રાગ:– ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના’ એ ઢાળ. જરૂર જાણજો જન જીવમાં, પામવું છે પરમ આનંદ રે; જે રે આનંદ જાય નહિ કહ્યે, સદા સર્વે સુખનું છે કંદ રે…જરૂર૦ ૧ અચળ અખંડ એનું નામ છે, અક્ષર અનંત અનુપ રે; જે એ પામે તે પાછો નવ પડે, એવું છે એ સત્ય સ્વરૂપ રે…જરૂર૦ આવે નહિ એકે જેને ઉપમા, જડે નહિ બીજી જેની જોડ રે; શોધતાં ન મળે સંસારમાં, ત્રિલોકે નહિ તેની તડોવડ રે…જરૂર૦ મહા મોટું સુખ માની મનમાં, મોટા મોટા મૂકી ચાલ્યા રાજ રે; તે તો સુખ મળે છે સે’જમાં, સત્સંગમાંહી રે’તા આજ રે…જરૂર૦ પૂરણ સુખને જયારે પામિયે, ત્યારે ઝાઝી કરવી જતન રે; સદાયે રહિયે એ સાચવતાં, જેમ રાંક સાચવે રતન રે…જરૂર૦ ગાફલપણે જો ઘણું ઘરમાં, જોતાં જોતાં થઈ જાયે જયાન રે; માટે પ્રમાદપણું પરહરી, સદાય રે’વું જો સાવધાન રે…જરૂર૦ લાભ અલભ્યને લઈ કરી, બેઠા છીએ બેપરવાઈ રે; સ્વામી સહજાનંદ સેવતાં, કસર રહી નથી કાંઈ રે…જરૂર૦ સદા રે’વું મનમાં મગન થઈ, કેદિયે ન માનવું કંગાલ રે; નિષ્કુળાનંદ કહે નીલકંઠ મળ્યે, થયાં છીએ નિર્ભય નિયાલ રે…જરૂર૦ દોહા:- આ ગ્રંથ અતિ અનુપમ છે, મુખ દેખાડવા દરપણ ।। પણ હબશી મુખ જોઈ હૈયે, લિયે નહિ લગારે ગુણ ।। ૧ ।। દેખી મુખ દુઃખિયો થઈ, કરે ગ્રંથ મુકુર પર રોષ ।। જેમ છે તેમ […]
read more