Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦૯

અને જેમ જેમ વાત સાંભળે તેમ તેમ અંતઃકરણ શુદ્ધ થાય છે, ને જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થાય તેમ તેમ વાત સમજાય ને સુખ પણ થાય. ।।૧૦૯।। read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૦

મહારાજે તેરાગામથી કાગળ લખાવ્યો જે, “વરસ દહાડામાં એક મહિનો સર્વે સાધુ-સત્સંગીને મુકતાનંદસ્વામીની વાતો સાંભળવી ને બાઇઓ સૌને મોટી ડોસીઓની વાતો સાંભળવી. ને જે એમ નહિ કરે તેને વિઘ્ન થાશે. ને સંસારનું બંધન થાશે.” તે શું ? પણ તે કરતાં અનંતગણું બંધન કાપીને સર્વનિવાસાનંદ સ્વામીએ  મોટાનો સમાગમ કર્યો. ।।૧૧૦।। read more
0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૧

અને સર્વ કરતાં સંત મોટા, તેનો મહિમા કહ્યો. તેની વિકિત જે, સર્વ કરતાં પૃથ્વી મોટી ને તેથી જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ ને મૂળ પ્રકૃતિપુરુષ ને અક્ષર સુધી એકબીજાથી મોટા છે ને તે સર્વેના આધાર ભગવાન છે. એવા મોટા ભગવાન તેને જે સંત પોતાના હૃદયમાં અખંડ ધારી રહ્યા છે, માટે તે સંત મોટા છે. ।।૧૧૧।। read more
0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧ર

મુમુક્ષુ છે તે નેત્રને ઠેકાણે છે ને સમાગમ છે તે સૂર્યને  ઠેકાણે છે.તે સૂર્ય હોય તો નેત્રે દેખાય, ને ગમે એવા સંસ્કાર હોય તોપણ સમાગમ વિના ટળી જાય, ને સમાગમ હોય તો સંસ્કાર ન હોય તોપણ થાય. માટે ક્રિયમાણ  બળવાન છે. ।।૧૧૨।। read more
0 Views : 93

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૩

અને સંસારમાં ચોંટ્યા વિના તો રહેવાય જ નહિ, પણ જો સારા સાધુનો નિરંતર સમાગમ રાખે તો ઉખડાય, નીકર ચોંટી જવાય. ।।૧૧૩।। read more
0 Views : 95

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૪

અને વિષયનો સંબંધ થયા મોર તો બકરાની પેઠે બીવું, ને તે સંબંધ થઇ જાય તો ત્યાં સિંહ થાવું . ।।૧૧૪।। read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧પ

અને જીવનો સ્વભાવ બદ્ધ છે, તે ત્યાગીમાં બંધાય ને ગૃહસ્થમાં પણ બંધાય, પદાર્થમાં બંધાય ને દેશમાં ને ગામમાં બંધાય, આસનમાં બંધાય ને જયાં એક ઠેકાણે રહે ત્યાં બંધાય; ને નાતજાતમાં બંધાય, એવા અનતં ઠેકાણાં બંધાવાનાં છે. તે સારુ તો ટોપીવાળો કોઇને એક ઠેકાણે રહેવા દેતો નથી. ।।૧૧૫।। read more
0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૬

અને વિષયને માર્ગે આંધળા થાવું, બહેરા થાવું, લૂલા થાવું, પણ આસકત ન થાવું. ।।૧૧૬।। read more
0 Views : 109
Powered By Indic IME