Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૨
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૩૩

સ્વામીએ એમ વાત કરી જે, સત્સંગમાં એમ વાત થાય છે જે, જીવ બ્રહ્મરૂપ થઇ જાય. ત્યારે પૂછ્યું જે, ‘સત્સંગમાં વાત તો થાય છે, તોય જીવ બ્રહ્મરૂપ કેમ થતો નથી ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘હેતે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી અને સત્પુરુષમાં જીવ બાંધ્યો હોય તોપણ તેનો વિશ્વાસ ન આવે.’ ત્યારે વળી પૂછ્યું જે,‘હેતે કરીને જીવ બાંધ્યો હોય તેમનો વિશ્વાસ કેમ ન આવે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘આ જલે ભકતે મારા સાથે જીવ ઘણો બાંધ્યો છે પણ મારો વિશ્વાસ ન આવે.’ એમ કહીને વળી બોલ્યા જે,‘વિશ્વાસ તો હોય, તોપણ નિષ્કપટપણે વર્તાય નહિ, ને નિષ્કપટપણે વર્તાય તો જીવ બ્રહ્મરૂપ થયા વિના રહે નહિ, એ સિદ્ધાંત વાત છે.’ ।।૩૩।। read more
0 Views : 127

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૩૪

એક દિવસ સ્વામી નાના નાના સાધુ, પાળા ને બ્રહ્મચારી સામુ જોઇને બોલ્યા જે, દેશ દેશાંતર બોત ફિરા, મનુષ્યકા બોત સુકાળ; જાકું દેખે છાતી ઠરે, વાકા પડ્યા દુકાળ.  એમ કહીને બોલ્યા જે, ‘જેમ મહારાજને જોઇને સમાધિ થઇ જાય ને જીવ સુખિયો થઇ જાય છે, તેમ નિરંજનાનંદસ્વામીને દર્શને કરીને સમાધિ જેવું સુખ વર્ત્યા કરે, એવાના દુકાળ છે.’ ત્યારે પૂછ્યું જે, ‘જેને દર્શને કરીને છાતી ઠરે છે એવો એમાં શો ગુણ હોય જે આગલ્યાને જોઇને છાતી ઠરે છે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે,‘જેની સામું જોઇને વૃત્તિ પાછી વળી આવે ત્યારે છાતી ઠરે છે ને જેની સામું જોઇએ ને વૃત્તિ ચળાયમાન થાય તો તેને દેખીનેને છાતી ઠરે નહિ.’ ત્યારે પૂછ્યું જે, ‘જેને દેખીને છાતી ઠરે છે એવા ગણુ આવ્યાનું શું કારણ છે ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘એવા ગણુ તો ન જ આવે તે ગમે તો ભળે ો રહે કે સેવા કરે ને ગમે તો કહે તમે કર,ે તોપણ મોટાના ગણુ તો આવે જ નહિ.’ ત્યારે વળી હાથ જોડીને પૂછ્યું જે, ‘હે મહારાજ ! શો ઉપાય કરે ત્યારે એવા ગણુ આવે ? વચનામૃતમાં તો બહુ ઠેકાણે કહ્યું છે જે, સત્પુરુષના ગણુ તો મુમુક્ષુમાં આવે છે.’ ત્યારે સ્વામી બોલ્યા જે,‘સત્પુરુષના ગુણ તો, તો આવે, જો એવાને નિર્દોષ સમજે ને સર્વજ્ઞ જાણે ને એવા છે તેની […] read more
0 Views : 181

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૩પ

અમને મહારાજ એમ કહેતા જે, બીજા તો અભાગિયા  પણ યાદવ તો નિરંતર અભાગિયા એમ કહીને બોલ્યા જે, જેવા મહારાજ છે ને જેવા આ સાધુ છે તેને જેમ છે તેમ ન જાણે તે તો નિરંતર અભાગિયા; કેમ જે, છોંતેરાનો મેઘ વરસ્યો ને  વુઠે મેહે કાળ પડ્યો; ને ગંગામાં નહાયો ને માથું કોરું રાખ્યું ! અને એમ જાણ્યા વિના આ સત્સંગમાં રહ્યાં છે, તે તો જેમ છોકરાં ને વાછડાં રહ્યાં છે એમ રહ્યા છે, પણ જેવા છે તેવા જાણી શકતા નથી. અને સત્સંગનો મહિમા તો બહુ મોટો છે; તે મહારાજ કહેતા જે, આ સત્સંગ તો બ્રહ્મરૂપ ને મહાવિષ્ણુરૂપ છે. એમ કહીને બોલ્યા જે, ધન્ય ધન્ય સો જન્મ, શોધી સત્સંગતિ આયો; તીરથ વ્રત જપ જોગ, સબનકો ફળ સો પાયો. કિયો વચનમેં વાસ  , ભયો તેહિ બેહદ વાસા;  હરિ હરિજન રસ રૂપ, રહત તહાં પ્રગટ પ્રકાશા. જેહિ મન વચન પર વેદ, કહે તેહિ સુખમેં સતત રહે; જન મુકુંદ સો સત્સંગકો, મહિમા કો મુખસેં કહે ? એવો સત્સંગનો મહિમા કહ્યો છે. ।।૩૫।। read more
0 Views : 221

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૩૬

એક દિવસ સ્વામી સૂતા હતા તે બેઠા થઇને પ્રશ્ન પૂછ્યું જે, ‘સારામાં સારું તે શું છે ? ને ભૂંડામાં ભૂંડું તે શું છે ?’ ત્યારે કોઇ બોલ્યા નહિ. ત્યારે સ્વામી બોલ્યા જે, ‘સારામાં સારું તો આ ભગવાન ને આ સાધુનો સંબંધ થયો છે તેથી કાંઇ સારું નથી ને તેથી કાંઇ સારું સમજવાનું પણ નથી, ને ભૂંડામાં ભંૂડું શું છે ? જે આ ભગવાન ને સાધુને વિષે મનુષ્યભાવ આવે છે, તેથી બીજું કાંઇ ભૂંડું નથી. તે મનુષ્યભાવ શેણે કરીને આવે છે ? તો લોક, ભોગ, દેહ ને ચોથો પક્ષપાત તેણે કરીને મનુષ્યભાવ આવે છે. તેમાં જેવું પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે તેવું તો પંચવિષયે કરીને પણ નથી થાતું. તે પક્ષે કરીને તો ગોપાળાનંદસ્વામીને માથે પાણા નાખ્યા, ને ઝોળીમાં દેવતા  નાખ્યા, તે દેવતાના કાઢનાર (ગુ.સ્વામી પોતે) આંહીં બેઠા છે.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘એવો સંસ્કાર  તો અમારે માથે ઘણો થયો છે. તે જીવ થકી ખમાય નહિ; ને એવા અવળા પક્ષે કરીને મોટા સાધુના અવગુણ લીધા છે તેણે કરીને તો ભૂતની યોનિને પામ્યા છે અને વળી કોઇ અવગુણ લેશે તે પણ પામશે, ને તે પાપે કરીને ખાવી વિષ્ટા  ને પીવી લઘુશંકા એવા દુઃખને ભોગવે છે પણ સુખ તો કયાંઇ થાય નહિ.’ ।।૩૬।। read more
0 Views : 157

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૩૭

એક દિવસ સ્વામીએ એમ વાત કરી જે, ‘કેટલાક એમ જાણે છે જે, સ્વામી અમારી કોર છે ને કેટલાક એમ જાણે છે જે, સ્વામી અમારી કોર છે; એમ એ સર્વે પોતપોતાના અભિપ્રાય પ્રમાણે અમારો અભિપ્રાય જાણે છે. પણ અમારો અભિપ્રાય તો મોટા મોટા સદ્ગુરુ પણ જાણી શકયા નથી, તો આજ તમે શું જાણશો ?’ ત્યારે પૂછ્યું જે, બહુ મોટા હોય તેનો અભિપ્રાય નાનો હોય તે જાણે કે ન જાણે ? ત્યારે સ્વામી બોલ્યા જે, ‘શું ધૂળ જાણે ! જે પતંગિયો હોય તે સૂર્યનો અભિપ્રાય જાણે છે ? નથી જાણતો; તેમ મોટાનો અભિપ્રાય તો જણાય જ નહિ, એ સિદ્ધાંત વાત છે.’ ।।૩૭।। read more
0 Views : 126

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૩૮

પછી વળી સ્વામીએ વાત કરી જે, મોરે તો મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો અને તે પ્રથમના પ્રકરણમાં ધ્યાન કરવું, ત્યાગ રાખવો, સત્સંગ કરવો, મંદિર કરવાં ને ભણાવવાં ઈત્યાદિક અનેક પ્રકારનો રાજીપો હતો અને આ વર્તમાનકાળે ભગવાનનો શેમાં રાજીપો છે ? તો નટની માયાના (પંચાળાના સાતમાં) વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે, તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું ને તેવી રીતે જ આ સંતનું સ્વરૂપ પણ સમજવું ને ભગવાનની આજ્ઞા પાળવી ને રૂડા સાધુનો સંગ રાખવો; તેની ઉપર મહારાજ રાજી રાજી રાજી જ છે. એમ કહીને મસ્તક ઉપર કળાઇ  મૂકીને તકિયા ઉપર ઢળી ગયા. ને વળી એમ બોલ્યા જે, બીજું અધિક કાંઇ સમજવાનું નથી, એટલું જ સમજવાનું છે જે, મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સંત બધાયે અક્ષર છે અને ઓલ્યા મૂળ અક્ષર છે તે પણ આંહીં દેહ ધરીને આવ્યા છે. એ બે વાત પ્રથમના (એકોતેરના) વચનામૃતમાં કહી છે. ને એ બે વાતને તો નથી સમજયો ને તે વિના તો – પીંગળ પુરાણ શીખ્યો, ગાતાં વાતાં શીખ્યો, શીખ્યો સર્વે સૂરમેં; એક રામ નામ બોલવો ના શીખ્યો, તો શીખ્યો સર્વે ગયો ધૂરમેં.  એ વાત અમદાવાદના સાધુની આગળ કહી ને ગાદી ઉપર હાથ નાખ્યો. ।।૩૮।। read more
0 Views : 134

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૩૯

સ્વામીએ એમ વાત કરી જે, આગ લગી ચહુ ઓર અવિદ્યાકિ  અતિ ભારી; અધો ઊર્ધ્વ અરુ મધ્ય દિશોદિશ  ભૂજા  પસારી. વિષય ભોગવિલાસ, કર્મીકો કર્મ દઢાયો; કવિ ગુની પંડિત જાન તાહિ લે તહાં ડુબાયો. તેહી વાકજાળ ડારી વિકટ નરનારી આવૃત્ત કિયે; જન મુકુંદ મદમચ્છર લગ્યો યું માયા વશ કર લિયે. ત્યારે રૂપશકં રે કહ્યું જે, ‘મોરે તો હું અમે જાણતો જે, અવિદ્યા બીજે ઠેકાણે છે ને હવે તે અમે જણાણું જે, અવિદ્યા આંહીં જ રહી છે.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘અવિદ્યાનું સાસરું જ આંહીં છે; તે જયાં ત્યાં જઇને અવિદ્યાને પોતાનું રૂપ ઉઘાડું કરવું છે. અને અમારે ભગવાનનું ને અમારું રૂપ ઉઘાડું કરવું છે અને બીજાના મનમાં તો એમ છે જે જૂનાગઢના મંદિરનું તો સ્વામી નહિ હોય ત્યારે પડી ભાંગશે, પણ મહારાજની ને મોટા સાધુની દષ્ટિ છે તો સર્વોપરી કરવું છે. ને વીજળીનો ઝબકારો દેખીને ગધેડીએ પાટું નાખવા માંડી, તેણે કરીને વીજળી આળસવાની ૫ છે નહિ, ને પાટું નાખી નાખીને પગ તો ભાંગી જાશે; તેમ અવિદ્યાએ કરીને પોતાના જીવનું ભૂંડું કરશે; ને મહારાજનું ને મોટા સાધુનું કર્તવ્ય હશે તે તો ખોટું નહિ જ થાય.’ ।।૩૯।। read more
0 Views : 131

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૪૦

અને આજ તો સત્સંગમાં ભગવાન પ્રગટ બિરાજે છે, નહિ તો વીસ-વીસ વર્ષના સંસાર મૂકીને કેમ ચાલ્યા આવે ? ને કામ- ક્રોધાદિક તો એવા બળિયા છે જે શિવ બ્રહ્માદિકની પણ લાજ લીધી છે. અને એ કામાદિક જેને વિષે આવે છે તેને ગળી જાય છે, તે આજ તો મહારાજે ને મોટા સાધુએ ઠોઈ  રાખ્યા છે, જેમ બ્રહ્માંડથી પર મહાજળ છે તેમાં મોટા મોટા મચ્છ છે, તે બ્રહ્માંડની સમીપે આવે તો આખા બ્રહ્માંડને પણ ગળી જાય એવડા મોટા છે, પણ પ્રદ્યુમ્નને ચોકીમાં રાખ્યા છે તે જો બ્રહ્માંડની સમીપે ગળવા આવે તો માથામાં ગદા મારે તે કરોડો યોજન  જાતા રહે. તેમ કામ-ક્રોધાદિકને તો મહારાજે ને મોટા સાધુએ ઠોઇ રાખ્યા છે; નહિ તો આમાં રહેવાય નહિ. એમ કહીને બોલ્યા જે, ‘આ ગિરનાર છે તેને ઉડાડવાનો મનસૂબો થાય છે ?’ ત્યારે કહ્યું જે, ‘ના મહારાજ !’ પછી સ્વામી બોલ્યા જે, ‘મનમાં ધાર્યુ નથી, નહિ તો ઉડાડી મૂકીએ. કેમ જે, પૃથ્વીના મનુષ્ય સર્વેને ભેગાં કરીએ ને લુહારમાત્ર માંડે લોઢાં  ઘડવા ને આપણે માંડીએ સુરંગો દઇને ઉડાડવા, તો ચાર-પાંચ વરસમાં ચૂરેચૂરા કરીને ઉડાડી મૂકીએ; તેમ કામ-ક્રોધાદિક ગમે તેવા બળિયા હોય પણ જો મનમાં ધારીએ તો ઉડાડી મૂકીએ એમા કાંઇ સંશય નથી.’ ।।૪૦।। read more
0 Views : 134
Powered By Indic IME