Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૨
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- પ૭

સ્વામીએ વાત કરી જે, કૃપાનંદસ્વામીનો એમ મત જે “ગળામાં ઊની કોશ ઘાલે એટલી પીડા થાય, તોપણ ભગવાનની આજ્ઞા લોપવી નહિ.” ને વળી કૃપાનંદસ્વામી એમ કહેતા જે,”સ્વપ્નનો ઉપવાસ તો પડે નહિ, ને જો પડે તો દેહ પડી જાય,” એવો પોતાનો ઠરાવ; ને વિષયની બીક તો કેવી રહે જે, અલ્પ વચનમાં ફેર પડે તો મહત્ વચનમાં ફેર પડ્યો હોય, એટલી બીક લાગે. તે મેં એક દિવસ નજરે દીઠું છે. એવા કૃપાનંદસ્વામી તે તો ગંગાજીના જળ જેવા છે; તે જેમ ગંગાનો પ્રવાહ ચાર ગાઉમાં ચાલ્યો જાય છે, તે કોઇનો હઠાવ્યો હઠે નહિ; તેમ તેમની વૃત્તિ કોઇની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહિ. એક દિવસ કૃપાનંદસ્વામીની સમાધિ જોઇને સચ્ચિદાનંદ- સ્વામીએ કહ્યું જે,”અમારે કૃપાનંદસ્વામીના જેવું હેત નહિ ને એવા હેતવાળા તે તો ગંગા જેવા ને ગોપાળાનંદ સ્વામી તે તો દરિયા જેવા. તે તો અનંત જીવને સુખિયા કરી નાંખે તેવા હતા. એમ કહીને બોલ્યા જે, જેવા રઘુવીરજી મહારાજ હતા ને જેવા ગોપાળાનંદસ્વામી હતા, તેવા તો જણાણા જ નહિ ! ને આજ સાધુ હશે તેને પણ જાણતા નથી, તેને બહુ ખોટ જાશે. કેમ જે, એવા મોટા વિના મહારાજનો સિદ્ધાંત કોણ કહેશે ? ને બીજા તો પોતાની સમજણ પ્રમાણે સમજાવશે, પણ જેમ છે તેમ સમજાવતાં આવડશે નહિ, એ સિદ્ધાંત વાત છે.” ।।૫૭।। read more
0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- પ૮

પછી સ્વામીએ વાત કરી જે : અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા, સરુ નર મુનિ મહીં નહિ સુખ લેશા. એમ કહીને બોલ્યા જે, ‘એવા અધર્મસર્ગનો શેણે કરીને પ્રવેશ થાય છે ? તો જયારે એકબીજાનાં મન નોખા પડે છે, ત્યારે પ્રવેશ થાય છે. ને એકબીજામાં સંપ હોય તો અધર્મ સર્ગ પેસવા આવે નહિ.’ તે ઉપર મહારાજની કહેલી વાત કરી જે,”એક રાજાએ તીરનો ભાથો મંગાવ્યો ને કહ્યું જે, ‘બળિયામાં બળિયો હોય તે આ તીરના ભાથાને ભાંગી નાખો.’ ત્યારે બળિયામાં બળિયો હતો તેથી તે આ તીરનો ભાથો ભંગાણો નહિ. પછી ભાથામાંથી એક તીર કાઢીને એક ફોશીમાં ફોશી  હતો તેને કહ્યું જે ‘ભાંગી નાખ.’ ત્યારે તેણે તરત ભાંગી નાખ્યો. પછી એ રાજાએ મોટા મોટા ઉમરાવને  કહ્યું જે,”જો તમે આ તીરના ભાથાની પેઠે જૂથ  રાખશો તો ગમે તેવો શત્રુ હશે તોયે તમારો પરાભવ નહિ કરી શકે ને રાજ આબાદ રહેશે.” એ દષ્ટાંત દઇને બોલ્યા જે, ‘આ તમે સર્વે સાધુ, પાળા, બ્રહ્મચારી આમ ને આમ સંપ રાખશો તો ગમે તેવો તમારે અંતરશત્રુનો વધારો હશે તે પણ પરાભવ નહિ કરી શકે ને આમ નહિ રહો તો અલ્પ જેવો દોષ હશે તે પણ સત્સંગમાંથી બહાર કાઢી નાખશે.’ એમ કહીને બોલ્યા જે, ‘જુવોને કેટલાકને તો જોડ જ નથી ને કોઇક તો પાકલ ગૂમડાં જેવા , તે કહેવાય નહિ ! માટે […] read more
0 Views : 159

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- પ૯

સ્વામીએ એક દિવસ બાવળિયા સામું જોઇને કહ્યું જે, ‘જેમ રેતીએ કરીને આ બાવળિયો સોરાઇ ગયો છે, પણ તે લાખ યોજનનો સમુદ્ર ભર્યો છે, તેના જળે કરીને લીલો પલ્લવ થાતો નથી, કેમ જે રેતીએ કરીને સોરાઇ ગયો છે; તેમજ વિષયે કરીને તો જીવ સોરાઇ જાય છે, પણ મીઠા જળના મહાસમુદ્ર જેવો આ સત્સંગ તેમાં રહીને જ્ઞાન વિના લીલો પલ્લવ થાતો નથી. ને લોક, ભોગ ને આ દેહ તેણે કરીને તો જીવ સોરાઇ ગયા છે, એમ પ્રત્યક્ષ દેખાય છે. તેમજ રૂડા ગુણ છે તે પણ ત્રણ પ્રકારના કુસંગે કરીને તો નાશ થઇ જાય છે, પણ જીવ ત્રપખડો  મૂકે નહિ ત્યાં સુધી સુખિયો પણ થાય નહિ.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘આ જીવ તો મેવાસી  થઇ બેઠો છે, પણ ભગવાનની ને મોટા સાધુની તો ગરજ રાખતો નથી ને પોતાના જીવની તો પોતાને ખબર જ નથી અને જેમ મેમણ ચડ્યો પોઠિયે, હાથમાં લીધી લાકડી ને કહે જે,‘કેકેં હણાં ને કેકેં ન હણાં  !’ એમ બકે છે, પણ પોતાનું તળ તપાસતો નથી જે, મારીશ કેને ?’ એમ કહીને બોલ્યા જે, મોટા થાવાનું મનમાં રે દિલમાં ઘણો ડોડ , તેવા ગુણ નથી તનમાં રે કાં કરે તું કોડ . એમ જીવ કોડ તો બહુ કરે પણ મહિનો-દિવસ હાથધોણું ચાલે તો ખબર પડે, પણ આજ ઓશિયાળા કરે […] read more
0 Views : 177

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૬૦

સ્વામીએ વાત કરી જે, ‘જીવ સામું જોઇએ તો મુમુક્ષુતા તો જાણીએ છે જ નહિ ! કેમ કે, જે મુમુક્ષુ હોય તેને તો ભગવાન કે ભગવાનના સાધુ તે વિના સુખ કે શાંતિ થાય જ નહિ. જેમ સમુદ્રમાં છીપ રહે છે, પણ તેને સમુદ્રનું પાણી ખપતું નથી, તે તો જયારે સ્વાતિના બુંદ  પડે છે, ત્યારે જે  ઠેકીને તેનું ગ્રહણ કરે છે તે મોતી લાખ રૂપિયાનું થાય છે; ને જે મંદ શ્રદ્ધાએ કરીને ગ્રહણ કરે છે તે તો અર્ધલાખનું થાય છે; ને જે પડ્યું પડ્યું ગ્રહણ કરે છે તે તો ફટકીયું  થાય છે; તેમજ મુમુક્ષુ હોય તે જો શ્રદ્ધાએ કરીને આ સત્પુરુષનો મન, કર્મ, વચને સમાગમ કરે છે, તો તે બ્રહ્મરૂપ થાય છે. એમ કહીને બોલ્યા જે, શ્રદ્ધાવાન્ લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ । જ્ઞાનં લબ્ધ્વા પરાં શાંતિમચિરેણાધિગચ્છતિ ।। અને જેને એવી શ્રદ્ધા ન હોય તેને તો : પ્રયત્નાદ્યતમાંનસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ । અનેકજન્મસંસિદ્ધસ્તતો યાતિ પરાં ગતિમ્ ।। એમ પણ કહ્યું છે, માટે સત્પુરુષનો સંગ તો મન, કર્મ, વચને જ કરવો. ત્યારે પૂછ્યું જે, મન, કર્મ, વચને સંગ કેમ કરવો ? ત્યારે સ્વામી બોલ્યા જે, ‘કર્મ જે દેહ તેણે કરીને તો જેમ સત્પુરુષ કહે તેમ કરવું, ને વચને કરીને તો સત્પુરુષમાં અનંત ગુણ રહ્યા છે તે કહેવા ને મને કરીને તો મોટા સાધુને વિષે નાસ્તિકપણું […] read more
0 Views : 147

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૬૧

સ્વામીએ વાત કરી જે, જેમ જેમ જ્ઞાન થાતું જાય તેમ તેમ ભગવાનનો મહિમા જણાતો જાય. તે ઉપર દષ્ટાંત દીધું જે,‘એક રબારી ચાલ્યો જતો હતો ત્યાં હીરો હાથ આવ્યો, તે ભેંસની કોટે  બાંધ્યો. પછી તે ભેંસને કોઈકે લઇને એ હીરો બસેં રૂપિયામાં દીધો ને બસેંવાળે હજારમાં દીધો ને હજારવાળે દસ હજારમાં દીધો, એમ ને એમ ચડતાં લાખ રૂપિયામાં દીધો. પછી તે લાખ રૂપિયાવાળાએ કોઇક શાહુકાર હતો તેની પાસે જઇને કહ્યું જે, ‘આ હીરો તમારે રાખવો છે ?’ ત્યારે શાહુકાર હીરો જોઇને બોલ્યો જે,‘સો મોટલિયા  કરીને દી ઊગ્યાથી તે આથમ્યા સુધી દ્રવ્ય લઇ જાઓ એટલું તમારું.’ ત્યારે ગામમાં હાહાકાર બોલ્યો જે, શાહુકારે ખજીનો લૂંટાવી દીધો ! પછી તે શાહુકારના બાપે આવીને પૂછ્યું જે, ‘શું જણસ  લીધી ?’ ત્યારે તેણે કહ્યું જે,‘આ હીરો લીધો છે.’ ત્યારે તેણે જોઇને કહ્યું જે,‘તેં તો મફત પડાવી લીધો, એક દિવસની કમાણી પણ દીધી નહિ !’ ત્યારે તો એ સર્વે કરતાં એ શાહુકારને એ હીરાનું જ્ઞાન બહુ કહેવાય; તેમજ ભગવાનનું જ્ઞાન પણ જાણવું. તે જેમ જેમ ભગવાનના મહિમાનું જ્ઞાન થાતું જાય તેમ તેમ મહિમા વધુ વધુ જણાતો જાય છે.’ તે ઉપર સારંગપુરનું સત્તરમું વચનામૃત વંચાવ્યું. ત્યાં ‘વાસુદેવ હરે’ થયા તે જમવા પધાર્યા. ।।૬૧।। read more
0 Views : 115

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૬ર

સ્વામીએ વાત કરી જે, મોરે  તો મુમુક્ષુ ભગવાનને ખોળતા ને હવે તો ભગવાન છે તે મુમુક્ષુને ખોળે છે, જેમ ધોયો  ધૂળમાંથી ધાતુ ખોળે છે તેમ પામર ને વિષયીમાંથી મુમુક્ષુને ખોળે છે. અને જે મુમુક્ષુ હોય તેને તો નિરંતર એમ વર્ત્યા કરે જે કરું ઉપાય હવે એહનો, ડોળી દેશ વિદેશજી; કોઇ રે ઉગારે મુને કાળથી, સોંપું તેને આ શીશજી. એમ નિરંતર વર્ત્યા કરે. પછી સ્વામીએ વાત કરી જે, “ધર્મપુરવાળા કુશળકુંવરબાઇએ મહારાજને પ્રશ્ન પૂછ્યું જે, ‘હે મહારાજ, તમે કાગળમાં લખ્યું જે, અનિર્દેશથી લિખાવિતં સ્વામીશ્રી સાત સહજાનંદજી મહારાજ, તે અનિર્દેશ તે શું ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘આ તમારો દરબાર છે તે નિર્દેશ છે ને આ તમારું શહેર છે તે અનિર્દેશ છે. પૃથ્વી નિર્દેશ છે, ને જળ અનિર્દેશ છે; જળ નિર્દેશ ને તેજ અનિર્દેશ છે; તેજ નિર્દેશ ને વાયુ અનિર્દેશ છે; વાયુ નિર્દેશ ને આકાશ અનિર્દેશ છે; આકાશ નિર્દેશ છે ને અહંકાર અનિર્દેશ છે; અહંકાર નિર્દેશ ને મહત્તત્ત્વ અનિર્દેશ છે; મહત્તત્ત્વ નિર્દેશ ને પ્રધાનપુરુષ અનિદેર્શ છે પ્રધાનપુરુષ નિદર્શે ને પ્રકૃતિપુરુષ અનિર્દશે છે પ્રકૃતિપુરુષ નિદર્શે ને એ પક્ર ૃતિપુરુષ થકી પર અક્ષરધામ તે અમારો અનિર્દશે  છે, ત્યાં રહીને અમે કાગળ લખાવીએ છીએ. ’ એટલી વાત કરી ત્યાં સુધી મૂતિર્  સામું જાઇે રહ્યાં ને વૃત્તિ પલટાવીને હૈયામાં ઉતારતાં ગયાં. તે આ વાત મહારાજે કહી હતી.” […] read more
0 Views : 180

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૬૩

 સ્વામીએ વાત કરી જે, “રઘુવીરજી મહારાજ પૃથ્વી ઉપર રહ્યાં ત્યાં સુધી દેશકાળાદિકનું બહુ સુખ રહ્યું; કેમ જે, મહારાજ એમને વશ, તે જેમ ધારે તેમ કરે. ને હવે તો રઘુવીરજી મહારાજે દેહત્યાગ કર્યો છે, તે દિવસથી દુઃખ ચડતું આવે છે. કેમ જે, જેમ મોટી નદીનું પૂર ચડતું આવે છે. તેમ દુઃખ ચડતું આવે છે. તે જુઓને, રાજાઓનું કેવું દુઃખ છે તે ભેંશજાળવાળા ને જાઈવાવાળા જે ગરાસિયા, તેનો ન્યાય કર્યો જ નહિ. તેમજ અખોદડવાળા બ્રાહ્મણ ભગવદી તેને મારી નાખ્યો, તેનો પણ અન્યાય કર્યો, એવા દુઃખ છે. તે સારુ તો અમે મહારાજને અરજી નાખી છે જે,‘રઘુવીરજી મહારાજ જેવા બે આચાર્ય કરો ને ગય રાજા  જેવો એક રાજા કરો, તો બે કરોડ મનુષ્ય પ્રભુ ભજે છે તે દસ કરોડ મનુષ્ય પ્રભુ ભજે’ એમ સંકલ્પ કર્યો છે.” ત્યારે સર્વે હરિજન બોલ્યા જે, હે મહારાજ ! તમે ધાર્યુ છે તે સારું જ થાશે. ।।૬૩।। read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૬૪

વળી સ્વામીએ વાત કરી જે, “અમારી સમજણ તો કોઇને કહેવાય નહિ, પણ આજ થોડીક કહું. એમ કહીને બોલ્યા જે, ‘કહ્યા વિના તો જ્ઞાન થાય જ નહિ ને જ્ઞાન થયા વિના મોહ પણ ટળે નહિ અને જેને મોટાની સમજણ આવી હોય તેને તો મહારાજની મૂર્તિ વિના ને અક્ષરધામ વિના આંહીંથી તે પ્રકૃતિપુરુષ સુધી લઘુશંકાનો વ્યવહાર દેખાતો હોય; તેમાં શાનો મોહ થાય ? તે એવું તો સર્વનિવાસાનંદસ્વામીને થઇ ગયું જે, પ્રકૃતિપુરુષનું કાર્ય તેમાં વૃત્તિ રહિ જ નહિ. તે એક દહાડો મારી પાસે કહ્યું જે, મહારાજની પૂજા-સેવા શા વતે કરું ? ત્યારે મેં કહ્યું જે, મૂર્તિ સામું જોઇ રહો. ત્યારે સર્વનિવાસાનંદસ્વામીએ કહ્યું જે, ‘કરીએ છીએ તો એમ જ પણ જો આવી વાત કોઇકને કહીએ તો આ મારો ખાટલો લઇને વંડામાં નાખી આવે, એવું કઠણ પડે; પણ મહારાજની મૂર્તિ વિના તો ખાવાની વિષ્ટા ને પીવાની લઘુશંકા એવું છે, પણ જયાં સુધી મોહ છે ત્યાં સુધી એ વાત સમજાય નહિ.’ એવી મોટાની સમજણ છે.’ ।।૬૪।। read more
0 Views : 140
Powered By Indic IME