Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રકરણ ૧
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩રર

અને આપણ દેહમાં જીવ ભેળો કોટાન કોટિ સૂર્યનો પ્રકાશ છે પણ તે હમણાં જો દેખાય તો કોઇની ગણતી ન રહે. એમ મહિમા કહ્યો. ૩૨૨ read more
0 Views : 111

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩ર૩

અને મુકતાનંદ સ્‍વામી જેવા સાધુ વાત કરે, તે બે હજાર માણસની સભા બેઠી હોય તે સહુના સંકલ્‍પના ઉત્તર થાતા જાય, એમ મહારાજના સાધુ તો જાણે ને વાત કરે. ૩૨૩ read more
0 Views : 143

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩ર૪

અને મહારાજનો મત તો કથા, કીર્તન, વાર્તા, ઘ્યાન એ જ કરાવવું છે. ને માણસને તો સ્વવભાવ પડી ગયા તે બીજું કર્યા વિના રહેવાય નહિ, ત્યારે હવે આપણે શું કરીએ ? ને આવો યોગ છે તેમાં નહિ સમજાય ને સ્વાભાવ મૂકીને મોટા સાથે નહિ જોડાય તો તે મોડો ધામમાં જાશે, એમાં કાંઇ ભગવાનને ઉતાવળ નથી. ને આ કારખાનાં તો દહોડે દહોડે વધતાં જાશે. ૩૨૪ read more
0 Views : 115

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩રપ

અને આ સાધુ જેવા છે એવા જણાય, તો તેને મૂકીને છેટે ખસાય નહિ, ને કાંઇક ચમત્‍કાર જણાવે, તો તો વ્‍યાપકાનંદ સ્‍વામીની પેઠે બંધીખાનાં થાય, માટે કાંઇ નથી દેખાડતાં તે પણ ઠીક છે. ૩૨૫ read more
0 Views : 121

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩ર૬

અને ‘વ્‍યવહારેણ સાધુ’ તે એક બીજાને વ્‍યવહાર પડયાથી સાધુતાની ખબર પડે છે, પણ તે વિના સાધુપણું જણાતું નથી. ૩૨૬ read more
0 Views : 121

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩ર૭

અને આજ તો મોટાનો સંબંધ છે તે સુખ વર્તે છે, પણ દેશકાળે તો આવો યોગ ન રહે તોપણ સુખ રહે એવો શો ઉપાય છે ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે મોટાના ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય, પ્રતાપ, ગંભીરપણું, ધીરજપણું એ આદિક મોટાના મહિમાનો વિચાર કરીએ ને મોટા હૈયામાં સ્‍કુરે તેણે કરીને સુખ વર્તે. ૩૨૭ read more
0 Views : 1249

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૨૮

અને આ જીવને કોઇ દહાડે ઘડપણ આવતું હશે કે નહિ ? એમ કહીને વળી કહ્યું : જે જીવને જ્ઞાન થાય ત્‍યારે ઘડપણ આવે પણ તે વિના તો ઘડપણ આવે નહિ. ૩૨૮ read more
0 Views : 1246

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩ર૯

અને ભગવાનને અર્થે આપણે જે જે કર્યું છે ને કરીએ છીએ તે સર્વે જાણે છે. ને જેને ખોળે માથું મૂકયું છે તે રક્ષા કરશે, ને આપણું તો ભગવાન બહુ માની લે છે. ૩૨૯ read more
0 Views : 1280
Powered By Indic IME