Last Updated:
May 5, 2025

Click here to submit your article
રચયિતા
Per Page :

સ્નેહગીતા કડવું:- ર૩

બાઈ આપણશું એણે અતિશય હેત કર્યુંજી, ગોપી ને ગોવાળ હેતે સ્વધામ પરહર્યુંજી । મેલી માન મોટપને મનુષ્યનુંદેહ ધર્યુંજી, જોને બાઈ એનું આપણથકી શું સર્યુંજી ।।૧।। ઢાળ – સર્યું નહિ કાંઈ શ્યામનું, આપણ માંયથી એક રતિ । કેવળ હેત એક કર્યું એણે, આપણે ન જાણ્યું મૂઢમતિ ।।૨।। બાઈ ભવ બ્રહ્મા જેને ભજે, વળી નેતિનેતિ નિગમ કહે । તેહને જાણ્યા જાર જુવતી, બીજું અજ્ઞ આપણથી કોણ છહે ।।૩।। બાઈ ઈન્દ્ર આદિ અમર સર્વે, જેની અહોનિશ આજ્ઞા કરે । વળી શશિ સહિત સૂર્ય સદા, જેના વચનમાં ફેરા ફરે ।।૪।। સરસ્વતી કહે ઊત્તમ ર્કીિત જેની, વળી નારદ ગુણ જેના ગાયછે ।  સહસ્રફણીમાં જુગલ જીભે, શેષ સમરે જેને સદાય છે ।।૫।। સર્વે સુખનું એહ સદન સજની, અને પ્રીતનો વળી પુંજછે । પૂરણકામ ને ઠામ ઠર્યાનું, વળી ઓછપ એહમાં શું જ છે ।।૬।। જેમ નદી સર ને કૂપ વાપી, ભરપુર જો હોયે ભરી ।   પણ વારિધિ કોય વારિવડે, સુખ ન માને સુંદરી ।।૭।। તેમ સુખ સરવે સજની, રહ્યાં અલબેલાને આશરી ।  એવા જાણીને જુવતી, રતિ કૃષ્ણ સાથે નવ કરી ।।૮।। જેમ મૂરખને કોઈ મિરાંથ મળે, પારસ કે ચતામણી ।  શિલાસમ તેનું સુખ સમઝે, જેને બાળક બુદ્ધિ છે ઘણી ।।૯।। એમ થયું બાઈ આપણે, ઓળખી ન શકયાં એહને।  નિષ્કુલાનંદને નાથે સજની, તેહ સારૂંદીધોછે છેહને ।।૧૦।। કડવું ।।૨૩।। read more
0 Views : 156

સ્નેહગીતા કડવું:- ર૪

છબીલોજીદઈ ગયા બાઈ છેહજી, જાણી જન અજ્ઞ આપણે અતિ સેહજી । મૂઢમતિ જોઈ અબળાનોદેહજી, શિયા ગુણ જોઈ રાખે આપણશું નેહજી ।।૧।। ઢાળ – શિયો ગુણ જાણી શ્યામળો, અલબેલો આપણશું આચરે । જોઈ જોઈને જોયું અંતે, સાર નવદીઠું સરે ।।૨।। બાઈ અસન અતિ જડમતિ, તેતો શું સમઝિયે સ્નેહને । જાડાબોલી પાલવખોલી, તેણે કરી ન ગમી તેહને ।।૩।। વાટે ઘાટે વનમાં વિચરૂં, વળી છુટે છેડે ફરીએ । એવા ગુણ જાણી આપણા, બાઈ હેત તોડ્યુંછે હરિએ ।।૪।। સરવે જાતમાં જડ જંગલી, વળી તેથી જડ તેની જુવતી । બાઈ એવા કુળમાં ઊપન્યાં, તેહ ન સમજું સ્નેહ રતિ ।।૫।। રૂપ રંગ અંગે નહિ આપણે, વળી પ્રિતમાંહિ પ્રીછું નહિ । એવાં કઠોર નઠોર નગણાં જાણી, નંદલાડીલે તજયાં લહિ ।।૬।। બાઈ વનચરિયો નિર્લજજ ફરિયો, વળી વ્યભિચાર ભાવે એને ભજી ।  એવા ગુણ જાણી આપણા, બાઈ તેહ સારૂં તેણે તજી ।।૭।। કયાં પારસ ને કયાં પથરો, કયાં કાચ ને કયાં કંચન ।  એહ આગળ બાઈ એમ આપણે, તેણે માન્યું નહિ એનું મન ।।૮।। દૈવ જોગેદોયજદહાડા, પ્રકટ્યો હતો થર સુખનો । પલટિ પળ ને પ્રિયે પરહર્યો ં,દઈ ગયા દિવસદુઃખનો ।।૯।। વળી અવગુણ જોયા આપણા, ના’વ્યો સંદેશો નવ લહી સારને । નિષ્કુલાનંદને નાથે સજની, વિસારી બાઈ વ્રજનારને ।।૧૦।। કડવું ।।૨૪।। read more
0 Views : 155

સ્નેહગીતા પદ:- ૦૬

રાગ આશાધોળ – ના’વ્યો સંદેશો નાથનોજીરે, જુવતી જોતાં જો વાટ (૨)  આશું થયું રે આપણે । આશું થયું રે આપણેજીરે, પ્રાણ રહેછે શામાટ (૨) ના’વ્યો૦ ।।૧।। બાઈ મીન મરે જળ મૂકતાંજીરે, ધન્ય એ પ્રીત પરમાણ (૨) પિયુ વિયોગે પ્રમદા । પિયુ વિયોગે પ્રમદાજીરે, પાપી રહ્યા કેમ પ્રાણ (૨) ના’વ્યો૦ ।।૨।। કુંજતણાં બાઈ બાળકાંજીરે, જુવે વાટ ષટ માસ (૨) અવધે ન આવે જો જનની । અવધે ન આવે જો જનનીજીરે, તજે તન થઈ નિરાશ (૨) ના’વ્યો૦ ।।૩।। જીવન વિના જે જીવવુંજીરે, એતો અણઘટતી વાત (૨) નિષ્કુલાનંદના નાથ વિના નિષ્કુલાનંદના નાથ વિનાજીરે, પંડડું નવ થયું પાત (૨) ના’વ્યો૦ ।।૪।। પદ ।।૬।। read more
0 Views : 183

સ્નેહગીતા કડવું:- રપ

અંતરજામીએ અંતરની જાણીજી, ઊદ્ધવ પ્રત્યે ઊચ્ચરિયા વાણીજી । સુણો શુભમતિ વાત ચિત્ત આણીજી, પ્રેમવશ પ્રમદા અમે ચાલ્યે અકળાણીજી ।।૧।। ઢાળ – અકળાણી અતિ અમ કાજે, વળી પ્રાણ ગતવત થઈ પડી । તે મુજ વિના એ માનિનીને, કેમ નિગમતી હશે ઘડી ।।૨।। એટલા માટે ઊદ્ધવજી, તમે વ્રજ જઈ કરો વાતડી । સમઝાવજો તમે સહુ જનને, વળી રે’જો તિયાં પંચ રાતડી ।।૩।। અધ્યાત્મ એને જ્ઞાન આપી, સમઝાવજો બહુ પેરજી । એટલો પરમારથ કરો ઊદ્ધવ, તમે મનમાં આણી મે’રજી ।।૪।। સર્વે પેરે સુજાણ છો, વળી ઘણું કહેવાનું કામ નથી ।  સમાસ કરજો સારીપેરે, કે’જો તત્ત્વને તમે કથી ।।૫।। જેણી રીતે વળી જુવતી, અતિ સુખ પામે સુંદરી ।ઊદ્ધવજી જઈ એટલું, વળી આવજો કારજ કરી ।।૬।। સગુણ જાણી એણે સ્નેહ કીધો, નિર્ગુણ ન જાણ્યો નારીએ ।  તેણે એનું તન તપીયું, એને એમ સમઝાણું સખી સારીએ ।।૭।। આવ્યા ગયા જાણ્યા અમને, એક પ્રેમના વશમાંય ।  તમો ગયે ગુણ થાશે ઘણો, વળી કસર નહિ રહે કાંય ।।૮।। અમે ગયાનો અર્થ સરશે, પ્રતીત પડેછે તમતણી । ઊદ્ધવ એમાં વિલંબ ન કીજે, જાઓ તમે વળી વ્રજભણી ।।૯।। એવી રીતે ઊદ્ધવજીને, હેતેશું તે કહ્યું હરિ ।  નિષ્કુલાનંદના નાથની, પછી આજ્ઞા એહ શિર ધરી ।।૧૦।। કડવું ।।૨૫।। read more
0 Views : 160

સ્નેહગીતા કડવું:- ર૬

એહ જો આજ્ઞા ઊદ્ધવે શિર ધરીજી, જેવી શ્રીમુખે કહિ છે જો શ્રીહરિજી । પછી વ્રજ જાવાને અર્થે રથ આણ્યો જોતરીજી, તૈયે ઊઠિયા ઊદ્ધવજી વંદના કરીજી ।।૧।। ઢાળ – કરી વંદના ઊઠ્યા ઊદ્ધવ, કર જોડી ઊભા વળી આગળે । કૃષ્ણે કહ્યું તે કરવું ખરૂં, પણ અળગે ગયે અંતર જળે ।।૨।। શિશ નમાવીને શીખ માગી, જુતો રથ ઊપર બેઠા જઈ । ત્યારે કૃષ્ણ કહે સુણો ઊદ્ધવ, એક સંદેશો કહું તે સઈ ।।૩।। નંદ જશોદાને ઝાઝા ઝાઝા, પ્રણામ કે’જો પાયે પડી । એહના ગુણ ઓશગળ અમે, થઈ ન શકિયા એક ઘડી ।।૪।। બહુપેરે એણે બેઊ જણે, ઘણું ઘણું કરી જો જતનને ।  અર્ધ ઘડી અળગો ન મુકતાં, જેમ રંક જાળવે રતનને ।।૫।। અસનપણે અમે હતા અટારા, નિત્ય રાવ નવલી લાવતા।તોએ અમને કાંઈ ન કહ્યું એણે, સામું સ્નેહ કરીને બોલાવતા ।।૬।। વળી ગોળી ઢોળી મહી પીતા, ખાતા મનમાન્યું માખણજી ।  અચપળાઈ અમે એવી કરતા, તોએ ન આણ્યો એણે અવગુણજી ।।૭।। એહ માત  પિતાની મોટપ, મુખે ઊદ્ધવ કહ્યે નથી આવતી ।  અમે ન થઈ સેવા એહની, એતો અમને ખટકે છે અતિ ।।૮।। તેને લળી લળી તમે પાય લાગી, વળી ચરણમાં શિશ ધરજો ।  પછી ગોપી જનને અમારા, ઘણા ઘણા પ્રણામ કરજો ।।૯।। શિશ નમાવિ વળી સર્વેને, કે’જો પ્રણામ વ્રજ સાથને ।  કુશળ છે ને કુશળ […] read more
0 Views : 153

સ્નેહગીતા કડવું:- ર૭

શ્રીકૃષ્ણે કહ્યું તે શ્રવણે સાંભળીજી, પછી પ્રભુ પાયે ઊદ્ધવ લાગ્યા લળીજી । ચરણ ચતવી ચાલ્યા વ્રજમાં વળીજી, સંધ્યા સમે આવિયા ગોકુળની ગલીજી ।।૧।। ઢાળ – ગોકુળ ગામની ગલીએ આવી, નંદને ભવન રથ છોડિયો । મળી લળી નંદપાયે લાગ્યા, વળી કરપુટ તે જોડિયો ।।૨।। ત્યારે નંદ કહે કૃતારથ કીધો, ઊદ્ધવજી ભલે આવિયા ।આજ ભાગ્ય જાણું અમારાં, તમે આવતાં ઊદે થયાં ।।૩।। આજ કષ્ટ મટ્યાં અમારાં, તમે પધારિયા પ્રેમે કરી ।। રામ કૃષ્ણ બંધવ બેઊની, ખબર અમને આપો ખરી ।।૪।। કુશળ છે બલ કૃષ્ણ બેઊ મળી, વીરા કરો એહ વારતા ।  અમેદોયે રંકને વળી, કંઈએ કૃષ્ણજી સંભારતા ।।૫।। એવું સુણીને ઊદ્ધવ પાયે, લાગ્યા તે જશોદા નંદને । અર્ધક્ષણ ગુણ તમારા, નથી વિસરતા ગોવિંદને ।।૬।। વળી બહુ પેરે પ્રણામ કહ્યા, કહે મારીવતી પાય લાગજો ।  અમારા અનુગ્રહનું વચન, કર જોડી કૃષ્ણ કહે માગજો ।।૭।। અમે કુશળ છીએ અંગે, તેહ તો પુણ્ય તમ તણે ।  અતિ સ્તુતિ કરી કહ્યું, બળ કૃષ્ણજી બેઊ જણે ।।૮।। એમ વાત કરતાં વીતી રજની, પછી ઘેર ઘેર ગોપીજન જાગીયાં ।  કૃષ્ણ કૃષ્ણ કહેતાં કાંઈ, મહી મથવા લાગિયાં ।।૯।। ઊદ્ધવ સુણી આશ્ચર્ય પામ્યા, આતો વશ સહુ છે સ્નેહને ।  નિષ્કુલાનંદને નાથે કહ્યું, તેતો કેમ કહેવાશે એહને ।।૧૦।। કડવું ।।૨૭।। read more
0 Views : 164

સ્નેહગીતા કડવું:- ર૮

પછી ઊગ્યો અર્ક ને જાતી રહી જામનીજી, ભવન ભવનથી ભેળી થઈ ભામનીજી । નંદ ઘરે નવલો રથ કેનો આવ્યો કામનીજી, અલબેલો આવ્યા જાણી ધામધામનીજી ।।૧।। ઢાળ – ધામધામથી ધાઈ ગોપી, વળી રથ જાણીને રાજનો । ટોળે મળી વળી વનિતા, મેલ્યો ધંધો ઘર કાજનો ।।૨।। આવી જોયું ત્યાં ઊદ્ધવદીઠા, પછી ભેટી તેને ભાવશું ।પછી પ્રેમે કરીને પ્રમદા, પુછે ઊદ્ધવને ઊત્સાવશું ।।૩।। શિયો સંદેશો સુખનો, કૃષ્ણજીએ અમને કા’વિયો । તમને મુકયા તે ન આવ્યા, એવો શિયો અભાવ આવિયો ।।૪।। સાચું કહેજો સમ અમારા, અમે પુછુંછું એ પ્રશ્નને ।  અમ ઊપરે ઊદ્ધવ એણે, કહો કેમ ધાર્યું છે કૃષ્ણને ।।૫।। અહોનિશ ઊદ્ધવ તમે, મોહનશું રહોછો મળી । કોઈ વારે કૃષ્ણજી કહેતા, વ્રજમાં જાશું વળી ।।૬।। ઊદ્ધવ કહેજો અમને, હોય જથારથ જેવું સહિ ।  શિયે વાંકે શ્યામળો, વળી વ્રજમાં આવ્યા નહિ ।।૭।। સ્નેહ છે એને કોણ સાથે, કેની પ્રીત કરી પિયુ વાધિયા ।  કેને વશ થઈ રહ્યા વહાલો, જે અમને તજી તેના થયા ।।૮।। ઊદ્ધવ અમને અલબેલાની, કથા તે સર્વે કહો કથી ।  કોણ કારણ ઊદ્ધવ અમને, મોહને ઊતાર્યાં મનથી ।।૯।। ઊદ્ધવજી હવે ઊચ્ચરો, રખે વા’લે કહ્યું તે વિસારતા ।  નિષ્કુલાનંદના નાથજીની, કરો વિધ વિધ વારતા ।।૧૦।। કડવું ।।૨૮।। read more
0 Views : 173

સ્નેહગીતા પદ:- ૦૭

રાગ સોરઠા – ઊદ્ધવજી હવે ઊચ્ચરો, કરો વા’લાની વાત । જેરે કરો તે જીવાડજો, અમો છીએ અબળાની જાત; ઊદ્ધવજી૦ ।।૧।। સહુ મળી અમે સુણવા, લેવા સુખ શરીર । ઊદ્ધવ અમે છીએ અધિરિયાં, તેને આપજો ધીર; ઊદ્ધવજી૦ ।।૨।। એક વાતે શાન્તિ ઊપજે, એકે ઊઠેછે ઝાળ ।  વિવેકે કહેજો તે વીરા વળી, થઈ દિલનાદયાળ; ઊદ્ધવજી૦ ।।૩।। વલવલુંછું અમે વનિતા, તેતો કૃષ્ણને કાજ ।  નિષ્કુલાનંદનો નાથજી, કયારે મળશે મહારાજ; ઊદ્ધવજી૦ ।।૪।। પદ ।।૭।। read more
0 Views : 163
Powered By Indic IME