Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૨
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૪૧

સ્વામીએ એમ વાત કરી જે, ‘આજ તો પુરુષોત્તમ અક્ષરધામ ને મુક્તે સહિત પધાર્યા છે, તે ભેળા અનતં ધામોના ભગવાન તેના મુકતે સહિત અહીં પધાયાર્  છે.તે શા સારુ ? તો પોતપોતાની ખોટ કાઢવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવા આંહીં આવ્યા છે, નહિ તો આવો ભીડો  વેઠાય કેમ ? તે મહારાજે કહ્યું જે,”એ અવતારમાં ત્રણ-ત્રણ  ભીડામાં આવ્યા છે ને આજ તો બધાયને ભીડામાં લેવા છે.” એમ કહીને વળી બોલ્યા જે, ‘બીજાના જન્મ છે તે તો પોતપોતાની ખોટ મૂકવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવા સારુ છે ને એકાંતિકના જન્મ છે તે તો અનંત જીવોને બ્રહ્મરૂપ કરવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજાવવા સારુ આ પૃથ્વીને વિષે પધારે છે ને આ વાતો છે તે તો ગોપાળાનંદસ્વામી ને મુકતાનંદસ્વામી ને સ્વરૂપાનદં સ્વામી તેના અંગની છે.તે આ સાધારણ જીવમાં નાખી દીધી છે તે પથ્ય પડતી નથી ને ઊલટી થઇ જાય છે. જમે સો જન્મનો શુદ્ધ બ્રાહ્મણ હોય તેના પેટમાં સોમવલ્લીઔષધી રહે છે, ને એવો ન હોય તેના પેટમાં રહેતી નથી, તેમ અક્ષરધામનો મુકત હોય તેને આ વાત પથ્ય પડે છે ને બીજાને તો ઊલટી થઇ જાય છે, પણ પથ્ય પડતી નથી.’ ।।૪૧।। read more
0 Views : 154

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૪ર

સ્વામીએ એમ વાત કરી જે,‘ભગવાનમાં જોડાવું કાં સાધુમાં જોડાવું.’ ત્યારે પૂછ્યું જે, ભગવાનમાં જોડાણો હોય તે કેમ જણાય ? ને સાધુમાં જોડાણો હોય તે કેમ જણાય ? પછી સ્વામી બોલ્યા જે,‘ભગવાનમાં જોડાણો હોય તેને ભગવાનનાં ચિહ્ન, ચરિત્ર ને સ્વાભાવિક ચેષ્ટા, તે અહોરાત્રિ કર્યા-સાંભળ્યાં વિના રહેવાય નહિ; ને સાધુમાં જોડાણો હોય તેનાથી દર્શન, સેવા ને વાતો તે અહોરાત્રિ કર્યા-સાંભળ્યા વિના રહેવાય નહિ, ત્યારે જાણીએ જે સાધુમાં જોડાણો છે.’ અને વળી એમ વાત કરી જે, ‘જેટલો સાધુમાં જીવ બંધાણો છે તેટલો સત્સંગ છે ને જેટલો જીવ બંધાણો નથી તેટલો કુસંગ છે.’ ત્યારે પૂછ્યું જે, આવી રીતે સાધુમાં જીવ બંધાણો હોય તોપણ તે સત્સંગમાંથી નીકળી કેમ જાય છે ? પછી સ્વામી બોલ્યા જે,‘એવી રીતે સાધુમાં જીવ બંધાણો નથી ને જો બંધાણો હોય તો જાય નહિ. જેમ આ લીંબડો છે તે જે દિવસ અમે મંદિર કરતા હતા, તે દિવસ બે વેંતનો હતો ને એક મનુષ્ય ઉપાડે એટલું જ બળ હતું ને હવે આજ તો બધા ગામના મનુષ્ય ભેગા થાય તોપણ ઊપડે નહિ. તેમ ઘણા દિવસ રહીને જેણે સત્સંગમાં જીવ બાંધ્યો હોય તો પંચવિષય કે કામાદિક દોષનો પાડ્યો સત્સંગમાંથી પડે નહિ.’ એમ કહીને બોલ્યા જે, પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ । સ રૂવ સાધુષુ ઇંતો મોક્ષદ્વારમપાવૃતમ્ ।। એમ જે રહેવાય છે તેને મોક્ષનું દ્વાર ઉઘાડું છે […] read more
0 Views : 227

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૪૩

વળી સ્વામીએ એમ વાત કરી જે, ગોપાળાનંદસ્વામીએ સર્વે સાધુને કહ્યું જે, ‘કેવી રીતે ધ્યાન ને માનસી પૂજા કરો છો ?’ ત્યારે સર્વેએ કહ્યું જે,‘જયાં મહારાજ બેસતા તે ઠેકાણે ધ્યાન કરીએ છીએ ને જયાં બેસીને જમતા તે ઠેકાણે માનસી પૂજામાં જમાડીએ છીએ.’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘કોઈ એવું ધ્યાન શીખ્યા છો જે, ત્રણ દેહને જીતીને ધ્યાન કરવું ?’ ત્યારે સર્વેએ કહ્યું જે, ‘કેવી રીતે ત્રણ દેહ જીતવા ?’ એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, ‘ધ્યાન કરવા બેસીએ ત્યારે જીવજંતુ કરડે તોપણ સ્થૂળ દેહને હલવા દેવું નહિ એટલે સ્થૂળ દેહ જીતાણું જાણવું ને ઘાટ સંકલ્પ બંધ કરીને ધ્યાન કરવું એટલે સૂક્ષ્મ દેહ જીતાણું જાણવું. ને નિદ્રા, આળસ આવવા ન દેવી એટલે કારણ દેહ જીતાણું જાણવું. એવી રીતે ત્રણ દેહને જીતીને ધ્યાન કરવું.’ ત્યારે સિદ્ધાનંદસ્વામી કહે જે,‘કારણ શરીર તો કાળા પર્વત જેવું કઠણ છે. તે બહુ દાખડો કરીએ ત્યારે જીતાય, તે જેમ કૂવામાંથી કાળી છીપરને  કાપવી હોય તેને ટાંકણું-હથોડો લઈને ખોદીએ ત્યારે સાંજે માંડ ટોપલી ગાળ નીકળે એવું કઠણ છે.’ ત્યારે સ્વામી બોલ્યા જે,‘અમે તો સુરંગો  દઇએ છીએ તે બસેં- બસેં ગાડાં પાણા નીસરે છે, તે શું ? તો, વાતરૂપી સાંગડિયે  કરીને દાર દઇએ છીએ, ભગવાનના નિશ્ચયરૂપી દારૂ ભરીએ છીએ, ને ભગવાન ને ભગવાનના સાધુનો મહિમા તે રૂપી અગ્નિ મૂકીએ છીએ, તેણે કરીને કારણ […] read more
0 Views : 127

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૪૪

સ્વામીએ એમ વાત કરી જે, ‘સત્યુગમાં મનુષ્યને લાખ વર્ષની આવરદા ને હજાર વર્ષનો ખાટલો ને સો વર્ષ સુધી ડચકાં ખાય ત્યારે જીવ જાય; ને આજ તો આ જ્ઞાને કરીને ત્રીજે ડચકે અક્ષરધામમાં જવાય છે, એવું સુગમ કરી નાખ્યું છે, પણ જયાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સ્ત્રી, દ્રવ્ય, દીકરા, દીકરી, મેડી, હવેલી, રાજયસમૃદ્ધિ ને રાજયલક્ષ્મીને વિષે માલ મનાય છે ને સુખ મનાય છે. જેમ છોકરાં ધૂળની ઘોલકીઓ  કરે છે ને ઠીકરાની  ગાયું કરે છે ને ચૈયાના ને કાચલીઓના ઘોડા કરે છે ને સુખ માને છે, તેમ એ પણ સુખ માને છે; પણ જયારે જ્ઞાન થાય ત્યારે સર્વે ખોટું થઇ જાય. જેમ ભાલદેશમાં બ્રાહ્મણ ચાલ્યો જતો હતો, તેને સામો રબારી મળ્યો. તેણે પૂછ્યું જે, ‘મહારાજ, રાજી કમે થયા છો ?’ ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો જે,‘રાજી ન થઇએ ? દસ ગાઉ ચાલ્યા આવ્યા છીએ ને જળ પાસે આવ્યું છે, ના’શું-ધોશું ને ટીમણ કરશું.’ ત્યારે તે રબારી બોલ્યો જે,‘હૈયું ફોડમાં, જોડા પહેરીને ચાલ્યો આવું છું એ પાણી તો ઝાંઝવાનાં બળે  છે !’ ત્યારે તે બ્રાહ્મણના મનસૂબા સર્વે ખોટા થઇ ગયા. તેમ જયારે જ્ઞાન થાય ત્યારે સર્વે ખોટું થઇ જાય અને જે મૃગલાં જેવા જીવ છે તે તો વિષયને સાચા માનીને દોડ્યા કરે છે. જેમ ઝાંઝવાના જળને  દેખીને મૃગલાં દોડે છે તેમ. અને મનુષ્ય […] read more
0 Views : 123

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૪પ

સ્વામીએ વાત કરી જે, ‘સત્સંગ કયારે થાય ? તો જયારે બદરિકાશ્રમ જેવું ને શ્વેતદ્વીપ જેવું સ્થાનક હોય ને મુકતાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી, સ્વરૂપાનંદસ્વામી ને કૃપાનંદસ્વામી એવા મોટા-મોટાનો નિરંતર સંગ હોય ને બ્રહ્માના કલ્પ પયર્ંત  આયુષ્ય હોય, ત્યાં સુધી જ્ઞાનગોષ્ઠી કરીએ ત્યારે સત્સંગ થાય પણ તે વિના ખરેખરો સત્સંગ થાય નહિ.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘કયાં ગુરુ કર્યા છે ? ને ગુરુ કર્યા હોય તેના તો ગુણ આવ્યા જોઇએ ને ?’ સર્વોપનિષદો ગાવો, દોગ્ધા ગોપાલનન્દનઃ। પાર્થો વત્સઃ સુધીર્ભોકતા દુગ્ધં ગીતામૃતં મહત્ ।। એમ કોઇએ કયુર્ં છે ? જેમ ભગવાને ગીતાની ગાય કરી ને અજર્નુ ને વાછડો કરીને દધૂ પાયું. અમે કોઇને ધાવ્યા છો ? અને જેને સામા ધવરાવ્યા હોય તે તો ગુડિયું  વાળે નહિ; ને લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ ને માન એમાં જે ગુડિયું વાળે છે ત્યાં સુધી ગુરુ કર્યા નથી અને ગુરુ કર્યા હોય તે તો ગુડિયું વાળે નહિ.’ ।।૪૫।। read more
0 Views : 140

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૪૬

સ્વામીએ એમ વાત કરી જે, “વડતાલમાં ચાર પાટીદારે શ્રીજીમહારાજ સામું જોઈને કહ્યું જે, હે મહારાજ ! તમારા ચરણારવિંદ સામું જોઇએ છીએ તો તમે પુરુષોત્તમ જણાઓ છો ને તમારા શરીર સામું જોઇએ છીએ તો તમે મનુષ્ય જેવા જણાઓ છો.’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ‘વૈરાટ બ્રહ્મા છે તેણે તેનાં પચાસ વર્ષ ને દોઢ પહોર દિવસ ચડ્યો ત્યાં સુધી આ ચરણારવિંદની સ્તુતિ કરી, ત્યારે આ બે ચરણારવિંદ પૃથ્વી ઉપર આવ્યાં છે, પછી તમારે તો સૂઝે એમ સમજાય.’ પછી વળી પૂછ્યું જે, ‘ઘણે ઠેકાણે સભા દીઠી છે પણ આમ એક નજરે તમ સામું જોઇ રહ્યા છે તે કેમ સમજવું ?’ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘હું સદ્ગુરુરૂપી સૂર્ય પ્રગટ થયો છું ને આ સર્વ કમળ ખીલ્યાં છે; તે મારા સામું જોઇ રહ્યાં છે.’ પછી તે સત્સંગ કરીને પોતાને ઘેર ગયાં. એમ મુમુક્ષુનાં લક્ષણ  છે.” ।।૪૬।। read more
0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૪૭

વડતાલે એક બાવે આવીને કહ્યું જે, ‘હે મહારાજ ! તમે તો બહુ ભૂંડું કર્યુ !’ ત્યારે મહારાજે કહ્યું જે,‘શું ભૂંડું કર્યુ ?’ ત્યારે તે બોલ્યો જે,‘બાઇ-ભાઇની સભા કોઇએ નોખી નહોતી કરી તે તમે કરી, એ બહુ ભૂંડું કર્યુ.’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘હું અનિર્દેશથી આવ્યો છું, કહેતાં હું અક્ષરધામમાંથી પુરુષોત્તમ આવ્યો છું ને સુગાળવો  છું, તે મારી સૂગ ચડી ગઇ છે, નીકર તો કાંઇ નોખાં રહે એવા નથી.’ તે મહારાજની સૂગ છે ત્યાં સુધી નોંખા રહેવાય છે, નીકર તો ભેગાં થઇ જાશે. વળી કોઇકે પૂછ્યું જે, ‘પુરુષનું મન કયાં રહેતું હશે ?’ પછી મહારાજ બોલ્યા જે, ‘આજ જ અમે વિચાર કર્યો છે જે, પુરુષનું મન સ્ત્રીના ગુહ્ય અંગમાં રહે છે ને સ્ત્રીનું મન તે પુરુષના ગુહ્ય અંગમાં રહે છે,’ એમ સર્વેના અંતર  કહી દીધાં. ।।૪૭।। read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૪૮

સ્વામીએ વાત કરી જે, લાખ મણ લોઢાની લોઢી ધગી હોય, તેના ઉપર એક-બે પાણીના ઘડા ઢોળીએ તેણે કરીને ઠરે નહિ. ને ઠારવી હોય તો ગંગાના ધરામાં લઇને નાખીએ તો દસ-પંદર દિવસ સુધી તો હવેલી જેવડી છોળું ઉછળે ત્યારે માંડમાંડ ઠરે. તેમ પંચવિષયે કરીને જો જીવ ધગી જાય છે, તેને એક-બે દિવસ રહીને જાણે જે ટાઢો  કરી જાઉં, એમ ટાઢો થાય નહિ. ને જેને ટાઢો કરવો હોય તેને તો દસ-પંદર દિવસ સુધી તો ફેર  ચડ્યો હોય તે ઊતરે ત્યારે વાત માંહિ  પેસે; પછી ટાઢું થાય છે. અને સાધુ પાસે કોણ આવે છે ? ને જે સાધુ પાસે આવે છે તેને તો કોઇ વાતની કસર રહે જ નહિ. એમ કહીને બોલ્યા જે , તીન તાપકી ઝાલ ઝર્યો, પ્રાની કોઇ આવે; તાકું શીતલ કરત તુરત, દિલ દાહ મિટાવે. કહી કહી સુંદર બેન રેન, અગ્યાન નિકાસે ; પ્રગટ હોત પહિચાન , જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે. વૈરાગ ત્યાગ રાજત વિમલ, ભવદુઃખ કાટત જંતકો; કહે બ્રહ્મ મુનિ યહ જગતમેં, સંગ અનુપમ સંતકો. એવો સત્સંગ મળ્યો છે, પણ સમાગમ વિના કોઇને ગમ પડતી નથી. ને જયાં સુધી સત્પુરુષનો સંગ નથી થયો ત્યાં સુધી કાંઇ નથી થયું. તે ઉપર બ્રહ્માનંદ સ્વામીનો સવૈયો બોલ્યા : રાજ ભયો કહાં કાજ સર્યો, મહારાજ ભયો કહાં લાજ બઢાઇ, શાહ ભયો કહાં બાત […] read more
0 Views : 170
Powered By Indic IME