Last Updated:
May 5, 2025

Click here to submit your article
સ્વામીની વાતો
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬૯

શિક્ષાપત્રીમાં કહ્યું છે જે, ‘પોતાના બ્રહ્મચર્યવ્રતનો ભંગ થાય તેવું વચન પોતાના ગુરુનું પણ ન માનવું;’ એમાં એમ સમજવું જે, સ્ત્રી, દ્રવ્ય, સ્વાદ, સ્નેહ, માન ઇત્યાદિકનો યોગ થાય અથવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિકને ઘસારો આવે એવું વચન માનવું નહિ અને સત્સંગની પ્રથામાં તો આજ્ઞા મુખ્ય છે. તે ઠેકાણે તો એમ સમજવું જે, બહુધા તો રુચિ અનુસારે જ પ્રેરે છે ને પ્રેરાય છે; ને સનકાદિકને જોડીએ તોય ન જોડાય ને મરીચ્યાદિકને મુકાવીએ તોપણ મૂકે નહિ, ને ભરતજીને વિઘ્ન થયું તોપણ પાછા સ્મૃતિએ ઝાલ્યા. એમ મોટાના શબ્દ પેઠા હોય તે સહાય કરે છે. તે કોઇ વખત આંખ છેતરે, કોઇ વખત કાન છેતરે ને જીભ, ત્વચા આદિક છેતરે, પણ પાછા ખબડદાર થાવું પણ હારી જાવું નહિ. ને સુખનું ઠેકાણું ને ભાગવાની  બારી તો એક જ સારા સાધુનો સમાગમ છે, પણ તે વિના તો કયાંઇ સુખ, શાંતિ કે સમાસ થયાનું ઠેકાણું બીજું નથી. ।।૬૯।। read more
0 Views : 182

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૭૦

પ્રેમાનંદસ્વામીને શ્રીજીમહારાજ રાજી થઇને કહે જે, ‘માગો’ ત્યારે તેમણે માગ્યું જે, ‘તમારી મૂર્તિ અખંડ રહે.’ ત્યારે મહારાજ કહેઃ ‘એ તો રાજીપો જુદો છે, તે તો તેના સાધન કરો તો થાય, તે વિના થાય નહિ.’ ।।૭૦।। read more
0 Views : 115

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૭૧

આ લોકમાં બે દુઃખ છે, તે અન્ન-વસ્ત્ર ન મળે કે ન પચે, ને તે વિનાનું દુઃખ તો અજ્ઞાનનું છે. ।।૭૧।। read more
0 Views : 107

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૭ર

અને સ્ત્રીજાતિમાત્રનો વિશ્વાસ ન કરવો, તે જાતિમાં મહારાજે બેને વખાણી, ને તેમાં પણ દોષ કહ્યાં છે; તે સીતા તેણે લક્ષ્મણજીને વચન માર્યા ને દ્રૌપદી તેને વચને ભારત  થયું. ।।૭૨।। read more
0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૭૩

એકલી ભકિતએ કરીને દેહ દમાય નહિ ને બળ પણ ઘટે નહિ, એ તો જ્ઞાન ને વિચાર બેય જોઇએ, ને દાખડો તો ખેડુ ઘણાં કરે છે તે બળિયા થાતાં જાય છે. ।।૭૩।। read more
0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૭૪

શ્રીજીમહારાજ કહેતા જે, “કાળા ભૂત જેવા ને કોટમાં ૩ ઊતરિયું ને રૂડાં રૂપાળાં હોય ને પહેરવા લૂગડું ન મળે, ને વળી શૂરવીરનાં શીંગડાં  ને તરવારને મ્યાન ન મળે, ને ફોશીના રાજા  હોય ને સો રૂપિયાનો મહિનો !” તે તો સર્વે પ્રારબ્ધ છે. ।।૭૪।। read more
0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૭પ

અને બાપના હૈયામાં સ્ત્રી છે તે છોકરાને પરણાવે છે ને સાધુના હૈયામાં ભગવાન છે તે જીવના હૈયામાં ઘાલે છે. ।।૭૫।। read more
0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૭૬

અને મહારાજે વચનામૃતમાં પોતાનું રહસ્ય, અભિપ્રાય, રુચિ, સિદ્ધાંત આદિક ઘણા શબ્દ કહ્યાં છે, તે ઉપર સૂરત રાખીને ચાલવું, એ જ કરવાનું છે. ।।૭૬।। read more
0 Views : 81
Powered By Indic IME