અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વે જીવના હિતની કરનારી છે. ।।૭।। read more
અને શ્રીમદ્ ભાગવત પુરાણ આદિક જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને વિષે ને પરલોકને વિષે મહાસુખિયા થાય છે. ।।૮।। read more
અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાનાં મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આ લોક ને પરલોકને વિષે નિશ્ચે મોટા કષ્ટને જ પામે છે. ।।૯।। read more
તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહિ.।।૧૦।। read more
હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે, અમારા જે સત્સંગી તેમણે કોઇ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જુ, માંકડ, ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા કયારેય ન કરવી.।।૧૧।। read more
અને દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરાં, મૃગલાં, સસલાં, માછલાં આદિક કોઇ જીવની હિંસા ન કરવી. કેમજે, અહિંસા છે તે જ મોટો ધર્મ છે, એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે. ।।૧૨।। read more
અને આત્મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો અને કયારેક કોઇ અયોગ્ય આચરણ થઇ જાય તે થકી મૂંઝાઇને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઇને તથા ગળે ટુંપો ખાઇને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિક કોઇ રીતે આત્મઘાત ન કરવો. ।।૧૪।। read more