Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૬૧

આપી એ નામે એકસો ને સાઠ્યમું પ્રકરણમ્ ।।૧૬૦।। પૂર્વછાયો- શુભમતિ સહુ સાંભળો, કહું ત્યાર પછીની વાત । પૃથ્વીના તળ ઉપરે, થવા લાગ્યા મોટા ઉતપાત ।।૧।। ચાલ્યા પ્રચંડ પવન અતિ, ગતિ ઘોર કઠોર ઘણી થઇ । ઝાડ પાડ બહુ પડિયાં, કોટ મંદિર ઘર કોઠા કઇ ।।૨।। અતિ અચાનક અગનિ, વળી વુઠિ વેગે વ્યોમમાં । વન ભુવન કૈક ગામ પુર, બહુબહુ બાળ્યાં ભોમમાં ।।૩।। પડ્યા પથર પૃથ્વી ઉપરે, અતિ ઘણા આકાશથી । નારી નર ડર પામિયાં, કહે નહિ ઉગરિયે નાશથી ।।૪।। ચોપાઇ- થાય કઠણ કડાકા વ્યોમ રે, પડે તિખી તડિતો તે ભોમ રે । ત્રુટાં તામસ દેવનાં ધામરે, હતાં દેરાં ડુંગર ને ગામરે ।।૫।। એવો થયો છે ઉલકાપાત રે, શું કહીએ એ સમાની વાત રે । વુઠાં નીર રૂધિરની ધારે રે, જોઇ ભય પામ્યાં સહુ તારે રે ।।૬।। ગયાં સાધુનાં મન ડોળાઇ રે, થયો ઉદ્વેગ તે ઉરમાંઇ રે । ઉષ્ણ ઋતુના સૂર્યની કાંતિ રે, થઇ નિસ્તેજ પામી અશાંતિ રે ।।૭।। હરિભક્ત પુરૂષનાં અંગ રે, ફરક્યાં ડાબાં તે પણ કુઢંગ રે । વળી બાઇ જેને સતસંગ રે, તેનાં ફરક્યાં જમણાં અંગ રે ।।૮।। વળી સ્વપનાં લાધાં છે જેહ રે, અતિ અપશુકન માન્યાં તેહ રે । જાણું ધર્મ ભક્તિની મૂરતિ રે, શોકે રૂદન કરે છે અતિ રે ।।૯।। રાધાકૃષ્ણની પ્રતિમા સોય રે, દ્રગ વિના […] read more
0 Views : 161

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૬ર

પૂર્વછાયો- સુણો સહુ હું શું કહું, વરણવી વારમવાર । નથી દિઠો નથી સાંભળ્યો, આ જેવો બીજો અવતાર ।।૧।। અતિ સામર્થી વાવરી, હરિ ધરી મનુષ્યનું દેહ । આ દિન મોરે આગમે, નથી સુણી શ્રવણે તેહ ।।૨।। અતિ અલૌકિક વારતા, લાવી દેખાડી લોકમાંઇ । એવું આશ્ચર્ય જોઇ જન, મગન રહે મનમાંઇ ।।૩।। કરી કાજ મહારાજ મોટાં, ગયા પોત્યે ગોલોક । જન દર્શન વિના દુઃખિયાં, રહ્યાં સંભારી કરતાં શોક ।।૪।। ચોપાઇ- સમે સમે સંભારતાં સુખ, પળે પળે પ્રકટે છે દુઃખ । ક્યારે સાંભરે બેઠા પલંગે, ર્ચિચ ચંદન સુંદર અંગે ।।૫।। કંઠે હાર કપૂરના ઘણા, બાજાુ કુંડળ કપૂરતણા । ક્યારે સાંભરે પુષ્પની માળે, પુષ્પના તોરા ધર્યા દયાળે ।।૬।। ક્યારે સાંભરે જરકશી જામે, બાંધી પાઘ જરકશી શ્યામે । ક્યારે સાંભરે મુગટ ધરેલ, રૂડે હિંડોળે બેઠા રંગરેલ ।।૭।। ક્યારે સાંભરે નાખતા ગુલાલ, રંગે રમતા કરતા ખ્યાલ । ક્યારે પીચકારી લઇ હાથે, રંગ નાખતા સખાને માથે ।।૮।। ક્યારે અશ્વપર અસવાર, એમ સાંભરે પ્રાણઆધાર । ક્યારે સાંભરે નદીમાં ન્હાતા, તાળી પાડી સખા સંગે ગાતા ।।૯।। ક્યારે નીર ઉછાળતા હાથે, રંગે રમતા સખાને સાથે । ક્યારેક સાંભરે જમતા થાળ, દેતા પ્રસાદી દાસને દયાળ ।।૧૦।। ક્યારેક સાંભરે પંગત્યે ફરતા, દઇ દર્શન ને મન હરતા । મુખમાંહિ જલેબીયો આપી, જમાડે ચરણ મસ્તકે છાપી ।।૧૧।। ક્યારેક સાંભરે જનને મળતા, આપે છાતીમાં ચરણ […] read more
0 Views : 155

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૬૩

પૂર્વછાયો- ભક્તચિંતામણિ ગ્રંથનાં, પ્રકરણ એકસો ચોસઠ । વિભાગે તે વર્ણવું, સુંદર સારી પેઠ્ય ।।૧।। પ્રથમ મંગળાચર્ણ પ્રકર્ણ, બીજું કવિસ્તવન । ત્રીજે મહાત્મ્ય ગ્રંથનું, ચોથે હેમાદ્રિ વર્ણન ।।૨।। પાંચમે મુનિનાં નામ કહ્યાં, છઠે ઋષિસ્તુતિ આપ । સાતમે  શાપ  દુર્વાસાનો,  આઠમે  તેનો  પરિતાપ  ।।૩।। નવમે ઉદ્ભવ અસુરનો, દશમે ધરમ અવતાર । અગ્યારે વિવાહ ભક્તિધર્મનો, બારે રામાનંદ મળ્યા ઉદાર ।।૪।। તેરે ત્યાંથી ઘેર આવિયા, ચૌદે ધર્મ મુનિને મળ્યા હરિ । પનરે ધર્મ અશ્વત્થામાએ શાપ્યા, સોળે પ્રભુ પ્રકટ્યા દયા કરી ।।૫।। સત્તરે કૃત્યાઓનું વિઘન કહ્યું, અઢારે હરિચરિત્ર ચવ્યું । ઓગણિશે અસુરવિઘન ટાળ્યું, વિશે અવધ્ય ધામ વર્ણવ્યું ।।૬।। એકવિશે હરિ બાળલીળા, બાવિશે જનોઇનો જાગ । ત્રેવિશે ચરિત્ર પવિત્ર છે, ચોવિશે માતા તનત્યાગ ।।૭।। પંચવિશે ધર્મે ધ્યાને કરી, છવિશે તજીયું તન । સત્યાવિશે ચાલ્યા હરિ ઘેરથી, અઠ્યાવિશે અવનિ અટન ।।૮।। ચોપાઇ- ઓગણ ત્રિશે કર્યું તપ આપ રે, ત્રિશે ગોપાળયોગી મેળાપ રે । એકત્રિશે લૈ પ્રકર્ણ ચાર રે, ફર્યા ર્વિણ તે વન મોઝાર રે ।।૯।। પાંતરિશે તીર્થમાં ભમ્યા રે, છત્રિશે ઉદ્ધવ જનમ્યા રે । સાડત્રિશે આડત્રિશે વાત રે, કહી રામાનંદની વિખ્યાત રે ।।૧૦।। ઓગણચાલિસમાં ઘનશ્યામ રે, આવ્યા સતસંગમાં સુખધામ રે । ચાળિશે સ્વામીનું ધ્યાન કરી રે, કહિ મૂર્તિ રૂડી રસભરી રે ।।૧૧।। એકતાળિશે મુક્તાનંદે પત્ર રે, લખ્યો સ્વામી ઉપર સુંદર રે । બેતાળિશે પત્રી નીલકંઠે રે, લખી […] read more
0 Views : 1344

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૬૪

પૂર્વછાયો : ભક્તચિંતામણિ ગ્રંથ કહ્યો, સત્સંગીને સુખરૂપ । જેમાં ચરિત્ર પ્રકટનાં, અતિ પરમ પાવન અનુપ ।।૧।। બીજા ગ્રંથ તો બહુ જ છે, સંસ્કૃત પ્રાકૃત સોય । પણ પ્રકટ ઉપાસી જનને, આ જેવો નથી બીજો કોય ।।૨।। જેમાં ચરિત્ર મહારાજનાં, વળી વર્ણવ્યાં વારમવાર । વણ સંભારે સાંભરે, હરિમૂર્તિ હૈયા મોઝાર ।।૩।। હરિ ને હરિજનના, આ ગ્રંથમાં ગુણ અપાર । શુદ્ધ ભાવે જે સાંભળે, તે ઉતરે ભવપાર ।।૪।। ચોપાઇ : એવો ગ્રંથ અનુપમ અતિ રે, જેમાં પ્રકટ પ્રભુની પ્રાપતિ રે । પ્રકટ કલ્યાણ પ્રકટ ભજન રે, પ્રકટ આજ્ઞા પ્રકટ દર્શન રે ।।૫।। પ્રકટ વાતો પ્રકટ વ્રતમાન રે, પ્રકટ ભક્ત પ્રકટ ભગવાન રે । નથી ઉધારાની એકે વાત રે, જેજે જોઇએ તેતે સાક્ષાત રે ।।૬।। બીજા કહે મુવા પછી મોક્ષ રે, વળી પ્રભુ બતાવે છે પ્રોક્ષ રે । કોઇ કહે છે કર્મે કલ્યાણ રે, એવા પણ બહુ છે અજાણ રે ।।૭।। કોઇ કહે પ્રભુ નિરાકાર રે, એવા પણ અજાણ અપાર રે । કોઇ કહે છે વૈદિક કર્મે રે, કલ્યાણ છે જાણો એક બ્રહ્મે રે ।।૮।। કોઇ કહે છે દેવી ને દેવ રે, કોઇ કહે મોક્ષદા મહાદેવ રે । એતો સર્વે વારતા છે સારી રે, પણ જનને જોવું વિચારી રે ।।૯।। જયારે એમજ અર્થ જો સરે રે, ત્યારે હરિ તન શિદ ધરે રે । […] read more
0 Views : 1473

સ્નેહગીતા કડવું:- ૦૧

રાગ: ધન્યાસરી – મંગળ મૂર્તિ છે શ્રીમહારાજજી, વ્રજજન વલ્લભ શ્રીવ્રજરાજજી । મે’ર મુજ ઊપર કરો એવી આજજી, અંતર ઈચ્છેછે ગાવા ગુણ કાજજી ।।૧।। ઢાળ – ગુણ ગાવા ગોવિંદ તમારા, ઈચ્છા તે મુજને અતિ ઘણી ।  ચવું ચરિત્ર સ્નેહગીતા, જેવી મતિ ગતિ છે મુજતણી ।।૨।। સ્નેહે કથા હવે સુણો સહુ, બહુ પ્રકારે મ પેખિયું । જપ તપ તીરથ જોગ યજ્ઞ, સ્નેહ સમાન નવ દેખિયું ।।૩।। દાન પુણ્ય ને વ્રત વિધિ, કરે ભકિત નવધા કોય ।  સ્નેહ વિના સરવે સૂનું, જેમ ભોજન ઘૃત વીણ હોય ।।૪।। નીર વિના જેમ સૂકું સરોવર, સુગંધ વિના શિયાં ફુલ ।  તેમ સ્નેહ વિના સૂનું હૃદય, શું થયું ચવેછે ચંડૂલ ।।૫।। પ્રેમ પખિ છે લૂખી જો ભગતિ, કોઈ અનેક ગુણ ભાખે ભણે । ચૌદ વિદ્યાવાન ચતુર જન, વળી કવિ કોવિદને કોણ ગણે ।।૬।। સ્નેહ વિના લૂખું લાગે, કથતાં તે કોરૂં જો જ્ઞાન । હેત વિનાનું હૃદય એવું, જેવી વર વિનાની જાન ।।૭।। સ્નેહ વિના શોભે નહિ, હૃદય તે હરિદાસનું । પંકજનયનની પ્રીત વિના, અમથું શું રહેવું ઊદાસનું ।।૮।। નેહનાં નયણે નીર વરસે, ગાતાં ગદગદ ગિરા  નિસરે ।  કૃષ્ણ કૃષ્ણ કહેતાં મુખે, વળી વપુ વિકારને વિસરે ।।૯।। પ્રીતે ચિત્ત ચરણે સાપી, અને સ્નેહ સાચો જે કરે, નિષ્કુલાનંદના નાથ સાથે, સ્નેહીને સદા સંગે ફરે ।।૧૦।। કડવું ।।૧।। read more
0 Views : 1672

સ્નેહગીતા કડવું:- ૦ર

સ્નેહની મૂર્તિ સુંદર શ્યામજી, પ્રેમે કરી પ્રગટ્યા ગોકુળ ગામજી। સ્નેહી જનનાં સારવા કામજી, નટવર નાગર સદા સુખધામજી ।।૧।। ઢાળ – સુખના સાગર શ્રીહરિ, જેનેદેખતાં દિલડું ઠરે । મૂર્તિ જોતાં માવજીની, હેલામાં મન મુનિનું હરે ।।૨।। જેને જોઈ મોહી જનજુવતી, અતિ પ્રીત કરી હૈયે હેતશું । સ્નેહ બાંધ્યો શ્યામ સંગે, સાપી તન મન ધન સમેતશું ।।૩।। વળી પશુ પંખી ને વૃક્ષ વેલી, હરિપ્રીતમાં પરવશ થયાં । સરિતા સર ને નાગ નગ જે, સ્નેહમાં સંકુલાઈ રહ્યાં ।।૪।। ગાયો ગોપી ને ગોવાળીએ, હરિ આત્માથી અધિક કર્યા । સ્નેહ બાંધ્યો પ્રેમ વાધ્યો, પ્રીત રીત અતિ આચર્યા ।।૫।। મીનનું જીવન જળ જોને, જેમ ચકોર સ્નેહી ચંદ છે । તેમ વ્રજ જુવતીનું જીવન જાણો, શ્રીનંદજીનો નંદ છે ।।૬।। જેમ મોરનું મન મળ્યું મેઘશું, જેમ બપૈયો સ્નેહી સ્વાંતનો । તેહ થકી અધિક અંગે, સ્નેહ જુવતી જાતનો ।।૭।। જેમ અગ્નિને સંગે ઓગળે, મીણ માખણ ને ઘણું ઘૃત । તેમ કૃષ્ણ મળે મન ગળે, અને ટળે તે તન શુદ્ધ તરત ।।૮।। જેહ નયણે નિરખે નાથને, તેનું હાથ હૈયું કેમ રહે । તે લાજ તજે કૃષ્ણ ભજે, એવી સ્નેહમૂર્તિ છે સુખ મહે ।।૯।। નટવર નાગર સુખસાગર, મનોહર મૂર્તિ મદનજી, નિષ્કુલાનંદ ગોવિંદ છબી, સુખતણું જો સદનજી ।।૧૦।। કડવું ।।૨।। read more
1 Views : 1468

સ્નેહગીતા કડવું:- ૦૩

સુખમય મૂર્તિ જોઈ જન ગોપીજી, રહી હરિ ચરણે તન મન સાપીજી। અંતરની વૃત્તિ હરિમાં આરોપીજી, લોક કુટુંબની લજજા જેણે લોપીજી ।।૧।। ઢાળ – લોપી લજજા જેણે લોકની, અને સ્નેહવશ થઈ સુંદરી । સોબત કીધી શિશ સાટે, એવી અચળ પ્રીત હરિશું કરી ।।૨।। હરતાં ફરતાં કામ કરતાં, કૃષ્ણ કૃષ્ણ કરે કામિની,  પ્રીત વશ થઇ પ્રમદા, જાતિ જાણે નહિ દિન જામની ।।૩।। ખાતાં પીતાં બોલતાં, વળી સ્નેહમાં શુદ્ધ વિસરી ।  સૂતાંસૂતાં જાગે ઝબકી, ઊઠે કૃષ્ણકૃષ્ણ મુખે કરી ।।૪।। વાટે ઘાટે વન જાતાં, મન તન મોહનશું મળ્યું । લોક લાજ વેદવિધિ વિસરી, વળી ભાન તનનું તે ટળ્યું ।।૫।। વળી શ્રવણમાં ભણકાર સુણે, જાણે નયણે નિરખું છું નાથજી । મુખવાંણે વળી એમ જાણે, વાત કરૂં છું વાલા સાથજી ।।૬।। અંગોઅંગે એમ ગોપી, પરિપૂર્ણ થઇ પ્રીતમાં । સાધન તે હવે શું કરે, જેને કૃષ્ણ વિના ના’વે બીજું ચિત્તમાં ।।૭।। મરજાદા મેલી થઇ ઘેલી, ઊન્મત્તદશા આવી અંગે ।  તેણે કરી તન ત્રાસ ટળ્યો, મળ્યો પ્રાણ કૃષ્ણને સંગે ।।૮।। આપ ગળ્યું મન મળ્યું, ટળ્યું કાયા કલેશનું કરવું ।  એક સ્નેહ માંહિ સર્વે આવ્યું, અન્ય ન રહ્યું આચરવું ।।૯।। પ્રીતની રીતને પ્રેમનું લક્ષણ, તેતો શિખવ્યું આવે નહિ। નિષ્કુલાનંદ નાવે કહિએ, સ્નેહી જનનો સ્નેહ સહિ ।।૧૦।। કડવું ।।૩।। read more
0 Views : 1446

સ્નેહગીતા કડવું:- ૦૪

પ્રીત કરી પ્રમદા તે પરસ્પર પડીજી, જગના જીવન સંગે મોબત જડીજી । ચિત્તે રંગ ચટકી તે ચોળની ચડીજી, નિત્યપ્રત્યે નવલો નેહ ઘડી ઘડીજી ।।૧।। ઢાળ – ઘડિયે ઘડિયે ઘણો ઘણો, સનેહ વાધ્યો શ્યામશું । વણ દિઠે વળી વિલપે વનિતા, રહે ઊદાસી ધન ધામશું ।।૨।। અર્ધ ક્ષણ રહી ન શકે, વણ દિઠે વદન વ્રજરાજનું । શેરિયે શેરિયે શોધે સુંદરી, લેશ ન લાવે વળી લાજનું ।।૩।। માંહોમાંહિ વળી પુછે, બાઈ કૃષ્ણજી તે કયાં હશે । કોઈ બતાવો કાન મુજને, જોઉં મુખ કાંઈક લઈ મસે ।।૪।। વન ભવન વાટ વીથિની, વળી જુવે જમુના તીર । અણ દિઠે અલબેલડો, કોઇ ધરી ન શકે ધીર ।।૫।। વણ દિઠે ઘડી વીતે વસમી, જુગતુલ્ય પળ એક જાય । પ્રાણ ગતવત થઈ પડે, એમ ગરક સ્નેહમાંય ।।૬।। એમ કરતાં આવિ અચાનક, જોદેખે દ્રગેદયાળને । પણ નાથ નયણે નિરખ્યા વિના, સ્નેહી ન કરે શરીર સંભાળને ।।૭।। માંસ વિના શ્વાસ રહે, જન સ્નેહીના શરીરમાં ।  પ્રાણ જેના પડયા પરવશ, તેનાં નયણાં ભર્યાં રહે નીરમાં ।।૮।। અતિ ઊદાસ નિઃશ્વાસ મુકે, અને સુકે નહિ નીર નયણે ।  હે સખા હે સુખકારી, એમ વદે વળી વળી વયણે ।।૯।। પ્રીતની તો રીત એહવી, જેનું મન મોહનશું મળ્યું ।  નિષ્કુલાનંદ સ્નેહી જનનું, કારણ નવ જાયે કળ્યું ।।૧૦।। કડવું ।૪। read more
0 Views : 311
Powered By Indic IME