Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

વચનવિધિ પદ:- ૧૦

રાગ-આશાવરી:– ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ એ ઢાળ. ખોટમાં દોટ દેવી નહિ દેખી, કરી લૈયે ખરાખરી ખાટ્ય રે; શીદ ખાયે ખોળી ખડ ધાન્યને, જયારે પામ્યા રાજય ને પાટ્ય રે, ખોટમાં૦ ।। ૧ ।। શણગાર સોનાના સજી શરીરે, ભૂંસિયે નહિ મુખે ભૂંડી મશ રે; મુખ દેખે લેખે તે લજામણું, એમ શીદ ખોયે જાણી જશ રે. ખોટમાં૦ ।। ર ।। કરીથી ઊતરી ખરી પર ચડી, મોટી વાત મુખે ન કે’વાય રે; કાઢી કટિપટ કોઈ કરે પતાકા, એના શરીરની શોભા જાય રે. ખોટમાં૦ ।। ૩ ।। એમ પોતાનો પતિ પરહરી પરો, કોઈ નારી કરે વ્યભિચાર રે; નિષ્કુળાનંદ કે’ જાય જશ તેનો, વળી કોયે ન કરે પતિયાર રે. ખોટમાં૦ ।। ૪ ।। read more
0 Views : 156

વચનવિધિ કડવું:- ૪૧

જેમ એક પુરુષને પુત્ર બે ચારજી, તેને પરણાવી જૂજવી નારજી તે સૌ બાંધી બેઠા ઘરબારજી, તેમાં એક વનિતાયે કર્યો વ્યભિચારજી વ્યભિચાર કરી વણશી ગઈ, માંડ્યું જેઠનું જઈ ઘર ।। તેને શાણી ગઈ સમજાવવા, ત્યાં તો બોલી સામું બળભર ।। ર ।। કહે શું સમજી શિખામણ દેવા, તું આવી અતિ ડાહી થઈ ।। ખબર વિના ખોટ ખોળે છે, એવી અક્કલ કેમ ઊઠી ગઈ ।। ૩ ।। સાસુ સસરો ગોર ગોત્રજ, કુળદેવ બીજા નથી કરિયાં ।। નણંદ નાતિ જાતિ જાણો, એ તો એમ જ છે નથી ફરિયાં ।। ૪ ।। ફેરવણીમાં ફેરવણી એટલી, પાલટો કર્યો એક પતિતણો ।। એને ઉપર આગ્રહ આવો, કહો કેમ કરો છો ઘણો ।। પ ।। ઈર્ષ્યાયે કરી આળ ચડાવી, વણ વાંકે નાખો છો વાંકને ।। ફજેતી કરવા સૌ ફર્યા છો, નાખી કલંક કાપવા નાકને ।। ૬ ।। મને કહ્યું એમ કહો બીજાને, તો તરત મળે તેનું ફળ ।। અમ જેવાં તો અનેક છે, તેની નથી તમને કાંઈ કળ  ।। ૭ ।। એમ અભાગણી ઉચ્ચરે, શુદ્ધ અતિ સાચી થઈ ।। નિષ્કુળાનંદ કહે એવા નિર્લજજને, લાજ ને શરમ શી રઈ ।। ૮ ।। read more
0 Views : 164

વચનવિધિ કડવું:- ૪ર

એમ બેમર્યાદી થઈ બગડેલીજી, ભકત ન કરવી મર્યાદા મેલીજી એ તો પરઠણ કરી છે જો પે’લીજી, ન કરવું કામ કોઈ નિયમને ઠેલીજી ઠેલી નિયમને કામ ન કરવું, મર હોય લાભ જો લાખનો ।। તોય લલચાવિયે નહિ લેશ મનને, જાણિયે મવાળો કાખનો ।। ર ।। વારે વારે આવી વારતા, માનજો સહુને મળતી નથી ।। તે સ્વપ્ન સરખા સુખ સારુ, હારવી નહિ કહું હાથથી ।। ૩ ।। શરીર કપાય મર સઘળું, થાય ટુકટુક મર તન ।। પણ ન દેવું કપાવા નાકને, તેની રાખવી ઝાઝી જતન ।। ૪ ।। જેમ શૂરવીરને સંગ્રામ માંહી, લાગે ઘટમાં ઘાવ કંઈ ।। પણ ભાગતાં વાગે પૂઠે ભલકું, જાણો એ જેવું બીજું ભૂંડું નઈ ।। પ ।। એમ ભકત થયો ભગવાનનો, પણ રહ્યો તે દેહનો જ દાસ ।। કુળ લજાવ્યું છે કેસરીએ, જે ખાવા લાગ્યો મુખે ઘાસ ।। ૬ ।। ઘરની ગોલીનો ગોલો થયો, રહ્યો હાથ જોડીને હજુર ।। રાત દિવસ રાજી રાખવા, અતિ આખેપ રાખે છે ઉર ।। ૭ ।। એવો ભકત ભગવાનને, કહો રાજી કરી કેમ શકે ।। નિષ્કુળાનંદ કે’ નાદાર નર, ચડ્યો શરીરના સુખને ધકે ।। ૮ ।। read more
0 Views : 156

વચનવિધિ કડવું:- ૪૩

ધકા બહુ ખાય છે ધર્મના હીણજી, વિષયસુખ સારુ રે’છે મન મીણજી તેણે કરી મતિ અતિ થઈ છે ક્ષીણજી, તોય પણ માને છે મનમાં પ્રવીણજી પ્રવીણપણું એનું પ્રીછિયું, તે તો નથી જાતું કેને કહિયું ।। ખાય છે ખલેલાં ખારેક તજી, એવું ટળી ગયું છે વળી હઇયું ।। ર ।। કરી દીવો દિવસમાં, વળી મેલ્યું અવળું મોળિયું ।। તે જાણે મેં કાંયે કર્યું નથી, પણ કુળ સમૂળું બોળિયું૯ ।। ૩ ।। ઘોડું મૂકી દઈ ઘરનું, ચાલ્યો નર ખર પર ચડી ।। તોય પોતા સરીખામાં પોરસી, મરડે છે મૂરખ મૂછડી ।। ૪ ।। લૂંટાવી કસુંબી લૂગડાં, પંડે પે’ર્યા છે ગળિયલ ઘણાં ।। તે દેખાડે છે દેશોદેશમાં, કે’છે જો જો મુમાં કાંઈ છે મણા ।। પ ।। એમ મેલી રીત સતસંગની, વળી રે’છે કુસંગની રીતમાં ।। દ્વિજ ધામ તજી વશ્યો ઢેઢમાં, તોય ફૂલ્યો ફરે છે ચિત્તમાં ।। ૬ ।। નકટે નકટા ભેળા થયા, વન્ઠેલમાં વન્ઠેલ વળી ।। એમ વિમુખ વિમુખ ભેળા વસ્યા, કરી હેત પરસ્પર મળી ।। ૭ ।। તેમ મનમુખીને મોજ મનમુખીમાં, લાગે આજ્ઞાકારી અળખામણા ।। નિષ્કુળાનંદ એવા નર જેવા, નથી ત્રિલોકે કોઈ લજામણા ।। ૮ ।। read more
0 Views : 156

વચનવિધિ કડવું:- ૪૪

લજામણાને લાજ ન હોયજી, નર મુનિવર મર વળી વગોયજી તિરસ્કાર તલભાર ન માને તોયજી, મર આવી કહે કોવિદ નર કોયજી કોઈનું કેમ માને કહ્યું, થયું જેને ગોઠણ  જેટલું ।। રોગરાજના રોગીને જેમ, ખુવે ખવરાવે તેટલું ।। ર ।। જેમ ભાદરવે ભેંસ પૂછલી,૯ જેમ પડ્યો ગજ અજાડિયે ।। જેમ લાગી ગોળી લલાટ માંયે, તેને જીવવાની ના પાડિયે ।। ૩ ।। તેમ આવતે જોબને આવી મળ્યો, જબરા કુસંગનો જોગ ।। તેને સાધ્ય શી રહે શરીરમાંહી, જેને થયો અસાધ્ય રોગ ।। ૪ ।। જેમ ચંદનઘોના ચાખેલની, વળી નહિ ઊગરવા આશ ।। તેમ કુસંગના કરડેલનો, જાણો ના’વે વળી વિશવાસ ।। પ ।। જેમ મમોઈગર કર માનવી, ખેરી પડી વળી કર ખાટકી ।। પારાધી કર પશું પડ્યું, તે નહિ નહિ જીવે નકી ।। ૬ ।। તેમ ખરા કુસંગને પડ્યો ખબેડે, તેણે બુદ્ધિ ઊંધી આવી ઘણી ।। તેને સવળું કેમ સૂઝશે, રાખશે કેમ સત્સંગ શિરોમણિ ।। ૭ ।। જેમ કોઈ ખાયે ઝાઝા ઝેરને, વળી કરડી જીભ કટકા કરે ।। નિષ્કુળાનંદ એ નરને, નથી જીવવાનું જાણો સરે ।। ૮ ।। read more
0 Views : 160

વચનવિધિ પદ:- ૧૧

રાગ-કેદારો:- ‘પ્રાણ મ રહેજો પ્રિતમ વિના’ એ ઢાળ. સરે સાર શોધતાં તે શું મળશે, કરતાં કુસંગનો સંગ વળી; સુખ સ્વપને નહિ આવે શરીરને રે, આવશે દુઃખ અતોલ મળી.  સરે૦ ।। ૧ ।। જાણી ઝગમગ ઘણી હીરાકણી, ખાય ખાંત્યે ખૂબ પેટ ભરી; એમ કુસંગનો સંગ અંગમાં ઊતર્યો રે, કેમ રહે સતસંગ તેણે કરી.  સરે૦ ।। ર ।। જેમ ખાય ઠગની ઠગમૂળી ઠાઉકી, તેને સાધ્ય શરીરે કેમ રહે; તેમ વચન વિમુખનાં ઉરમાં આવતાં રે, જે ન કે’વાનું તે સર્વે કહે.  સરે૦ ।। ૩ ।। એણે આ લોક પરલોક બેઉ બગાડિયા, ખવરાઈ ગઈ ખળે આવી ખેતી; નિષ્કુળાનંદ કહે આવ્યે અવસરે રે, ચૂક પડી૯ નવ શકયો ચેતી.  સરે૦ ।। ૪ ।। read more
0 Views : 167

વચનવિધિ કડવું:- ૪પ

વણ ચેતે અવસર વણસે કામજી, રાજી ન થાય શ્રીઘનશ્યામજી ત્યારે કેમ પામિયે પરમ ધામજી, વણ પામે ધામ નહિ સુખ ઠામજી ઠામ નથી કોઈ ઠરવા, હરિ આજ્ઞા વિના અણુ જેટલું ।। તે જડમતિ નથી જાણતો, કહી કહી કહિએ કેટલું ।। ર ।। વાવે છે ઝેરનાં ઝાડવાં, કરે છે અમૃત ફળની આશ ।। તે ખાઈને કેમ ખેમ રે’શે, જેથી નર અમર પામ્યા નાશ ।। ૩ ।। મારી કુંવર નરનાથનો, ટિલે બેસવા થાય છે તૈયાર ।। તેને રાજા રાજ કેમ આપશે, જાણી મોભી સુતનો મારનાર ।। ૪ ।। તેમ ભકત થઈ ભગવાનનો, કરે વચનની જો વિઘાત ।। પછી ઇચ્છે સુખ આવવા, એહ કેમ બનશે વાત ।। પ ।। નહિ પામે ઠેકાણું નરકમાં, શીદ કરે ધાંખના ધામની ।। ધામ નહિ મળે ધક્કા મળશે, ત્યારે ઊઘડશે આંખ્ય ગુલામની ।। ૬ ।। લાત લાયક તે વાત ન માને, મર હોય અતિશય હેતની ।। સમુ કે’તાં વસમું લાગે, તેને મુખે પડો પસ રેતની ।। ૭ ।। શરીર સુખ સારુ સુધો વરતે, કલ્યાણમાં વરતે કાસળે૯ ।। નિષ્કુળાનંદ નિરભાગી નરને, નથી જાવું પ્રભુને પાસળે ।। ૮ ।। read more
0 Views : 168

વચનવિધિ કડવું:- ૪૬

પ્રભુ પાસ વાસ કરવા આશ જેનીજી, અતિ મતિ અવળી ન જોયે તેનીજી જે સુખનિયે શીખ ન લેવી કેનીજી, શી ગતિ થાશે તપાસું છું તેનીજી તપાસું છું હું તને મને, શી થાશે ગાફલ નરની ગતિ ।। અવળું કરવા છે ઉતાવળો, નથી સવળું કરવા શ્રદ્ધા રતિ ।। ર ।। શરીરના સુખ કારણે, તતપર રહે છે તૈયાર ।। હરિ આજ્ઞામાં હાલતાં, પગ ભાંગી પડે છે તે વાર ।। ૩ ।। પ્રભુ આજ્ઞામાં થયો પાંગળો, પંડ પોષવામાં પાંખો મળી ।। ખરી કરી રાખી વાતો ખોટિયું, સાચી વાત સર્વે ગયો ગળી ।। ૪ ।। જેમ હોય કોઈ અતિ અમલી, આફૂ પૂરું શેર પીનાર ।। તેને પૈસાભાર પચાવતાં, સહુ સમજો છે શિયો ભાર ।। પ ।। તેમ અનેક શાસ્ત્ર સાંભળ્યાં, સર્વે ગટકાવી ઉતાર્યા ગળે ।। તેને અલપ સલપ ઉપદેશથી, કહો અજ્ઞાન કેમ ટળે ।। ૬ ।। ગમતું કરવા ગોવિંદનું, જેના જીવમાં જરાયે નથી ।। તેને આગે વાતો ઉપદેશની, કેટલીક કહીએ કથી ।। ૭ ।। મનમુખી કે’છે સૌ મુખ ઉપરે, નથી કે’તા વાત વળી વાંસળ્યે ।। નિષ્કુળાનંદ નિરભાગી નરને, નથી જાવું પ્રભુને પાસળ્યે ।। ૮ ।। read more
0 Views : 156
Powered By Indic IME