Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૨
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૧૭

પછી વળી સ્વામીએ વાત કરી જે, મહારાજે અનંત પ્રકારની વાતો જીવના મોક્ષને અર્થે પ્રવર્તાવી છે; પણ તેમાં ચાર વાતો છે તે તો જીવનું જીવન છે. તે શું ? તો, એક તો મહારાજની ઉપાસના, ને બીજી મહારાજની આજ્ઞા, ને ત્રીજી મોટા એકાંતિક સાથે પ્રીતિ, ને ચોથું ભગવદી સાથે સુ દપણું, એ ચાર વાતો તો જીવનું જીવન છે, તેને તો મૂકવી જ નહિ. ને જો અશુભ દેશ, કાળ, સંગ, ક્રિયા, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા ને દેવતા એ આઠ અશુભનો યોગ થાય, તો મહારાજને ને બીજા અવતારાદિકને વિષે સમભાવ કરાવી નાખે અને આજ્ઞાને વિષે ગૌણપણું દેખાડી દે, ને મોટા સાધુને ને સત્સંગમાં ગડબડગોટા વાળતો હોય  એ બેયને એકપણે કરી મૂકે, ને ભગવદીને વિષે દોષ દેખાડી દે, એ આઠ દેશાદિક તો અસત્પુરુષને વિષે રહ્યા છે. માટે જેને જીવનું જીવન રાખવું હોય, તેને તો ઓળખીને જીવ જોડવો. ત્યારે એક હરિજને હાથ જોડીને કહ્યું જે, ‘મારે તો બહુ બંધન થયું છે, તે હું તો કેમ કરું ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘હું તો ઘણોય સુખિયો કરી મૂકું પણ તેમ તમારાથી થાય નહિ, ને હું કહું એમ જો તમે કરો તો ત્યાથીં ગાંડા થાઓ, ત્યારે એ વાત થાય, પણ તે વિના તો થાય જ નહિ.’ ત્યારે વળી પૂછ્યું જે, ‘તમે કહો તેમ કરે ત્યારે ગાંડો કેમ કહેવાય ?’ […] read more
0 Views : 137

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૧૮

સ્વામીએ વાત કરી જે,‘સાધુ તો કયાં ઓળખાય છે ?’ એમ કહીને બોલ્યા જે, “જે વરસે છત્રિયું ભાંગિયું ને પટારા કઢાવ્યા તે દિવસે એક સાધુએ મને એમ કહ્યું જે, ‘આ ભજનાનંદ સ્વામી જેવા સત્સંગમાં કોઇ સાધુ નથી, કેમ જે, બીજાના પટારામાંથી નીસર્યું પણ એના પટારામાંથી કાંઇએ ન નીસયુર્ં.’ ત્યારે મે કહ્યું જે, ‘શું તારું કપાળ નીસરે ! ગામમાં કયાંય મૂકયું હશે. ને કાઇં ન હોય તો બે પટારા રાખવાનું શું કામ હોય ? અને સત્સંગમાં વૈદું કરી કરીને ઘણું પદાર્થ ભેગું કર્યું, હતું, તે કુસંગમાં કયાંઇ રહ્યું, પણ સત્સંગના કામમાં આવ્યું નથી. તે જુઓને એવાને પણ બહુ મોટા માન્યા હોય, માટે સાધુ ઓળખાય નહિ.” એમ કહીને વળી બોલ્યા જે,”પ્રથમ મહારાજે મંડળ બંધાવ્યાં, ત્યારે સર્વે સાધુને કહ્યું જે, ‘ગુરુ ગુરુ હોય તે ઊઠીને એક કોરે બેસો.’ ત્યારે જેટલા ગુરુ હતા તે સર્વે ઊઠીને એક કોરે બેઠા. પછી મહારાજે કહ્યું જે, ‘જેને જયાં મળતું આવે તેમ બેસો.’ પછી જેને જેમ મળતું હતું તેમ તે સર્વે બેઠા.” પછી સ્વામી કહે, “હું બ્રહ્માનંદસ્વામી પાસે રહેતો તે ઊઠીને આત્માનંદસ્વામી પાસે જઇને બેઠો. કેમ જે, બ્રહ્માનંદસ્વામી ટોકે નહિ ને પોતે તો મહા કવિરાજ તે ખાવાનું બહુ આવે, તે જુવાન અવસ્થાવાળાને ઠીક નહિ. પછી મહારાજે ઊઠીને જયાં સંતના મંડળ બેઠાં હતાં ત્યાં આવીને જોતે જોતે જયાં આત્માનંદસ્વામી બેઠા […] read more
0 Views : 164

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૧૯

સ્વામીએ વાત કરી જે, ‘બીજે જીવ કયાંઇ અટકતો નથી ને મહારાજને પુરુષોત્તમ કહેવા તેમાં અટકે છે.’ પછી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યું જે, ‘મહારાજનાં ચરિત્ર દીઠાં-સાંભળ્યા હોય, તોયે કહેતાં-લખતાં અટકે છે કેમ ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘એક ઘોડાનો સ્વપ્નમાં પગ ભાંગ્યો. તે જાગ્યો ત્યારે તોળીને ઊભો, પણ પગ માંડે નહિ. પછી વૈદને દેખાડ્યો; ત્યારે વૈદે કહ્યું જે, આ ઘોડાનો પગ ભાંગ્યો નથી, તેમ કાંઇ માંદો થયો નથી, એને તો સ્વપ્ન થયું છે તે પગ તોળીને ઊભો છે. ત્યારે પૂછ્યું જે, એનું કેમ કરવું ? ત્યારે એણે કહ્યું જે, બસેં ઘોડાં સાબદાં  કરો ને તોપોના ને બંદૂકોના ભડાકા કરવા માંડો, એટલે ચમકશે ત્યારે સ્વપ્ન થયું છે તે મૂકી દેશે. તેમ એને શાસ્ત્રના શબ્દની ભ્રાંતિ  પડી છે, તે આમ ને આમ નિરંતર ધડાકા ને પડકારા કરશું તો મૂકી દેશે.’ એટલી વાત કરી.’ ને પછી રઘુવીરજી મહારાજ ગાદી ઉપર ચંપાના ત્રણ ફૂલ મૂકીને બોલ્યા જે, ‘કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે ને કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે, પણ આ ફૂલ સુધી તો કોઇ પૂગતા નથી.’ એમ મર્મમાં વાત કરી. પછી સ્વામીએ ત્રીજું ફૂલ હતું તે અચિંત્યાનંદ બ્રહ્મચારીને દીધું. પછી રઘુવીરજી મહારાજે કહ્યું જે,‘સ્વામી! પારસા આવ્યા  કે ?’ એમ કહીને જમવા પધાર્યા. ।।૧૯।। read more
0 Views : 141

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ર૦

એક મોટા હરિભકત હતા, તેણે સ્વામીને બોલાવીને કહ્યું જે, ગાડીમાં આવો. ત્યારે સ્વામી ગાડીમાં બેઠા. પછી પ્રશ્ન પૂછ્યું જે,‘હૃદયમાં ટાઢું કેમ થાય ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘ટાઢું તો, તો થાય જે, જેમ ભગવાન સામું જોઇ રહીએ છીએ તેમ જયારે મોટા સાધુ સામું જોઇ રહીશું ત્યારે ટાઢું થાશે.’ એમ કહીને વળી બોલ્યા જે,‘જેમ ગાયનું વાછરું હોય તે ગાયના શરીરમાં ગમે ત્યાં થબડકા  મારે, પણ દૂધનું સુખ આવે નહિ, તે તો જયારે આંચળને વળગે ત્યારે દૂધનું સુખ આવે છે. તે તો દષ્ટાંત છે ને એનો સિદ્ધાંત તો એ છે જે, આ બધોયે સત્સંગ તો મહારાજનું શરીર છે, પણ જે મોટા એકાંતિક સાધુ છે, તે દ્વારા તો મહારાજ અખંડ રહ્યા છે, તેથી જ તે સંતને વળગે છે તેને મહારાજનું સુખ આવે છે, જેમ ગાયના આંચળમાંથી દૂધ આવે છે તેમ.’ ।।૨૦।। read more
0 Views : 138

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ર૧

સ્વામીએ એક દિવસ શિવલાલને ગાડીમાં બેસાડીને કહ્યું જે, ‘તારા મનમાં તું અમે જાણે છે જે, મેં ગઢડામાં મૂર્તિ  પધરાવી ને ભાવનગરમાં રઘુવીરજી મહારાજને પધરાવ્યા એ કામ બહુ મોટું કર્યું, પણ તારા જીવ સામું જોઉં છું ત્યાં તો અર્ધો સત્સંગ રહ્યો છે.’ ત્યારે હાથ જોડીને કહ્યું જે,‘હા મહારાજ !’ પછી સ્વામી બોલ્યા જે,‘આવા સાધુને મૂકીને જે સુખ ઇચ્છવું, તે તો જેમ એક દિવસ ગાયનું વાછરું છૂટીને ગૌશાળાએ ગયું ને જાણે જે, દૂધનું સુખ લઉં; પણ ત્યાં તો પોઠિયા ઉતરેલ, તે જયાં મોઢું ઘાલવા જાય ત્યાં પાટુઓ ખાય. તે પાટુ ખાઇખાઇને મોઢું તો સૂઝી ગયું, પણ દૂધનું સુખ આવ્યું નહિ; પછી પોતાની મા આવી તોયે ધાવવા સમર્થ ન થયું. તેમ આવા સાધુને મૂકીને બીજે સુખ લેવા જાય છે, તે તો પાટુઓ ખાધા જેવું છે. કેમ જે, આજ્ઞા-ઉપાસનામાં ભંગ પાડશે ત્યારે આવા સાધુ પાસે નહિ બેસાય; જેમ ગાયનું વાછરું ગાય પાસે ન ગયું તેમ.’ એમ કહીને બોલ્યા જે, ‘આમ ને આમ બે મહિના સુધી વાતો કરીશ ત્યારે મોરે  ભગવાનમાં જીવ જોડાણો હતો એવો જોડાશે, એવો સ્થૂળભાવ આવી ગયો છે. ને આ વાતો તો ભગવાનમાં જોડાવાની છે.’ ।।૨૧।। read more
0 Views : 184

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- રર

સ્વામીએ એક દિવસ શિવલાલને કહ્યું જે, ‘આજ કયાં ગયાં હતા ?’ પછી હાથ જોડીને કહ્યું જે,‘આજ તો શહેરમાં ગયો હતો, તે ત્યાંથી એક રસોઇ લઇ આવ્યો છું.’ પછી સ્વામીએ કહ્યું,‘રસોઇ કેવી ?’ ત્યારે શિવલાલે કહ્યું જે,‘સોનું લઇને બીજે દીધું તેમાંથી દોઢસો રૂપિયા રહ્યા તેની રસોઇ.’ ત્યારે સ્વામી બોલ્યા જે,‘એ તો ઠીક પણ સોનું લેવાનો સંકલ્પ થયો, પણ કોઇ દિવસ સો કરોડ મણ ઢૂંસા  લઇને કમાણી કરીએ, એવો સંકલ્પ થાય છે ?’ ત્યારે કહ્યું જે, ‘ના મહારાજ !’ ત્યારે સ્વામી બોલ્યા જે,‘મોટા સાધુની સમજણમાં તો મહારાજની મૂર્તિ વિના પ્રકૃતિપુરુષ સુધી તો ઢૂંસા જ છે; પણ તેમાં કાંઇ માલ જણાતો નથી. ને તમે એટલી ઘડી આવા સાધુનાં દર્શન અને વાતો મૂકીને શી કમાણી કરી ?’ અમે કહીને બુદ્ધિનો ડોડ  ટાળી નાખ્યો. ।।૨૨।। read more
0 Views : 139

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ર૩

એક હરિજને પ્રશ્ન પૂછ્યું જે,‘ગોલોકને મધ્યે જે અક્ષરધામ છે એમ સંપ્રદાયના ગ્રંથમાં લખ્યું છે, તે કેમ સમજવું ?’ એ પ્રશ્ન છે, પછી સ્વામી બોલ્યા જે,‘જેવી જેની સમજણ હોય ત્યાં તેણે અક્ષરધામ માન્યું હોય; તેમાં કેટલાકે તો બદરિકાશ્રમને અક્ષરધામ માન્યું હોય, કેટલાકે તો શ્વેતદ્વીપને અક્ષરધામ માન્યું હોય, કેટલાકે તો વૈકુંઠલોકને અક્ષરધામ માન્યું હોય, કેટલાકે તો ગોલોકને અક્ષરધામ માન્યું હોય, પણ જેને મહારાજનો મહિમા જણાય છે તેને જેમ છે તેમ અક્ષરધામ સમજાય છે. તે ઉપર પ્રથમનું ત્રેસઠમું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘જુઓને મહારાજ લખી ગયા છે જે, જેમ ઝીણાં મચ્છર હોય તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય ને કીડીને મધ્યે વીંછી હોય તે મોટો દેખાય ને વીંછીને મધ્યે સાપ હોય તે મોટો દેખાય ને સાપને મધ્યે સમળી હોય તે મોટી દેખાય ને સમળાને મધ્યે પાડો હોય તે મોટો દેખાય ને પાડાને મધ્યે હાથી હોય તે મોટો દેખાય ને હાથીને મધ્યે ગિરનાર જેવો પર્વત હોય તે મોટો દેખાય ને તે પર્વતને મધ્યે મેરુ પર્વત મોટો દેખાય ને તે મેરુ જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિશે મોટો જણાય છે; તેમ ગોલોકને મધ્યે અક્ષરધામ છે એમ સમજવું. પણ કાંઇ એક હાથીમાં ગિરનાર પર્વત આવી ગયો એમ નથી અને બીજા અનંત પર્વતને મૂકીને ગિરનાર પર્વતને ગણ્યો છે ને બીજા અનંત પર્વતને મૂકીને મેરુ પર્વતને […] read more
0 Views : 126

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ર૪

સ્વામીએ વાત કરી જે, “અમે જે જે આજ્ઞા કરીએ તે મહારાજની મૂર્તિ આપીએ  . પણ જેને જ્ઞાન નહિ તેને એ વાત સમજાય નહિ. ને મહારાજનો ને મોટા સાધુનો એક સિદ્ધાંત છે, તે મહારાજને તો પોતાની મૂર્તિનું જ સુખ દેવું છે, પણ ઐશ્વર્યનું સુખ આપવું નથી, કેમ જે, જીવ ઐશ્વર્યાર્થી થઇ જાય. તેમજ મોટા સાધુનો પણ એ જ મત છે જે, મહારાજની મૂર્તિને વિષે જ જોડવા છે, પણ વિષયને વિષે ને દેહને વિષે જોડવા નથી. અને જે વિષયને વિષે જોડે છે તે એકાંતિક નહિ અને જે ઐશ્વર્યને વિષે જોડે છે તે પુરુષોત્તમ નહિ. એ મર્મને તો પ્રહ્લાદે જાણ્યો જે,‘વિષયને આપે તે ભગવાન નહિ અને વિષયને માગે તે ભકત નહિ’; તે માટે જેને ભગવન્નિષ્ઠ  થાવું હોય તેને મહારાજની મૂર્તિ વિના બીજું કાંઇ ઇચ્છવું નહિ, એ સિદ્ધાંત વાત છે.” એમ કહીને વળી બોલ્યા જે,‘આ ભગવાન ને આવા સાધુનું રૂપ તો સિદ્ધિઓ પણ ધરી શકતી નથી, કેમ જે, એ તો અકળ  છે. ને બીજા વિભૂતિ અવતારનું રૂપ તો સિદ્ધિઓ ધરે છે; પણ આ પ્રત્યક્ષ મહારાજ ને આ પ્રત્યક્ષ સંત તેનું રૂપ તો સિદ્ધિઓ ધરતી જ નથી; જેમ જે રાજા ગાદીએ હોય તેનો વેશ તરગાળો  કાઢતો નથી તેમ.’ ।।૨૪।। read more
0 Views : 127
Powered By Indic IME