Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૩૧

સાધુ થઇને ભજન કરવું, સાધુ જેવી કોઇ વાત નથી ને મહારાજ પણ સાધુના સમ ખાય છે. તે જુઓને ! અંબરીષ સાધુ થયા, ત્યાં તો કાંઇ દુઃખ ન આવ્યું. ‘સાધવો દીનવત્સલાઃ’ માટે એ થયે છૂટકો છે. ને ભગવાનનું કામ સાધુ વતે થાય,પછી એ સાધુ ભેળા જ ભગવાનનાં દર્શન થાય છે , એવા મળે પછી શું બાકી રહ્યું ? એવા મળ્યાને કસર રહી જાય છે, એ તો, ‘વૂઠે મેએ કાળ.’ આવા ભગવાન ને સાધુ મળ્યા છે ને કસર ટાળતા નથી. પથ્થરકી જાતિ હીરા ચિંતામણિ પારસહુ;મોતી પુખરાજ લાલ શાલ ફેર ડારિયે. એ બોલીને કહ્યું જે, એવા સાધુને પગે લાગી, અનુવૃત્તિમાં રહીને ખોટ ટાળી નાખવી. ।।૧૩૧।। read more
0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૩ર

જે સમે જેવી ભગવાનની મરજી હોય તે સમો વિચારવો,ને તે પ્રમાણે ચાલવું. ને આ સમે જીવ ઉપર દયા કરી તે હવેલીઓ, ગાડાં ને બળદ એવી રીતે છે, તે ભગવાનને બહુ જીવનું કલ્યાણ કરવું છે તે સારુ કરીએ છઈએ, નીકર વગડામાં પચીસ વર્ષ રહ્યા, એક ગોદડીભર રહેવું ને માગી ખાવું એમ રહીએ. જે તે પ્રકારે રાજી કરવા છે, માટે સમો વિચારવો, જેમ કહે તેમ કરવું. ।।૧૩૨।। read more
0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૩૩

અને અંતરનો કુસંગ, બહારનો કુસંગ ને સત્સંગમાં કુસંગએને ઓળખીને તેનો ત્યાગ કરવો. તે અંતરનો કુસંગ જે, મનમાં ભૂંડો ઘાટ થાય; ને સત્સંગમાં કુસંગ જે, લોક, ભોગ ને પક્ષ.તે પક્ષે કરીને આચાર્યનું, મંદિરનું, કોઠારનું ને મોટા સાધુનું ઘસાતું બોલે. ત્યારે કોઇકે પ્રશ્ન પૂછ્યું જે, ‘એ થઇ ગયું હોય તે કેમ ટળે ?’ એટલે સ્વામી કહેઃ “એ તો મોટા સાધુનો વિશ્વાસ હોય જે,‘એ ભગવાન જેવા છે ને ભગવાનની પેઠે અંતર્યામી છે, તે જાણે છે પણ કહેતા નથી.’ એમ જાણે તો ટળે.” ।।૧૩૩।। read more
0 Views : 128

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૩૪

એક સાધુએ પ્રસાદી ખાધી તે સારુ પંકિત બહાર કાઢેલ.પછી એક હરિભકતે મહારાજ આગળ કહ્યું કે, ‘કુરાનમાં લખ્યું છે જે, ખુદા સવારના પહોરમાં સાદ પડાવે છે જે, કોઇ ગુન્હેગારછે ? તો છોડી મૂકીએ.’ એમ કહ્યું ત્યારે મહારાજ કહે, ‘એ વાત સાચી છે.’ પછી હાથ જોડીને ઓલ્યા સાધુ દીન થઇ ગયા,એટલે તે ઉપર રાજી થઇ ગયા, તેમ છે.દીન થાવું; તો એ તો સારું કરવા જ ઊભા છે. પછી ઓલ્યો કહેઃ ‘તૈયે માફ કરજો ને કહેશો એમ કરવું છે, ને તમને રાજી કરવા છે, તે રૂડું થાય તેમ મુને કહેજો’ પછી કહેકે ‘ઠીક, ભજન કરવા માંડો.’ જુઓને, મારે ચેલા છે, પગ દાબે એમ છે, ઢોલિયો છે, ગાદલાં ને ખાધાનું છે, ને જે હું કહું તે તરત કરી દિએ એમ છે, પણ હું જો તે કરું અને કોઇને ન કરવાનું કહું તો મનાય નહિ ને સહુ કરે. તે લખ્યું છે જે,”ઋષભેદવ ભગવાન શિક્ષાને અર્થે સિદ્ધિઓને ન ગ્રહણ કરતાહવા.” એમ આપણે રહેવું. ।।૧૩૪।। read more
0 Views : 107

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૩પ

પક્ષ ને સ્નેહ તો જનાવર સુધી છે. તે પોતાનાં બચ્ચાંનેજ સેવે ને ધવરાવે છે. એક કણબી ભેંશનું પાડું લઇને આગળ ચાલ્યો જતો હતો, તે ભેંશ એક ગાઉ સાવજ આવ્યો ત્યાં સુધી પાછે પગે ચાલી ગઇ; એમ છે. માટે આપણે તો એ ત્યાગ કરીને ત્રણ ગ્રંથ પ્રમાણે રહેવું, એમાં મહારાજનો રાજીપો છે,માટે એમ વર્તવું. ।।૧૩૫।। read more
0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૩૬

તમો કહો છો જે, ‘કહેજો’ તે હું તો કહું જ. તે સભામાં કહું, નીકર છેલ્લી બાકી ઇતિહાસ કથા કહું, પણ જીવમાંથી ડંખ કાઢી નાખું. માટે સાધુને સેવવાં, ને એનું ઘસાતું ન બોલવું.તે પર મધ્યના અઠ્યાવીશમાં વચનામૃતની વાત વિસ્તારીને કરી.।।૧૩૬।। read more
0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૩૭

અને બહાર ભજન કર્યે બહાર વૃત્તિ ફેલાય. તે જો રજોગુણ, તમોગુણ વર્તતા હોય તો કરવું; પણ સત્વમાં તો અંતરમાં જ કરવું, જેણે કરીને ભગવાન સાંભરે છે. ને ઊંડાઊતરી જાવું ને ભજન કરવું. તે પ્રથમ તો ઘણા હરિજનની વાત કહી દેખાડી. ।।૧૩૭।। read more
0 Views : 134

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૩૮

પછી કહ્યું જે, બીજું જે કહે તે થાય, પણ હરિભકત ન થવાય; તે કોઇક થાય, પણ તેથી સાધુ ભેળું ન રહેવાય ને કોઇક રહે, પણ વિષય ત્યાગ ન થાય; તે કોઇક કરે, પણ એથી ભગવાનમાં ન જોડાવાય;એ તો બહું જ આકરું છે. ।।૧૩૮।। read more
0 Views : 116
Powered By Indic IME