Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૨
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- રપ

પછી વળી સ્વામીએ વાત કરી જે, શ્રીજીમહારાજનો ને મોટા સાધુનો જે હૃદગત અભિપ્રાય જાણવો તે તો બહુ જ કઠણ છે. તે તો કયારે જણાય ? તે એક કલ્પ સુધી જો મુકતાનંદસ્વામી તથા ગોપાળાનંદસ્વામી તથા કૃપાનંદસ્વામી એવાને સેવીએ ત્યારે જણાય. પણ તે વિના તો જણાય જ નહિ, એ સિદ્ધાંત વાર્તા છે. ને તે વિના જે કાંઇ આપણને જણાય છે તે તો શ્રીજી મહારાજની ને આ મોટા સંતની દષ્ટિ વડે કરીને જણાય છે. ને તેની દષ્ટિ કયારે થાય ? તો દઢ ધર્મ હોય તથા આત્માપરમાત્માનું અતિ દઢ જ્ઞાન હોય તથા પંચવિષયમાં અતિશે દઢ વૈરાગ્ય હોય તથા પુરુષોત્તમ ભગવાનની માહાત્મ્ય જ્ઞાને સહિત અનન્ય ભકિત હોય, તેને માથે દષ્ટિ થાય છે, પણ દેહાભિમાનીને માથે દષ્ટિ થાતી નથી. ને તે વિના જે કાંઇ દષ્ટિ જેવું જણાય છે તે અંતે નહિ જ રહે, એમાં કાંઇ સંશય નથી. ।।૨૫।। read more
0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ર૬

વળી સ્વામીએ વાત કરી જે, ‘જેવો સત્સંગ થાય છે તેવો જણાય જ નહિ, ને કોઇકને જણાય તો સત્સંગ કરે નહિ, ને જો કોઇક કરે તો જેવો સત્સંગ છે તેવો થાય નહિ, ને જો થાય તો જાળવવો બહુ કઠણ પડે છે, તે કાં તો બહેકી  જાય ને કાં તો ગાંડો થઇ જાય, પણ જળવાય નહિ. અને તે સત્સંગ કોણ જાળવે ? તો જેને મહારાજને વિષે ને આ મોટા સંતને વિષે માહાત્મ્ય જ્ઞાને સહિત પ્રીતિ થાય તે જ જાળવે પણ બીજાથી તો જળવાય નહિ.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘આજ વર્તમાનકાળે જેણે દેહ ધર્યા છે તેને તો એક પગલું અક્ષરધામમાં છે ને જેને આવા સાધુની ઓળખાણ થઇ છે તેને તો બેય પગલાં અક્ષરધામમાં જ છે; પણ જેને એ વાતનું જ્ઞાન નહિ તેને એ વાત સમજાય નહિ. ને આ સત્સંગમાં તો અનંત પ્રહ્લાદ, અનંત અંબરીષ ને પર્વતભાઇ જેવા અનંત છે, પણ સાધુના સમાગમ વિના જ્ઞાન થાય નહિ ને જ્ઞાન થયા વિના એવો મહિમા જણાય નહિ ને મહિમા જાણ્યા વિના સુખિયો થાય નહિ, એમાં કાંઇ સંશય નથી.’ ।।૨૬।। read more
0 Views : 115

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ર૭

સ્વામીએ વાત કરી જે, ખરેખરું જ્ઞાન થાય તો તે માયાના પેચમાં  આવે નહિ, તે જેમ જળકૂકડીને જળ લોપે નહિ, તેમ એવા પુરુષ માયામાં આવે તોયે માયા લોપી શકે નહિ, તથા જેમ જળકાતરણી માછલી છે તે જાળમાં આવે નહિ, કેમ જે, બેય કોરે અસ્ત્રા જેવી ધારો હોય તે જાળને કાપીને નીસરી જાય. તેમ એવા સમર્થ પુરુષ હોય તે અનંત જીવોને માયા પર કરી મૂકે એવા છે. ને તમારે તો આ પૃથ્વીનું વેજુ  છે, તે શું ? તો પ્રત્યક્ષ મહારાજ ને પ્રત્યક્ષ સંત પ્રગટ વિરાજે છે, એવું તમારું મોટું ભાગ્ય છે. તે ઉપર શેરડીની ગાંદળીનું  દષ્ટાંત દીધું : જેમ શેરડીનો સાઠો હોય, તેનું થડિયું તે કઠણ હોય ને પીછું હોય તે મોળું હોય ને વચલી ગાંદળી હોય તે મીઠી હોય તેમ તમારે પ્રભુ ભજવામાં આજ સાનુકૂળ છે, કેમ જે, મોટા સંતનો યોગ છે. ને મોરે તો મારતા ને ખાવા મળતું નહિ, ને આજ તો સર્વ અંગે સાનુકૂળ છે, તે પ્રભુ ભજી લેવા પણ આળસંુ થાવું નહિ. ।।૨૭।। read more
0 Views : 114

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ર૮

સ્વામીએ એમ વાત કરી જે, ‘સો કરોડ રાખનાં પડીકાં વાળીને પટારામાં ભરી મૂકીએ ને તાળાં દઇ રાખીએ ને જે દિવસ કાંઇક કામ પડે ને કાઢીએ તો કાંઇ સારું નીસરે ?’ ત્યારે કહ્યું જે, ના મહારાજ ! ત્યારે સ્વામી બોલ્યા જે, ‘મહારાજની મૂર્તિ વિના ને આવા સાધુ વિના પ્રકૃતિ પુરુષ સુધી રાખનાં પડીકાં જ છે. તે ગમે તો મૂર્તિને મૂકીને દેવતાના લોકમાં જાઓ ને ગમે તો ઇશ્વરકોટીના લોકમાં જાઓ ને ગમે તો પુરુષકોટીના લોકમાં જાઓ, પણ મહારાજની મૂર્તિ વિના ને આ સાધુ વિના સુખ કે શાંતિ કયાંય નથી.’ એમ કહીને બોલ્યા જે, સુરપુર  નરપુર  નાગપુર  , એ તીનમેં સુખ નાહીં; કાં સુખ હરિકે ચરનમેં, કાં સંતનકે માંહી. ।।૨૮।। read more
0 Views : 126

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ર૯

સ્વામીએ એમ વાત કરી જે, ચંદ્રમાનું પ્રતિબિંબ જળમાં પડે છે ત્યારે તેને જોઇને માછલું રાજી થાય છે ને એમ જાણે જે આ પણ આપણા જેવું માછલું છે, પણ જેવો ચંદ્રમા છે ને જેવું તેનું મંડળ છે ને જેવું તેમાં તેજ છે ને જેવું તેનું ઐશ્વર્ય ને સામર્થ્ય છે તેને માછલું જાણી શકતું નથી. તથા જેમ સમુદ્રમાં વહાણ ચાલ્યું જતું હોય તેને મોટા મચ્છ હોય તે જોઇને મનમાં એમ જાણે જે આપણા જેવો મચ્છ છે તે ચાલ્યો જાય છે, પણ જેવું વહાણ છે ને સમુદ્ર તારે એવું છે ને લાખો-કરોડો રૂપિયાનો માલ લઇ જાય છે ને લાવે છે, તેને જાણી શકતો નથી. તે તો દષ્ટાંત છે. ને એનો સિદ્ધાંત તો એ છે જે, જેવા મહારાજ છે ને જેવા મહારાજના સંત છે ને જેવા તેમનાં સ્વરૂપ, સ્વભાવ, ગુણ, ઐશ્વર્ય ને સામર્થ્ય છે તેને જાણતા નથી. જેમ માછલું ને મચ્છ પોતે પોતા જેવા જાણે છે; તેમ જે મનુષ્ય છે તે પણ પોતા જેવા જાણે છે, પણ જેવા છે તેવા જાણતા નથી.’ એમ કહીને આ શ્લોક બોલ્યા જે, અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતમ્ । પરં ભાવમજાનન્તો મમ ભૂતમહેશ્વરમ્ ।। એવા જે મૂર્ખ છે ને મૂઢમતિ જીવ છે તે મનુષ્ય જેવા જાણે છે, પણ અનંતકોટિ જીવોને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં લઇ જાય એવા છે, અમે તેને […] read more
0 Views : 145

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૩૦

એક હરિજન સંસાર મૂકીને આવ્યા, તેને બોલાવીને સ્વામીએ વાત કરી જે,‘એક કઠિયારો હતો તે લાકડાનાં ભારા લાવીને વેચતો. પછી એક દિવસ હેમગોપાળની ઝાડીમાંથી બાવના  ચંદનનું લાકડું આવી ગયું. તેને ખબર વિના ચૂલામાં સળગાવ્યું ને તેની સુગંધ કોઇક શાહુકાર હતો તેને આવી. પછી તે શાહુકારે પૂછ્યું જે, આ ગામમાં બાવના ચંદન બાળે એવો ધનાઢ્ય કોણ છે ? પછી સર્વેએ કહ્યું જે, આ ગામમાં તો કઠિયારા રહે છે. પછી તે શાહુકારે ત્યાં જઇને બાળતાં થોડુંક રહ્યું હતું તે લાવીને વિષ્ણુ ભગવાનને ચડાવ્યું. તે એણે જયારે દેહ મૂકયો ત્યારે વિષ્ણુના લોકમાં ગયો. એ તો દષ્ટાંત છે, એનો સિદ્ધાંત તો એ છે જે, હેમગોપાળને ઠેકાણે તો આ ભરતખંડ છે ને બાવના ચંદનને ઠેકાણે તો મનુષ્યદેહ છે. તે ખબર વિના સ્ત્રી, દ્રવ્ય, દીકરા, દીકરી, લોક, ભોગ ને દેહ તેને વિષે બાળી દે છે, તેમ આપણે બાળવું નહિ. આપણે તો ‘અથર્ં સાધયામિ કે દેહં પાતયામિ.’ એમ જ કરવું.’ એમ કહીને બોલ્યા જે, ‘કોટિ જન્મ લગ રગડ હમારી, વરું શંભુ કે રહું કુમારી . ’ એટલી વાત કરીને ઊઠ્યા. ।।૩૦।। read more
0 Views : 122

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૩૧

એક હરિજને પ્રશ્ન પૂછ્યું જે, મચ્છરથી તે ગરુડ સુધી ભેદ કહ્યા છે, તે મચ્છરિયું તે ગરુડની ગતિ કમે કરે ? અમે અણવિશ્વાસ નું અંગ રહે છે. ત્યારે સ્વામી બોલ્યા જે, ‘ગરુડ પૃથ્વી ઉપર આવ્યો હોય ને તેની પાંખમાં મચ્છરિયું બેસી જાય તો કેટલો પ્રયાસ પડે ?’ ત્યારે કહ્યું,‘કાંઇ પ્રયાસ પડે નહિ.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘ગોપાળાનંદસ્વામી ને મુક્તાનદં સ્વામી તે તો ગરુડ જેવા છે, તેની પાંખમાં આપણે બેસી ગયા છીએ, માટે કાંઇ ચિંતા ન રાખવી.’ ત્યારે વળી પૂછ્યું જે,‘પાંખ તે શી સમજવી ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘આજ્ઞા ને ઉપાસના એ બે પાંખો છે, તેને મૂકવી જ નહિ, તો સહેજે જ અક્ષરધામમાં જવાશે એમાં કાંઇ સંશય નથી.’ એમ કહીને વળી બોલ્યા જે,‘ત્રણ પ્રકારનાં પંખી છે; તેમાં કેટલાક પંખી તો વૃત્તિ દ્વારા ઇંડાં સેવે એવાં છે, કેટલાક પંખી તો દષ્ટિ દ્વારે સેવે એવા એવા છે, ને કેટલાક પંખી તો પાખં માં રાખીને સેવે એવાં છે. તેમાં વૃત્તિ દ્વારા ઈંડું સેવાતું હોય તે ઈંડું દષ્ટિમાં આવે તો ગંદુ રહે ?’ ત્યારે કહ્યું જે,‘ન રહે. ’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘એ ઈંડું પાંખમાં આવીને પડે તો શું ગંદું રહે ? ન જ રહે. ’ અમે કહીને બોલ્યા, એ તો દષ્ટાતં છે, એનો સિદ્ધાંત તો એ છે જે, ‘વૃત્તિ દ્વારે સેવે એવા તો ગોપાળાનંદ […] read more
0 Views : 134

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૩ર

સ્વામીએ વાત કરી જે, ભજન કરતાં કરતાં ક્રિયા કરીએ તો અંતરમાં ટાઢું રહે ને તે અંતરમાં ટાઢું જોઇને મોટા સાધુ રાજી થાય, ને જેની ઉપર મોટા સાધુ રાજી થાય તેનો જીવ સુખિયો થઇ જાય, ને જેનું અંતર ગંધાતું હોય તેને દેખીને શું રાજી થાય ? ત્યારે પૂછ્યું જે,‘ભગવાન ને સાધુ તો બહુ રાજી થયા.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘જો મહારાજ રાજી ન થયા હોય તો આવો યોગ કયાંથી થાય ?’ તે મહારાજે પોતે કહ્યું છે જે,‘મારો રાજીપો થાય તેને બુદ્ધિયોગ આપું છું, ને કાં તો રૂડા સાધુનો સંગ આપું છું.’ તે બુદ્ધિયોગ તે શું ? તો બુદ્ધિને વિષે એવું જ્ઞાન જે ભગવાન રાજી થાય.’ ત્યારે પૂછ્યું જે, ‘ભગવાન નિરંતર રાજી કેમ રહે ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘ભગવાનને નિરંતર રાજી રાખવા હોય તેને ભગવાનની આજ્ઞા લોપવી નહિ અને આપણને ભગવાનનું સ્વરૂપ મળ્યું છે તે વિના બીજે સુખ ઇચ્છવું નહિ, ને ખરેખરા ભગવાનના સાધુ હોય તેનો સંગ રાખવો, તો તેની ઉપર ભગવાન ને મોટા સાધુ નિરંતર રાજી રહે, એમાં કાંઇ સંશય નથી.’ ।।૩૨।। read more
0 Views : 132
Powered By Indic IME