Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૨
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૧

શ્રીધોરાજીમાં લાલવડ હેઠે મહારાજે એકાદશીનો મહોત્સવ કર્યો તે સમયને વિષે મહારાજે પોતાનો પ્રતાપ સહુને જણાવીને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો. પછી આત્માનંદસ્વામીએ મહારાજને કહ્યું જે,‘સત્સંગ બહુ થયો.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘એક એક સાધુ વાંસે લાખો મનુષ્ય ફરે ત્યારે સત્સંગ થયો એમ જાણવું.’ એમ કહીને કહ્યું જે,‘અમે તો સો કરોડ મનવારો  લઇને આવ્યા છીએ; એટલા જીવનો ઉદ્ધાર કરવો છે. તે પ્રથમ તો ચિંતામણિઓ ભરીશું, પછી પારસમણિઓ ભરીશું, પછી હીરા, પછી મોતી, પછી દાગીના, પછી સોનામહોરો, પછી રાળ  , પછી રૂપિયા ને પછી છેલ્લી બાકી ગારો  , એ પ્રકારે પૂરણી કરવી છે; એવી રીતે મુકતના અનંત પ્રકારના ભેદ છે, ને કલ્યાણ પણ અનંત પ્રકારનાં છે.’ એવી રીતે બહુ વાર્તા કરી. ।।૧।। read more
0 Views : 216

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ર

પછી વળી સ્વામીએ વાત કરી જે,એક દિવસ મહારાજ નર્મદામાં નાહીને ધ્યાન કરવા બેઠા, તે ઊઠે નહિ. પછી મુકતાનંદ સ્વામીએ હાથ જોડીને બે-ત્રણ વાર કહ્યું જે,‘હે મહારાજ ! તમે ટીમણ કરો તો ઠીક,’ પછી મહારાજે કહ્યું જે,‘ટીમણ તો કરવા છે, પણ અમારે તો વાત કરવી છે.’ પછી સ્વામીએ કહ્યું જે, ‘હે મહારાજ ! તમે વાત કરો.’ પછી મહારાજ બોલ્યા જે, ‘આ પચાસ કરોડ જોજન પૃથ્વી છે, તેથી દશગણું જળ છે, તેથી દશગણું તેજ છે, તેથી દશગણો વાયુ છે, તેથી દશગણો આકાશ છે, તેથી દશગણો અહંકાર છે, તેથી દશગણું મહત્તત્ત્વ છે, તેથી દશગણા પ્રધાનપુરુષ છે, તેથી અનંતગણી પ્રકૃતિ છે, ને તેથી અનંતગણો પુરુષ છે, ને તેથી અનંતગણું પર અક્ષરધામ છે. ને તે ધામને વિષે રહેનારા જે અનંતકોટિ મુકત છે, તેમને પુરુષોત્તમનો સંબંધ છે પણ બીજાને નથી. કેટલાકને તો ઇન્દ્રાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો બ્રહ્માદિકનો સંબંધ છે ને કેટલાકને તો વૈરાટાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો પ્રધાનપુરુષાદિકનો સંબંધ છે, ને કેટલાકને તો પ્રકૃતિ-પુરુષાદિકનો સંબંધ છે, પણ પુરુષોત્તમનો નથી. ત્યારે મુક્તાનદં સ્વામીએ કહ્યું જે, ‘આંહીં કોઇને પુરુષોત્તમનો સંબંધ હોય તો ?’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘એટલી જ વાત સમજવાની છે; કેમ જે અક્ષરના મુકતને પુરુષોત્તમનો સંબંધ છે કાં તમારે છે, પણ બીજા અવાંતર કોઇને નથી.’ એવી રીતે પોતાના પુરુષોત્તમપણાના પ્રતાપની ઘણીક વાત કરી. […] read more
0 Views : 258

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૩

પછી વળી સ્વામીએ વાત કરી જે, મુકતાનંદસ્વામીને મહારાજે પૂછ્યું જે, ‘અમે જે જે ધામમાં જઈએ છીએ તે તે ધામમાં તમારાં બહુ વખાણ થાય છે; તે તમારામાં એવી શી મોટપ છે, તે સર્વે તમારાં વખાણ કરે છે ?’ એમ કહીને બોલ્યાં જે,‘આ તુંબડી  ફૂટી જાય તો સાજી કરતાં આવડે ?’ ત્યારે મુકતાનંદસ્વામીએ કહ્યું જે, ‘ના મહારાજ’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘તમે તમારી મોટપને જાણતા નથી.’એમ કહીને બોલ્યા જે,‘લ્યો અમે જ કહીએ.’ એમ કહીને કહ્યું જે,‘આ પચાસ કોટી યોજન પૃથ્વી છે, તેથી દશગણું જળ છે ને તેથી દશગણું તેજ છે, તેથી દશગણો વાયુ છે, તેથી દશગણો આકાશ છે, તેથી દશગણો અહંકાર છે, તેથી દશગણું મહત્તત્ત્વ છે, તેથી દશગણા પ્રધાનપુરુષ છે, તેથી અનંતગણા પ્રકૃતિપુરુષ છે, ને તે પ્રકૃતિપુરુષ થકી પર અક્ષરધામ છે; તે ધામમાંથી લાખ મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ તો વાયુને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે ત્યારે રજ ભેળો રજ થઇ જાય, એટલું છેટું છે; પણ જો આંહીં અલ્પ જેવો જીવ હોય ને તેને તમે એમ ધારો જે આ જીવ આઠ આવરણ પાર અક્ષરધામમાં જાય, તો તત્કાળ જાય. જેમ જતરડામાં  ઘાલીને પાણો ફગાવી નાખે એવું તમારા કાંડાને વિષે બળ છે; પણ તેને તમે જાણતા નથી.’ એમ કહીને કહ્યું જે,‘એવી મોટપ તમમાં આવી છે તેનું કારણ કહું તે તમે સાંભળોઃ સર્વ થકી […] read more
0 Views : 228

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૪

અને વળી સ્વામીએ વાત કરી જે,‘ભગવાનના અવતારમાત્રમાં ચમત્કાર તો ચમકપાણ  જેવો છે. તેમાં કેટલાક મણ  જેવા છે; ને કેટલાક તો દસ મણ જેવા છે; ને કેટલાક તો સો મણ જેવા છે; ને કેટલાક તો લાખ મણ જેવા છે. તેમાં જે મણ ચમક હોય તે આ મંદિરનું લોઢું હોય તેને તાણે; ને દશ મણ ચમક હોય તે તો આખા શહેરનાં લોઢાને તાણે; ને સો મણ ચમક હોય તો આખા દેશના  લોઢાને તાણે; ને લાખ મણ ચમક હોય તો આખા પરગણાના લોઢાને તાણે, ને આજ તો બધો ચમકનો પર્વત આવ્યો છે, નહિ તો બધું બ્રહ્માંડ કેમ તણાઈ જાય ? એમ વાત કરીને બોલ્યા જે, ‘પૂર્વના અવતારમાં જેવું ઐશ્વર્ય છે તેમાં તેટલા જીવ તણાણા છે ને આજ તો સર્વે અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા જે પુરુષોત્તમ તે જ પધાર્યા છે; તેને જોઇને તો અનંત ધામના પતિ ને તે તે ધામના મુક્ત, તે પોતાની મૂર્તિને વિષે તણાઇ ગયા, જમે ચમકના પવર્ત ને દેખીને વહાણના ખીલા તણાઇ જાય છે તમે .’ ।।૪।। read more
0 Views : 272

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- પ

અને સ્વામીએ વાત કરી જે, વાદી, ફુલવાદી ને ગારડી; તેમાં વાદી હોય તે તો ગરીબ સાપ હોય તેને ઝાલે ને ફુલવાદી હોય તે તો હાથ આવે તો ઝાલે; નહિ તો લૂગડાંના છેડાને વળ દઇને મારી નાખે; ને ગારડી હોય તેની આગળ તો ગમે તેવો મણિધર  હોય તે પણ ડોલે. એ તો દષ્ટાંત, ને સિદ્ધાંત તો એ છે જે, દત્તાત્રેય ને કપિલ તે તો વાદીને ઠેકાણે છે, તે તો મુમુક્ષુ હોય તેનું કલ્યાણ કરે; ને રામચંદ્રજી ને શ્રીકૃષ્ણ તે તો ફૂલવાદીને ઠેકાણે છે, તે તો પોતાનું વચન માને તેનું કલ્યાણ કરે ને ન માને તો તરવારે સમાધાન કરે ને કલ્યાણ કરે; ને શ્રીજીમહારાજ તો ગારડીને ઠેકાણે છે; તેની આગળ તો જીવ, ઇશ્વર, પુરુષ ને અક્ષરાદિક તે સર્વે હાથ જોડીને ઊભા છે. ।।૫।। read more
0 Views : 220

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૬

વળી સ્વામીએ વાત કરી જે, શ્રીજીમહારાજને જસે ગં ભાઇએ પ્રશ્ન પૂછ્યું જે,‘ભગવાનનું કર્યુ સર્વે થાય છે ને તે ભગવાન રક્ષા કરે તો શું ન થાય ?’ ત્યારે મહારાજ બોલ્યા જે,”રક્ષા ભગવાન બહુ કરે છે ને જો રક્ષા ન કરતા હોત તો કાળ, કર્મ ને માયા એ કોઇને પ્રભુ ભજવા દે એવાં નથી. કેમ જે, મૂળ માયાને કોઇએ છેડી  નહોતી, તેને આપણે છેડી છે; તે શું ? તો લાજું  કાઢીને તેનો વારંવાર તિરસ્કાર કરીએ છીએ; ને જો ભગવાન રક્ષા ન કરતા હોય, તો આ કરો પાડીને મારી નાખે ને કાં તો પૃથ્વી ફાડીને માંહીં ઘાલી દે એવી માયા ખીજી છે.” ત્યારે પૂછ્યું જે, ‘એવી કયાં સુધી રક્ષા કરશે ?’ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે,”હમણાં રક્ષા કરે છે ને પછી નહિ કરે એમ ન સમજવું.” એમ કહીને બોલ્યા જે,”પૂર્વ દેશમાંથી પુરુષ ચાલ્યો આવતો હતો, તેની આગળ લાખો તાડ  આડા આવ્યા તેને જોઈને એક તાડને હડસેલો  માર્યો તે લાખો તાડને પાડીને ચાલ્યો ગયો. તેમ અમે પૃથ્વી ઉપર આવીને કાળ, કર્મ ને માયા તેમને હડસેલો માર્યો છે, તે ઊભાં થઇને દુઃખ દેવાને સમર્થ નહિ થાય એમ તમારે જાણવું.” ।।૬।। read more
0 Views : 209

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૭

વળી સ્વામીએ વાત કરી જે, શ્રીજીમહારાજે એક દિવસ આનંદસ્વામી, મુકતાનંદસ્વામી તથા સ્વરૂપાનંદસ્વામી એ ત્રણને પૂછ્યું જે,”અમે તમને જે જે આજ્ઞા કરીએ જે આ પ્રવૃત્તિની ક્રિયા કરો, ત્યારે કેમ કરો ?” ત્યારે પ્રથમ આનંદ સ્વામીએ કહ્યું જે,”જેમ તમે કહો તેમ કરીએ.” ત્યારપછી મુકતાનંદ સ્વામીએ કહ્યું જે,”હૃદયમાંથી એક વેંત વૃત્તિ  બહાર કાઢું ત્યારે ક્રિયા થાય ને તે વૃત્તિ એક વેંત બહાર કાઢી હોય તેને હાથ પાછી વાળું ત્યારે સુખ થાય.” ત્યારે સ્વરૂપાનંદસ્વામીને કહ્યું જે, ‘તમે કેમ કરો ?’ ત્યારે તે બોલ્યા જે,‘જે ક્રિયા કરવા ને જોવા જાઉં તો તે પદાર્થ ટળી જાય ને તમારી મૂર્તિ દેખાય.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘પદાર્થ ટળી જાય ને મૂર્તિ દેખાય એ સર્વેને માન્યામાં આવતું નથી.’ ત્યારે સ્વરૂપાનંદસ્વામી બોલ્યા જે, ‘જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય ને તે તીરને જેમનું કરીએ તેમનું તે તીરમાં લીંબુ દેખાય; તેમ વૃત્તિમાં ભગવાન રહ્યા છે ને તે વૃત્તિને જેમની કરીએ તેમની કોરે ભગવાન દેખાય છે.’ પછી શ્રીજીમહારાજે કહ્યું જે,‘ત્રણેનાં અંગ જુદા જુદા જણાય છે, માટે આનંદસ્વામીએ મુકતાનંદસ્વામીનો સમાગમ કરવો ને મુકતાનંદસ્વામીએ સ્વરૂપાનંદસ્વામીનો સમાગમ કરવો. એમ કરે તો એકબીજાની કસર ટળે.’ એમ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ ભેદ છે. ।।૭।। read more
0 Views : 182

સ્વામીની વાતો – પ્રકરણ ર, વાત- ૮

પછી વળી સ્વામીએ વાત કરી જે, એક દિવસ સ્વરૂપાનંદ સ્વામી દેશ ફરીને આવ્યા. તેને શ્રીજીમહારાજે પૂછ્યું જે,”દેશમાં મનુષ્ય કેવા છે ?” ત્યારે સ્વરૂપાનંદસ્વામી ધીરા રહીને બોલ્યા જે, ‘હે મહારાજ ! મનુષ્ય તો લીંબડી કે નીચે દેખા હૈ ને બીજે મનુષ્ય તો નહિ હૈ.’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘દેશ ફરીને આવ્યા ને મનુષ્ય તો દીઠાં જ નહિ’ ત્યારે સર્વે સંતે પૂછ્યું જે, ‘કલ્યાણ કેના કર્યા હશે ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘બીજા નિયમ ધરાવીને વર્તમાન પળાવે ત્યારે કલ્યાણ થાય ને સ્વરૂપાનંદસ્વામીને તો દર્શને કરીને કલ્યાણ થાય.’ ।।૮।। read more
0 Views : 206
Powered By Indic IME