(રાગ:-ધોળ) ‘મારી અવિચળ ચૂંકને રાખજો’ એ ઢાળ. આજ આનંદ મારા ઉરમાં, મળી મને મહામોંઘી વાત રે।। કોટી કષ્ટ કરે હરિ નવ મળે, તે તો મને મળિયા સાક્ષાત રે.. આનંદ ।। ૧ ।। રમાડ્યા જમાડ્યા રૂડી રીતશું, મળ્યા વળી વારમવાર રે।। હેતે પ્રીતે નિત્યે સુખ આપિયાં, તે તો કે’તાં આવે કેમ પાર રે.. આનંદ ।। ૨ ।। અન્ન જળ ફળ ફૂલ પાનની, આપી એવી પ્રસાદી અનુપ રે।। ચરણની છાપ દીધી છાતિયે, આપ્યાં સારાં વસ્ત્ર સુખરૂપ રે..આનંદ ।। ૩ ।। આગળ ભગત અનેક થયા, સહ્યાં તેણે શરીરે બહુ દુઃખ રે।। તોય પ્રભુ પ્રગટ પામ્યા નહિ, પામ્યા પણ નાવ્યાં આવાં સુખ રે..આનંદ ।। ૪ ।। કોઈકને આપી અમરાવતી, કોઈકને પુર કૈલાસ રે।। કોઈકને સત્યલોક સોંપિયું, કોઈકને વૈકુંઠે વાસ રે..આનંદ ।। ૫ ।। જૂજવાં એ ધામ આપ્યાં જનને, જોઈ નિષ્કામ સકામ રે।। આજ તો અઢળક ઢળ્યા હરિ, આપ્યું સહુને અક્ષરધામ રે..આનંદ ।। ૬ ।। સુખસુખ સુખ જયાં સુખ ઘણું, તે તો મુખે કે’તાં ન કહેવાય રે।। નિષ્કુળાનંદ એ આનંદમાં, હરખી હરખી ગુણ ગાય રે..આનંદ ।। ૭ ।। દોહા:- ચોસઠ્ય કડવાં સાત એક સિંધુ, છે ચરણ વળી પદ સોળ; ।। તેની ઉપર એક છે, વધામણાનું ધોળ. ।। ૧ ।। સંવત્ અઢાર નવાણુંવો, ચૈત્ર વદી દશમી દન; ।। રચ્યો ગ્રંથ ગઢપુરમાં, સુણી સમરો શ્રીભગવન. ।। ૨ […]
read more