Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિષ્કુળાનંદ કાવ્ય
Per Page :

વચનવિધિ કડવું:- પ૦

વિમુખ તે મરી થાશે વૈતાળજી, ક્ષુધા પિપાસા વધશે વિશાળજી જળાશયે જાતાં રોકશે વરુણ રખવાળજી, ત્યારે સર્વ દુઃખનો મળશે તાળજી તાલ મળશે તે જાણજો, પીવું પડશે પેશાબને ।। તે વિના જળ નહિ મળે, જયારે હરિ લેશે હિશાબને ।। ર ।। ભૂત પલિતને ભોજન કરવા, નથી વિષ્ટા વિના બીજું વળી ।। એવાં સુખ છે વિમુખનાં, લીધાં છે શાસ્ત્રેથી સાંભળી ।। ૩ ।। વ્યોમ  વસુંધરા  વચ્ચમાં, વસવા છે વાયુ ભૂતને ।। ઘાટ  વાટ  ઊજડ  અગારે,  કહ્યું રે’વાનું કપૂતને ।। ૪ ।। ઝાડ પા’ડ નિરજળ દેશે, વસશે વસમા સ્થાનમાં ।। અશુદ્ધ જળ ઉતાર અન્નને, ખાઈ ખુશી રે’શે ખાન પાનમાં ।। પ ।। એવાં દુઃખ ભોગવશે, વચન દ્રોહી વિમુખ જન જો ।। ત્યાં નથી ઉધારો એહનો, તૈયાર છે મુકતા તન જો ।। ૬ ।। હમણાં તો જાણે ખાટ્યા ખરા, વિમુખ થઈ રહ્યાં વેગળા ।। પણ ખાધી મોટી ખોટ્યને, જયારે પ્રજળશે પાપની પળા૯ ।। ૭ ।। આજ તો થયું છે અટપટું, વર્તતાં વા’લાના વચનમાં ।। નિષ્કુળાનંદ કહે પછી વિમુખને, થાશે મૂંઝવણ્ય મનમાં ।। ૮ ।। read more
0 Views : 166

વચનવિધિ કડવું:- પ૧

તે સારુ ડરતા રહે સૌ જન દિન રાતજી, રખે કોય વચન લોપી થાય વાતજી ત્યારે તો જાણવું ઘણી થઈ ઘાતજી, હવે કેમ રે’શે હરિ રળિયાતજી રળિયાત કેમ રહેશે હરિ, ફરી ફરી વિચારે વાતને ।। સુખ સર્વે પરહરે પરાં, જાણી જગજીવન કળિયાતને ।। ર ।। હરિ રાજી કરવા હૈયામાં, મનસુબો બહુ મનને ।। તન ધન સુખ સંપત જાતાં, રાજી કરે ભગવાનને ।। ૩ ।। પ્રસન્ન કરવા મહાપ્રભુને, રહે તનમાં બહુબહુ તાન ।। બીજું જાયે મર બગડી, તેનું જરાય ન માને જયાન ।। ૪ ।। સુખ નર નિરજરનાં,  મર જાયે સમૂળાં સૌ મળી ।। હરિ કુરાજિયે કામ ન આવે, એવી વિચારે વાત વળી ।। પ ।। બીજા રાજી કુરાજિયે કરી, નથી ખાટ્ય ને ખોટ્ય ખરી ।। માટે ગમતું કરવું ગોવિંદનું, બીજાનું મૂકવું પરહરી ।। ૬ ।। તે જ સમજુ સંત શાણા, વળી તે જ બહુ બુદ્ધિવંત ।। તે જ ચતુર પરવીણ ડાહ્યા, જેણે રાજી કર્યા ભગવંત ।। ૭ ।। કરી લીધી એણે સર્વ કમાણી, કેડ્યે ન રાખ્યું કરવું ।। નિષ્કુળાનંદ હરિ રાજિયે, ફરી ન રહ્યું પાછું ફરવું ।। ૮ ।। read more
0 Views : 1287

વચનવિધિ કડવું:- પર

વચનવિધિ આ ગ્રંથ છે રૂડોજી, હરિવિમુખને લાગશે કૂડોજી જેને પેરવો છે પરનરનો ચૂડોજી, તે તો કે’શે આ કવિ કાલૂડોજી કાલુડાઈમાં ગ્રંથ કર્યો, તેમાં વગોવ્યા વિમુખ અતિ ।। દીઠા દુઃખિયા વિમુખને, ત્યારે સનમુખ શી પામ્યા ગતિ ।। ર ।। એમ કહી અભાગિયા, કોઈ વિમુખપણું તજતા નથી ।। વચનદ્રોહીપણું દઢ કરી, હરિ કોઈ ભજતા નથી ।। ૩ ।। હરિ ભજશે જન હરિના, માની મનમાં મોટા સુખને ।। સદા રહેશે સત્સંગમાં, નહિ વસે પાસ વિમુખને ।। ૪ ।। વિમુખથી રહી વેગળા, કરી લેશે પોતાના કામને ।। સાચા સંતની શીખ લઈ, પામશે પ્રભુના ધામને ।। પ ।। જે ધામને શુક સનકાદિક, વખાણે છે વારમવાર ।। તે ધામને પામશે, વામશે સરવે વિકાર ।। ૬ ।। અવશ્ય કરવાનું એ જ છે, તે કરી લેશે કારજ ।। છેલ્લી શિખામણ સાંભળી, તેમાં ફેર નહિ રાખે એક રજ ।। ૭ ।। પૂરણ સુખને પામવા,  એટલું  તો  ધારવું  ઉર ।। નિષ્કુળાનંદ નિશ્ચે કરી, જોઈએ આ વાત જાણવી જરૂર ।। ૮ ।। read more
0 Views : 1276

વચનવિધિ પદ:- ૧૩

રાગ:– ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના’ એ ઢાળ. જરૂર જાણજો જન જીવમાં, પામવું છે પરમ આનંદ રે; જે રે આનંદ જાય નહિ કહ્યે, સદા સર્વે સુખનું છે કંદ રે…જરૂર૦ ૧ અચળ અખંડ એનું નામ છે, અક્ષર અનંત અનુપ રે; જે એ પામે તે પાછો નવ પડે, એવું છે એ સત્ય સ્વરૂપ રે…જરૂર૦ આવે નહિ એકે જેને ઉપમા, જડે નહિ બીજી જેની જોડ રે; શોધતાં ન મળે સંસારમાં, ત્રિલોકે નહિ તેની તડોવડ રે…જરૂર૦ મહા મોટું સુખ માની મનમાં, મોટા મોટા મૂકી ચાલ્યા રાજ રે; તે તો સુખ મળે છે સે’જમાં, સત્સંગમાંહી રે’તા આજ રે…જરૂર૦ પૂરણ સુખને જયારે પામિયે, ત્યારે ઝાઝી કરવી જતન રે; સદાયે રહિયે એ સાચવતાં, જેમ રાંક સાચવે રતન રે…જરૂર૦ ગાફલપણે જો ઘણું ઘરમાં, જોતાં જોતાં થઈ જાયે જયાન રે; માટે પ્રમાદપણું પરહરી, સદાય રે’વું જો સાવધાન રે…જરૂર૦ લાભ અલભ્યને લઈ કરી, બેઠા છીએ બેપરવાઈ રે; સ્વામી સહજાનંદ સેવતાં, કસર રહી નથી કાંઈ રે…જરૂર૦ સદા રે’વું મનમાં મગન થઈ, કેદિયે ન માનવું કંગાલ રે; નિષ્કુળાનંદ કહે નીલકંઠ મળ્યે, થયાં છીએ નિર્ભય નિયાલ રે…જરૂર૦ દોહા:- આ ગ્રંથ અતિ અનુપમ છે, મુખ દેખાડવા દરપણ ।। પણ હબશી મુખ જોઈ હૈયે, લિયે નહિ લગારે ગુણ ।। ૧ ।। દેખી મુખ દુઃખિયો થઈ, કરે ગ્રંથ મુકુર  પર રોષ ।। જેમ છે તેમ […] read more
0 Views : 1362

ભક્તિનિધિ કડવું:- ૧

સોરઠા પ્રણમું પુરુષોત્તમ, અગમ નિગમ જેને નેતિ કહે । તે શ્રીહરિ થાઓ સુગમ, રમ્યરૂપ સાકાર સહિ ।।૧।। એવા વસો મારે ઉર, દૂર કરવા દોષ દીનબંધુ । તે થાય ભક્તિ ભરપૂર, હજૂર રાખજો હરિ હેત કરી ।।૨।। દોહા ભક્તિ સરસ સહુ કહે, પણ ભક્તિ ભક્તિમાં ભેદ । ભક્તિ પ્રભુ પ્રગટની, એમ વદેછે ચારે વેદ ।।૩।। પરોક્ષ ભક્ત પામે નહિ, મનમાની મોટી મોજ । શાસ્ત્ર સર્વે શોધીને, ખરી કરી લ્યો ખોજ ।।૪।। રાગ:- ધન્યાસરી શ્રી પુરૂષોત્તમ પૂરણ બ્રહ્મજી, નેતિનેતિ કહી જેને ગાય નિગમજી । અતિ અગાધ જે સહુને અગમજી, તે પ્રભુ થયા આજ સુગમજી ।।૧।। રાગ :- ઢાળ – સુગમ થયા શ્રીહરિ, ધરી નર તનને નાથજી । જીવ બહુ કહું જક્તના જેહ, તેહને કરવા સનાથજી ।।૨।। આપ ઇચ્છાએ આવિયા, કરવા કોટિકોટિનાં કલ્યાણ । દયા દિલમાં આણી દયાળે, તેનાં શું હું કરું વખાણ ।।૩।। લે’રી આવ્યા આજ લે’રમાં, અતિ મે’ર કરી મે’રબાન । અનેક જીવ આશ્રિતને, આપવા અભયદાન ।।૪।। અઢળ ઢળ્યા અલબેલડો, કહું કસર ન રાખી કાંય । કૈક જીવ કૃતાર્થ કીધા, મહાઘોર કળિનીમાંય ।।૫।। ભાગ્યશાળી બ્રહ્મમોહોલનાં, કર્યાં આપે આવી અગણિત । નિર્દોષ કિધાં નરનારને, રખાવી રૂડી રીત ।।૬।। નૌતમ   શક્કો સંસારમાં, આવી નાથે ચલાવિયો નેક । જે સાંભળ્યો નો’તો શ્રવણે, તે વર્તાવ્યો સહુથી વિષેક ।।૭।। પૂરણ પુરૂષોત્તમ પોતે, સરવેશ્વર સર્વના શ્યામ । […] read more
0 Views : 1659

ભક્તિનિધિ કડવું:- ર

રાગ:- ધન્યાસરી ભાગ્ય જાગ્યાં આજ જાણવાં જેને ભેટ્યા ભગવાનજી, ત્રિલોકમાં ના’વે કોઇ તેહને સમાનજી । જેહને મળિયા  પ્રભુ મૂર્તિમાનજી, જેહ મૂર્તિનું ધરે ભવ બ્રહ્મા ધ્યાનજી ।।૧।। રાગ :- ઢાળ – ધ્યાન ધરે જેનું જાણજો, અજ ઇશ સરીખા સોઇ । તોયે અતિ અકળ છે એહને, જથારથ જાણે નહિ કોઇ ।।૨।। એવી અલૌકિક મૂરતિ, અમાયિક અનુપ અમાપ । આગમ નિગમ ને અગોચર અતિ, તેનો કરી શકે કોણ ૧થાપ ।।૩।। થાપ ન થાયે એવા આગમે, વર્ણવિયા વારમવાર । તેહ પ્રભુને કેમ પામિએ, જેનો કોઇ ન પામિયા પાર ।।૪।। તેહ હરિ નરતન ધરી, આપે આવે અવનિ મોઝાર । ત્યારે મળાય એ મૂર્તિને, જયારે નાથ થાય નરઆકાર ।।૫।। મહારાજ થાય જયારે મનુષ્ય જેવા, દેવા જીવોને અભયદાન । ત્યારે પલ પાકે સહુ પ્રાણધારીની, જયારે ભૂમિ આવે ભગવાન ।।૬।। ત્યારે ભક્તને ભક્તિ કરવા, ઉઘડે દ્વાર અપાર । થાય  સેવકને સેવ્યા સરખા, જયારે પ્રગટે પ્રાણ આધાર ।।૭।। ત્યારે સુગમ  થાય છે સહુને, પ્રાણધારીને પરમાનંદ । ન હોય દરશ સ્પર્શનું દોયલું, સદા સોયલા હોય સુખકંદ ।।૮।। સાકાર સુંદર મૂરતિ, જોઇ જન મગન મન થાય । પછી સેવા કરી એવા શ્યામની, મોટું ભાગ્ય માનવું મનમાંય ।।૯।। પણ મૂરતિ મૂકી મહારાજની, બીજું માગવું નહિ બાળક થઇ ।  નિષ્કુલાનંદ નિર્ભય થાવા, હરિભક્તિ વિના ઇચ્છવું નહિ ।।૧૦।। કડવું ।।૨।। read more
0 Views : 1488

ભક્તિનિધિ કડવું:- ૩

રાગ:- ધન્યાસરી જોને કોઇક કરેછે જપ તપ તીર્થજી, વ્રત દાન પુણ્ય કરે હરિ અર્થજી। સત્ય જોગ જગને વાવરે ગર્થજી, જેવી હોય તને મને ધને સામર્થજી ।।૧।। રાગ :- ઢાળ – સામર્થ પ્રમાણે સહુ કરે, વળી કસર ન રાખે કોઇ । શુદ્ધ મન શુદ્ધ ભાવ શ્રદ્ધાએ, શુદ્ધ આદરે કરે સોઇ ।।૨।। એમ પ્રસન્ન કરી પરબ્રહ્મને, કરે અલ્પ સુખની આશ । તે શિશુ સમઝણ સેવકની, ત્યાગી તુપને માગી છાશ ।।૩।। જેમ રિઝવે કોઇ રાજનને, પ્રસન્ન કરીને માગે પિયાજ । તે આપતાં અતિ અવનીશને, લાગે લોકમાં ઘણી લાજ ।।૪।। માટે સેવા ખરી હરિની કરી, માગિયે નહિ માયિક સુખ । જે પામી પડે પાછું પડવું , રહે જેમ હોય તેમ દુઃખ ।।૫।। તે શોધી સર્વે સમઝવું, જોઇ લેવું જીવમાં જરૂર । અંતવત સુખ ઇચ્છતાં, કેદિ દુઃખ ન થાય દૂર ।।૬।। જેમ કણ મૂકી કુકસને, જાચે તુષને તજી તાંદૂળ । તેમ મૂરતિ મૂકી મહારાજની, ન માગવું સુખ નિર્મૂળ ।।૭।। ચાર પ્રકારની મુગતિ, અતિ સુખદ કહે સુજાણ । પણ મૂર્તિ મનોહર માવની, મૂકી ઇચ્છે એહને એજ અજાણ ।।૮।। જેમ ફોગટ ફળ ફુલ નહિ, મળે ફળ તો ફજેતીએ ભર્યાં । એવાં અલ્પ સુખ આવતાં, કહો કારજ સરે શું સર્યાં ? ।।૯।। માટે રાજી કરી રંગરેલને, માગવું વિચારીને મન । નિષ્કુળાનંદ ન માગવું, જેને માથે હોય વિઘન ।।૧૦।। […] read more
0 Views : 1514

ભક્તિનિધિ કડવું:- ૪

રાગ:- ધન્યાસરી વિઘને ભર્યાં સુખ સારૂં સાધનજી, કરતાં મુઝાય છે શુદ્ધ સંતનાં મનજી । તે કેમ કરી શકે જાણો એ જનજી, જેને ઉપર છે અનંત વિઘનજી ।।૧।। રાગ :- ઢાળ – વિઘન વિવિધ ભાતનાં, રહ્યાં સાધન પર સમોહ । સુર અસુર ઇચ્છે પાડવા, પ્રેરી કામ ક્રોધ લોભ મોહ ।।૨।। જપતાં જાપ બાપ આપણે, પ્રહ્લાદજીને પીડા કરી । સત્ય રાખતાં હરિશ્ચંદ્ર શિબિ, નળ મુદગળ ન બેઠા ઠરી ।।૩।। તપ કરી ત્રિલોકમાં, પામી પડિયા પાછા કઇ । એમ કરી તન તાવતાં, સુખ અટળ આવ્યું નહિ ।।૪।। વ્રત રાખતાં અંબરીષ પીડયો, દાન દેતાં પીડાયો નર ઘોષ । પુણ્ય કરતાં પાંડવ પંચાલી, આવ્યા દુર્વાસા દેવા દોષ ।।૫।। જોગે પીડાણા શુક જડભરત, જગને પીડાણો નહૂષ ભૂપાળ । બળી વળી દધિચિ ઋષિ, રંતિદેવ સરીખા દયાળ ।।૬।। એવી અનેક પ્રકારની આપદા, આવી સત્યવાદી પર સોઇ । વનવાસી ત્યાગી વૈરાગી, વણ વિપતે નહિ કહું કોઇ ।।૭।। જેજે જને એહ આદર્યું, પરલોક પામવા કાજ । તેતે જનને જાણજો, સુખનો ન રહ્યો સમાજ ।।૮।। વિઘન બહુ વિધવિધનાં, ભર્યાં ભવમાંહિ ભરપૂર । પરલોક ન દિયે પામવા, જન જાણી લેજો જરૂર ।।૯।। માટે વાટ એ તે મૂકવી, સમઝી વિચારીને શુભમતિ । નિષ્કુળાનંદ કે’ નિર્ભય થાવા, કરવી હરિની ભગતિ ।।૧૦।। કડવું ।।૪।। read more
0 Views : 1489
Powered By Indic IME