Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૨
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૯

વળી સ્વામીએ વાત કરી જે, મુકતાનંદસ્વામી તથા બ્રહ્માનંદસ્વામી તે દેશમાંથી ફરીને આવીને પછી શ્રીજી મહારાજની પાસે બેઠા. પછી શ્રીજીમહારાજે બ્રહ્માનંદસ્વામીને પૂછ્યું જે, ‘દેશમાં સત્સંગ કેવો થયો છે ?’ ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે,‘મહારાજ ! સત્સંગ તો બહુ થયો છે.’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘તમે સત્સંગી થયા છો ?’ ત્યારે કહ્યું જે,‘અમે તો ખરેખરા સત્સંગી થયા છીએ.’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘તમે તો હજી ગુણબુદ્ધિવાળા  સત્સંગી થયા છો. ને જો ખરેખરા સત્સંગી હો તો કહો જે, અમે કયાં હતા ને કયાંથી આવીએ છીએ ?’ ત્યારે બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે,‘ના મહારાજ, એવા સત્સંગી તો નથી થયા.’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘અમારા ખરેખરા સત્સંગી તો ગોવરધનભાઇ તથા પર્વતભાઇ આદિક છે, તે તો અમને ત્રણે અવસ્થામાં નિરંતર દેખે છે.’ પછી મુક્તાનદં સ્વામી બોલ્યા જે, ‘એવા સત્સંગી કમે થવાય ?’ ત્યારે મહારાજ બોલ્યા જે,‘એવા સત્સંગી તો, તો થવાય જો માયિકભાવ ટાળીને, પોતાને અક્ષરરૂપ માનીને, મારી મૂર્તિનું ચિંતવન કરો, તો એવા સત્સંગી થવાય.’ ત્યારે બ્રહ્માનંદસ્વામીએ પૂછ્યું જે, ‘હે મહારાજ ! કૃપા કરો તો એવા સત્સંગી થવાય.’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘હજી કૃપા જોઇએ છીએ ? જુઓને અમે અક્ષરધામમાંથી આંહીં આવ્યા, તે પ્રકૃતિપુરુષના લોકમાં પણ ન રહ્યા ને પ્રધાનપુરુષના લોકમાં પણ ન રહ્યા ને અનતં બીજા ધામમાં ને ઇશ્વરના અનંત સ્થાનક તેમાં કયાંય ન રહ્યા ને તમારી ભેળા આવીને રહ્યા […] read more
0 Views : 197

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૧૦

પછી વળી સ્વરૂપાનંદસ્વામીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, ‘હે મહારાજ ! સત્સંગી કા કૈસા કલ્યાન હોતા હૈ ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘જૈસા કલ્યાન મોટા મોટા અવતારકા હોતા હે તૈસા કલ્યાન સત્સંગીકા હોતા હૈ ’ ત્યારે સ્વામી બોલ્યા જે,‘ગુરુસાહેબ ! તબ તો બોત બડા કલ્યાન હોતા હૈ.’ ।।૧૦।। read more
0 Views : 217

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૧૧

પછી વળી સ્વામીએ વાત કરી જે, ગામ જાળિયામાં શ્રીજી મહારાજ બહુ વાર પોઢીને જાગ્યા. પછી સર્વે સંતે પૂછ્યું જે, ‘હે મહારાજ ! આજ તો તમે બહુવાર પોઢી રહ્યા !’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,”તમે બહુ તપ કર્યુ, તે અમે રાજી થયા. માટે આજ તો તમારા સારુ અમે ધામ જોવા ગયા હતા. તે પ્રથમ તો અમે બદરિકાશ્રમમાં ગયા, તે બદરિકાશ્રમવાસીએ અમારી પૂજા, આરતી, સ્તુતિ કરી ને બેઠા. પછી તેને અમે કહ્યું જે, અમારા સાધુ સારુ જાયગા  જોવા આવ્યા છીએ. ત્યારે તેણે કહ્યું જે, ‘હે મહારાજ ! આ ધામ તમારું છે, માટે આંહીં સાધુને રાખો.’ પછી અમને એમ જણાણું જે, આવો તો ચરોતર  છે, કેમ જે કોઠાં, બોરાં ત્યાં પણ મળે છે. પછી અમે ત્યાંથી શ્વેતદ્વીપમાં ગયા, ને ત્યાંના વાસીએ અમને પધરાવીને પૂજા, આરતી, સ્તુતિ કરી ને બેઠા. પછી અમને તેણે કહ્યું જે, ‘મહારાજ! બહુ દયા કરીને દર્શન દીધાં.’ પછી અમે તેને કહ્યું જે, ‘અમારા સાધુ સારુ જાયગા જોવા આંહીં આવ્યા છીએ.’ ત્યારે તેણે કહ્યું જે, ‘હે મહારાજ ! આ ધામ તમારું છે, તે આંહીં સાધુને રાખો.’ પછી અમને જણાણું જે, ‘સ્થાન તો બહુ સારું, પણ પ્રભુ ભજવામાં સુખ જણાણું નહિ. શા માટે જે, ક્ષીરસમુદ્ર  એક કોરે હડુડ્યા કરે છે. પછી તેને જાઇે ને અમે ચાલી નીસર્યા; તે વૈકુંઠ લોકમાં ગયા. તે વૈકુંઠ […] read more
0 Views : 240

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૧ર

પછી વળી સ્વામીએ વાત કરી જે, ‘મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહિ ને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહિ.’ ત્યારે શિવલાલે પ્રશ્ન પૂછ્યું જે, ‘પુરુષોત્તમ કેમ જાણવા ? ને બ્રહ્મરૂપ કેમ થવાય ?’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘મહારાજ તો સર્વોપરી છે ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ છે.’ તે ઉપર મધ્યનું નવમું ને છેલ્લાનું આડત્રીસમું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘આજ તો સત્સંગમાં આચાર્ય, મંદિર ને મૂર્તિઓ તે સર્વોપરી છે, તો મહારાજ સર્વોપરી હોય તેમાં શું કહેવું ? એ તો સર્વોપરી જ છે એમ સમજવું. અને બ્રહ્મરૂપ તો એમ થવાય છે જે, આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન, કર્મ, વચને તેનો સંગ કરે છે તે બ્રહ્મરૂપ થાય છે.’ તે ઉપર વડતાલનું અગિયારમું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘આવા થાય છે ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે.’ એક હરિજને ચાર-પાંચ વચનામૃત વાંચ્યાં, તે વચનામૃતના નામ પ્રથમનું ત્રેવીસમું, મધ્યનું ત્રીસમું ને પિસ્તાલીસમું, ને અમદાવાદનું બીજું ને ત્રીજું. ત્યારે સ્વામી બેઠા થઇને બોલ્યા જે, ‘આ વચનામતૃ તો જાણે સાભં ળ્યા જ નહોતાં !’ એમ કહીને બોલ્યા જે,‘ફેર વાંચો.’ ત્યારે ફેર વાંચ્યા. ત્યારે સ્વામી બોલ્યા જે, ‘આ વચનામૃત સાંભળતાં એમ જાણ્યું જે, કોટી કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. તે આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય, કે ઇશ્વર હોય કે નાના-મોટા ભગવાનના અવતાર […] read more
0 Views : 160

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૧૩

પછી એક હરિજન સામુ જોઇને બોલ્યા જે, ‘તમારે મૂર્તિ તો છે, પણ મંદિર વિના પધરાવશો કયાં ? માટે ભગવાન પધરાવવા હોય તો આમાં કહ્યું એવું મંદિર  કરવા શીખો, તો ભગવાન રહે.’ એમ કહીને બોલ્યા જે, ‘આ મંદિર સારુ મૂર્તિઓ લેવા ગયા ત્યારે સલાટે કહ્યું જે, ‘કેવી મૂર્તિઓ કાઢી આપું ?’ ત્યારે સાધુએ કહ્યું જે, આ નકશા પ્રમાણે કાઢી આપો.’ ત્યારે તે સલાટે કહ્યું જે, ‘લાખો રૂપિયાનું મંદિર હોય ત્યારે એવી મૂર્તિઓ શોભે.’ પછી સાધુએ કહ્યું જે, ‘મંદિર પ્રમાણે જ મૂર્તિઓ લેવા આવ્યા છીએ.’ ત્યારે કહે જે, ‘તો કાઢી આપું.’ પછી સલાટે મૂર્તિઓ કાઢી આપિયું. તેમ આપણે બ્રહ્મરૂપ થયા વિના પુરુષોત્તમ ભગવાન પધરાવશું કયાં ? માટે પુરુષોત્તમ ભગવાન પધરાવવા હોય તો બ્રહ્મરૂપ થાવું. એમ કહીને ઉઠ્યા. પછી એક હરિજનનું કાડું ઝાલીને ચાલ્યા. પછી તેને કહ્યું જે, ‘ખબરદાર સંકલ્પ ક્યારે છે તો !’ ત્યારે ભકતના સંકલ્પ બધં થઇ ગયા ! ૫છી તેને કહ્યું જે, ‘આમ નિરંતર રહેવાય તો સંશયગ્રંથિ, કર્મગ્રંથિ, ઇચ્છાગ્રંથિ, મમત્વગ્રંથિ ને અહંગ્રંથિ આદિક અનેક પ્રકારની ગ્રંથિઓ નાશ પામી જાય છે ને નિરંતર ભગવાનમાં રહેવાય છે.’ ।।૧૩।। read more
0 Views : 189

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૧૪

પછી વળી સ્વામીએ વાત કરી જે, પ્રભુ ભજવા દેહ તો ધર્યો છે, પણ પંચવિષય છે તે દમઘોષના દીકરા  જેવા છે, તે ભગવાનને વરવા દેતા નથી; એવા ભૂંડા છે. ત્યારે પૂછ્યું જે, ‘રુકિમણીજી એકવાર ભગવાનના ગુણ સાંભળીને બોલ્યા જે, ‘વરું તો ભગવાનને વરું નીકર જીભ કરડીને મરું, પણ દમઘોષનો દીકરો જે શિશુપાળ તેને ન વરું’ એમ બોલ્યાં. ને આજ તો મહારાજ ને મોટા સાધુ નિરંતર કહે છે તોય ભગવાનને મૂકીને બીજાને કેમ વરાય છે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે,‘આપણે ભગવાન વરવા  દેહ ધર્યો નથી ને રુકિમણીએ તો ભગવાનને વરવા દેહ ધર્યો હતો. આપણને તો મહારાજનો ને મોટા સાધુનો યોગ થયો છે, તે હમણાં તો ભગવાનમાં રહેવું કઠણ પડે છે, પણ પછી તો નીસરવું કઠણ પડશે, એવો સત્સંગનો પ્રતાપછે.’ ત્યારે પછૂ ્યું જે, ‘આ દહે મૂક્યા પછી કેવું થવાશે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘વ્યાપકાનદં સ્વામી તથા સ્વરૂપાનદં સ્વામી જેવા તો થવાશે, એવો મહારાજનો ને મોટા સાધુનો પ્રતાપછે.’ ।।૧૪।। read more
0 Views : 158

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૧પ

પછી સ્વામીએ વાત કરી જે, જેવા મહારાજ છે ને જેવા આ સાધુ છે તેવા જો જણાય તો તેને સમજવાનું ને કરવાનું કાંઇ રહે નહિ. ત્યારે પૂછ્યું જે,‘જેવા મહારાજ છે ને જેવા સાધુ છે તેને જાણ્યા હોય તેની કેવી સમજણ હોય ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘યો વેત્તિ યુગપત્ સવર્ં પ્રત્યક્ષેણ સદા સ્વતઃ  ।’ એ શ્રુતિ બોલીને કહ્યું જે, ‘એવી સમજણ હોય ત્યારે ભગવાનને ને મોટા સાધુને જાણ્યા કહેવાય.’ ત્યારે વળી પૂછ્યું જે, ‘આવી સમજણ હોય તો ભૂંડું આચરણ કેમ થાય ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘જેને આવી સમજણ હોય તેને તો ભૂંડો સંકલ્પ પણ ન થાય, તો આચરણ તો થાય જ કેમ ? તે જેને જેટલું ભૂંડું આચરણ થાય છે, તેટલું અજ્ઞાન છે ને જેટલું અજ્ઞાન છે તેટલો જ કુસંગ થાય છે.’ ।।૧૫।। read more
0 Views : 154

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૧૬

એક દિવસે વેદાંતીની આગળ સ્વામીએ એમ વાત કરી જે, ભગવાનના સ્વરૂપને જે નિરાકાર કહેનારા છે ને જાણનારા છે ને સત્શાસ્ત્રના અર્થને અવળા કરનારા છે, તે તો અનંત જન્મ સુધી ને અનંત કલ્પ સુધી કોઈ સ્થાનકને વિષે બાળો સાદ  કરીને રોશે નહિ, ને સતયુગમાં લાખ વર્ષ સુધી ને ત્રેતાયુગમાં દસ હજાર વર્ષ સુધી ને દ્વાપરયુગમાં હજાર વર્ષ સુધી ને કળિયુગમાં સો વર્ષ સુધી એને ગર્ભમાંથી શસ્ત્રે કાપી કાપીને કાઢશે પણ બાળો સાદ કાઢીને રોશે નહિ, ને એમને એમ અનંત કલ્પ સુધી દુઃખને ભોગવશે, પણ સુખ તો નહિ જ થાય.’ એમ કહીને બોલ્યા જે, ‘સ્વામિનારાયણે આ પૃથ્વીને વિષે આવીને પાંચ પગ  રોપ્યા છે, તેને ખોટા કરીને જીવનું રૂડું થાય, અમે કહી દેખાડો ? અને તે પાંચ પગ તે શું ? તો નિષ્કામ, નિર્લોભ, નિઃસ્વાદ, નિઃસ્નેહ ને નિર્માન એ જે પાંચ પગ રોપ્યા, તેને ફેરવવાને કોઇ સમર્થ નથી. જેમ રાવણની સભામાં અંગદે પગ રોપ્યો હતો તે કોઇથી ઊપડ્યો નહિ, તેમ અમે પણ પગ રોપ્યા છે તે કોઇથી ખોટા નહિ થાય.’ એમ કહીને નાહવા પધાર્યા. ।।૧૬।। read more
0 Views : 136
Powered By Indic IME