Last Updated:
May 5, 2025

Click here to submit your article
પ્રભાતિયાં
Per Page :

મનરે માન્‍યું નંદલાલ શું… પદ:- ૧-૪

રાગ : રામગ્રી-પ્રભાતી પદ-૧ મનરે માન્‍યું નંદલાલ શું, જોઈ પાઘ પેચાળી; રીઝી રહી એના રૂપમાં, ભૂધરજીને ભાળી… મન૦ ૧ ભાલ તિલક કોઈ ભાતનું, કેસરનું વિરાજે; નયણુની શોભા જોઈને, કોટિ રતિપતિ લાજે… મન૦ ૨ ફ્‍ૂલડાના તોરા ઝુકી રહ્યા, ઝળકે કુંડલ કાને; મુખડાની શોભા જોઈને, મોહી ભીનલે વાને… મન૦ ૩ હીરલતા શુભ હારને, જોતાં રહી છું લોભાઈ; મુક્‍તાનંદના નાથ શું, કીધી અચળ સગાઈ… મન૦ ૪ પદ-૨ જનમ સફ્‍ળ કર્યો માહરો, નટવર નંદલાલે; સુખડું અલૌકિક શામળે, આપ્‍યું અતિ ઘણું વા’લે … જન૦ ૧ મનના મનોરથ પૂરિયા, ગુણવંત ગિરધારી; માવ ઉપર મેં માહરું, નાખ્‍યું સરવસ વારી… જન૦ ૨ પરવશ થઈ હું તો પ્રેમમાં, શામળિયાને સંગે; રસિક સલુણા વ્રજરાજને, રાચી હું તો રંગે… જન૦ ૩ જીતનો ડંકો વાગિયો, રીઝયા કુંજવિહારી; મુક્‍તાનંદના નાથને, વરી થઈ જગ ન્‍યારી… જન૦ ૪ પદ-૩ સગપણ કીધું મેં શ્‍યામશું, મનમાં સમજી વિચારી; આશ તજી સંસારની, ધર્યા ઉરમાં મોરારી… સગ૦ ૧ નિમખ ન મેલું નાથને, નેણુંથી ન્‍યારા; પરમ સ્‍નેહી શામળો, મને પ્રાણથી પ્‍યારા… સગ૦ ૨ ભવબ્રહ્માદિક મહા મુનિ, તેને દુર્લભ વા’લો; તે રસિયો મુજને મળ્‍યા, નટવર નંદલાલો… સગ૦ ૩ થઈ છું અધિક અલબેલડી, લજ્‍જા લોકની મેલી; મુક્‍તાનંદના નાથ શું, બાંધી દૃઢ કરી બેલી… સગ૦ ૪ પદ-૪ આજ મારું ભાગ્‍ય ઉદે થયું, નીરખ્‍યા વ્રજપતિ વાલો; છેલ છબીલો શામળો, લે’રી નંદજીનો લાલો… આજ૦ ૧ […] read more
0 Views : 1567

મહી માખણ માગે રે માવો… પદ:- ૧-૪

રાગ : પ્રભાતી પદ-૧ મહી માખણ માગે રે માવો, મહી માખણ માગે; પ્રભાતે ઊઠીને માવો, મહી માખણ માગે. ટેક૦ ઊંઘમાંથી અલબેલો ઊઠયા, નેણાં નિદ્રાળુ; જમવા સારું ઝગડે ઊભા, ભૂધર ભુખાળુ. પ્રભાતે૦ ૧ ગોકુળિયાની નારી સર્વે, આવી છે જોવા; કજિયાળો કાનુડો દે નહિ, ગાવલડી દોવા. પ્રભાતે૦ ૨ માતાજી આ મહીં તમારું, નાખીશ હું ઢોળી; બ્રહ્માનંદના નાથે ઝાલી, મહીંડાની ગોળી. પ્રભાતે૦ ૩ પદ-૨ માતા મનાવે હરિને, માતા મનાવે; પ્રભાતે ઊઠી હરિને, માતા મનાવે… ટેક૦ દાતણ પાણી પ્રથમ કરીને, ત્‍યાર પછી ખાઈએ; ઝાઝાં માણસ જોઈને જીવન, ઘેલા ન થાઈએ…પ્રભાતે૦ ૧ તર્ત કરી આપું રોટલી તાજી, ઘીમાં ઝબોળી; મેલો મારા લાલ મનોહર, મહીડાની ગોળી… પ્રભાત૦ ૨ સાસરિયાં તારા સગપણ સારુ, આવી બેઠાં ડેલી, બ્રહ્માનંદને નાથે ત્‍યારે, હસીને ગોળી મેલી… પ્રભાતે૦ ૩ પદ-૩ મોહન મનાવ્‍યા રંગીલો, મોહન મનાવ્‍યા; મીઠું બોલીને માત જસોદાએ, મોહન મનાવ્‍યા… ટેક૦ કોમળ કાજુ જોઈ હરિને, દાતણિયું દીધું; કંચનકેરી ઝારી લઈને, મુખ મંજન કીધું… મીઠું૦ ૧ નીર ઉને નવરાવ્‍યા મોહનને, અંગોઅંગ ચોળી; ચંદન કેરી કાંસકી સુંદર, લઈ ચોટી ઓળી… મીઠું૦ ૨ કેશરકેરી આડ કરીને, માળા ફ્‍ૂલની ધારી; બ્રહ્માનંદના વાલાનું મુખ, નીરખે મહતારી… મીઠું૦ ૩ પદ-૪ જુગતે જમાડે હરિને, જુગતે જમાડે; માત જસોદા મોહનજીને જુગતે જમાડે. ટેક૦ જગનો જીવન જમવા બેઠા, ગોપી સર્વે ઝંખે; ચંદનકેરો પંખો લઈને, માતા વા નાખે. માત૦ ૧ શીરા […] read more
0 Views : 1205

મેરે તો એક તુમહી આધારા… પદ:- ૧

રાગ : ભૈરવી પદ-૧ મેરે તો એક તુમહી આધારા, મેરે તો એક તુમહી આધારા. નાવ કે કાગકી ગતિ ભઈ મેરી, જહાં દેખું તહાં જલનિધિ ખારા.-૧ રસિક શિરોમણિ તુમ બિન મોકું, લગત હે જગસુખ જરત અંગારા.-ર તુમ મીલિયો તો આનંદ અતિશે, બિસરત સબ દુઃખ વારમવારા.-૩ મુક્તાનંદ કહે અંતરજામી, કહા સમજાવું મેરે પ્રીતમ પ્‍યારા.-૪ read more
0 Views : 1554

અધમ ઉદ્ધારણ અવિનાશી પદ:- ૧,૨

                          રાગ : ભૈરવ                           પદ-૧ અધમ ઉદ્ધારણ અવિનાશી, તારા બિરુદની બલિહારી રે; ગ્રહી બાંહ્ય છોડો નહિ ગિરિધર, અવિચળ ટેક તમારી રે… અધમ૦ ભરી સભામાં ભૂધરજી તમે, થયા છો માડી મારી રે; બેટાને હેતે બોલાવો, અવગુણિયા વિસારી રે… અધમ૦ જેવો તેવો પુત્ર તમારો, અણસમજુ અહંકારી રે; પેટ પડયો તે અવશ્‍ય પાળવો, વાલમ જુઓ વિચારી રે… અધમ૦ અનળ અહિ જો ગ્રહે અજાણે, તે છોડાવે રોવારી રે; બાળકને જનની સમ બીજું, નહિ જગમાં હિતકારી રે… અધમ૦ બ્રહ્માનંદની એજ વિનતિ, મન ધારીએ મુરારી રે; પ્રીત સહિત દર્શ પરસાદી, જોયે સાંજ સવારી રે… અધમ૦                           પદ-૨ મનમોહન સુંદરવર મારા અવગુણિયા વિસરાવા રે; અધમોદ્ધારક પતિતજન પાવન બિરુદ તમારું ચહાવા રે… મન૦ સહુ દેખાતાં શ્‍યામળિયા તમે માડી થયા છો માવા રે; છોરૂની ચિંતા રાખીને મા દેશો મુંઝાવા રે… મન૦ બાળક હોય તે જેમ તેમ બોલે લીએ કુટાણે ખાવા રે; જનની રોષ ન લેખે જાણું અણસમજું હોય આવા રે… મન૦ શેરડીએ રમતાં અથડાતાં છોરા રાખે દાવા રે; સબળ થઈ કોઈલીએ ચુંટીઓ તો માતા જાય મેલાવા રે… મન૦ મનગમતું સર્વે મેલીને એક તમને રીઝાવા રે; બ્રહ્માનંદ કહે મન કર્મ વચને ગુણ તમારા ગાવા રે… મન૦ read more
0 Views : 1612

કીજીયે ધ્‍યાન શ્રીધર્મના કુંવરનું… પદ:- ૧-૮

રાગ : પ્રભાતી પદ-૧ કીજીયે ધ્‍યાન શ્રીધર્મના કુંવરનું, સર્વ પહેલાં ઊઠી પ્રાતઃકાળે; નીરખીયે રૂપ નખશીખ મહારાજનું, વાસના અશુભતત્‍કાળટાળે. ૧ સંત હરિભક્‍ત સૌ ઊંઘ આળસ તજી. ચિંતવીએ ચરણ અતિ પ્રીત આણી; નીરખીએ નખમણી સીમા શોભાતણી, દુર્લભ દેવને એમ જાણી. ૨ જમણા તે ચરણના અંગૂઠા ઉપરે, નખમાંહી ચિહ્ન તે જોઈ રહેવું; ચિહ્ન રક્‍ત રેખા અતિ શોભતી, મન તેમાં લઈ પ્રોઈ દેવું.  ૩ અંગૂઠા આંગળીની ઉપર કેશ છે, સૂક્ષ્મ ચિહ્ન છે ચાખડીનાં; અંગૂઠા પાસેની આંગળીએ તીલ છે, પ્રેમાનંદની જોએલ આંખડીના.  ૪ પદ-૨ મંગળમૂળ મહારાજના ચરણ છે, ચિંતવતાં ચિત્તમાં શાંતિ થાએ; કામને ક્રોધ મદલોભ વ્‍યાપે નહિ, ઉરથકી સર્વ અજ્ઞાન જાએ.  ૧ જુગલ પદતળ વિષે ષોડશ ચિહ્ન છે, નામ તેનાં હવે કહું વિચારી; સ્‍વસ્‍તિક જવ જાંબુ ધ્‍વજ અંકુશ અંબુજ, અષ્ટકોણ વજ્ર ઊર્ધ્‍વરેખા પ્‍યારી. ૨ નવચિહ્ન ધારવા જમણા તે ચરણમાં, વામ પદમાં બીજાં સાત શોભે; મીન ત્રિકોણને વ્‍યોમગોપદકળશ, અર્ધચંદ્ર ધનુષ્‍ય ચિત્ત લોભે.  ૩ જમણા તે ચરણની આંગળી છેલીયે, તિલ એક અનુપમ આનંદકારી; પાનિયું સુંદર ઘુંટીપિંડી પર, પ્રેમાનંદ તન મન જાય વારી.  ૪ પદ-૩ નીરખતાં નાથની જાનું છબી જીવમાં, સુખ થાએ દુઃખસૌ દૂર વામે; જમણા સાથળ વિષે ચિહ્ન એક અનુપમ, નીરખતાં ભક્‍ત મનમોદ પામે. ૧ કેળના સ્‍થંભ જેવા સાથળ સુંદર ગરુડની પીઠ પાવનકારી. કટિતટ પીતપટ કસ્‍યો કરુણાનિધિ, શ્‍યામ શોભા કટિ લાગે પ્‍યારી. ૨ નલિનસમ નાભિ પર ત્રિવલીછબી […] read more
0 Views : 2254

પ્રાત થયું પંખી બોલ્‍યાં પદ:- ૧-૪

રાગ : પ્રભાતી  પદ – ૧ પ્રાત થયું પંખી બોલ્‍યાં, જાગો જીવન મારા; આળસડું મેલીને ઉઠો, મોહન પ્રાણ થકી પ્‍યારા. પ્રાત૦ ૧ મહી વલોવા ધેનું દોવા, ઉઠી મહીયારી; માવ તમારૂં મુખડું જોવા, આવી ઉભી બા’રી. પ્રાત૦ ૨ કોમળ દાતણ તૈયાર કરીને, લાવીને ધરીયું;  ટેક. કંચન કેરી ઝારીમાં જળ, જમુનાનું ભરીયું. પ્રાત૦ ૩ ઝાઝું માખણ જમવા આપું, ઘૃત સાકરને પોળી; બ્રહ્માનંદના નાથ ઉઠો, જાઉં મુખ ઉપર ઘોળી. પ્રાત૦ ૪ પદ – ૨ જાગો જાગો જગજીવન વહાલા, ગુણિયલ ગિરિધારી; દાસ તમારાં દર્શન કાજે, તલસે નરનારી. જાગો૦ ૧ રાત ગઇ પરભાત થયું, દીસે રવિનું અંજવાળું; ઉઠોને અલબેલા મુખડું, ભાવેથી ભાળું. જાગો૦ ૨ ગિરિધરજી ગોઠીડા આવ્‍યા, સૌ થઇને ભેળા; ઠાવકી મારા નાથ થઇ, ગાયો ચાર્યાની વેળા. જાગો૦ ૩ મહિયારી ઘર કામ મેલીને, આવી ઉભી બારણીયે; બ્રહ્માનંદના નાથ ઉઠો, જાઉં વાલમ વારણીએ. જાગો૦ ૪ પદ – ૩ ઉઠોને અલબેલા પ્રીતમ, મોહન વનમાળી; માનનીયુનાં મન હરવા, વાઓ વંસી રૂપાળી. ઉઠો૦ ૧ મહીડાં લઇ મહીયારી ચાલી, પોઢેલા જાણી; લાલજી રોકી દાણ લીયો, મારા ડોલરીયા દાણી. ઉઠો૦ ૨ સૂરજ ઉગ્‍યે શ્‍યામળીયા, એવી નિદ્રા કેમ આવી; કહાનજી તારે કારણે, કાજું દાતણીયું લાવી. ઉઠો૦ ૩ રેણ ગઇ રવિ જ્‍યોત થઇ, છુટયા ગાયોના ગાળા; બ્રહ્માનંદના નાથ આવ્‍યા, સર્વે તેડવા ગોવાળા. ઉઠો૦ ૪ પદ – ૪ પ્રાણ જીવન શું પોઢી રહ્યા, ઉઠો […] read more
0 Views : 1507

પ્રાતઃ ભયો પ્રાણ પ્‍યારે… પદ:- ૧-૪

રાગ : બિભાસ  પદ – ૧ પ્રાતઃ ભયો પ્રાણ પ્‍યારે, જાગો ગિરધારી .. પ્રાતઃ સખા સબ આયે દ્વાર, લે લે કર પુષ્‍પહાર; કૃષ્‍ણ કહી ટેરનહે, મંડળી તુમારી .. પ્રાતઃ૦ ૧ સંગ લે પૂજાકો સાજ, ગ્‍વાલની આઇ મહારાજ; સબહીકે હાથ સોહે, કંચનકી થારી .. પ્રાતઃ૦ ૨ સંગ લે સખી સમાજ, આઇ હે દરશન કાજ; દ્વારપે ખડી હે, વૃષભાનકી દુલારી .. પ્રાતઃ૦ ૩ દરશકો દાન દીજે, નયનાં સુફ્‍લ કીજે; મુક્‍તાનંદ વારવાર, જાત બલિહારી .. પ્રાતઃ૦ ૪ પદ – ૨ બંસરી બજૈયા કાન, મેરે ઘેર આવો. બંસરી૦ ટેક૦ ભુષન વસન ધારી, વેગે આવો ગીરધારી; મોરલીમેં મીઠી મીઠી, રાગની સુનાયો. બંસરી૦ ૧ લગ્‍યો હે તુમારો ધ્‍યાન, ભઇ મેં તો એક તાન; રસીક મોહન મોયે, કંઠસું લગાયો. બંસરી૦ ૨ તન કર્યો તુમ કાજ, છોડી સબ લોકલાજ; અધર સુધારસ પ્‍યારે, પ્રેમ કરી પાયો. બંસરી૦ ૩ તુમહીસે પ્રીત જોડી, ઓર સબહીસે તોરી; મુક્‍તાનંદ એહી માગે, નેહકું નીભાયો. બંસરી૦ ૪ પદ – ૩ છોડો મેરો ચીર શ્‍યામ, પ્રાત ભયો પ્‍યારે. છોડો૦ ટેક૦ ચીડીયા કરત સોર, હોત હે ઘંટા ઘોર; નથનીકો મોતી ઠર્યો, હાર હું તુમારે. છોડો૦ ૧ મુખકો તંબોલ ગયો, દીપક સો ખીત્ર ભયો; માનની મથન મઇ, પીયા મતવારે. છોડો૦ ૨ કુમુદની સંકુચાની, કમલીની બીકસાની; તુમતો નીસંક સદા, નંદ કે દુલારી. છોડો૦ ૩ તુમહો જીવન પ્રાન, નિમખ ન […] read more
0 Views : 1504

શોભાસાગર શ્‍યામ તમારી… પદ:- ૧-૪

રાગ : પ્રભાતી પદ-૧ શોભાસાગર શ્‍યામ તમારી મૂરતિ પ્‍યારી રે; મૂરતિ પ્‍યારી રે નાખું મારા પ્રાણ વારી રે ટેક૦ સુંદરતા જોઈ મુખની શશી સુર લજાઈ રે, મુખ દેખાડી નવ શક્‍યા, વસ્‍યા ગગન જાઈ રે… શોભા૦ ૧ માન હર્યું મણિધરનું શિખા-કેશ કાળે રે, અવની ઉપર રહી ન શક્‍યા, ગયા પાતાળે રે… શોભા૦ ૨ ચંચળ લોચન જોઈને, લજ્‍જા પામ્‍યાં તીન રે, ખંજન કુરંગ વન વસ્‍યાં, જળે બૂડયાં મીન રે… શોભા૦ ૩ ચાલ ચતુરાઈ જોઈને ગજ કરે ધિક્કાર રે, પ્રેમાનંદ કહે શિર નાખે ધૂળ વારંવાર રે… શોભા૦ ૪ પદ-૨ વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે, મુખની વાણી શ્રવણે સુણી હું લોભાણી રે ટેક૦ મુખની વાણી સાંભળી તજી ચંચળતાઈ રે, સ્‍થિર થઈને નિત્‍ય સેવે ચરણ રમા ડાહી રે… વાલી૦ ૧ મુખની વાણી સાંભળી રાચ્‍યા સુંદર રૂપે રે, જગતસુખને પરહરી લીધો ભેખ ભૂપે રે… વાલી૦ ૨ વાણી સાંભળી સનકાદિકે લીધી હૈયે ધારી રે, ઘરથી ઘર ન માંડિયું રહ્યા બ્રહ્મચારી રે… વાલી૦ ૩ મુખની વાણી સાંભળી મારે પ્રીત બંધાણી રે, પ્રેમાનંદ કહે તન મન કરું કુરબાની રે… વાલી૦ ૪ પદ-૩ ઓરા આવો છેલ તમારું છોગલું જોઉં રે, છોગલું જોઉં રે છેલા મારા મનમાં પ્રોઉં  રે… ટેક૦ છોગલું તારું અટક્‍યું મારા ઉરમાં આવી રે, મોહન તારી મૂરતિ મારા મનમાં ભાવી રે… ઓરા૦ ૧ મુખતણે મરકલડે મુને […] read more
0 Views : 1511
Powered By Indic IME