રાગ સામેરી- પછીપ્રભુજી બોલિયા, અમે કરી લીળા અનેક । હવે વર્ષોવર્ષમાં, ઉત્સવ કરશું એક ।।૧।। હોળી દિવાળી ને અષ્ટમી, રામનવમી ને શિવરાતરી । જયા વિજયા અકાદશી, પાપમોચની ને ધાતરી ।।૨।। એહ દિવસ ઉત્સવ કર્યા, ત્યાં તેડાવિયા હરિજન । હવે અણતેડે આવજયો, પ્રબોધની એકાદશી દન ।।૩।। ર્કાિતકસુદી એકાદશી, તેહનું પ્રબોધની નામ । તેદિ સતસંગી સંત સહુ, આવજયો વડતાલ ગામ ।।૪।। એવું સાંભળી શ્રવણે, ચાલ્યા દેશોદેશથી દાસ । ઉત્સવ ઉપર આવિયા, બ્રહ્મચારી સંત સંન્યાસ ।।૫।। પૂર્વદેશ અયોધ્યા પ્રાંતથી, આવ્યા છે જન અનંત । કાશી મિથિલા પ્રાંતથી, આવ્યા ગંગાસાગરના સંત ।।૬।। શોણભદ્ર પ્રાંતના, પ્રયાગ પ્રાંતના જન । ગયા પુરૂષોત્તમપુરીથી, આવ્યા કરવા દરશન ।।૭।। મથુરા વૃંદાવન પ્રાંતમાં, જે હતા મુમુક્ષુ જીવ । અવંતિ નગરીથી આવિયા, નયણે નિરખવા પિવ ।।૮।। ઉત્તરદેશથી આવિયા, કાશ્મીર ને કુરુક્ષેત્રથી । હરદ્વાર પુષ્કર પ્રાંતના, આવ્યા અર્બુદાચળ પવિત્રથી ।।૯।। મારુદેશ સિધ્ધપદ પ્રાંતના, એહ આદિ દેશ અપાર । દર્શન કરવા દયાળનાં, સહુ આવિયાં નરનાર ।।૧૦।। પશ્ચિમ દેશથી આવિયા, સિંધુપ્રાંતના સેવનાર । કચ્છ વાગડ વાલાક સોરઠ, આવ્યા પાંચાળના રહેનાર ।।૧૧।। સૌભીર આભીર હાલારના, જીયાં જીયાં હતા જન । તેહ સર્વે આવિયા, કરવા હરિદર્શન ।।૧૨।। દક્ષિણદેશથી દર્શને, આવ્યા જન ઉમંગથી । સેતુબંધ રામેશ્વરના, આવ્યા વેંકટ્રાદ્રિ શ્રીરંગથી ।।૧૩।। પદ્મનાભ પ્રાંતના, આવ્યા મલિયાદ્રિપ્રાંતિ મળી । શિવ વિષ્ણુકાંચી પ્રાંતના, દંડકારણ્ય પ્રાંતના વળી ।।૧૪।। વિંધ્યાચળ પ્રાંતના, વળી તપતી […]
read more