Last Updated:
May 5, 2025

Click here to submit your article
સદ્ગગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી
Per Page :

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧૪૯

પૂર્વછાયો- વળી પરચા વડોદરે, જે પૂર્યા જગજીવન । અતિ અનુપમ વારતા, સાંભળજયો સહુ જન ।।૧।। સતસંગીની જે શ્રીહરિ, આ સમે કરે છે સહાય । અતિ સામર્થી હરિ વાવરે, તે નાવે લખ્યામાંય ।।૨।। પણ ગુણ ગાતાં ગોવિંદના, નથી આવતી મને આળસ । શ્રવણ દઇ સહુ સાંભળો, કહું હરિજનના જશ ।।૩।। ભક્ત એક ભાવિક છે, ખરા તે ખતરી માંઈ । દુર્બળ દાસ દયાળનાં, નામ તેનું શામબાઇ ।।૪।। ચોપાઇ- કહું તેહતણી હવે વાત, કરે ભજન બાઇ દિન રાત્ય । રહે ધારણામાં આઠું જામ, કરતાં થાય નહિ ઘરકામ ।।૫।। જયારે આવે સમાધિથી બાર, કરે ભોજન પાન તે વાર । એહ દેહ રેવાનો ઉપાય, કરે ભોજન હરિ ઈચ્છાય ।।૬।। પણ એમ થયું એક દન, કોણ આપશે વસ્ત્ર ને અન્ન । એવી ચિંતા કરી ચિત્તમાંઇ, બેઠી સમાધિમાં શામબાઇ ।।૭।। કરી ધારણા જાગી છે જયારે, દિઠું સુંદર ભોજન ત્યારે । સારા મોટા રોટા રૂડી દાળ, મુખ આગે મેલી ગયા દ્યાળ ।।૮।। એમ હમેશ હરિ એ રીત્યે, આપે ભોજન બાઇને નિત્યે । એક દિન મણ લોટ લઇ, શાક વૃંતાકનું ગયા દઇ ।।૯।। વળી પૂજવા ચરણારવિંદ, આપી ગયા સ્વામી સહજાનંદ । વળી વસ્ત્ર દીઠાં ફાટાં અંગ, આપ્યાં નવીન સારાં સોરંગ ।।૧૦।। સવેર્ આપ્યું એ સમાધિમાંઇ, લાવી પ્રકટ પ્રમાણ તે આંઇ । દીઠાં પગલાં ને પટ નવાં, જોઈ જન તે […] read more
0 Views : 96

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧પ૦

પૂર્વછાયો- કહું દેશ કાનમમાં, એક ઇટોલું ગામ । ભક્ત ભલા કણબી કુળે, જાણો જીજીભાઇ નામ ।।૧।। સતસંગમાં શિરોમણિ, વળી હરિમાં ઘણું હેત । અચળ કીધો આશરો, સોંપી તન મન ધન સમેત ।।૨।। આયુષ્ય ખૂટે આવિયો, ભાઇ એના દેહનો અંત । તેને આવ્યા તેડવા, નિજભક્ત જાણી ભગવંત ।।૩।। નિજ સખા બહુ સંત સાથે, મોટા મોટા મુનિરાજ । સુવર્ણમય રથમાંઇ, બેસી પધાર્યા મહારાજ ।।૪।। ચોપાઇ- આવ્યા અર્ધરાત્રે અવિનાશ, થયો ગામમાં બહુ પ્રકાશ । એક દ્વિજ ભક્ત બાપુભાઇ, છોડ્યો રથ તેના ફળિમાંઇ ।।૫।। જાગી લાગિયા બાપુજી પાય, નિર્ખિ નાથને તૃપ્ત ન થાય । કહે થયો કૃતારથ આજ, તમે ઘેર પધાર્યા મહારાજ ।।૬।। હવે રહો રાજી થઇ નાથ, એમ કહે ઉભો જોડી હાથ । પછી બોલિયા શ્રી મહારાજ, અમે આવ્યા જીજીભાઇ કાજ ।।૭।। એને તેડી જાશું આજ અમે, સત્ય માનો બાપુભાઇ તમે । ત્યારે બોલ્યા બાપુભાઇ એમ, એને મેલી જાઓ કહીએ કેમ ।।૮।। પણ સત્સંગમાં એહ જેવા, બીજા નથી શિખામણ્ય દેવા । ત્યારે નાથ કહે નહિ લૈયે, લેશું એના બળધને તૈયે ।।૯।। ત્યારે બોલ્યા બાપુ હરિજન, પ્રભુ એવું શિયું એનું પુણ્ય । ત્યારે શ્રી હરિ કહે સંત અર્થે, જાુત્યોતો એ રસોઇને રથે ।।૧૦।। માટે લઇ જાશું એને આજ, એમ કહી પધાર્યા મહારાજ । પછે બાપુભાઇ તેહ પળે, ગયો જીજીભાઇને પાસળે ।।૧૧।। કહે હમણાં પધાર્યાતા […] read more
0 Views : 119

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧પ૧

પૂર્વછાયો- વળી પરચા વર્ણવી, કહું કાનમ દેશના કાંય । ધન્યધન્ય એહ ભક્તને, જેની શ્રીહરિએ કરી સાય ।।૧।। એક ઉતરાદ ગામમાં, કહીએ કણબી સાકર બાઇ । હરિજન અતિહેત હૈયે, પ્રીત્ય ઘણી પ્રભુમાંઇ ।।૨।। તેના દેહનો આવિયો, વળી અવધિ પોત્યે અંત । ચ્યાર દિવસ મોરથી, આવ્યા પોત્યે ભગવંત ।।૩।। આવી કહ્યું એહ બાઇને, તું કર હરિનું ભજન । આજથકી દન ચારમાં, છુટશે તારું તન ।।૪।। ચોપાઇ- પછી માની વાલાનું વચન, બાઇ બેઠી કરવા ભજન । સમરે સ્વામીને શ્વાસઉશ્વાસ, થઇ જક્તસુખથી ઉદાસ ।।૫।। એમ કરતાં વીત્યા દન ચાર, આવ્યા તેડવા પ્રાણ આધાર । એની ભત્રિજી નામ કેશર, આવ્યા ઘનશ્યામ તેને ઘેર ।।૬।। આવ્યા પોત્યે પ્રકટપ્રમાણ, સુખસાગર શ્યામ સુજાણ । દિધાં બહુ જનને દર્શન, નિર્ખિ બાઇ થઇ છે મગન ।।૭।। કહે ધન્યધન્ય મારા નાથ, આજ અમને કર્યાં સનાથ । ઘણે દાડે પધાર્યા છો ઘેર, મુજ રંકપર કરી મહેર ।।૮।। એમ કહીને આપ્યાં આસન, કર્યાં ભાત્ય ભાત્યનાં ભોજન । પછી નાથ જમ્યા તેને ઘેર, કરી મનમોહનજીએ મહેર ।।૯।। જમી ઉઠ્યા આપ્યો મુખવાસ, પછી હાથ જોડી કહે દાસ । આજ આવ્યાનું કારણ કહીયે, સુણિ બોલ્યા સ્વામીજી તૈયે ।।૧૦।। તારી કાકી સાકરબાઇ નામે, તેને તેડી જાશું નિજધામે । આવ્યા એ સારૂ બેસીને વાજી, તેડી જાતાં તું રાજી કુરાજી ।।૧૧।। ત્યારે બોલી છે કેશરબાઇ, એહ જીવની ધન્ય કમાઈ […] read more
0 Views : 104

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧પર

પૂર્વછાયો- ખાનદેશ બુરાનપુરમાં, વસે હરિજન જેહ । સહાય કરી જેની સ્વામીએ, કહું સાંભળજયો હવે તેહ ।।૧।। વિપ્ર એક દિવાનદાદો, સતસંગી નહિ સોય । જાણ્યે અજાણ્યે જમાડીયા, સંત તે સ્વામીના દોય ।।૨।। બીજાં પુણ્ય તો બહુ કર્યાં, જન્મ ધરીને જેહ । તેહ ભેળું પુણ્ય આટલું, થયું અજાણ્યે એહ ।।૩।। એમ કરતાં અવધિ તેનો, આવ્યો તે દેહનો અંત । અવશ્ય તેડવા આવિયા, મહા કરૂર તે કૃતાંત ।।૪।। ચોપાઇ- અંતકાળે આવ્યા જમ જયારે, દિધું દાદાને દુઃખ તે વારે । જેજે જન્મ ધરી કર્યાં પાપ, તેતે સંભારી કર્યો સંતાપ ।।૫।। દિઠા દાદે જમદૂત જયારે, દેવી દેવને સંભાર્યા ત્યારે । સંત મહંત સન્યાસી સોય, તેહ વિના જે સેવ્યાતા કોય ।।૬।। એહ સર્વેને જોયા સંભારી, કહ્યું કોઇ હરો પીડા મારી । એહ માંહિલું એકે ન આવ્યું, તે વારે દાદે શિશ ડોલાવ્યું ।।૭।। કહે હવે કરૂં હું શીપેર, કેણે સાય ન કરી આ વેર । એમ કહીને થયો નિરાશ, ત્યાં તો સંત દિઠા દોય પાસ ।।૮।। કહે સંત સુણો જમદૂત, કેમ આવિયા આંહિ કપુત । જાઓ વેલા વેલા પાછા વળી, કેમ ઉભા રહ્યા છોે સાંભળી ।।૯।। ત્યારે બોલિયા જમના દૂત, ઠાલું શિદને કરો છો તુત । એહ જીવ કેદિ છે તમારો, સર્વે રીત્યે એ છે જો અમારો ।।૧૦।। માટે જોર તમારે ન કરવું, જાઓ યાંથી આડું નવ […] read more
0 Views : 129

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧પ૩

પૂર્વછાયો – બહુ ભક્ત બુરાનપુરમાં, ભાવે કરી ભજે ભગવંત । સહાય કરે જેની શ્રીહરિ, પળ પળમાંહિ અનંત ।।૧।। તેણે ખુમારી તનમાં, મનમાં તે મોદ ન માય । નરનારી નિઃશંક થઇ, ગુણ ગોવિંદના ગાય ।।૨।। અતિ કેફ છે અંગમાં, સતસંગનું સુખ જોઇ । મસ્ત રહે સહુ મનમાં, કંગાલ ન માને કોઇ ।।૩।। પ્રકટ પ્રભુ પ્રકટ પ્રાપતિ, પ્રકટ માને કલ્યાણ । પ્રકટ પરચા પળેપળે, પૂરે છે શ્યામ સુજાણ ।।૪।। ચોપાઇ- તેણે કરી સહુ નરનારી, ભજે સ્વામી શ્રીજીને સંભારી । નિત્યે સતસંગમાંહિ બેસે, બીજી વાત અંતરે ન પેસે ।।૫।। જયારે થાય સતસંગી ભેળા, ત્યારે ગાય મહારાજની લીળા । સર્વે ઉત્સવ સમૈયા સાર, તેનું ધ્યાન કરે નરનાર ।।૬।। એહ વાત ચિંતવતાં મને, જાગતાં સુતાં દેખે સ્વપને । પછી કરે માંહોમાંહિ વાત, તેણે રહે સહુ રળિયાત ।।૭।। એમ કરતાં વીતે નિશદિન, થાય સમાધિ સ્વપને દર્શન । પછી એમ બોલ્યા હરિદાસ, ચાલો પ્રકટ પ્રભુને પાસ ।।૮।। કરી આવિયે દર્શન સહુ, નિર્ખિ આનંદ પામશું બહુ । એમ કરી પરસ્પર વાત, ચાલ્યો સંઘ સજી પરભાત ।।૯।। બાઇ ભાઇ બુઢાં બાળ સંગે, ચાલ્યાં સર્વે અતિશે ઉમંગે । બાંધી ખરચી ખાવાને કાજ, લીધી પૂજા પૂજવા મહારાજ ।।૧૦।। ધીરે ધીરે કરતાં મુકામ, ચાલ્યાં સમરતાં હરિનામ । આવ્યાં ઝાડીમાંહિ જયારે જન, ત્યારે ચોરે કર્યું છે વિઘન ।।૧૧।। ઘોડાં વેલ્ય ને ઘરેણાં જેહ, […] read more
0 Views : 91

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧પ૪

પૂર્વછાયો- હવે હિંદુસ્તાનના, વળી લખું પરચા જેહ । સામર્થી શ્રીમહારાજની, સાંભળજયો કહું તેહ ।।૧।। ધન્યધન્ય ધુવા ગામમાં, હરિજન જાતિ લુવાર । ભલા ભક્ત ભગવાનના, જેને હૈયે હેત અપાર ।।૨।। એક બિંદા નામે જન જાણો, ભજે હરિ કરી ભાવ । તેની કાકી કુસંગણી, દલમાંહિ દુષ્ટ સ્વભાવ ।।૩।। કરે ખેચરી નિત્ય ખરી, જેને હરિસંગાથે વેર । સતસંગી જાણી રીશ આણી, વાણી વદે જેવી ઝેર ।।૪।। ચોપાઇ- બોલે અવળું ને નાખેછે આળ્યું, દિયે વણ વાંકે નિત્ય ગાળ્યું । સુતાંબેઠાં જાગતાં એ જાપ, ખાતાં પીતાં વઢે નિત્ય આપ ।।૫।। કહે બિંદો તે બગડી ગયો, કરી સતસંગ સ્વામીનો થયો । એવું સહજાનંદમાં શું ભાળ્યું, એમ કહી કહી દીયે ગાળ્યું ।।૬।। શ્વાસઉશ્વાસે એજ સ્મરણ, ભૂલી નહિ જયાં લગી આવ્યું મરણ । ત્રુટી નાડીયો પીડાણા પ્રાણ, આવ્યા લેવા દિઠા જમરાણ ।।૭।। અતિ કાળા રિસાળા વિક્રાળ, ક્રોધવાળા કરુર કોપાળ । એવા દિઠા જમદૂત જયારે, દેવીદેવને સંભાર્યા ત્યારે ।।૮।। વળી સેવ્યા હતા ભેખધારી, તેહ સર્વેને જોયા સંભારી । પણ કેણે કરી નહિ સાય, ડોશી પડી મહા દુઃખમાંય ।।૯।। મારોમારો કરે જમરાણ, ડારે ડોશી થઇ છે હેરાણ । પછી તે સમે સ્વામી સંભાર્યા, લીધું નામ જમ સુણી ડર્યા ।।૧૦।। ત્યારે ડોશીએ વારમવાર, કર્યો સ્વામિનામનો ઉચ્ચાર । આવ્યા અલબેલો એહ વાર, પોતા સાથે સખા અસવાર ।।૧૧।। આપે બેઠા છે રથ અનુપે, […] read more
0 Views : 107

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧પપ

પૂર્વછાયો- ધન્યધન્ય ધુવા ગામમાં, જયાં ભક્ત રહે ભાવિક । સહાય કરી જેની શ્યામળે, તેહ કહું હવે કાંઇક ।।૧।। લુવાર ભક્ત લુકી નામે, આવ્યો તેહના દેહનો કાળ । અંતસમે અલબેલડો, આવ્યા તેડવા દયાળ ।।૨।। સંત સહિત શ્યામળો, પધાર્યા પ્રકટ આપ । દર્શન દીધાં દાસને, સહુ નિરખી થયાં નિષ્પાપ ।।૩।। સતસંગી કુસંગી સહુએ, દિઠા પ્રકટ પ્રમાણ । નહિ સ્વપ્ન સાક્ષાત જાણો, આવ્યા શ્યામ સુજાણ ।।૪।। ચોપાઇ- લુકી લાગ્યો લળીલળી પાય, નિર્ખિ નાથ તૃપત ન થાય । કહે નાથ લુકી તારે કાજ, આવ્યા તેડવાને અમે આજ ।।૫।। માટે તરત થાઓ તૈયાર, ચાલો વેળ ન કરો લગાર । ત્યારે લુકીએ તજીયા પ્રાણ, ચાલ્યો નાથને સાથે સુજાણ ।।૬।। સહુ જોઇ રહ્યા બહુ જન, દેખી આશ્ચર્ય કહે ધન્યધન્ય । ઘણા મરે છે આ ગામમાંય, આવે જમ લેવા લઇ જાય ।।૭।। પણ તેડવા આવે મહારાજ, એવું તો અમે દીઠું છે આજ । માટે આતો વારતા અલેખે, થયો પરચો સહુ જન દેખે ।।૮।। વળી ભક્ત લુવાર તે કહીએ, પ્રાણનાથ નામે તેહ લહીએ । તેને પ્રભુમાંહિ પ્રીત ઘણી, કરે પૂજા નિત્ય પટતણી ।।૯।। તેને ઘેર પધારી ગોવિંદ, પાડી આપ્યાં ચરણારવિંદ । વળી સહુને દિધાં દર્શન, નિર્ખિ નાથને થયાં મગન ।।૧૦।। કહે ધન્યધન્ય મહારાજ, આતો પરચો પામ્યા અમે આજ । થયાં પ્રકટ પ્રમાણ દર્શન, પાડ્યાં પગલાં થઈ પ્રસન્ન ।।૧૧।। આતો […] read more
0 Views : 99

ભક્તચિંતામણિ પ્રકરણ:- ૧પ૬

પૂર્વછાયો – વળી કહું એક વારતા, સુંદર છે અતિસાર । જેણી રીત્યે હરિજનની, વળી કરી હરિયે વાર ।।૧।। બારાં મધ્યે એક બહુ સારું, ગણિએ ગુડેલ ગામ । ખરા ક્ષત્રિ ત્યાં રહે, જેનું છે જીભાઇ નામ ।।૨।। તેહના તે ગામ ઉપરે, વળી આવી ચોરની ધાડ્ય । લાગ્યા તે સહુને લુંટવા, પાપીએ પડાવી રાડ્ય ।।૩।। તેહ સુણિ શૂરવીર ધીર, તરત થયા તૈયાર । રુડા રણમાં રમવા, લીધાં હાથ હથિયાર ।।૪।। ચોપાઇ- મારી ચોેર કર્યા ચકચુર, જે રહ્યા તે ભાગી ગયા દૂર । એક ચોર રહ્યોતો સંતાઇ, કર્યો ઘાવ તેણે શિરમાંઇ ।।૫।। પછી તે તસ્કરને મારી, કાઢી ધાડ્ય ગામમાંથી બારી । કરી જીત વળ્યા નિજઘેર, સમરતાં સ્વામી રુડિપેર ।।૬।। રાખી વરતિ તે મૂર્તિમાંઇ, ઘાયા તેની પીડા નહિ કાંઇ । સુખે વીત્યા દશપાંચ દન, આવ્યા ભક્ત પાસે ભગવન ।।૭।। નિર્ખ્યા જીભાઈએ શ્રીજગદીશ, અતિહરખે નમાવિયું શીશ । કહે ધન્ય દીનપ્રતિપાળ, મારી આ સમે લીધી સંભાળ ।।૮।। એમ કહિને જોડિયા હાથ, ત્યારે બોલિયા નેહશું નાથ । આજથકી જાણો ત્રિજે દન, તમારે નથી રાખવું તન ।।૯।। મેલી દેહ આવો બ્રહ્મમોલ, એમ કહી દઇ ચાલ્યા કોલ । ત્યારે રાજી થયા છે જીભાઈ, અતિહરખ પામ્યા મનમાંઈ ।।૧૦।। જોઇ રહ્યા છે વાયદે વાટ, બ્રહ્મમોહોલમાં જાવું તે માટ । ત્યારે નાથજી થયા તૈયાર, સાથે લઇ દશ તે અશ્વાર ।।૧૧।। વાલો આવ્યા […] read more
0 Views : 120
Powered By Indic IME