પંચવિષયનાં સુખ તેને પામીએ. પછી તે સુખની આસકિતએ કરીને ભગવાનને પણ ભુલી જાય ને મૂળગો કુબુદ્ધિવાળો થઈને એમ સમજે જે, એ સુખ ન હોય તો એ ધામમાં રાધિકા, લક્ષ્મી આદિક સ્‍ત્રીઓ ભેળે ભગવાન પણ રમે છે માટે એ સુખ પણ ખરૂં છે. પણ ભગવાનને પૂર્ણકામ ને આત્‍મારામ ન સમજે અને એવી જે ભગવાનની ક્રિયાઓ છે તે તો પોતાના ભક્તના સુખને અર્થે છે તે સારૂં જ્ઞાનવૈરાગ્‍યે સહિત ભગવાનની ભકિત કરવી. અને એ ભગવાનના સ્‍વરૂપને જેણે એમ જાણ્‍યું હોય જે, સર્વે સુખમય મૂર્તિ તો એ ભગવાન જ છે, ને બીજે પંચવિષયમાં જે સુખ તે તો એ ભગવાનના સુખતો કિંચિત્ લેશ છે. એમ ભગવાનને માહાત્‍મ્‍યે સહિત જે સમજ્યો હોય તે કોઈ પદાર્થમાં બંધાય જ નહિ, […] read more
0 Views : 205

ગઢડા અંત્ય ૨૯ : વીસ-વીસ વર્ષના બે હરિભકતો

સંવત્ ૧૮૮૫ના પોષ શુદિ ૨ બીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં મેડીને આગળ  ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને રાત્રિને સમે વિરાજમાન હતા, ને  સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે શુકમુનિને પ્રશ્ર્ન પુછયો જે, “બે સત્‍સંગી છે, તેની અવસ્‍થા વીશ વીશ વરસની છે. તથા બેયને નિશ્વય, હેત, ભકિત, વૈરાગ્‍ય, ધર્મ તે બરોબર છે. તેમાંથી એકને તો પ્રારબ્‍ધયોગે કરીને પરણીને સ્‍ત્રી મળી, ને એકને ન મળી ને સાંખ્‍યયોગી રહ્યો ને એને પણ પરણ્‍યાની તો ઈચ્‍છા હતી, પણ મળી નહિ, ત્‍યારે એ બે જણને તીવ્રવૈરાગ્‍ય તો પ્રથમથી જ ન હતો; માટે વિષયભોગમાં બેયને તીક્ષ્ણ વૃત્તિ હતી. તે તીક્ષ્ણ વૃત્તિ ઓછી તે એ ગૃહસ્‍થ થયો તેની થાય કે સાંખ્‍યયોગીની થાય તે કહો અને વેદતો એમ કહે છે જે તીવ્ર વૈરાગ્‍ય હોય તેને બ્રહ્મચર્યપણા થકી જ સન્યાસ કરવો, ને જેને મંદ વૈરાગ્‍ય હોય તેને વિષય ભોગની તીક્ષ્ણતા ટાળ્‍યાને અર્થે ગૃહસ્‍થાશ્રમ કરવો ને પછી વાનપ્રસ્‍થ થવું ને પછી સન્યાસ કરવો.’ માટે વિચારીને ઉત્તર કરજ્યો.” પછી શુકમુનિએ એનો ઉત્તર કરવા માંડયો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજે  એનો ઉત્તર કર્યો જે, “એ ગૃહસ્‍થાશ્રમી સારો ને બીજો જે સાંખ્‍યયોગી તે ભૂંડો કેમજે એને તીવ્ર વૈરાગ્‍ય નથી. માટે એણે વિષયને તુચ્‍છ ને અસત્‍ય જાણ્‍યા નથી તેમ […] read more
0 Views : 201

ગઢડા અંત્ય ૩૦ : પાંચ વાર્તાના અનુસંધાનનું

સંવત્ ૧૮૮૫ના પોષ શુદિ ૧૫ પુનમને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “અમારા મનમાં આ બે વાર્તા ગમે છે ને ત્‍યાં મન અટકે છે. તેમાં એક તો જેને એમ હોય જે, એક ચૈતન્‍યના તેજનો રાશિ છે ને તેના અંત્યને વિષે શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સદા વિરાજમાન છે, એવો દ્રઢ નિશ્વય હોય અને તે ભગવાનની ઉપાસના ભકિત કરતો હોય તે વાત ગમે. પણ કેવળ ચૈતન્‍ય તેજને માનતો હોય ને તેની ઉપાસના કરતો હોય ને ભગવાનને સદા સાકાર ન માનતો હોય ને તેની ઉપાસના ન કરતો હોય તો તે ન ગમે. અને બીજું એમ જે એવા જે ભગવાન તેને અર્થે જે તપને કરતો હોય તથા યોગને સાધતો હોય તથા પંચવિષયના અભાવને કરતો હોય તથા વૈરાગ્‍યવાન હોય ઈત્‍યાદિક જે જે સાધન તે ભગવાનની પ્રસન્નતાને અર્થે નિદર્ંભપણે કરે તે ગમે. અને એવાને દેખીને અમારૂં મન રાજી થાય છે જે, એને શાબાશ છે જે એ આવી રીતે વર્તે છે.” અને વળી આ પાંચ વાર્તાનું અમારે નિત્‍યે નિરંતર અનુસંધાન રહે છે. તેમાં એક તો એમ જે, આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો […] read more
0 Views : 188

ગઢડા અંત્ય ૩૧ : છાયાના દૃષ્ટાંતે ઘ્યાનનું

સંવત ૧૮૮૫ના મહા સુદિ ૪-ચોથને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. ને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો તથા રાતી કોરનું વિલાયતી ધોળું ધોતિયું ઓઢયું હતું. ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈન બેઠી હતી. અને વાજાં વગાડીને કીર્તનનું ગાન પરમહંસ કરતા હતા તે “દ્યબ્‍થ્‍ ઋઘ્‍શ્વથ્‍શ્વ દ્યઘ્‍ૐથ્‍ઙ્ગેંટ્ટ ૐઙ્ગેંથ્‍ટ્ટ” એ કીર્તન ગઇ રહ્યા ત્‍યારે મહારાજે કહ્યું જે, “પઋઘ્‍ળ્‍Ýઘ્‍ ઙ્ગશ્વેં ગટ્ટથ્‍ દ્દઘ્‍ભ્‍ઘ્‍શ્વ એ કીર્તન૨ ગાઓ” પછી એ કીર્તન ગાવવા લાગ્‍યા ત્‍યારે એવા સમયમાં શ્રીજીમહારાજ બહુ વાર વિચારી રહ્યા ને પછી બોલ્‍યા જે, “હવે કીર્તન રાખો. અમે આ એક વાર્તા કરીએ છીએ, તે છે તો થોડીક પણ ઘ્‍યાનના કરનારાને બહુ ઠીક આવે એવી છે ને તે વાત કોઈ દિવસ અમે કરી નથી.” પછી વળી નેત્રકમળને મીંચીને વિચારી રહ્યા ને પછી બોલ્‍યા જે, “કોટિ-કોટિ ચંદ્રમાં, સૂર્ય, અગ્‍નિ તેના જેવો તેજનો સમૂહ છે ને તે તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે. એવું બ્રહ્મરૂપ તેજોમય જે ભગવાનનું ધામ, તેને વિષે જે પુરુષોત્તમભગવાનની આકૃતિ રહી છે અને તે આકૃતિમાંથી એ પોતે ભગવાન અવતાર ધારે છે. અને એ ભગવાન કેવા છે તો ક્ષર-અક્ષર થકી પર છે ને સર્વકારણના પણ કારણ છે ને અક્ષરરૂપ એવા જે અનંત કોટિ મુકત તેમણે સેવ્‍યા છે […] read more
0 Views : 208

ગઢડા અંત્ય ૩૨ : માહાત્મ્યને ઓથે પાપ કર્યાનું

સંવત્ ૧૮૮૫ના મહા શુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળમુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને ગવૈયા પરમહંસ વસંતનાં કીર્તન ગાવતા હતા. પછી શ્રીજીમહારાજે મુકતાનંદસ્વામી આદિક સાધુને કહ્યું જે, ‘વિષયા વિનિવર્તન્‍તે નિરાહારસ્‍ય દેહિન:’ એ શ્લોકનો અર્થ કરો.” ત્‍યારે તેમણે રામાનુજભાષ્યે સહિત અર્થ કર્યો. ત્‍યાર પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એનો તો અમે એમ નિશ્વય કર્યો જે, યુવા અવસ્‍થા જેને હોય તેને આહાર ક્ષીણ કરવો ને યુકતાહાર વિહારપણે રહેવું ને આહાર ક્ષીણ થાય ત્‍યારે દેહનું બળ ક્ષીણ થાય, અને ત્‍યારે જ ઈન્‍દ્રિયો જિતાય, તે વિના ઈન્‍દ્રિયો જિતાય નહિ ને એવો થકો પોતાના મનને ભગવાનની નવ પ્રકારની ભકિતને વિષે રૂચિ સહિત રાખે ને ભકિતમાં પ્રીતિ રાખે એ બે પ્રકારે એ વર્તે તો એનો સત્‍સંગ પાર પડે. અને એમ ન હોય તો એ જ્યારે ત્‍યારે જરૂર ઈન્‍દ્રિયોને વશ થઈ ને વિમુખ થાય. તે ગોવર્ધન જેવો સમાધિનિષ્‍ઠ હોય તો પણ એનો એને ભય છે, તો બીજાની શી વાર્તા? અને આહાર નિયમમાં કરવો તે ઘણાક ઉપવાસ ઠામુકા કરવા માંડે તેણે કરીને ન થાય એમ તો ઝાઝી તૃષ્ણા થાય ને મૂળગો આહાર વધે ને ઉપવાસનો ખાંગો ખાય ત્‍યારે બમણો વાળે, માટે એ તો […] read more
0 Views : 232
Powered By Indic IME