શુકજીએ નથી સંઘર્યું રે, ધાતુ વળી ધન ।। નાણું નારદે ભેળું ન કર્યું રે, કહે છે કોયે દન ।। ૧ ।। જડભરતે ન જોડાવિયું રે, ગાડું ગાડી વેલ ।। કદરજનું વ્યાસે કા’વિયું રે, ખરી ક્ષમાનો ખેલ ।। ૨ ।। સનકાદિકે સુખ કારણે રે, ઘોડું ન રાખ્યું ઘેર ।। આ તો બાંધ્યાં બીજાને બારણે રે, કરવા કાળો કે’ર ।। ૩ ।। મેલી ઊભી અસલ રીતને રે, નકલ લીધી નેક ।। તે તો ચોટી ગઈ ચિત્તને રે, છોડી ન છૂટે છેક ।। ૪ ।। કોઈ કહે એની કોરનું રે, તેશું બંધાયે વેર ।। કહે નિષ્કુળાનંદ નોરનું રે, મુંપર રાખજો મે’ર ।। ૫ ।।
read more