Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૨
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૬પ

સ્વામીએ એક હરિજનને બોલાવીને કહ્યું જે, ‘દર્શન કર ને આ દેહ તો તારા સારુ રહ્યો છે, કેમ જે, કાળ તો આંટા ખાતો રહે છે.’ એમ કહીને બોલ્યા જે, ‘આવા સાધુથી નોખા પડીએ ત્યારે નરકમાં પડ્યા જેવુ દુઃખ થવું જોઇએ ને એવું દુઃખ નથી થાતું ત્યાં સુધી સત્પુરુષમાં જીવ બંધાણો છે કયાં ? ને જયાં સુધી સત્પુરુષમાં જીવ બંધાણો નથી ત્યાં સુધી લોક, ભોગ ને દેહ તે રૂપ થઇ જવાય છે.’ એમ કહીને બોલ્યા જે, ‘અમારે તો હજારો ક્રિયા કરાવવી પડે પણ આંખ મીંચીને ઉઘાડીએ એટલી પળ જો ભગવાન વિસરાય તો તાળવું ફાટી જાય.’ ત્યારે પૂછ્યું જે, ‘હજારો ક્રિયા કરાવો ને તેલધારાની પેઠે ભગવાનને અખંડ રાખો, એમ તે કેમ રહે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘તમે તમારો દેહ વિસારો છો ?’ ત્યારે કહ્યું જે,‘ના મહારાજ.’ પછી સ્વામી બોલ્યા જે,‘જો તમે તમારો દેહ વિસારો, તો હું મહારાજની મૂર્તિ વિસારું. કેમ જે, જેમ માછલું છે તે જળમાં હાલેચાલે ને ક્રીડા કરે છે તેમ અમે બોલીએ-ચાલીએ ને ક્રિયા કરીએ, પણ ભગવાનને મૂકીને તો કોઇ ક્રિયા કરીએ જ નહિ; ને જેને એવું ન જણાય તે તો મોટાને વિષે પણ દોષ પરઠે છે, તે પોતે હેરાન થાય છે ને બીજાને હેરાન કરે છે. તે દોષનો પરઠનારો તે કોટિ કલ્પ સુધી નિવૃત્તિ પામતો નથી, એ સિદ્ધાંત વાત […] read more
0 Views : 130

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૬૭

સ્વામીએ વાત કરી જે, આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે, તે કર્યા વિના થાય જ નહિ. ત્યારે પૂછ્યું જે,‘માખીમાંથી કેમ સૂર્ય થાય ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘આ સૂર્ય કોઇક કાળે માખીમાંથી થયો છે, તે પુરુષોત્તમની ઉપાસનાને બળે કરીને થયો છે અને તે પુરુષોત્તમની ઉપાસનાએ કરીને તો ઇશ્વર કોટિમાં, પુરુષકોટિમાં, ને બ્રહ્મકોટિમાં ભળાય છે અને તે ઉપાસના અને મહિમા વતે તો પોતાને વિષે પરિપૂર્ણપણું અને કૃતાર્થપણું મનાય છે, અને તે વિના તો પોતાને વિષે અપૂર્ણપણું ને કલ્પના એ બે રહે.’ તે ઉપર ગંગાજળિયા કૂવાનું વચનામૃત (ગઢડા મધ્ય-૬૭) વંચાવીને બોલ્યા જે,‘જેવા મહારાજને જાણે તવેો પોતે થાય છે, ત્યારે તેને અપૂર્ણપણું ને કલ્પના કેમ રહે ? ન જ રહે. ને આવું ભગવાનના સ્વરૂપ સંબંધી જે જ્ઞાન છે તે તો કોઇ દિવસ નાશ થાય એવું નથી; તે જઠરાગ્નિએ કરીને કે વીજળીના અગ્નિએ કરીને કે વડવાનળ અગ્નિએ કરીને, કે પ્રલયકાળના અગ્નિએ કરીને કે મહાતેજના અગ્નિએ કરીને પણ આ જ્ઞાન નાશ થાય તેવું નથી તે જ્ઞાન તો અખંડ ને અવિનાશી છે. તે જેમ પુરુષોત્તમ, અક્ષરધામ ને તેના મુકત સનાતન છે, તેમ પુરુષોત્તમનું જ્ઞાન પણ સનાતન છે.’ એટલી વાત કરી ત્યાં ‘વાસુદેવ હરે’ થયા તે જમવા પધાર્યા. ।।૬૬।। સ્વામીએ કારિયાણીનું આઠમું વચનામૃત વંચાવીને વાત કરી જે, ‘ભગવાનના સ્વરૂપનું નિરૂપણ  કરતાં કોઇને આવડ્યું નથી. કેમ જે, એ […] read more
0 Views : 577

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૬૮

સ્વામીએ વાત કરી જે, હજાર વરસનો ખીજડો હોય છે તેને સાંગરિયું થાય છે ને પાંચ વરસનો આંબો હોય તેને કેરીઓ થાય છે. તે તો દષ્ટાંત ને એનું સિદ્ધાંત તો એ છે જે, ગમે તેવો શાસ્ત્રી હોય કે ગમે તેવો પુરાણી હોય, જો પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત, તેની ઓળખાણ ન હોય તો તે ખીજડા જેવા છે, તેને સંગે ટાઢું કે સુખ થાય જ નહિ. અને વિદ્યા પણ બહુ ન ભણ્યો હોય ને અવસ્થા પણ થોડી હોય ને કુળ પણ ઊંચું ન હોય, પણ જો આ પ્રત્યક્ષ ભગવાનને વિષે નિષ્ઠા થઇ ને એવા સાધુની જેને ઓળખાણ થઇ, તો તે આંબા જેવા છે ને તેને સંગે તો ટાઢું થઇ જાય ને સુખિયો થઇ જાય છે. માટે જે ખીજડા જેવા હોય તેનો સંગ ન કરવો ને જે આંબા જેવા હોય તેનો સંગ કરવો. તે ઉપર શ્લોક બોલાવીને કહ્યું જે, ‘બાર ગુણે યુકત બ્રાહ્મણ હોય ને જો પ્રત્યક્ષ ભગવાન સાથે ઓળખાણ ન હોય તો તે કરતાં તો ભગવાનનો ભકત શ્વપચ હોય તે શ્રેષ્ઠ છે, એમ કહ્યું છે. તે માટે ભગવાનના ભકતને ઓળખીને તેનો સંગ કરવો, જેથી છલ્લો જન્મ થઇ જાય; ને એવા ન મળે, તો અનતં જન્મ ઉત્પન્ન કરે એવો કુસંગ છે.’ ।।૬૮।। read more
0 Views : 137

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૬૯

સ્વામીએ વાત કરી જે, ગરીબને કલ્પાવશે તે ભગવાન ખમી નહિ શકે. કેમ જે, ગર્વગંજન ભગવાન છે. તે ગમે તે દ્વારે પ્રગટ થઇને ગર્વને ટાળશે. એ વાત વિસ્તારે કરીને બોલ્યા જે, ‘આપણે તો પ્રભુ ભજી લેવા, કાંઇ ચિંતા રાખવી નહિ. અને જે ધીરજવાન પુરુષ છે તેને ‘દુર્જનઃ કિં કરિષ્યતિ?’ એમ કહીને વળી બોલ્યા જે, કોઇ દિવસ લંબકર્ણનો  જય થયો નથી ને થશે પણ નહિ; કમે જે, કામ-ક્રોધાદિકે મારી મૂક્યા છે, માટે, જેનું કામે કાપી લીધું નાક, લોભે લઇ લાજ લીધી રે; જેને જીભે  રોળી કર્યો રાંક, માને તો ફજેતી કીધી રે. બીજા તો જેમ મોર કળા પૂરે ને પૂંછડું ઉઘાડું થાય એવા છે.ને એવાનો સગં તો જમે આંબેથી ઊઠીને બાવળિયે બેસવું તેવો છે.’ ‘કાંઉં કણ ખૂટે વાંદરાં બીડ ખાવો,’ એવા પુરુષ છે માટે, દેખી ઉપરનો આટાટોપ , રખે મને મોટા માનો રે; એ તો ફોગટ ફૂલ્યો છે ફોક , સમજો એ સંત શાનોરે. એમ કહીને બોલ્યા જે,‘આજ તો આપણને અલભ્ય લાભ મળ્યો છે, એમ જાણવું; માટે જેને મરીને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે, પણ મરીને પામવું એમ નથી. તે મહારાજે (વ.મ.૪૮માં) કહ્યું છે જે, દેહ ધર્યાનું નિમિત્ત તો નથી પણ કોઇક કારણ ઉત્પન્ન કરી આ સંતના મધ્યમાં જન્મ ધરવો અમે જ ઇચ્છીએ છીએ. તે એ તો આપણને […] read more
0 Views : 110

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૭૦

સ્વામીએ વણથળી જાતાં વાત કરી જે, ‘હવે તો સર્વે કામ થઇ રહ્યું છે; કેમ જે, સુખપાલમાં બેસીને પ્રભુ ભજી લ્યો એમ કરી મૂકયું છે. ને હવે તો ખોતરીને  દુઃખ ઊભાં કરો, તો છે. જેમ એક વાંદરાંનું આળું  જોઇને બીજાં વાંદરાં ખોતરીને દુઃખ કરે છે; તેમ તમે પણ ભેગા થઇને ખોતરીને દુઃખ ઊભાં કરો, તો છે.’ એમ કહીને બોલ્યા જે, ‘જુઓને, સર્વોપરી મહારાજ ને સર્વોપરી આવા સાધુ ને સર્વોપરી આ સ્થાન, તેને વિષે દુઃખ રહેશે, ત્યારે કિયે ઠેકાણે દુઃખ ટળશે ? નહિ જ ટળે. માટે જેને સુખિયા થાવું હોય તેને આ બરાબર કોઇ નથી.’ એમ કહી બોલ્યા જે,‘જયારે જયારે આ માર્ગે ચાલીએ છીએ ત્યારે ત્યારે ભગવાન સાંભરી આવે છે; કેમ જે, મોટા મોટા સાધુ ને મહારાજ બહુ ચાલ્યા છે.’ ત્યારે કાશીરામે પૂછ્યું જે, જેને મહારાજનાં દર્શન થયાં હોય તેને તો સાંભરે, પણ જેને મહારાજના દર્શન ન થયા હોય, તેને શું સાંભરે ? ત્યારે સ્વામી બોલ્યા જે,‘આપણે કયાં પરોક્ષ છે ? આપણે તો મૂર્તિ દ્વારે ને સંત દ્વારે પ્રત્યક્ષ છે; તે દર્શન દે છે, વાતો કરે છે, એવી રીતે બહુ સુખ આપે છે; પણ જયાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સમજાય નહિ, એ સિદ્ધાંત વાત છે.’ ।।૭૦।। read more
0 Views : 136

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૭૧

સ્વામીએ વાત કરી જે, મતપંથવાળે લાખ લાખ યોજનના કૂવા ગાળ્યા છે, તે નીકળાય જ નહિ. તે શું ? તો જુઓને, કુડા માર્ગીવાળે વટલવું ને વ્યભિચાર તેણે કરીને જ મોક્ષ માન્યો છે ! તે શું શાસ્ત્રનો મત છે ? ને વેદાંતીએ તો ભગવાનના આકારનું ખંડન કરીને વિધિનિષેધને  ખોટા કરી નાખ્યા ! એ પણ શાસ્ત્રનો મત નહિ; ને શકિતપંથવાળે તો માંસ ને મદિરા તેણે કરીને મુકિત માની છે. તે શું તો : પીત્વા પીત્વા પુનઃ પીત્વા, પીત્વા પતન્તિ ભૂતલે । ઉત્થાય ચ પુનઃ પીત્વા, પુનર્જન્મ ન વિદ્યતે ।। એ શ્લોક બોલીને કહ્યું જે,‘એ શાસ્ત્રનો સનાતન મત નહિ ને નાસ્તિક મતવાળાને મતે તો ભગવાન નથી ને કર્મે કરીને જ કલ્યાણ માન્યું છે, પણ ભગવાન વતે કલ્યાણ નથી માન્યું. તે તો જેમ છોકરાંનું નાળ કરતાં ગળું કાપી નાખ્યું તેમ થયું, ને તેને તો જેમ ‘એકડાં વિનાના મીંડા ને પુત્ર વિનાનું પારણું ને જીવ વિનાની કાયા ને મણમાં આઠ પાંચશેરીની ભૂલ ’ એમ છે. અને આ જગતમાં મોટા મોટા ગુરુ કહેવાય છે, પણ તેનાં પાપ તો મુખ થકી કહેવાય નહિ. અને ભકિતનો તો ઉપર આડંબર ને પાપની તો બીક જ નહિ. તે શું તો, મા, બેન ને દીકરી તેની ગમ જ નહિ, એવા પશુના ધર્મ પાળે છે.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘મતમાત્ર આજ હમણાં […] read more
0 Views : 133

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૭ર

પછી સ્વામીએ કલ્યાણભાઇની આગળ વાત કરી જે, ‘આજ સત્સંગનો મહિમા તો મુખ થકી કહેવાય નહિ, ને જો કહીએ તો માન્યામાં આવે નહિ.’ ત્યારે કલ્યાણભાઇએ કહ્યું જે, સત્સંગનો મહિમા તો બહુ છે. ત્યારે સ્વામી બોલ્યા જે, ‘પૂર્વે મોટા મોટા અવતાર થઇ ગયા છે, તે કરતાં તો આ સત્સંગીના સમાધિનિષ્ઠ છોકરાં સામું જોઇએ છઈએ ત્યાં તો મહારાજને પ્રતાપે કરીને કરોડ કરોડગણું અધિક દૈવત જણાય છે. તો મોટા મોટા હરિભકતો ને મોટા મોટા સાધુ ને મહારાજનો મહિમા તો કહેવાય જ કેમ ?’ તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જે,‘હું મારા મહિમાના પારને પામતો નથી, તો બીજા તો પામશે જ કેમ ?’ એમ કહીને બોલ્યા જે : મદ્ભયાદ્ વાતિ વાતોઽયં સૂર્યસ્તપતિ મદ્ભયાત્ । વર્ષતીન્દ્રો દહત્યગ્નિર્મૃત્યુશ્ચરતિ મદ્ભયાત્ ।। ૧ એ શ્લોક બોલીને કહ્યું જે, ‘બળ તો બહુ દેખાડ્યું, પણ કલ્યાણ તો એક માતાનું  જ કર્યુ છે. એમ જાણતાં એ શ્લોક કોઇના બળનો જણાય છે, પણ પોતાના બળનો નહિ’ એમ કહીને વળી બોલ્યા જે,‘આજ તો સત્સંગમાં ડોશીઓ હશે તે પણ હજારો જીવનું કલ્યાણ કરશે, તો બીજાની તો શી વાત જ કહેવી ?’ એવી રીતે બહુ વાત કરીને નાહ્વા ઊઠ્યા. ।।૭૨।। read more
0 Views : 220

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૭૩

સ્વામીએ એક ભકત સામું જોઇને વાત કરી જે, ‘ભગવાન ને મોટા સાધુ જયારે ઉદાસી થાય ત્યારે એમ જાણવું જે, હવે મુમુક્ષુનાં કર્મ ફૂટ્યાં. એમ કહીને બોલ્યા જે,‘આપણે તો બહુ ભેગા રહ્યા ને બહુ સમાગમ કર્યો ને હવે તો દેશકાળે કરીને ભેગું રહેવાય કે નોય રહેવાય, પણ હવે તો અક્ષરધામમાં રહેવાય એવા સ્વભાવ કરતા શીખો, તો એક પળમાત્ર નોખા જ નથી, એમ જાણવું.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘અક્ષરધામનો મુકત હોય ને સ્વાઘીન થકો આંહીં આવ્યો હોય ને સ્વતંત્ર થકો જાય એવો હોય, પણ એને સત્પુરુષનો સંગ ન હોય અને કુસંગ કરતો હોય તો જડ સંજ્ઞાને પામી જાય છે. અને જો એને સત્પુરુષનો સંગ થાય તો પૂર્વનું જ્ઞાન છે તે પ્રગટ થઇ આવે છે. નીકર તો જેમ આ દેશના વાણિયા પરદેશમાં જાય છે ત્યાં કાફરીઓ  રાખીને રહી જાય છે, તેમ અક્ષરધામના મુકત હોય, તે પણ આ લોકમાં બંધાઇ જાય છે. તે વિજ્ઞાનદાસજીને  અક્ષરધામની તો સમાધિ થાતી ને મહારાજને ત્રણે અવસ્થામાં નિરંતર દેખતા, તોય ત્રણ ઘર કર્યા ! પણ પોતાની મેળે નીકળાણું નહિ. પણ જયારે ગોપાળાનંદસ્વામીએ કહ્યું ત્યારે નીકળાણું, એવો આ લોક છે. તે સારુ તો મહારાજ અક્ષરધામ ને અનંત મુકતે સહિત જ પધાર્યા છે માટે સમાગમ કરી લેવો, જેથી મહારાજની સેવામાં રહેવાય. નીકર તો ઘરોઘર કાફરીઓ છે તેની સેવામાં રહેવાશે. એમ […] read more
0 Views : 169
Powered By Indic IME