દોહા :- મહામુકત કહે મુમુક્ષુ તને, વણ પૂછ્યે કહું છું વાત ।। કલ્યાણકારીના કુળની, તું સાંભળી લે સાક્ષાત ।। ૧ ।। અલૌકિકપણું નહિ આપમાં, લોકમાં વધારવા લાજ ।। આટાટોપ એહ કારણે, સહુ રાખી રહ્યા ગુરુરાજ ।। ૨ ।। જેણે કરી જાયે નહિ, રહે ગુરુપણું ઘરમાંહિ ।। એવી રીતને અનુસરી, બહુ ઠગ કરે છે ઠગાઈ ।। ૩ ।। જેમ ઉદ્યમ વર્ણ અઢારમાં, સહુ કરે થઈ સાવધાન ।। તેમ ઉદ્યમ ગુરુએ આદર્યો, મન કર્મ વચને નિદાન ।। ૪ ।। ચોપાઈ :- ગુરુવેષ ભજાવવા કાજ રે, રાખે શોભતો સર્વે સમાજ રે ।। સારાં વસ્ત્ર ઘરેણાં વાહન રે, કહું તેની રીત સુણો જન રે ।। ૫ ।। પો’ળા પનાળાં કૈક સુંવાળા રે, બહુ બુટ્ટા ને રંગે રૂપાળાં રે ।। ઝીણાં પોતાં છાપેલ છેડાળાં રે, વાસેલ અત્તરે પાનડિયાળાં રે ।। ૬ ।। એવાં વસ્ત્ર અંગોઅંગ પે’રી રે, ગુરુપણું લડાવે છે લે’રી રે ।। વળી પે’રી ઘરેણાં જો ઘણાં રે, જડેલ હીરા મોતી હેમતણાં રે ।। ૭ ।। વેઢ વીંટી કડા બાંયે બાજુ રે, રૂડા ઘાટવાળાં ઘણાં કાજુ રે ।। બેસી ગજ બાજ સુખપાલે રે, ખોળે લાલ લઈ ગુરુ મા’લે રે ।। ૮ ।। વળી સુંદર મંદિર રહેવા રે, કાચ ઢાળેલ હાંડિયે દીવા રે ।। ખાવા પીવા મળે ખૂબ ખાસુ રે, જેવું ચઉ ચરણને ચોમાસું રે […]
read more