મહારાજ ભગવાન છે તેના સ્વરુપમાં વળગી રહેવું. ને ગૃહસ્થને અગિયાર નિયમ પાળવા ને ત્યાગીને ત્રણ ગ્રંથ પાળવા. એટલું જ કરવાનું છે, બીજું કાંઇ કરવું નથી. ૧૧૯ read more
અને બીજા દોષને મહારાજ ગણતા નથી. પણ ચાર દ્રોહને ગણે છે, તે એક ભગવાન, બીજા આચાર્યજી, ત્રીજા સાધુ ને ચોથા સત્સંગી છે, માટે એ ચારનો દ્રોહ ન કરવો. ૧૨૩ read more
અને મહારાજે કહ્યું હતું : જે ‘સ્ત્રીને છોકરાં થાય તે પછી પુરુષમાં હેત ઓછું થઇ જાય’ તેમ ભગવાનની મૂર્તિ દેખાય તે પછી પ્રગટની તાણ ઝાઝી રહેતી નથી. ૧૨૫ read more