રાગ-ધોળ ‘આજ પ્રગટ પૂરણબ્રહ્મ, સહજાનંદસ્વામી’ એવા ધામને પામવા કાજ, અવસર અમૂલ્ય આવ્યો ।। આવ્યો સુખનો મળી સમાજ, ભલો અતિ મન ભાવ્યો ।। ૧ ।। ભાવ્યો એ રસ જેહને ઉર, તેણે પીવા પ્યાસ કરી ।। કરી દેહબુદ્ધિ વળી દૂર, એક ઉર રાખ્યા હરિ ।। ૨ ।। હરિ વિના રાખ્યું નહિ કાંય, અસત્ય જાણી આપે ।। આપે વિચાર્યું અંતર માંય, તેહ તપે નહિ તાપે ।। ૩ ।। તાપે તપતાં જાણી ત્રિલોક, ઇચ્છા ઉરથી તજી ।। તજી નિષ્કુળાનંદ સંશય શોક, ભાવે લીધા પ્રભુને ભજી ।। ૪ ।।
read more