Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

હરિબળગીતા કડવું:- ૧૦

રાજી કરવા પ્રગટ ભગવાનજી, સમાસમે સહુને રે’વું સાવધાનજી । મેલી જન મન તનનું માનજી, રાખવું હરિને રાજી કરવા તાનજી ।।૧।। ઢાળ- તાન એમ તને મને, રાજી કરવાને હરિકૃષ્ણ । અહોનિશ રહે આલોચના, જાણે કેમ પ્રભુ થાય પ્રસન્ન।।ર।। તેને અર્થે તને કરી, કરે જપ તપ જોગ જગન । તીરથ વ્રત કરે વળી, રાજી કરવા ભગવન ।।૩।। તેહસારૂં તાવે તનને, સહે કાયાયે કષ્ટ કોટ । પણ હરિભક્તની રીતમાં, આવવા ન દિયે ખોટ ।।૪।। મેલી ગમતું નિજ મનનું, કરે ગમતું તે ગોવિંદતણું । જેમ વાળે તેમ વળે વળી, મૂકી મમત આપણું ।।પ।। વા’લાના વચનનો, અતિ ઉર ઉંડો વિશ્વાસ । માહાત્મ્ય જાણી મહારાજનું, તજે અન્યસુખ આશ ।।૬।। સુખ નર નિર્જરતણાં, સમઝે સ્વપ્ન સમાન । નિર્ભય સુખ જાણી નાથનું, તેહ પર રહે ઘણું તાન ।।૭।। એને અર્થે આપણું, ગણે નહિ તન મન । નિષ્કુલાનંદ તે નરપર, પ્રભુ થાશે પ્રસન્ન ।।૮।। કડવું ।।૧૦।। read more
0 Views : 182

હરિબળગીતા કડવું:- ૧૧

વળી પ્રભુ પ્રસન્ન કરવા કાજજી, બહુબહુ કર્યું મોરે ઋષિરાજજી । મોટેમોટે મહીશે મૂકયાં રાજસાજજી, તન સુખ સર્વે કરિયાં તાજજી ।।૧।। ઢાળ- તજયાં સુખ સંસારનાં, ભજયા શ્રી ભગવન । એની રીત સુણી શ્રવણે, થાય ત્રાહિત્રાહિ મન ।।ર।। આરૂણીને ઉપમન્યુ, ઋષિ જાજળી તપસી જેહ । પ્રભુજીને પ્રસન્ન કરવા, ગણ્યું નહિ નિજદેહ ।।૩।। મયૂર ધ્વજ ને મીરાં વળી, ભૂપ ભર્તૃહરિ ને ગોપીચંદ । સમસ્ત બરેજ ને ફરીદ, મનસુર ને બાજીંદ ।।૪।। એહ આદિ અનેક બીજા, ઘણું રાજી કરવા ઘનશ્યામ । સુખ તજયાં શરીરનાં, અન્ન ધન ધરા ત્રિયા ધામ ।।પ।। પંચ વિષયને પરહરી, થયા અરિ મન ઈંદ્રિતણા । પરલોકની પ્રતીત આણી, સહ્યાં કષ્ટ શરીરે ઘણાં ।।૬।। ખોટ ન આણી ખપમાં, બાંધી મમત મહાસુખ માંઈ । તનસુખથી મન ઉતર્યું, ઠર્યું નહિ ચિત્ત કયાંઈ ।।૭।। એવી રીત હરિભક્તની, પ્રભુ વિના બીજે પ્રીતિ નહિ । નિષ્કુલાનંદ નક્કી વારતા, હરિજનની વર્ણવી કહી।।૮।। કડવું ।।૧૧।। read more
0 Views : 180

હરિબળગીતા કડવું:- ૧ર

વળીવળી કહું હરિજનની જે રીતજી, સહુ કોઈ સુણજો દઈ એક ચિત્તજી । જેની બંધાણી પ્રભુ સાથે પ્રીતજી, તેને રે’વું મન ઈંદ્રિય જીતજી ।।૧।। ઢાળ- મન ઈંદ્રિયને જીતવા, કરવી જુગતિ જન જરૂર । એની આગળ અનાથ રે’તાં, દુઃખ ન થાયે દૂર ।।ર।। આગ્નીધ્ર ને દીર્ઘતમા, વળી ઈંદ્રાદિ સુર અસુર । અજીત ઈંદ્રિયે થયા, રહ્યા તેણે દુઃખી ભરપુર ।।૩।। વિષય સારૂં વિકળ થયા, કર્યાં ન કર્યાંનાં કાજ । મેણું માથે રહી ગયું, કહો કિયાં રહી લાજ ।।૪।। લાજ ગઈ ને કાજ બગડયું, વળી કલંક બેઠો શિર । આજ સુધી એ વાતને, નિંદેછે ર્ધાિમક ધીર ।।પ।। માટે સહુએ સચેત રે’વું, નવ ગ્રે’વું એવું આચરણ । ર્નિિવઘન એહ વાત છે, સદાય એહ સુખ કરણ ।।૬।। સુણી સુખ ઘનશ્યામમાં, ચોટાળવું તેમાં જઈ ચિત્ત । અસત્ય સુખની આશ મૂકી, બાંધવી પ્રભુશું પ્રીત ।।૭।। એવા ભક્ત ભગવાનના, અતિ વા’લા વા’લાને મન । નિષ્કુલાનંદ નિર્ભય થયા, જેની ઉપર પ્રભુ પ્રસન્ન ।।૮।। કડવું ।।૧ર।। read more
0 Views : 187

હરિબળગીતા પદ:- ૩

રાગ:- બિહાગડો પ્રસન્ન થયા પરબ્રહ્મરે, જેને પ્રસન્ન૦ । એને નડે નહિ કોઈ કર્મરે, જેને પ્રસન્ન૦ ।। ટેક જેમ કોઈ પારસને પામે, તેને કરવો ન રહે ઉદ્યમ । વિના અતિ સંપત્તિ પામે, વામે વેળા વિષમરે; જેને પ્રસન્ન૦ ।।૧।। નવનિધિ અષ્ટસિદ્ધિ આલોકે, સહુને પામવી અગમ । તેતો દાસી થઈ રહે છે દ્વારે, સા’ય કરવા સુગમરે; જેને પ્રસન્ન૦ ।।ર।। સે’જે સે’જે સુખ રહે સહવાસે, પડે નહિ પરિશ્રમ । વણચિંતવે આવી મળે વસ્તુ, એમ વદે છે આગમરે; જેને પ્રસન્ન૦ ।।૩।। અચળ આસન ઉપર બેઠા આવી, જે છે આસન અતિ રમ્ય । નિષ્કુલાનંદ નિઃશંક થયા છે, નિશ્ચે કહે છે નિગમરે; જેને પ્રસન્ન૦ ।।૪।।  પદ ।।૩।। read more
0 Views : 149

હરિબળગીતા કડવું:- ૧૩

નિગમ કહે છે વારતા નકીજી, જુઠી ન થાય કોઈ થકીજી । સર્વે પુરાણે પ્રમાણી પકીજી,  તે છે જગ છતી નથી એહ ઢાંકીજી ।।૧।। ઢાળ- ઢાંકી નથી એહ વારતા, છે પુરાણમાં પ્રસિદ્ધ । સાધન નરને ન મૂકવાં, રાખવાં ભલી વિધ ।।ર।। વચન લઈ વા’લા તણું, કરવું પુરૂષપ્રયતન । વચન વડે વડાઈ છે, તે જાણજો તમે જન ।।।૩।। વિધિ વામ વચને કરી, સરજે સંહારે સૃષ્ટિ સોય । શશિ સૂરમાં સમર્થપણું, તેહ વચન વિના નો’ય ।।૪।। અહીંદ્ર ઈંદ્ર આદિ કઈ, જગમાંહી મોટા જેહ । મોટપ તેહ મહારાજથી, પામ્યા છે સહુ કોઈ એહ ।।પ।। મહિમા જાણી મહાપ્રભુનો, નથી લોપતા વચન લેશ । તેણે કરીને તેહની, રહી છે મોટાઈ હમેશ ।।૬।। ફેર પડયાનો ફડકો ઘણો, અતિ રહે છે ઉરમાંઈ । તેણે કરી તત્પર રે’છે, સર્વે સમે સદાઈ ।।।૭।। એમ કરતાં અષ્ટમાં, એક બે જો અવળાં હોય । નિષ્કુલાનંદ નચિંત રહેવું, હરિશરણાગતને સોય ।।૮।। કડવું ।।૧૩।। read more
0 Views : 154

હરિબળગીતા કડવું:- ૧૪

ભવ બ્રહ્માને આવી ગઈ ભૂલજી, ખરી ખોવાણી લાજ અમૂલજી । ત્યારે સુર અસુરનાં શિયાં શૂલજી, અંતર અરિ આગે ન રહી કેની ફુલજી ।।૧।। ઢાળ- અંતઃશત્રુ અજીત છે, પળે પળે પાડેછે ફેર । હમેશ હરિભકતપણું, રે’વા ન દિયે કોયવેર ।।ર।। ક્ષણક્ષણમાં ખોટા ખરા, ઘણા ઘણા ઘડે છે ઘાટ । તેણે કરી ત્રિલોકમાં, નાના મોટા એકવાટ ।।૩।। કામ ક્રોધ લોભે વળી, લીધી નહિ કેની લાજ ?। ઓશિયાળા સહુ અંતરે, રહે નર અમર સુરરાજ ।।૪।। વિકટ છે એહ વારતા, હરિભકત રે’વું હમેશ । દાઘ ન લાગે દલમાં, કામ ક્રોધ લોભનો લેશ ।।પ।। મોટા મેશના મંદિરમાં, વસવું શ્વેત વસન । લાગે નહિ મેશ લુગડે, એવા તો કોઈક જન ।।૬।। વેરિને વાસે વસવું, વળી રાખવી ઉગરવા આશ । કુશળ નર તે કેમ રહે, વે’લો મોડો થાય વણાસ ।।૭।। અદોષ રેવું એહથી, એવી સુણી નહિ કોઈ રીત । નિષ્કુલાનંદ એ નવું નથી, સહુ વિચારી જુવો ચિત્ત ।।૮।। કડવું ।।૧૪।। read more
0 Views : 152

હરિબળગીતા કડવું:- ૧પ

પંચ વિષય છે સહુનું પોષણજી, જેમ જન જીવે ખાઈ અન્નકણજી । પલ જળ ફળ દલદાર તૃણજી, વણ પોષણે પામે પ્રાણી મરણજી ।।૧।। ઢાળ- પોષણ વિના પ્રાણીના, પ્રાણ રે’વા નહિ કોઈ રીત । તેમ લોભાદિક લાગી રહ્યા, કોઈ બળે ન ટળે અજીત ।।ર।। કાઢી કાઢી જાય કાઢવા, ત્યાગી ત્યાગી કરવા ત્યાગ । મુવા સુધી મૂકે નહિ, ભીંતરમાંથી એ ભાગ ।।૩।। બહુ બળ એહ ઉપરે, કરે કોઈક જન અતિ । પો’ચે નહિ દન પાછળે, એમ સમઝવું શુભમતિ ।।૪।। અંડજ જેમ ઉંચા ચઢી, ઈચ્છે અડવા વળી આકાશ । પો’ચે કઈ પેર પંખિયાં, જેનો વૃક્ષ પર છે વાસ ।।પ।। તેમ વિષયથી વેગળાં, નવ રહે કોઈ નિરધાર । એવી ખોટ્ય ખોળતાં, કોઈ હોય નહિ ભવપાર ।।૬।। દૈહિક દોષ દેહમાં, જે રહ્યા છે એકતાર । તેને શોધી શુદ્ધ કરતાં, લાગે સહુને વાર ।।૭।। માટે મોટો માનવો, મને પ્રભુજીનો પ્રતાપ । નિષ્કુલાનંદ ન કરવો, અંતરમાંહિ ઉતાપ ।।૮।। કડવું ।। ૧પ।। read more
0 Views : 156

હરિબળગીતા કડવું:- ૧૬

મેલી પ્રતાપ ઘનશ્યામનો ઘણોજી, લિયે આશરો સાધન તણોજી । માને મહિમા તેમાં આપણોજી, બીજા કોઈ ગણો કે ન ગણોજી ।।૧।। ઢાળ- ગણો કે કોઈ નવ ગણો, પણ નિજ પ્રતાપ માને મને । જોર મૂકી જગદીશનું, સુખ માને કરી સાધને ।।ર।। સાધને કરી સ્વર્ગ લોકમાં, જાતો હતો નહૂષ નરેશ । શચીપતિયે પૂછીયું, ત્યારે કહ્યું ન કહ્યું લેશ ।।૩।। ત્યારે અમરેશે એમ કહ્યું, પુછે આરતવાન કોઈ આવીને । જથારથ તેને જણાવવું, ભાળી ભકત ભાવિકને ।।૪।। ત્યારે નહૂષ કહે અન્નકણ ગણે, ભૂરજ ઉડુ આકાશ । વનપાત ગાતરોમાવલી, કરે કોઈ તેનો તપાસ ।।પ।। પણ મારા પુન્યનો, ન થાય કોણે નિરધાર । એમ કે’તાં મોટપ આપણી, પડયો પૃથ્વી મોઝાર ।।૬।। મેલી પ્રતાપ મહારાજનો, અને ગાયો પોતાનો ગુણ । આજ પહેલાં પડયાં કંઈ, કહોને તે તર્યો કુણ ।।૭।। માટે ભરોસોં ભગવાનનો, રાખવો અતિશય ઉર । નિષ્કુલાનંદ એહ વારતા, અચળ જાણો જરૂર ।।૮।।કડવું ।।૧૬।। read more
0 Views : 196
Powered By Indic IME