Last Updated:
May 5, 2025

Click here to submit your article
રચયિતા
Per Page :

ગઢડા અંત્ય ૨૮ : ભગવાનના માર્ગમાંથી પડયાનું

સંવત્ ૧૮૮૫ના કાર્તિક વદિ પડવાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ભગવાનની ભકિતમાંથી બે પ્રકારે જીવ પડે છે. એક તો શુષ્કવેદાંતના ગ્રન્‍થને સાંભળીને બીજા આકારને ખોટા કરે તેમ શ્રીકૃષ્ણાદિક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે એ શુષ્કવેદાંતિને અતિ અજ્ઞાની જાણવા અને બીજો જે એમ સમજતો હોય જે, ભગવાનને ભજીએ તો ગોલોક ને વૈકુંઠલોકમાં સ્ત્રીભોગ, ખાન પાન આદિક જે પંચવિષયનાં સુખ તેને પામીએ. પછી તે સુખની આસકિતએ કરીને ભગવાનને પણ ભુલી જાય ને મૂળગો કુબુદ્ધિવાળો થઈને એમ સમજે જે, એ સુખ ન હોય તો એ ધામમાં રાધિકા, લક્ષ્મી આદિક સ્‍ત્રીઓ ભેળે ભગવાન પણ રમે છે માટે એ સુખ પણ ખરૂં છે. પણ ભગવાનને પૂર્ણકામ ને આત્‍મારામ ન સમજે અને એવી જે ભગવાનની ક્રિયાઓ છે તે તો પોતાના ભક્તના સુખને અર્થે છે તે સારૂં જ્ઞાનવૈરાગ્‍યે સહિત ભગવાનની ભકિત કરવી. અને એ ભગવાનના સ્‍વરૂપને જેણે એમ જાણ્‍યું હોય જે, સર્વે સુખમય મૂર્તિ તો એ ભગવાન જ છે, ને બીજે પંચવિષયમાં જે સુખ તે તો એ ભગવાનના સુખતો કિંચિત્ લેશ છે. એમ ભગવાનને માહાત્‍મ્‍યે સહિત જે સમજ્યો હોય તે કોઈ પદાર્થમાં બંધાય જ નહિ, […] read more
0 Views : 218

ગઢડા અંત્ય ૨૯ : વીસ-વીસ વર્ષના બે હરિભકતો

સંવત્ ૧૮૮૫ના પોષ શુદિ ૨ બીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં મેડીને આગળ  ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને રાત્રિને સમે વિરાજમાન હતા, ને  સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે શુકમુનિને પ્રશ્ર્ન પુછયો જે, “બે સત્‍સંગી છે, તેની અવસ્‍થા વીશ વીશ વરસની છે. તથા બેયને નિશ્વય, હેત, ભકિત, વૈરાગ્‍ય, ધર્મ તે બરોબર છે. તેમાંથી એકને તો પ્રારબ્‍ધયોગે કરીને પરણીને સ્‍ત્રી મળી, ને એકને ન મળી ને સાંખ્‍યયોગી રહ્યો ને એને પણ પરણ્‍યાની તો ઈચ્‍છા હતી, પણ મળી નહિ, ત્‍યારે એ બે જણને તીવ્રવૈરાગ્‍ય તો પ્રથમથી જ ન હતો; માટે વિષયભોગમાં બેયને તીક્ષ્ણ વૃત્તિ હતી. તે તીક્ષ્ણ વૃત્તિ ઓછી તે એ ગૃહસ્‍થ થયો તેની થાય કે સાંખ્‍યયોગીની થાય તે કહો અને વેદતો એમ કહે છે જે તીવ્ર વૈરાગ્‍ય હોય તેને બ્રહ્મચર્યપણા થકી જ સન્યાસ કરવો, ને જેને મંદ વૈરાગ્‍ય હોય તેને વિષય ભોગની તીક્ષ્ણતા ટાળ્‍યાને અર્થે ગૃહસ્‍થાશ્રમ કરવો ને પછી વાનપ્રસ્‍થ થવું ને પછી સન્યાસ કરવો.’ માટે વિચારીને ઉત્તર કરજ્યો.” પછી શુકમુનિએ એનો ઉત્તર કરવા માંડયો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજે  એનો ઉત્તર કર્યો જે, “એ ગૃહસ્‍થાશ્રમી સારો ને બીજો જે સાંખ્‍યયોગી તે ભૂંડો કેમજે એને તીવ્ર વૈરાગ્‍ય નથી. માટે એણે વિષયને તુચ્‍છ ને અસત્‍ય જાણ્‍યા નથી તેમ […] read more
0 Views : 219

ગઢડા અંત્ય ૩૦ : પાંચ વાર્તાના અનુસંધાનનું

સંવત્ ૧૮૮૫ના પોષ શુદિ ૧૫ પુનમને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “અમારા મનમાં આ બે વાર્તા ગમે છે ને ત્‍યાં મન અટકે છે. તેમાં એક તો જેને એમ હોય જે, એક ચૈતન્‍યના તેજનો રાશિ છે ને તેના અંત્યને વિષે શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સદા વિરાજમાન છે, એવો દ્રઢ નિશ્વય હોય અને તે ભગવાનની ઉપાસના ભકિત કરતો હોય તે વાત ગમે. પણ કેવળ ચૈતન્‍ય તેજને માનતો હોય ને તેની ઉપાસના કરતો હોય ને ભગવાનને સદા સાકાર ન માનતો હોય ને તેની ઉપાસના ન કરતો હોય તો તે ન ગમે. અને બીજું એમ જે એવા જે ભગવાન તેને અર્થે જે તપને કરતો હોય તથા યોગને સાધતો હોય તથા પંચવિષયના અભાવને કરતો હોય તથા વૈરાગ્‍યવાન હોય ઈત્‍યાદિક જે જે સાધન તે ભગવાનની પ્રસન્નતાને અર્થે નિદર્ંભપણે કરે તે ગમે. અને એવાને દેખીને અમારૂં મન રાજી થાય છે જે, એને શાબાશ છે જે એ આવી રીતે વર્તે છે.” અને વળી આ પાંચ વાર્તાનું અમારે નિત્‍યે નિરંતર અનુસંધાન રહે છે. તેમાં એક તો એમ જે, આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો […] read more
0 Views : 200

ગઢડા અંત્ય ૩૧ : છાયાના દૃષ્ટાંતે ઘ્યાનનું

સંવત ૧૮૮૫ના મહા સુદિ ૪-ચોથને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. ને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો તથા રાતી કોરનું વિલાયતી ધોળું ધોતિયું ઓઢયું હતું. ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈન બેઠી હતી. અને વાજાં વગાડીને કીર્તનનું ગાન પરમહંસ કરતા હતા તે “દ્યબ્‍થ્‍ ઋઘ્‍શ્વથ્‍શ્વ દ્યઘ્‍ૐથ્‍ઙ્ગેંટ્ટ ૐઙ્ગેંથ્‍ટ્ટ” એ કીર્તન ગઇ રહ્યા ત્‍યારે મહારાજે કહ્યું જે, “પઋઘ્‍ળ્‍Ýઘ્‍ ઙ્ગશ્વેં ગટ્ટથ્‍ દ્દઘ્‍ભ્‍ઘ્‍શ્વ એ કીર્તન૨ ગાઓ” પછી એ કીર્તન ગાવવા લાગ્‍યા ત્‍યારે એવા સમયમાં શ્રીજીમહારાજ બહુ વાર વિચારી રહ્યા ને પછી બોલ્‍યા જે, “હવે કીર્તન રાખો. અમે આ એક વાર્તા કરીએ છીએ, તે છે તો થોડીક પણ ઘ્‍યાનના કરનારાને બહુ ઠીક આવે એવી છે ને તે વાત કોઈ દિવસ અમે કરી નથી.” પછી વળી નેત્રકમળને મીંચીને વિચારી રહ્યા ને પછી બોલ્‍યા જે, “કોટિ-કોટિ ચંદ્રમાં, સૂર્ય, અગ્‍નિ તેના જેવો તેજનો સમૂહ છે ને તે તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે. એવું બ્રહ્મરૂપ તેજોમય જે ભગવાનનું ધામ, તેને વિષે જે પુરુષોત્તમભગવાનની આકૃતિ રહી છે અને તે આકૃતિમાંથી એ પોતે ભગવાન અવતાર ધારે છે. અને એ ભગવાન કેવા છે તો ક્ષર-અક્ષર થકી પર છે ને સર્વકારણના પણ કારણ છે ને અક્ષરરૂપ એવા જે અનંત કોટિ મુકત તેમણે સેવ્‍યા છે […] read more
0 Views : 218

ગઢડા અંત્ય ૩૨ : માહાત્મ્યને ઓથે પાપ કર્યાનું

સંવત્ ૧૮૮૫ના મહા શુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળમુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને ગવૈયા પરમહંસ વસંતનાં કીર્તન ગાવતા હતા. પછી શ્રીજીમહારાજે મુકતાનંદસ્વામી આદિક સાધુને કહ્યું જે, ‘વિષયા વિનિવર્તન્‍તે નિરાહારસ્‍ય દેહિન:’ એ શ્લોકનો અર્થ કરો.” ત્‍યારે તેમણે રામાનુજભાષ્યે સહિત અર્થ કર્યો. ત્‍યાર પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એનો તો અમે એમ નિશ્વય કર્યો જે, યુવા અવસ્‍થા જેને હોય તેને આહાર ક્ષીણ કરવો ને યુકતાહાર વિહારપણે રહેવું ને આહાર ક્ષીણ થાય ત્‍યારે દેહનું બળ ક્ષીણ થાય, અને ત્‍યારે જ ઈન્‍દ્રિયો જિતાય, તે વિના ઈન્‍દ્રિયો જિતાય નહિ ને એવો થકો પોતાના મનને ભગવાનની નવ પ્રકારની ભકિતને વિષે રૂચિ સહિત રાખે ને ભકિતમાં પ્રીતિ રાખે એ બે પ્રકારે એ વર્તે તો એનો સત્‍સંગ પાર પડે. અને એમ ન હોય તો એ જ્યારે ત્‍યારે જરૂર ઈન્‍દ્રિયોને વશ થઈ ને વિમુખ થાય. તે ગોવર્ધન જેવો સમાધિનિષ્‍ઠ હોય તો પણ એનો એને ભય છે, તો બીજાની શી વાર્તા? અને આહાર નિયમમાં કરવો તે ઘણાક ઉપવાસ ઠામુકા કરવા માંડે તેણે કરીને ન થાય એમ તો ઝાઝી તૃષ્ણા થાય ને મૂળગો આહાર વધે ને ઉપવાસનો ખાંગો ખાય ત્‍યારે બમણો વાળે, માટે એ તો […] read more
0 Views : 243

ગઢડા અંત્ય ૩૩ : ચાર વાનાંથી બુદ્ધિમાં ફેર ન પડે તેનું

સંવત્ ૧૮૮૫ના ફાગણ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસ આગળ એમ વાર્તા કરી જે, “ધન, દોલત, સ્‍ત્રી અને પુત્ર આદિક જે પદાર્થ તેણેકરીને જેની બુદ્ધિમાં ફેર પડે નહિ અને એને અર્થે કોઈને વિષે આસ્‍તા આવે નહિ, એવા તો સત્‍સંગમાં થોડાક ગણતરીના હરિભક્ત હોય પણ ઝાઝા હોય નહિ.” એમ કહીને વળી બોલ્‍યા જે, “એવા તો આ મુકતાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી છે. તે એમને કોઈ બીજો ગમે તેવો હોય ને ચમત્‍કાર દેખાડે તો પણ તેનો કોઈ રીતે ભાર આવે જ નહિ. અને કેવો હોય તેને કોઈનો ભાર ન આવે તો, જે એમ સમજતો હોય જે, આ દેહથી નોખો જે આત્‍મા તે હું છું, ને તે હું પ્રકાશમાન સત્તારૂપ છું ને તે મારા સ્‍વરૂપને વિષે પ્રત્‍યક્ષ ભગવાન અખંડ વિરાજમાન છે. ને તે ભગવાનના આકાર વિના બીજા જે પ્રાકૃત આકારમાત્ર તે અસત્‍ય છે, ને અનંત દોષે યુક્ત છે. એવો વૈરાગ્‍ય હોય ને ભગવાનનું માહાત્‍મ્‍ય યથાર્થ જાણતો હોય તેને કોઈ જાતનો બુદ્ધિમાં ભ્રમ થાય નહિ, પણ એ વાર્તા અતિ કઠણ છે. કેમજે એ એવા મોટા છે તો પણ એમને […] read more
0 Views : 237

ગઢડા અંત્ય ૩૪ : ભગવાનને વિષે જ વાસના રહ્યાનું

સંવત્ ૧૮૮૫ના ચૈત્ર શુદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાન વિના બીજા માયિક પદાર્થમાત્રને વિષે વાસના ન રહે, ને એક ભગવાનને વિષે જ વાસના રહે, તેનાં બે સાધન જણાય છે, એક તો ભગવાનને વિષે પ્રીતિ ને બીજો જ્ઞાને સહિત વૈરાગ્‍ય એ બે સાધન છે. તે એ બે સાધન તો જેને અતિશયપણે ન વર્તતાં હોય ને ભગવાનનો નિશ્વય ને વિશ્વાસ તો હોય એવાને પણ એક ભગવાનની જ વાસના રહે ને બીજા પદાર્થની વાસના ન રહે, એવો ત્રીજો કોઈ ઉપાય છે?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા છે, “એ પ્રશ્ર્ન ખરો, ને એ બે સાધને કરીને જ એક ભગવાનની વાસના રહે ને બીજા પદાર્થની ન રહે તે ખરૂં. અને જો એ બે સાધન ન હોય તો એને ભગવાન વિના અન્‍ય પદાર્થની વાસના ન ટળે. માટે જીવતે દુ:ખીયો વર્તે, ને ભગવાનનો નિશ્વય છે માટે મરે ત્‍યારે એનું કલ્‍યાણ ભગવાન કરે. અને ભગવાન વિના અન્‍ય પદાર્થની વાસના ટાળ્‍યાનાં જેમ એ બે સાધન છે તેમ ત્રીજું પણ એક છે તે શું ? તો જેના જેવા નિયમ કહ્યા છે તેમાં સાવધાનપણે વર્તે તે નિયમ કયા, તો […] read more
0 Views : 278

ગઢડા અંત્ય ૩૫ : પ્રકૃતિ મરોડયાનું – ભકતના દ્રોહથી ભગવાનના દ્રોહનું

સંવત્ ૧૮૮૫ના ચૈત્ર શુદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખાર-વિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ! જેના હૃદયમાં ભગવાનનો ને ભગવાનના ભક્તનો દ્રઢ આશ્રય હોય, જે આશ્રય ગમે તેવો આપત્‍કાળ આવી પડે ને દેહને સુખદુ:ખ, માન અપમાન, દેશકાળનું વિષમપણું ઈત્‍યાદિકે કરીને જાય નહિ, તે કેમ જણાય જે, એને એવો આશ્રય છે, અને તેના મનનો અભિપ્રાય તથા દેહનો આચાર તે કેવો હોય તે કહો?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જે ભક્તને એક ભગવાનને વિષે જ મોટપ હોય ને ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક ન જાણતો હોય. ને ભગવાન વિના બીજા સર્વેને તુચ્‍છ જાણતો હોય તથા પોતાની જે પ્રકૃતિ હોય તેને ભગવાન તથા સાધુ તે મરોડે ને પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે ને પ્રકૃતિ હોય તેથી બીજી રીતે વર્તાવે ત્‍યારે જે મુંઝાય નહિ ને પ્રકૃતિ મરોડે તેમાં કચવાઈ જાય નહિ. ને પોતાની પ્રકૃતિ ગમે તેવી કઠણ હોય તેને મૂકીને જેમ ભગવાન તથા સાધુ તે કહે તેમ જ સરલપણે વર્તે, એવી બે પ્રકારે જેની સમજણ હોય તેને ગમે તેવો આપત્‍કાળ પડે તો પણ ભગવાનનો આશ્રય ન ટળે.” ત્‍યારે વળી શુકમુનિએ પુછયું જે, “મુંઝાતો […] read more
0 Views : 223
Powered By Indic IME