Last Updated:
May 5, 2025

Click here to submit your article
રચયિતા
Per Page :

સારસિદ્ધિ કડવું:- ૧૧

રાગ :- ધન્યાશ્રી ભગવંતને ભજશે નર નિરમોઈજી, જેને હરિવિના વા’લું નથી કોઈજી । અખંડ રહ્યાછે હરિને જોઈજી, એવા જન જેહ તેહ હરિના હોઈજી ।।૧।। રાગ :- ઢાળ હરિના જન તેણે જાણિયે, જે છતિ મતિયે ઉન્મત્ત રહ્યા । વિવેકી પણ વૈરાગ્યવડ્યે, જાણતાં અજાણ થયા ।।૨।। શ્રવણ છે પણ નથી સુણતા, દૃગ છે પણ ન દેખે રૂપ । ત્વચા છે પણ નથી જાણતા, શીત ઉષ્ણનું તે સ્વરૂપ ।।૩।। જિહ્વા છે પણ નથી જાણતા, ષટ રસ ખાવાની રીત । વળી વચને કરી નથી વદતા, જે જાણી વાણી અનિત્ય ।।૪।। પગ છે પણ નથી ચાલતા, કર છે પણ ન કરે કામ । નાસા છે પણ નથી સુંઘતા, સહુ આળસી પામ્યાં છે આરામ ।।૫।। મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે, તે અંતઃકરણ કહેવાય । અતિ થયાંછે આળસુ, અસત્ય મારગ માંય ।।૬।। વૈરાગ્યે લિધિ ર્વિતયો વાળીને, સમેટીને સર્વે માંયથી । તે રાખી હરિના રૂપમાં, તે મુકી બીજે જાતિ નથી ।।૭।। જે પરવરી ગઇતી પદાર્થમાં, વૃત્તિ થઈ તે વિષયાકાર । તે વાળી પાછી આણી અંતરે, તેતે નિરવેદથી નિરધાર ।।૮।। નિરવેદ વિના ખેદ પામે, અંતર ને નિરંતર બા’ર । દેવ અદેવ ને ઋષિ રાજવી, પશુ પન્નગ ને નર નાર ।।૯।। એક વૈરાગ્ય બીજી વજ્રમણી, તેને તપાવી ન શકે કોઈ તાપ । નિષ્કુલાનંદ શીતળ સદા, વૈરાગ્ય વજ્રમણી આપ ।।૧૦।। કડવું […] read more
0 Views : 210

સારસિદ્ધિ કડવું:- ૧ર

રાગ :- ધન્યાશ્રી વૈરાગ્યવંતને અત્યંત સુખજી, જેની ભાગી ગઇ સર્વે ભુખજી । કોઇ વાતનું રહ્યું નહી દુઃખજી, સદાયે રહ્યા છે હરિ સનમુખજી ।।૧।। રાગ :- ઢાળ હરિ સનમુખ રહે સદા, જેણે આપદા અળગી કરી । સાજી ન રાખી શરીરશું, ગયા અહંમમતા માયા તરી ।।૨।। જેમ ચકોરની દૃષ્ટિ ચંદ્ર મુકી, અરુપરુ પેખે નહી । તેમ વૈરાગ્યવાનની વરતિ, હરિર્મૂિત વિના દેખે નહિ ।।૩।। જેમ જળનું ઝષ જળમાં રહે, બા’રે નિસિરતાં બળે ઘણું । તેમ વૈરાગ્યવાનની વરતિ, હરિ વિના સુખ ન પામે અણું ।।૪।। જેમ અનળ રહે આકાશમાં, તેને ભોમ્યે આવ્યે ભારે દુઃખ છે । શીદ આવે તે અવનિયે, જેને શૂન્યે રે’વામાંહિ સુખ છે ।।૫।। તેમ વૈરાગ્યવાનની વરતિ, હરિ ર્મૂિતમાંઇ રહે વસી । તેને દેહમાં આવે દુઃખ ઉપજે, જે વાલમમાં રહી વિલસી ।।૬।। જેમ ભૂપભામિની ભવન તજી, રડવડે એકલી અરણ્ય । ભવનભવન હીંડે ભીખતી, તેને વદવી વાઘરણ્ય ।।૭।। તેમ હરિજનની વૃત્તિને, જોઇએ પૂરણ પતિવ્રતાપણું । મહા સુખમય ર્મૂિત મહારાજની, તે માંહિ ગરક રે’વું ઘણું ।।૮।। પણ બાંધિ અલાબુ દિયે ડુબકી, તે નિસરે બા’રો નીરથી । તેમ હરિર્મૂિતમાં બૂડતાં, સ્નેહ તોડવો શરીરથી ।।૯।। એટલા માટે જરુર જોઇએ, નરને તે નિરવેદ । નિષ્કુલાનંદ કહે તે વિના, મટે નહિ મનને ખેદ ।।૧૦।। કડવું ।।૧૨।। read more
0 Views : 174

સારસિદ્ધિ પદ:- ૩

રાગ :- રામગરી વા’લિનિધિ તો વૈરાગ્ય છે, જન જાણો જરુર । તે વિના સર્વે તપાસીયું, રાખે હરિથી દૂર; વા’લિ૦ ।।૧।। અનેક ગુણ હોય જો અંગમાં, પણ એક ન હોય વૈરાગ્ય । તો તનઅભિમાન ટળે નહિ, પાળ્યા પય પાઇ નાગ; વા’લિ૦ ।।૨।। કુરકટ ફલને જળે વળી, મળ માંયેથી જાય । તેમ વૈરાગ્ય ઔષધિ વખાણિયે, પિતાં રોગ પળાય; વા’લિ૦ ।।૩।। ખોળિખોળિ ખરું કરી, વખાણીયે વૈરાગ્ય । નિષ્કુલાનંદ જેને ઉપજયો, તેનાં જાગીયાં ભાગ્ય; વા’લિ૦ ।।૪।। પદ ।।૩।। read more
0 Views : 181

સારસિદ્ધિ કડવું:- ૧૩

રાગ :- ધન્યાશ્રી તીવ્રવૈરાગ્યની ધાર છે તિખીજી, નથી કે’વાતું એ વાતને શીખીજી। કાળજ કંપે છે દિશ એની દેખીજી, મોટપ્ય એની નથી જાતિ લેખીજી ।।૧।। રાગ :- ઢાળ લેખી ન જાયે લેશ એની, મોટપ તે માનો સહિ । વણ અંગે એ વારતા, બરોબર કે’તાં બેસે નહિ ।।ર।। પણ જેના પંડયમાં એ પ્રગટે, રટે નિરંતર તે રામ । અંતર ઉંડા ઉતરી, સમરે છે સુંદર શ્યામ ।।૩।। વસ્તી વન ભવનનું, ભીતર રહ્યું નથી ભાન । વીસરી ગઈ છે વાત બીજી, રે’તાં ર્મૂૃિતમાં ગુલતાન ।।૪।। વર્ણ આશ્રમ જાતનું, નથી જાણ પણું જરાય । નામ રૂપ રંક ભૂપ, નથી મનાતું મનમાંય ।।પ।। કવિ કોવિદ પંડિત પણું, પરઠતાં પણ પરઠાય નહિ । તે તીવ્ર વૈરાગ્યે નાખ્યું ત્રોડી, એક હરિર્મૂિતમાં રહી ।।૬।। હાણ વૃદ્ધિને હાર્યા જિત્યા, ખાટ્યા ખોયાનું નથી ખરૂં । હરિ ર્મૂિતમાં વૃત્તિ વળગી, તેણે વિસરી ગયું પરૂં ।।૭।। જેમ ચઢે ઉંચે કોઇ અંબરે, તેતો ભૂમિ આકાર ભાળે નહિ । તે શુભાશુભ સહુ પર છે, અસત્ય સત્ય કોઈ કાળે નહિ ।।૮।। જે વસ્તુતાએ વસ્તુ નથી, તે વસ્તુ કેવી કે’વાય । એમ તીવ્ર વૈરાગ્યવાનને, એમ સે’જે વરતે છે સદાય ।।૯।। તીવ્ર વૈરાગ્ય તેણે કરીને, જગતસુખ જોયામાં નથી આવતું । નિષ્કુલાનંદ નાથ મૂર્તિ વિના, બીજું ભૂલ્યેપણ નથી ભાવતું ।।૧૦।। કડવું ।।૧૩।। read more
0 Views : 161

સારસિદ્ધિ કડવું:- ૧૪

રાગ :- ધન્યાશ્રી તીવ્ર વૈરાગ્ય છે સુખની સીમાજી, અતિ આનંદ રહ્યો છે તેમાંજી । અણું એક ભાર નથી દુઃખ એમાંજી, તે તો તેહ જાણે જન પ્રગટયો છે જેમાંજી ।।૧।। રાગ :- ઢાળ જેને પ્રગટયો તે જન જાણે, બીજા શું વખાણે વાણિયે । વણ દીઠે કરે વારતા, તે પૂરી કેમ પ્રમાણિયે ।।ર।। પણ જેના પંડયમાં પ્રગટયો, તીખો તીવ્ર વૈરાગ્ય । તેહના અંગમાંહિ ૨અજાનો, રે’વા તે ન દિયે ભાગ ।।૩।। જેમ કંચનને કુંદન કરતાં, તેને જાણજો જોયે તાપ । તેમ તીવ્ર વૈરાગ્યના તાપથી, શુદ્ધ થાય અંતર આપ ।।૪।। વિશલ્યકર્ણિ ઔષધિવડે, શલ્ય નિસરી જાયે શરીરથી । તેમ તીવ્ર વૈરાગ્ય તેણે કરી, જાયે વિષયશલ્ય અચિરથી ।।પ।। જેમ સુરાખારને અરઘે કરી, ગોળી ગળિને નિસરે બાર । તેમ તીવ્ર વૈરાગ્યના વેગથી, રહે નહિ વિષય વિકાર ।।૬।। સુખ દુઃખના શલ્ય શરીરે, ક્ષણુંક્ષણુંએ ખટકે ખરાં । તે તીવ્ર વૈરાગ્યના વેગ વિના, પંડયમાંથી ન થાય પરાં ।।૭।। સુતાં બેઠાં ચાલતાં, શલ્ય સૂક્ષ્મ સણકા કરે । તે બૃહત વૈરાગ્ય વિના, કોયેથી પણ નવ નિસરે ।।૮।। બા’રના દરદની ઔષધિ, કાષ્ટ ધાતુની કે’વાય છે । પણ તીવ્ર વૈરાગ્ય ટાળી, અંતર દુઃખ કાંયે જાય છે ? ।।૯।। તીવ્ર વૈરાગ્ય તન મનને, શોધિને કરે છે શુદ્ધ । નિષ્કુલાનંદ એ સુખનિધિ છે, એમ કે’છે સંત સુબુદ્ધ ।।૧૦।। કડવું ।।૧૪।। read more
0 Views : 170

સારસિદ્ધિ કડવું:- ૧પ

રાગ :- ધન્યાશ્રી બૃહત વૈરાગ્યની વાત છે મોટીજી, તે વિના સર્વે સમઝણ ખોટીજી । શીદને મરીયે એમાં શિર કૂટીજી, બા’ર હૈયાની આંખ્ય કેમ ફૂટીજી ।।૧।। રાગ :- ઢાળ ફૂટી આંખ્ય અંતરની, તે સુખ દુઃખ સુઝે નહિ । વૈરાગ્ય વિના વાત સુધિ, બુઝાવતાં બુઝે નહિ ।।૨।। બૃહત વૈરાગ્ય વિના કોણ, બેઠો ઠાઉકો ઠરીને । વૈરાગ્ય જાણો વિપ્ર વિવા’માં, હાથોહાથ સોંપે હરિને ।।૩।। જેમ જુવતિને પતિ પામવા, જોયે બીજો કરતલ મેળાપ । તેમ જનને જગદીશ મળવા, બૃહત વૈરાગ્ય મેળવે આપ ।।૪।। પ્રથમ પે’લાં કામ પડે, હરિ વરવા બૃહત વૈરાગ્યનું । જેણે કરી પિયુ પામિયે, વામીયે  મેણુ દૂવાગનું ।।૫।। વર વર્યા વિના વનિતા, કોયે સુખ ન પામે સુંદરી । મોર્યે કહ્યાં સુખ મોટાં મોટાં, પામે વૈરાગ્યવાન વરતાં હરિ ।।૬।। વર વરવા ઇચ્છા કરે, તો આપે જરીનો એહ । તૈયે જરૂર વર એને વરશે, એહ વાતમાં નથી સંદેહ ।।૭।। ચોકસ ઓઢિ જેણે એ ચુંનડી, અખંડ વરની અંગ । એવા જન જે જગ્તમાં, તેનો રહી ગયો રૂડો રંગ ।।૮।। પ્રથમ કહ્યાં એવાં સુખ પામવા, બૃહત વૈરાગ્યમાં છે જો વડાઇ, તેહ વિના તોળિ તપાસું, સુખ ના દીઠું કહું ક્યાંઇ ।।૯।। વારમવાર વિચારી કરી, મોટપ્ય વૈરાગ્યની લૈ લખી । નિષ્કુલાનંદ કહે નરને, નથી સુખ બૃહત વૈરાગ્ય પખી ।।૧૦।। કડવું ।।૧૫।। read more
0 Views : 173

સારસિદ્ધિ કડવું:- ૧૬

રાગ :- ધન્યાશ્રી બૃહત વૈરાગ્ય છે વણમૂલું ઘરેણુંજી, સર્વથી સરસ સદા સુખદેણુંજી । પે’રતાં ઉતરે માથેથી ભવ મે’ણુંજી, તે પામિયે હોય પૂરણ જો લે’ણુંજી ।।૧।। રાગ :- ઢાળ પૂરણ લે’ણે એ પામિયે, અંગે એવું આભૂષણ । તે શોભાડે સર્વે રીતશું, પમાડે પ્રભુ તતક્ષણ ।।૨।। જેજે શોભ્યા આ જગ્તમાં, તેતો સર્વે એ ઘરેણે ઘણું । પણ શુદ્ધ વૈરાગ્ય વિના સુર નરનું, પાણી ન રહ્યું મુખતણું ।।૩।। વૈરાગ્ય વિના આ વિશ્વમાં, અન્ય શોભાએ જે શોભ્યા ઘણા । વણ વૈરાગ્યે જક્ત કર્તા હર્તા, લાગ્યા અતિશે લજામણા ।।૪।। શુદ્ધ વૈરાગ્યે શોભા ઘણી, હરિજનની જાણો જરૂર । વૈરાગ્ય વિના લાગે વરવું, એ પણ વિચારવું ઉર ।।૫।। વૈરાગ્યવાન વા’લા હરિને, સામું જોઇને સરાયે અતિ । વણ વૈરાગ્યવાન વિલોકિને, હરિ રાજી નથી થાતા રતિ ।।૬।। શુક ભરત સનકાદિક શોભ્યા, બૃહત વૈરાગ્ય ઘરેણે ઘણું । જનક જયદેવ કદરજનું કહું, મુખ લાગ્યું સોયામણું ।।૭।। જો ધરો તો અંગે ધરજો, શુદ્ધ વૈરાગ્યરૂપ શણગાર । તો હેતે કરિ હરિ રીઝશે, નિશ્ચે જાણો નિરધાર ।।૮।। કોઇ સો સો શણગાર સજે શરીરે, કાછ શૃંખલા કથિરના । પણ કંચન વિના કેમ કહિયે, એ શોભાડનારા શરીરના ।।૯।। તેમ સારામાં સારૂં ઘરેણું, સુવર્ણ કહે શિરોમણિ । નિષ્કુલાનંદ બૃહત વૈરાગ્યની, મોટપ્ય નથી જાતિ ગણી ।।૧૦।। કડવું ।।૧૬।। read more
0 Views : 167

સારસિદ્ધિ પદ:- ૪

રાગ :- રામગરી તીવ્ર વૈરાગ્ય તડોવડ્યે, ના’વે સો સો સાધન । જપ તપ તીર્થ જોગ જે,  કરે કોઇ જન જગન; તીવ્ર૦ ।।૧।। દાન પુણ્ય પાળે કોઇ ધર્મને, ગાળે હિમાળે તન । પ્રભુ પ્રસન્ન કર્યા કારણે, જગમાં કરેછે જન; તીવ્ર૦ ।।૨।। પણ બૃહત વૈરાગ્ય વિના વાયદા, પ્રભુ પામવા કાજ । અવર બીજા ઉપાયથી, રાજી નો’યે મહારાજ; તીવ્ર૦ ।।૩।। બૃહત વૈરાગ્યથી નથી વેગળા, અલબેલો અવશ્ય । નિષ્કુલાનંદ નજીક છે, બૃહત વૈરાગ્યને વશ્ય; તીવ્ર૦ ।।૪।। પદ ।।૪।। read more
0 Views : 163
Powered By Indic IME