રાગ : રામગ્રી-પ્રભાતી પદ-૧ મનરે માન્યું નંદલાલ શું, જોઈ પાઘ પેચાળી; રીઝી રહી એના રૂપમાં, ભૂધરજીને ભાળી… મન૦ ૧ ભાલ તિલક કોઈ ભાતનું, કેસરનું વિરાજે; નયણુની શોભા જોઈને, કોટિ રતિપતિ લાજે… મન૦ ૨ ફ્ૂલડાના તોરા ઝુકી રહ્યા, ઝળકે કુંડલ કાને; મુખડાની શોભા જોઈને, મોહી ભીનલે વાને… મન૦ ૩ હીરલતા શુભ હારને, જોતાં રહી છું લોભાઈ; મુક્તાનંદના નાથ શું, કીધી અચળ સગાઈ… મન૦ ૪ પદ-૨ જનમ સફ્ળ કર્યો માહરો, નટવર નંદલાલે; સુખડું અલૌકિક શામળે, આપ્યું અતિ ઘણું વા’લે … જન૦ ૧ મનના મનોરથ પૂરિયા, ગુણવંત ગિરધારી; માવ ઉપર મેં માહરું, નાખ્યું સરવસ વારી… જન૦ ૨ પરવશ થઈ હું તો પ્રેમમાં, શામળિયાને સંગે; રસિક સલુણા વ્રજરાજને, રાચી હું તો રંગે… જન૦ ૩ જીતનો ડંકો વાગિયો, રીઝયા કુંજવિહારી; મુક્તાનંદના નાથને, વરી થઈ જગ ન્યારી… જન૦ ૪ પદ-૩ સગપણ કીધું મેં શ્યામશું, મનમાં સમજી વિચારી; આશ તજી સંસારની, ધર્યા ઉરમાં મોરારી… સગ૦ ૧ નિમખ ન મેલું નાથને, નેણુંથી ન્યારા; પરમ સ્નેહી શામળો, મને પ્રાણથી પ્યારા… સગ૦ ૨ ભવબ્રહ્માદિક મહા મુનિ, તેને દુર્લભ વા’લો; તે રસિયો મુજને મળ્યા, નટવર નંદલાલો… સગ૦ ૩ થઈ છું અધિક અલબેલડી, લજ્જા લોકની મેલી; મુક્તાનંદના નાથ શું, બાંધી દૃઢ કરી બેલી… સગ૦ ૪ પદ-૪ આજ મારું ભાગ્ય ઉદે થયું, નીરખ્યા વ્રજપતિ વાલો; છેલ છબીલો શામળો, લે’રી નંદજીનો લાલો… આજ૦ ૧ […]
read more